Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 41
________________ શ્રી અધ્યાત્મ મહાવીર. લાભ મળે છે. નિરાથી મને શાતિ થતાં આત્મધ્યાન સુખે કરી શકાય છે અને આત્મધ્યાન દ્વારા આત્માના અખંડ અનુભવરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી આત્માના અખંડ અનુભવથી કે અધિક પ્રાપ્તવ્ય છે જ નહિ, છેવટમાં છેવટનું પ્રાપ્તવ્ય તે આત્માને અખંડ અનુભવ છે અને તે શાશ્વત રહે છે. એ અનુભવની આડે કેઈપણ સંચાગે આવી શકતા જ નથી. છેવટમાં છેવટના પ્રાપ્તવ્યની પ્રાપ્તિ સાથે જ વિધિનિષેધ પૂર્ણ થાય છે, કેમકે જે હેતુ માટે વિધિ-નિષેધની જરૂર હતી તે હેતુ પૂર્ણ થવાથી વિધિ-નિષેધ પણ પૂર્ણ થાય છે. જેમ કાંટાવડે પગમાં વાગેલ કાંટાને કાઢયા પછી બને કાંટાને ત્યાગ કરવામાં આવે છે તેમ વિધિનિષેધરૂપ કાંટાવડે સંસાર-ભયરૂપ કાંટે કાઢી નાખ્યા પછી અને કાંટાને ત્યાગ કરવામાં આવે છે. જ્યારે વિધિનિષેધ એ એક જાતની પરતંત્રતા અને પરવસ્તુ છે ત્યારે આત્માને અખંડ અનુભવ એ પૂર્ણ સ્વતંત્રતા અને સ્વવસ્તુ છે. અખંડ આત્મજ્ઞાની-કેવલીને કશું કર્તવ્ય-પ્રાપ્તવ્ય હેતું જ નથી. જ્યાં આખા વિશ્વના ખુલાસારૂપ કેવળજ્ઞાન-અખંડ આત્મજ્ઞાન નથી હતું ત્યાં જ વિધિ-નિષેધ હોય છે. * કેવળજ્ઞાન એટલે શુદ્ધજ્ઞાન, અદ્વૈતજ્ઞાન, અપ્રતિહતજ્ઞાન, દેશકાલ વસ્તુ પરિચ્છેદરહિતજ્ઞાન, સત્યજ્ઞાન, પૂર્ણજ્ઞાન, અવિનાશી + निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः ॥ * આત્મા જ્યારે અત્યંત શુદ્ધતાન સ્થિતિ ભજે ત્યારે તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ-દ્વેષને અભાવ થયે અત્યંત શહ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન છે અને તે સદેહે યોગ્ય નથી. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન મુખ્યાથ પણે ગણવા યોગ્ય નથી, જગતના જીવોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66