Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
આથી જ તે સંસ્થાના સમયમાં જ મધ્ય રાત્રે શ્રી મહાવીર પ્રભુ જમ્યા હતા એમ કહેલ છે. ભાવાર્થ એ છે કે પ્રાણના સંપૂર્ણ સમતોલપણુમાં એટલે કે સુષુષ્ણુ કે વીતરાગ દશામાં જ સર્વત્ર અભેદભાવ થવાથી આત્માનુભવ થવા રૂપ શ્રી મહાવીર પ્રભુને જન્મ થાય છે.
અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે સંધ્યામાં જીવ અને ઈશ્વરની એક્તામાં કે વીતરાગદશામાં જ આત્માનુભવ થાય છે. મુમુક્ષુને જ્યારે આત્મારૂપ મહાવીરના દર્શન થાય ત્યારે તે ત્રણ [ મતિ, શ્રુત અને અવધિ 1 જ્ઞાનયુકત થાય છે. મતિ અને શ્રુતજ્ઞાન તે દરેક મનુષ્યને હોય છે પણ તેમને તે તે ઉપરાંત આત્માના અનુભવનું જ્ઞાન (રૂપી દ્રવ્યને સાક્ષાત્ કરનાર) પ્રત્યક્ષ જ્ઞાન અમુક હદ સુધીનું થાય છે, માટે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીર પ્રભુ ત્રણ જ્ઞાન સહિત જન્મ્યા હતા. આવી આત્મદશાએ પહેંચેલે દરેક સાધક તે ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, પણું ખરું જોતાં તે જ્યારથી મુમુક્ષુઓ પરમાર્થને રસ્તે ચઢે છે ત્યારથી જ તેમને અંશે અંશે અનુભવજ્ઞાન થાય છે. તેથી જ એમ કહેવાય છે કે ગર્ભમાં પણ શ્રી તીર્થંકર પ્રભુને ત્રણ જ્ઞાન હોય છે. આત્મજ્ઞાનના દરેક યથાથે અભ્યાસકને મતિ અને શ્રુત ઉપરાંત અમુક અંશે અનુભવરૂપ અવધિજ્ઞાન પણ હોય છે. આનું નામ જ ગજેમાં ત્રણ જ્ઞાન જાણવા અર્થાત ગર્ભગી તે
* जेवि य से तिसकाए खत्तियाणीए कुच्छिसि गम्भे तं पि य दाहिणमाहणकुंडपुरसंनिवेसंसि उसभदत्तस्स माहणस्त कोडालसगोत्तस्स देवाणंदाए माहणीए जालंधरायणगुत्ताए कुच्छिति गम्भं साहरइ समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था
साहरिजिस्सामित्ति जाणइ, साहरिजमाणे न जाणइ, साहરિમિતિ ના સમજાવો ! | શ્રી આચારાંગ સત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com