Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano Author(s): Dhurandharvijay Publisher: Jain Sahityavardhak Sabha View full book textPage 8
________________ પં. શ્રી પદ્યવિજયજી મ., ૫. શ્રી રૂપવિજયજી મ., શ્રી દીપવિજયજી મ, શ્રી વીરવિજયજી મ., પં. શ્રી ગંભીરવિજયજી મ. વગેરેએ વિરચેલી પૂજાઓ હાલમાં સારા પ્રચારમાં આવી છે. તત્વજ્ઞાન સાથે રસની જમાવટ શ્રી વીરવિજયજી મહારાજ વગેરેની પૂજામાં સારી થયેલ છે. જે પૂજામાં પરમાત્માના કેઈપણ કલ્યાણકનું વર્ણન સાક્ષાત કે પરમ્પરાએ ગુંથાયેલ હોય છે, તે પૂજા અધિક મંગલદાયક થાય છે. કલ્યા કના વર્ણન વગરની પૂજાથી તે ઉદ્દેશની સિદ્ધિ થતી નથી. જે પૂજામાં પાંચે કલ્યાણકેનું વર્ણન હોય છે તે પૂજા પ્રભુ સાથે એકતા કરાવવામાં વિશેષ સમર્થ બને છે. આ શ્રી આદિજિન પંચકલ્યાણક પૂજામાં પ્રથમ પ્રભુના પાંચે કલ્યાણકાનું સાંગોપાંગ વર્ણન ભાવવાહી શબ્દોમાં કરેલ છે. આપણને નીતિ અને ધર્મનું શિક્ષણ દેનારા શ્રી આદિનાથ પ્રભુ છે. તેમનું સંપૂર્ણ ચરિત્ર મંગલમય અને આદર્શરૂપ છે. ત્રણે લેકમાં જેની જેડ નથી એવું શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ તેઓશ્રીથી દેદીપ્યમાન છે. તે પૂજ્ય પરમાત્માના પાંચે કલ્યાણકને વર્ણવતી પૂજાની ખાસ અગત્ય હતી; જે આ કૃતિથી પૂરી થાય છે. - યમન, કલ્યાણ-ભૈરવ-ભૈરવી–માલકેશ–આશાવરી, વગેરે શાસ્ત્રીય ઉદાર રાગ-રાગણીઓ, પ્રાચીન પ્રણાલિકાની દેશીઓ તથા ચાલુ જમાનાની તજો એમ ત્રિવિધ પદ્ધતિને આ પૂજામાં સુંદર સમન્વય છે. મનહર, મંગલમય ને મીઠા શબ્દો આ પૂજાની શોભામાં વધારે કરે છે. વર્ણમેળ–શબ્દ સગાઈ પૂજામાં સ્થાને સ્થાને સુન્દરરીતે યોજાયેલ છે પ્રસાદ અને માધુર્ય ગુણયુક્ત આ પૂજાના અર્થ ભાવ વાંચવા માત્રથી સમજાય છે. પ્રભુની દીક્ષા, મરુદેવામાતાએ ભાવેલી અન્યત્વ ભાવના, ભરત બાહબલીનું યુદ્ધ વગેરે પ્રસંગો એટલા સચોટ આલેખાયા છે કે તે વાંચતાં કે સાંભળતાં તેના દો દષ્ટિ સમક્ષ ખડાં થાય છે. ચિત્તમાં ચિરકાળ માટે તેના સંસ્કાર રમી રહે છે ને તે તે રસમાં હદય તલ્લીન બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56