Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર
આવા મહાન સાધકરૂપ મહાવીરને માયારૂપ વ્યંતરી મહાપરીષહ આપે છે. શ્રી ચન્દ્રકાન્ત ભાગ ત્રીજામાં કહ્યું છે કે –
सम्भाव्येतरघटनापटीयसी सा।
सम्मोहं जनयति विभ्रमेण माया । અર્થ-અસંભવિત પદાર્થને ઉત્પન્ન કરવામાં ઘણું કુશળ એવી માયા વિભ્રમણ ઉપજાવીને જીવને મેહિત કરે છે.
માયાને માર ટાઢે છે-ગુપ્ત છે. મોટા મોટા મુનિવરેને માયા પોતાના ટાઢા મારથી માત કરે છે એ આ વિશ્વના મોહરૂપ માયાને અજબ ચમત્કાર છે. માયારૂપ વ્યંતરીને ટાઢ અને ગુપ્ત માર અસહ્ય છે છતાંયે આત્માના ઉપાસકે-મહાવીરે પિતાની જાગ્રતિને લઈને માયારૂપ વ્યંતરીના ટાઢા અને ગુપ્ત પરીષહને-મારને સહન કરી લે છે, પણ માયામાં લિપ્ત થતા નથી. આત્મજ્ઞાનીને, માયારૂપ વ્યંતરીનું આવરણ મહાન છે. માયાના ટાઢા મારને પણ મહાન સાધકે સમજી જાય છે અને તેના તરફ દષ્ટિ પણ નહિ કરતાં કેવળ નિજ સ્વરૂપમાં મગ્ન રહે છે માટે જ આવા મહાન સાધકે મહાવીર કહેવાય છે.
સ્વભાવસ્થાન તે આર્યદેશ છે અને વિભાવસ્થાન તે અનાય દેશ છે. વિભાવસ્થાન રૂપ અનાર્ય દેશમાં જયારે મહાન સાધકરૂ૫ મહાવીર વિચરે છે અર્થાત જ્યારે કોઈ પ્રસંગવશાત વિભાવમાં જાય છે ત્યારે તંદના સમાગમ થવારૂપ સંગમદેવને ઉપ
x મહાવીર પ્રભુને સંગમ દેવતાએ પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા બહુ પરીષહ દીધાં ત્યાં પ્રભુની કેવી અદભુત સમતા ! ત્યાં પ્રભુએ વિચાર્યું કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદ્દભુત સમતા !
શ્રીમદ્ રાજચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com