Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
v
vvvvvvvvvvv :
શ્રી અધ્યાત્મ મહાવીર,
આનું નામ. આ સ્થિતિએ પહોંચેલા મહાન્ સાધકો આમાના અખંડ અનુભવ મેળવવાના રસ્તામાં યશ મેળવતા જ જાય છે અને તેથી તેમને પ્રિયદર્શનનો લાભ મળ્યા જ કરે છે એટલે કે આત્મારૂપ મહાવીર પ્રભુની સ્ત્રી યશોદા છે અને પુત્રી પ્રિયદર્શના છે. નિષ્કામવૃત્તિ હમેશાં યશ આપનારી છે અને નિષ્કામવૃત્તિદ્વારા જ ઈચ્છિત દર્શન મેળવી શકાય છે; તેથી જ એમ કહેલ છે કે શ્રી મહાવીર પ્રભુને યશોદા નામની પત્ની અને પ્રિયદર્શના નામની પુત્રી હતી તે વાજબી છે. આ દિશામાં સાધક મહાવીરને નિષ્કામતારૂપ યશદાદ્વારા જ ઈચ્છિત દર્શન-આત્માનંદપ્રિયદર્શનની પ્રાપ્તિ થાય છે. જે સાધકે [મહાવીરે ] નિષ્કામપણે કાર્ય કરે છે તેઓ હમેશાં યશ મેળવે છે અને ઈચ્છિત પરિણામ લાવી શકે છે. આવી સ્થિતિએ જે મુમુક્ષુઓ પહોંચે છે તેવા મહાવીરેને ત્રણ અવસ્થા ઉપર અમારો કાબૂ છે તથા અમારા મનેર સિદ્ધ થાય છે એવી ભાવના વિલયને પામી જાય છે. એટલે કે સિદ્ધાર્થ અને ત્રિશલા સવર્ગવાસ પામી જાય છે એમ કહ્યું છે. શ્રીપાતંજલ–ગદનમાં કહ્યું છે કે –
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः । અર્થ:–આ સિદ્ધિઓ સમાધિ [સંપ્રણાતોગ-જેનદષ્ટિએ કેવલજ્ઞાન] માં ઉપસર્ગ–પ્રતિબંધકરૂપ છે અર્થાત ગીએ ઉપેક્ષા કરવા યોગ્ય છે. માત્ર વ્યુત્યાન દશા [સંસાર] માં સિદ્ધિ વા વિભૂતિરૂપ છે. જે વસ્તુ વિચારતા થાવર્તિ, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભૈ યાકે નામ.
શ્રી નાટક સમયસાર. + અનુભકી કેલિ વહેકામધેનુ ચિત્રાવેલિ;
અનુભકે સ્વાદ, પંચ અમૃતકે કેર હૈ. કેલિઆનંદ, કૌઝાસ, કાળિયે.
શ્રી નાટક સમયસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com