Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 19
________________ શ્રી અધ્યાત્મ મહાવીર. દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમેતે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી.” ઐતિહાસિક દષ્ટિએ શ્રી મહાવીર પ્રભુને થઈ ગયાને આજે ૨૪૫૯ વર્ષ થયાં છે. એ મહાવીર પ્રભુનું આધ્યાત્મિક દષ્ટિએ અવલોકન કરતાં સ્પષ્ટ સમજાય છે કે વિશુદ્ધાત્મા એ જ મહાવીર પ્રભુ છે. રાજગૃહરૂપ આ દેહ છે. રાજ એટલે રાજા-આત્મા અને ગૃહ એટલે ઘર. આત્માનું ઘર તે દેહ અર્થાત રાજગુહ એટલે દેહ. આ રાજચહરૂપ દેહમાં ગુણશીલરૂપ બગીચ બને તે તેમાં જરૂર શ્રી મહાવીર સમવસરવારૂપ આત્માનો સાક્ષાત્કાર થાય. વળી આ દેહમાં ક્રિયાવૃત્તિરૂપ દેવાનંદા અને જ્ઞાનવૃત્તિ રૂપ ત્રિશલા, માયારૂપ વ્યંતરી, રાગ-દ્વેષના સમાગમરૂપ સંગમ, ઇંદ્રિય-વિષયના વિકારરૂપ ગોવાલિયા, દેહદષ્ટિરૂપ ગશાલક, સંસાર સર્પરૂપ ચંડકૌશિક નાગ, ઉચ્ચ ભાવનારૂપ ચંદનબાલા, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ ત્રિગઢ, આત્માના અખંડ અનુભવરૂપ કેવલજ્ઞાન, અજ્ઞાન કષ્ટ રૂપ વૈશ્યાયન, પ્રશસ્ત રાગરૂપ ગીતમસ્વામી, માનરૂપ સુદષ્ટ, ક્રોધરૂપ તેજલેશ્યા, શાન્તિરૂપ શીતલેશ્યા, શલ્યરૂપ શૂલપાણી યક્ષ વગેરે સર્વ આ દેહમાં છે, તેમજ મહાવીર એટલે મહા શૂરવીર. તેમને હમેશાં યશ મળે છે એ જ યશોદા છે વળી મહાવીર પ્રિય-ઈષ્ટના દર્શન મેળવી શકે છે એ જ પ્રિયદર્શના છે, મનુષ્યમાં રાજસવૃત્તિ છે એ જ દેવવૃત્તિ છે કે દેવપણું છે. રાજસ મનુષ્ય તે દેવ છે. રાજસ ગુણવડે મુક્તિ મેળવી શકાતી + જિનવર અને શુહાત્મમાં કિંચિત ભેદ ન જાણે-શ્રી યોગદેવ, * અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે તેટલો છવથી મેલ દૂર છે. શ્રીમદ્ રાજચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66