________________
ભક્તિરસ જમાવ્યું. વિશાળ જનતાની ઠેઠ સુધી હાજરી અનેક વાઘો, અનેક સંગીતશો વગેરે સામગ્રીથી પૂજા ભણાવવાનો ભાવનગરમાં એ અપૂર્વ પ્રસંગ હતો, અચાનક તેજ દિવસે યુરોપીય વિશ્વવિગ્રહ શાન થયાના સમાચાર આવવાથી પૂજાની આદરણીયતા અને પ્રભાવ પૂર્ણતા સમજાઈ હતી.
૩ માસ્તર શ્યામજી હેમચન્દ્ર કે જેમને ભાવનગરની પાઠશાળા ના બાળકને અને સામાયિક શાળાના ઉપાસકેને જ્ઞાન દાન દેવામાં અનન્ય ફાળો છે. તેમણે આચાર્ય મહારાજશ્રીના પવિત્ર હસતે સજોડે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું.
૬ શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના મંદિરે એક મનોરમ જિન પ્રતિમાને ગાદીનશીન કરવામાં આવ્યા તે નિમિત્તે અઢાઈ મહોત્સવ, આંગી પ્રભાવના, શાન્તિસ્નાત્ર વગેરે ઉત્સાહપૂર્વક થયાં.
૫ જૂનાગઢ, મહુવા, બેટાદ વગેરે ગામના જૈન સંધેની મહારાજશ્રીને ચાતુર્માસ માટે સતત આગ્રહભરી વિનતિ છતાં, શેઠ જૂઠાભાઈ સાકરચન્દ, વેરા પરમાનન્દ તારાચંન્દ વગેરે શ્રી ભાવનગર જૈન સંઘના હાલના સુકાનીઓની અતિશય આગ્રહભરી હાદિક વિનતિના શાસન સમ્રા, સુરિચક્રવર્તિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજ્યનમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાપૂર્વક સ્વીકાર થયે.
૬ સમવસરણના વંડાના વિશાળ સ્થાનમાં પંચમાંગ શ્રી ભગવતી આ સૂત્ર અને શ્રી વસ્તુપાલ ચરિત્રનું વિશદ વ્યાખ્યાન શ્રી ભાવનગર સંઘે અદ્વિતીય ઉલ્લાસ અને રસપૂર્વક સાંભળ્યું. તેમાં શરૂઆતના પ્રથમ દિવસને અને છેવટ શાતિ સ્નાત્ર વગેરે ઉજમણું પૂર્વક કૃતભક્તિ કરવાને વિશિષ્ટ લાભ ઉત્સાહપૂર્વક મહારાજા મેડીક્લ હેલવાળા શાહ ચમ્પલાલ અમીચન્ટે લીધે.
૭ શ્રી પર્યુષણ પ્રસંગે અક્ષયનિધિ તપ વગેરે વિવિધ તપશ્ચર્યાઓ અને પર્વાધિરાજનું શાન્તિપૂર્વક સર્વ સ્થળે સુન્દર આરાધન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com