Book Title: Adarsh Kelavaninu Upnishad Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 5
________________ ૧૧૨ ૧૨૭ ૧૩. વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા લેખક : ગુલાબભાઈ જાની ૧૦૨ ૧૪. પર્યાવરણીય શિક્ષણ - નવી સદીની માંગ લેખક : પ્રા. રામલાલ પરીખ ૧૦૯ ૧૫. નિરીક્ષણ કરતા શીખવે તે શિક્ષણ લેખક : પૂ. શ્રી. મોરારિબાપુ ૧૬. માતૃભાષા દ્વારા શિક્ષણ : ભાવાત્મક દૃષ્ટિકોણ લેખક : રતિલાલ બોરીસાગર ૧૧૪ ૧૭. જૈનદર્શનમાં કેળવણી વિચાર લેખિકા : ડૉ. રતનબહેન ખીમજી છાડવા ૧૮. કેળવણીની બુનિયાદ : શિક્ષક-વિદ્યાર્થી સંબંધ લેખક : મનસુખ સલ્લા ૧૩૫ ૧૯. શિક્ષણ સાથે ખેલકૂદની તાલીમ લેખક : ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની ૧૪૦ ૨૦. જૈન દર્શનમાં શિક્ષણ : કેળવણી તરફના માર્ગે લેખક : ડૉ. સેજલ શાહ ૧૪૭ ૨૧. શ્રી સ્વામિનારાયણ ધર્મમાં કેળવણી વિચાર લેખક : ડૉ. દેવવલ્લભ સ્વામી ૧૫૫ ૨૨. આદર્શ કેળવણી લેખિકા : સ્વાતિબહેન નવલકાત્ત જોષી ૧પ૯ ૨૩. ગુજરાતમાં નઈ તાલીમનો વિકાસ લેખક : જેસંગભાઈ ડાભી ૧૬૩ ૨૪. કિં અત્ર લુપ્તા સરસ્વતી ? લેખક : ડૉ. વસંતભાઈ પરીખ ૧૭૩ ૨૫. શું ‘પરીક્ષા અનિવાર્ય દૂષણ’ જ બની રહેશે ? - એક સામૂહિક ચિંતન ૨૬. ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો સર્જન તથા સંપાદન ૧૭૯ ૨૭. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રિચર્સ સેન્ટર મુંબઈ - ઘાટકોપર ૧૮૦ A આદર્શ કેળવણીનું ઉપનિષદ | શિક્ષણ : સર્જનાત્મકતા અને સંવેદનશીલતાની કટોકટી પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ એક સમયે વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં જુદાં-જુદાં પરિબળો ભાગ ભજવતાં હતાં. ક્યાંક વિદ્યાર્થીના વ્યક્તિત્વઘડતરમાં આસપાસના સંજોગો સૌથી વિશેષ પ્રભાવક બનતા હતા, તો ક્યાંક આશ્રમો, ગુરુકુળો કે વિદ્યાપીઠોની શિક્ષણપદ્ધતિથી વિદ્યાર્થીના જીવનઘડતરમાં સવિશેષ છાપ ઊઠતી હતી. પરંતુ ટેકનોલૉજીની હરણફાળ ભરાઈ રહી છે તે સમયે અને જ્યારે કારકિર્દી-સર્જન એ એકમાત્ર ધ્યેય બન્યું હોવાથી શિક્ષણ એ વ્યક્તિના જીવનઘડતરમાં મુખ્ય પ્રભાવક બળ બની રહ્યું છે. એક અર્થમાં કહીએ તો વર્તમાન શિક્ષણની દશા એ જ મનુષ્યજાતિની દિશા નિર્ધારિત કરશે. આ શિક્ષણ ઇન્ફર્મેશન ટેકનોલૉજીના સંશોધકો અને તજજ્ઞો પેદા કરી શકે છે, તો એ જ ઇન્ફર્મેશન ટેકનોલૉજી આતંકવાદીઓનું સબળ સાધન બની શકે છે, એ જ રીતે માનવસંહારક આતંકવાદીઓ પણ ઘડી શકે છે. આત્મબળ સર્જવાનું કે અણુબૉમ્બ સર્જવાનું શિક્ષણ પાસે સામર્થ્ય છે અને એથી જ માનવતાને બચાવવાની કે મનુષ્યજાતિનો નાશ કરવાનું વર્તમાન યુગનું સૌથી મહત્ત્વનું સાધન એ શિક્ષણ બન્યું છે. આજનો વિદ્યાર્થી ટેક્નોલૉજી મારફતે આખી દુનિયાને પોતાની હથેળીમાં લઈને ફરી રહ્યા છે, પરંતુ એનું આ ભ્રમણ કયો ઉદ્દેશ સિદ્ધ કરે છે તેનો વિચાર કરવા જેવો છે. અહીં દક્ષ મહાયજ્ઞની પૌરાણિક કથાનું સ્મરણ થાય છે. કથા તો કહે છે કે - “દક્ષ પ્રજાપતિ બળવાન, બુદ્ધિશાળી અને ઇચ્છાશકિતસંપન્ન રાજા હતો. એણે કરેલા યજ્ઞમાં એણે અન્ય સહુ દેવતાઓને નિમંત્રણ આપ્યું, પરંતુ શિવને બોલાવ્યા નહિ અને એમને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહિ, આથી એ યજ્ઞનું પરિણામ સર્જનને બદલે વિધ્વંસમાં આવ્યું.' આજે જગત પર દક્ષ એટલે કે સ્કીલનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, પરંતુ એમાં શિવ અર્થાત્ કલ્યાણને નિમંત્રણ નથી અને તેથી સર્જનને બદલે સંહારની શક્યતાઓ વધી છે. વીડિયો ગેઈમ્સથી માંડીને તમામ આદર્શ કેળવણીને ઉપનિષદ C A to ]Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 93