Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર
રજ અને તમ ] સમપણું પામે છે. એવા મુમુક્ષુને સર્વ અથેની સિદ્ધિ એ પિતા-સિદ્ધાર્થ છે અને ત્રણ ગુણની સામ્યવસ્થા એટલે કે જ્ઞાનવૃત્તિ એ માતા ત્રિશલા છે. સિદ્ધાર્થરૂપ પ્રેમ અને ત્રિશલારૂપ જ્ઞાનવૃત્તિ એ અંતવૃત્તિના અભ્યાસકના પિતા અને માતા છે. આત્મારૂપ મહાવીર પ્રભુના દર્શનની ઈચ્છા રાખનારે શ્વાસોચ્છવાસની ક્રિયા ખાસ જાણવી જોઈએ. શ્વાસોચ્છવાસની ક્રિયાદ્વારા ઈડા, પિંગલા અને સુષષ્ણને અનુભવ થાય છે. શ્રીગશાસ્ત્રમાં કહ્યું છે કે –
इडा च पिंगला चैव, सुषुम्णा चेति नाडिकाः ।
शशिसूर्यशिवस्थानं, वामदक्षिणमध्यगाः ॥
અર્થ-ડાબીબાજુએ રહેલી નાડીને ઇડા નાડી કહે છે અને તેમાં ચંદ્રનું સ્થાન છે; જમણી બાજુએ રહેલી નાડીને પિંગલા કહે છે અને તેમાં સૂર્યનું સ્થાન છે, બેઉની મધ્યમાં રહેલી નાડીને સુષુમ્મા કહે છે અને તેમાં શિવ [ મોક્ષ ]નું સ્થાન છે.
આથી કહેવાનું એ છે કે સુષુમણું એટલે ઈડા અને પિંગલા નાડીને સમવય. સુષુમણું નાડીનો ખાસ સમય સવાર, મધ્યાહ, સાંજ અને મધ્યરાત્રિ છે, માટે જ દરેક ધર્મવાળાઓએ આ ચાર સમયને ધ્યાન-ભજન માટે નક્કી કર્યા છે. જેમનાથી આ ચારે સમય ધાનાદિ કરી શકાય તેમ ન હોય તે તેમણે સવાર - શ્રી અધ્યાત્મસારમાં શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કેयत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिचणादीनां, ध्यानिनो नियमस्तु न । મૂલાઈજે રાત્રિદિવસરૂપ સમયે ધ્યાનયોગનું અથવા મન, વચન અને કાયાના યોગનું સમાધાન અથત ધ્યાન કરવા યોગ્ય વસ્તુને વિષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com