Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 16
________________ : ૧૫ : તેવા ભેગના અભાવે સત્કૃતને પરિચય અવશ્ય કરીને કરવા ગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુઓ જેના સમસ્ત ઉપદેશ છે, સવે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવાં શાસ્ત્રના પરિચય તે સત્કૃતને પરિચય છે. (૧) સત્કતને પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. (૨) મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દી કાળ પરિચિત છે; પણ જે નિશ્ચય કરી તેને અપરિ. ચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ થઈ શકે એમ છે. (૩) મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે. (૧) આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણું થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. (૨) સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. (૩) આત્મપરિણામની અવસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મપરિણામની સહજ વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધમ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પ્રવૃત્તિ થવી તેને શ્રી તીર્થકર કમ કહે છે. (૪) આમાના અંતર્ વ્યાપાર (શુભાશુભ પરિણામ-ધારા) પ્રમાણે બંધક્ષની વ્યવસ્થા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66