Book Title: Tithi Ange Tarkhadat Kem Thayo
Author(s): Anilkumar Jain
Publisher: Kantilal Maneklal Shah Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001775/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જન જાગૃતિ લેખમાળા-મણકે ચેાથે તિથિ અંગે તરખડાટ કેમ થયો? आ.श्री. कैलासमागर मुरि ज्ञान मंदिर of wriાપ જૈન ધના , વણ ન થઇ : લેખકઃ અનિલકુમાર આ લેખમાં સં. ૧૯૫ર ની ઘટના સં. ૧૯૬૦ ની ઘટના સં. ૧૯૮૯ ની ઘટના સાધુ સંમેલનમાં કંઈ નિરાકરણ થયું નહિ. સં. ૧૯૯૨ ને બનાવ શ્રી સાગરજી અને શ્રી વિજય રામચંદ્રસૂરિજી વચ્ચે ચર્ચા સં. ર૦૦૪ ની ઘટના શ્રી વિજયનેમિસૂરિજીને મત શ્રી સાગરજીને મત શ્રી વિજયસિદ્ધિ સૂરશ્વરજીને મત વગેરે અનેક ઉપયોગી વિષે ચર્ચવામાં આવ્યા છે, માટે તેને ધ્યાનથી વાંચે અને બીજાને વંચાવે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ ક્રાંતિલાલ માણેકલાલ શાહ પાડાપાળ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ વિ. સ. ૨૦૧૩ મૂલ્ય પાન પાઠન મુદ્રકઃ શાહ નાનાલાલ સામાલાલ સર્વોદય મુદ્રણાલય, મુ. સાદરા સ્ટે. ભેડા (ઍ. પી. રેવે) Page #3 -------------------------------------------------------------------------- ________________ તિથિ અંગે તરખડાટ કેમ થયો? જૈન ધર્મમાં પર્વતિથિનું મહત્ત્વ શું છે? તેનું આરાધન શા માટે કરવામાં આવે છે? પર્વતિથિ જાણવાનું સાધન શું છે? ઔદયિક તિથિને સિદ્ધાંત કયા પ્રકારને છે? તથા તિથિની હાનિવૃદ્ધિ બાબતમાં શાસ્ત્રકારોએ કેવા સિદ્ધાંતે સ્થાપિત કરેલા છે? વગેરે બાબતે અમે ગયા લેખમાં જણાવી ગયા છીએ. હવે, આ લેખમાં તિથિ અંગે ઓગણીસમી સદીમાં શરૂ થયેલે તરખડાટ કેમ આગળ વધે ? અને તેનાં શું પરિણામે આવ્યાં ? તે દર્શાવવાને ઈચ્છીએ છીએ. આશા છે કે તે પરથી વાચકને તિથિ ચર્ચાની સમસ્ત ભૂમિકા સમજાઈ જશે અને તે સંબંધમાં લાગતાવળગતા પક્ષ તરફથી જે દલીલ કરવામાં આવે છે, તે સમજવાની ખૂબ સરળતા પડશે. - વીસમી સદીનું પ્રથમ ચરણ પૂરું થયા પછી શ્રી પૂજેની સત્તા ઝડપથી તૂટતી ચાલી અને સંવેગ સાધુઓનું માન દિનપ્રતિદિન વધવા લાગ્યું, એટલે આખરે Page #4 -------------------------------------------------------------------------- ________________ એવે સમય આવી ગયો કે શ્રી પૂની સત્તા નામશેષ બની ગઈ અને સમસ્ત સમાજ પર સંવેગી સાધુઓનું પૂરેપૂરું વર્ચસ્વ જામી ગયું. આજે પણ સમાજમાં તે જ સ્થિતિ પ્રવતિ રહી છે. આ સંજોગોમાં તિથિનાં આરાધન અંગે છેવટને નિર્ણય તેમના હસ્તક રહે, એ સ્વાભાવિક છે. સં. ૧૯૫ર ની ઘટના સં. ૧૫રમાં તિથિનાં આરાધન અંગે એક નાનકડી ઘટના બની, તે સં. ૧૯૮૧ની સાલમાં છપાયેલા * પ્રશ્નોત્તર રત્નચિંતામણિ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે આલેખાયેલી છે – સંવત ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ પ નો ક્ષય હતું, તે ઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે આખા પયુંષણની તિથિ ફેરવવી પડે છે તે પાંચમને ક્ષય કરીએ તે શું વાંધો છે? કારણ પાંચમની કરણે એથે થાય છે, તે પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક લાગતું નથી, માટે આપને અભિપ્રાય શું છે? તેને જવાબ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આપે કે પાંચમને ક્ષય આ વખતે કર સારે છે. અને ત્યાર બાદ ૧૫રના જેઠ મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યાર xભરૂચનાં શ્રાવકરત્ન શ્રી અનુપચંદ મલકચંદે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ખદ અનુપભાઇના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યુ એ વ્યાજખી છે, એએનાં વચન પ્રમાણે અને તે સારું છે અને એએનું વચન કબૂલ રાખવું એમ ધારી શ્રીમદ્ આચાર્ય મહારાજના શિષ્યાના સમુદાયમાં આ મામત લખી તેમના અભિપ્રાય મંગાવ્યેા. તેઓએ મહારાજના લખવા પ્રમાણે કરવા સમ્મતિ આપી. તેમની સમ્મતિ આવ્યા બાદ ખીજા સાધુઓ તથા શ્રાવકાને કાગળ લખી તેમને પૂછ્યું. તે લેાકેા જવાબ લખે તેના જવાબ પાછે લખી સમાધાન કરી તેએના અભિપ્રાય એ પ્રમાણે કરવાને ઘણાને વિચાર આવ્યેા. વળી કેટલાક અમદાવાદના ભાઈ એ અને કેટલાક સાધુઓને વિચાર મળતા નહિ તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી સિદ્ધિસૂરિજી છાણી ચામાસુ રહ્યા હતા, તેમની પાસે સુરત અમદાવાદ વગેરે ગામેાના કેટલાક ભાઈ એ આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા, તેઓને એ ખબતમાં સેનપ્રશ્ન, હીરપ્રશ્ન વગેરેના પુરાવા આપી તેઓનુ સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરવા સમ્મત થયા. આવી રીતે આખા હિંદુસ્થાનમાં રૂબરૂમાં વા કાગળની લખાપટીથી સમાધાન કરી એકત્ર કરી એ પ્રમાણે આચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મમ્બુર કર્યું, ફક્ત પેટલાદમાં જુદા જુજ માણસાનાં હૃદયમાં ન રુચવાથી અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવવાથી તેમને શાંત રી પ્રતિક્રમણ જુદું કર્યું. બાકી બધે એક થયું હતું. આ એએની ગુરુભક્તિ જણાય છે. ’ Page #6 -------------------------------------------------------------------------- ________________ શેઠ અનુપભાઈના ઉપર મુજબ આલેખાયેલા જીવનપ્રસંગમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સં. ૧૫રની સાલમાં ભાદરવા સુદિ પ ને ક્ષય માનવાને નિર્ણય થયો હતું અને તે પ્રમાણે ગામેગામ શ્રી સંઘમાં સંવત્સરી મહાપર્વની આરાધના કરવામાં આવી હતી. આને બીજી પણ એક વાતને ટેકે મળે છે. ભાવનગરથી પ્રગટ થયેલા તે વર્ષના ભીંતીયા પંચાંગમાં પણ, પૂ. મુનિરાજશ્રી ગંભીરવિજયજી મહારાજની સલાહથી શ્રી જૈનસંઘને માન્ય ચંડાશુગંડુ પંચાંગમાં જણાવ્યા મુજબ, ભાદરવા સુદી પાંચમને ક્ષય જણાવીને ઉદયાત્ ભાદરવા સુદી એથે સંવત્સરી જણાવી હતી. આ સાથે એ પણ એક નેધવા જેવી બીના છે કે વિ. સં. ૧૯૮૯ના પર્યુષણ પર્વમાં એક વર્ગ ભાદરવા સુદિ પાંચમને ક્ષય માનવો પડે નહિ અને ઉદયાત ભાદરવા સુદિ ચેાથે સંવત્સરી કાયમ રહે એવું ઈચ્છતે હતું. આથી બધાને સતેષ થાય એ માટે અન્ય પંચાંગોના આધારે ભાદરવા સુદિ છઠને ક્ષય જાહેર કરીને ચંડાશુગંડુ મુજબની ઉદયાત્ ભાદરવા સુદિ ચેાથે સંવત્સરી જાહેર કરાઈ હતી અને સકલ સંઘે તે મુજબ સંવત્સરી આરાધી હતી. વિ. સ. ૧૫રમાં પણ સમસ્ત સંઘે ઔદયિકી ચોથે સંવત્સરી આરાધી હતી. માત્ર પેટલાદમાં ચોમાસું રહેલા Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી સાગરજી મહારાજે પૂનમ ક્ષયે તેરસ ક્ષયના ચાલી પડેલા ચીલા મુજબ પાંચમ-ક્ષયે ત્રીજનો ક્ષય કર્યો અને શ્રીસંઘ કરતાં એક દિવસ પહેલાં અર્થાત્ ચંડાશુ ચંડપંચાંગની ત્રીજના દિવસે સંવત્સરીની આરાધના કરી. સં. ૧૯૬૧ની ઘટના સં. ૧૯૬૧ની સાલમાં પણ ભાદરવા સુદિ પ ને ક્ષય આવ્યો ત્યારે ચંડાશુગંડુમાં નિર્દેશેલી ઉદયાત ભાદરવા સુદી ચેાથે જ સંવત્સરી કરી હતી. તે વખતે કપડવંજમાં ચાતુર્માસ રહેલા પૂજ્યશ્રી સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન સં. ૧૫ર મુજબ પંચાંગની ત્રીજે ન કરતાં સકળ સંઘ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું, જો કે આ પ્રસંગે પિતાને કુવૃષ્ટિ ન્યાયે એમાં ભળવું પડયું હતું, એવી જાહેરાત કરાઈ હતી. સં. ૧૯૮૯ની ઘટના ત્યાર બાદ સં. ૧૯૮૯માં ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા સુદિ ૫ ને ક્ષય આવ્યું, ત્યારે પૂજ્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજે ઔદયિક ત્રીજને ચેાથ કલ્પીને તે પ્રમાણે પર્યુષણ પર્વની આરાધના કરવાને કાર્યક્રમ બહાર પાડ્યો હતો, પરંતુ પૂજ્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે સકલ સંઘમાં મનાતી સાચી સંવત્સરીના ખુલાસા અંગે એક પુસ્તિકા બહાર પાડી તેને વિરોધ કર્યો હતે Page #8 -------------------------------------------------------------------------- ________________ અને બીજા કેટલાક લે તેની વિરુદ્ધમાં નીકળ્યા હતા. પરિણામે પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના સમુદાય સિવાય તમામ સમુદાએ ચોથ-શુક્રવારની સંવત્સરી કરી હતી. ઉપર પ્રમાણે સં. ૧૯૫ર અને સં. ૧૯ત્માં ચંડાશુ, પંચાંગમાં ભાદરવા સુદી ૫ ને ક્ષય આવ્યું હતું અને તે વખતે આખા તપાગચ્છ, ચંડાશુગંડુ પંચાંગની ઉદયાત્ ચોથના દિવસને સંવત્સરી તરીકે કબૂલ રાખે હતો, જ્યારે તે વખતે એકલા પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરિજી મહારાજે પંચાંગની ત્રીજને સંવત્સરી માની લીધી હતી, એટલે તિથિચર્ચાની અર્થાત તિથિના મતભેદની શરૂઆત શ્રીપૂને સમય બાદ કરતાં વર્તમાન કાળે, ક્યારે, કોના તરફથી થઈ, તે વાચકે સારી રીતે સમજી શકશે. સાધુસંમેલનમાં કંઈ નિરાકરણ થયું નહિ. સં. ૧૯૯૦માં અમદાવાદ ખાતે સાધુસંમેલન થયું તે વખતે પૂજ્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વગેરે આગેવાન આચાર્યોને કહ્યું કે “તિથિની વિચારણા પણ કરી લે.' પરંતુ તે વખતે પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે એ જવાબ આપે કે અહીં તો બીજા ગ૭વાળા Page #9 -------------------------------------------------------------------------- ________________ પણ છે અને તિથિને પ્રશ્ન તે એકલા તપાગચ્છ વિચારવાને છે. આ ઉત્તરથી સમજાય છે કે તે વખતે પણ તિથિએના દિવસની બાબતમાં અને તેની આરાધના કયારે કરવી તે સંબંધમાં શાસ્ત્રાનુસારી નિર્ણય કરવાની અને પાછળથી ચાલી પડેલી અવ્યવસ્થિતતા દૂર કરવાની જરૂર જણાઈ હતી, પરંતુ બીજા ગચ્છવાળાઓની તિથિવિષયક માન્યતા જૂદી હોઈને તે પ્રશ્નને હાથ ધરવામાં આવ્યો ન હતે. અહીં કોઈ પણ સુજ્ઞને એ પ્રશ્ન ઉઠવાને સંભવ છે કે આ બાબત જ્યારે અતિ મહત્ત્વની હતી, ત્યારે બીજા ગચ્છવાળાઓની રજા માગીને અગર તો એમને વિદાય આપીને તેની ચર્ચા કેમ ન કરી? સંભવ છે કે સંમેલનમાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પડખે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી હતા અને એમનું મન સાચવી લેવા તિથિને પ્રશ્ન છેડાતે અટકાવી દીધું હોય, પણ આમ જે બન્યું હોય તેમાં શ્રી સંઘની ભવિતવ્યતા સિવાય બીજે કંઈ ઉત્તર મળી શકે તેમ નથી, એટલે શું કહીએ? બાકી અમારા જેવાં હજારે હૈયાંને અફસેસ થાય છે કે સાધુસંમેલન મળ્યું, છતાં આ મહત્તવને પ્રશ્ન વિચાર્યા વિના રહી ગયો અને તેનાં પરિણામો આગળ જતાં સમાજ માટે અતિ ખતરનાક આવ્યાં! વિ. સં. ૧૯૨માં ચંડાશચંડ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમ બે આવી. એ પ્રસંગ દ્વારા તિથિચર્ચાને Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તરખડાટ વધી જવા પામ્યું. જ્યોતિષશાસ્ત્રના સમર્થ જાણકાર પૂ. આ. શ્રીમદ્ વિજયદાન સૂરીશ્વરજી મહારાજ એ જ વર્ષના મહા મહિનામાં કાલધર્મ પામી ગયેલા, એટલે એ વિષયમાં આગેવાની કોણ લે છે તે જોવાનું હતું. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વગેરેએ સં. ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ માં ભાદરવા સુદી પાંચમને ક્ષય હતું ત્યારે ચંડાશુગંડુની ઉદયાત્ ભાદરવા સુદી ચોથના દિવસે જ સંવત્સરી કરી હતી, તેથી આ વર્ષના પંચમીવૃદ્ધિના પ્રસંગમાં પણ તેઓ ઉદયાત્ ચેાથે જ સંવત્સરી કરશે, એમ ધારીને પૂ. આ. શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પાસે અમદાવાદમાં પાંજરાપોળે ગયા. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ પણ તેમને સત્કાર કરીને એવી જ વાત કરી કે “ચેાથે તે શનિવારે જ છે, પણ એ બાબતમાં આપણે બીજાઓના અભિપ્રાય મેળવી લઈએ. ” આથી પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને તેમના પ્રત્યેને ઉદયાત્ ચેાથે સંવત્સરી કરવાને વિશ્વાસ દૃઢ થયો અને તેમણે કહ્યું કે તે તમે કરશે તે પ્રમાણે હું કરીશ.” કેટલાક દિવસે વહી ગયા બાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ રવિવારે સંવત્સરી કરવાનું કહેવડાવ્યું. વચલા કાળમાં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ ભાદરવા સુદ પહેલી પાંચમે ચોથ માનીને સંવત્સરી કરવાનું જાહેર કરી દીધું હતું, તેથી પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ પૂ. આચાર્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી વગેરે પાસે ગૃહસ્થાને માકલીને આ વર્ષે રવિવારે સંવત્સરી કરવામાં સ ંમતિ મેળવી લીધી. ભાદરવા સુદ્રી પહેલી પાંચમ-રવિવારે સંવત્સરી કરવાના આ નિર્ણય સાંભળતાં પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને ભારે દુઃખ થયું અને ઠગાયા એમ લાગ્યું, પણ ઉપાય નહાતા. તેમણે પેાતાના સમુદાયના અમદાવાદ સિવાયનાં સ્થળેાએ ચાતુર્માસ રહેલા સાધુઓને જણાવ્યું કે-ઉદયાત્ ભાદરવા સુદ્રી ચાથ શનિવારે જ સવત્સરી કરવી, તેમજ જે જે શ્રી સંઘે આદિએ તેઓશ્રીને પૂછાવ્યુ તેમને પણ તેઓશ્રીએ જણાવ્યું કે—ઉદ્દયાત્ ભાદરવા સુદ ચાથ શનિવારે જ છે અને રવિવારે તેા ભાદરવા સુદી પહેલી પાંચમ છે, માટે શનિવારે જ સંવત્સરીની આરાધના કરવી જોઈએ. બીજી ખાજુ પૂ. આ. શ્રી વિજયલધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય કનકસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી ક્ષમાવિજયજી મહારાજ, પૂ. ૫, શ્રી તિલકવિજયજી બુદ્ધિવિજયજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી કપૂરવિજયજી મહારાજ વગેરેએ પણ ઉદ્દયાત્ ભાદરવા સુદ ચેાથ શનિવારે સંવત્સરી કરવાનું જાહેર કર્યુ અને પૂ. આચાર્ય શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે એ પાંચમના અદલે એ ત્રીજ કરી પંચાંગની પહેલી પાંચમે સંવત્સરી કરી હતી. આ પ્રમાણે સ. ૧૯૯૨માં કયાંક એ પાંચમની એ પાંચમ માનીને, કન્યાંક એ ચેાથ માનીને અને કાંક Page #12 -------------------------------------------------------------------------- ________________ બે ત્રીજ માનીને સંવત્સરીની આરાધના કરાઈ. પરંતુ આમાંથી એક નો તરખડાટ જન્મે. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાની તેમજ કલ્યાણકાદિ, તિથિઓ ફેરવી નાખવાની જે ગરબડ ચાલુ હતી, તેને સુધારી પંચાંગ બહાર પાડવું શરૂ થયું. આ વાતને ઠીક માનનારાઓ તરફથી પણ કેટલીકવાર એવું કહેવાય છે કે -આચરણ સાચું હોય તે પણ શ્રમણ સંઘને એકત્રિત કરીને, સંમતિ મેળવીને કરવું જોઈતું હતું. ખરેખર! તેમ બન્યું હેત તે તે ઘણું જ સારું થાત. પરંતુ જે રીતિએ આ બધું બન્યું તેમાં શ્રમણસંઘને તરતમાં ભેગો કરી નિર્ણય કરે એ કેટલે અંશે શકયું હતું, એ પણ વિચારવાની જરૂર છે. વધુમાં એમ પણ પૂછાય છે કે-જેઓ પાંચમના ક્ષયે પંચાંગની ઉદયતિથિ ભા. સુ. એથે જ અત્યાર સુધી સંવત્સરી કરતા આવ્યા હતા, તેમણે આ વર્ષે ચંડાશુચંડુની પહેલી પાંચમે સંવત્સરી કરવાનું કાર્ય શ્રમણસંઘને એકઠા કરવાપૂર્વક નિર્ણય લઈને ક્યાં કર્યું હતું ? જે પંચાંગની પહેલી પાંચમે સંવત્સરી નહિ કરતાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વગેરેએ પહેલાંની ચાલુ પ્રથાની જેમ ઉદયાત ભા. સુ. ચોથે સંવત્સરી કરી હત, તે તિથિમાં સુધારો કરનારા વર્ગને સુધારો કરવાને અવકાશ મળી શકત નહિ. એ વખતે પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની જે રૂહી ચાલી આવતી હતી, તેમાં ઔદયિક Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચૌદશ-પકખી જેવા મહાન પર્વની વિરાધના સમજી પૂનમની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા. તેમજ બીજી પણ તિથિઓના ક્ષયવૃદ્ધિ ભીંતીયા પંચાંગમાં મૂળ ચંડાશુ જેવા જ બતાવવાનું શરૂ કર્યું. એમાં એમને એ સંતોષ થયો કે કલ્યાણક તિથિઓનાં આરાધનમાં જે છબરડા વાળતા હતા તે પણ સુધર્યા. દાખલા તરીકે ચિત્ર સુ. ૧૪ને ક્ષય હોય ત્યારે સુ. ૧૩ ને ક્ષય કરી સુ. ૧૪ લખતા હતા અને શ્રી વીર જન્મકલ્યાણક ઉજવવાની મુશીબત ઊભી થતી હતી, કેમકે તેરશને ચૌદશ લખ્યા પછી ત્યાં તેરશ બેલાય નહિ અને બારસે કંઈ ઉદયમાં તેરશ છે નહિ, એટલે કલ્યાણક કઈ તિથિ બેલીને કરવું ? તે એક કેયડે હતે. તે હવે પંચાંગમાં જેમ છે તેમ તેરશ-દશ ભેળાં રાખવાથી કેયડે ઉકલી ગયે. પૂ. આચાર્યો શ્રી સાગરાનંદસૂરીશ્વરજી અને શ્રી વિજય રામચંદ્રસૂરીજી વચ્ચે ચર્ચા સં. ૧૯૯૮માં પાલીતાણા મુકામે પૂજ્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ અને પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વચ્ચે તિથિ સંબંધી ચર્ચા ચાલી, પણ તેમાં કોઈ નિવેડે આવ્યું નહિ, ત્યારે જુદા જુદા પક્ષના આગેવાન ગૃહસ્થોની આગ્રહભરી વિનંતિથી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ જેનેતર મધ્યસ્થ ગૃહસ્થને લવાદ તરીકે Page #14 -------------------------------------------------------------------------- ________________ રાખીને નિવેડે લાવવાનું માથે લીધું અને બંનેની લેખિત કબૂલાતે લઈ શ્રી પી. એલ. વૈદ્યને મધ્યસ્થ રાખ્યા. શ્રી પી. એલ. વૈદ્ય બંને પક્ષનાં પિતાનાં મંતવ્યનાં લખાણે. અને સામસામાનાં ખંડને લઈ સમસ્ત પ્રશ્નને બારીકાઈથી અભ્યાસ કર્યો અને મૌખિક જુબાનીઓ પણ લીધી. પછી શ્રી વૈદ્ય બે ત્રણ માસના ગાળામાં નિર્ણય લખ્યું અને તે પ્રેસમાં છપાવવા પણ અપાઈ ગયે. દરમિયાન પૂ. આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના ભક્ત ગૃહસ્થને, નિર્ણય પોતાના ગુરુના પક્ષમાં આવ્યાની ખબર પડી. આ જાણીને એ ગૃહસ્થ પિકીના એક ગૃહસ્થ પિતાના એક ગૃહસ્થમિત્રની, કે જે ગૃહસ્થ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના ભક્ત હતા, તેમને તારથી સમાચાર આપ્યા. એ તાર મળતાં એ ગૃહસ્થ એ તાર પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને કપડવંજ મોકલી આપે. એ તારને વાંચી લઈને પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ શેઠશ્રી કસ્તુરભાઈને જણાવી દીધું કે- શ્રી વૈદ્યને નિર્ણય તેમને માન્ય નથી. અત્રે અમારે કહેવું જોઈએ કે-જે પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ભક્તગૃહસ્થ ઉપર જણાવી તેવી ભૂલ ન કરી હોત તે જે ગંભીર પરિણામ આવ્યું તે આવત નહિ અને પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પણ એ નિર્ણય જાણ્યા પછી છેવટે લવાદની પ્રમાણિકતાને નિર્ણય લઈને ય પિતાનાં વચનને વળગી રહ્યા હતા તે પણ જે ગંભીર પરિણામ આવ્યું તે આવત નહિ. શેઠશ્રી કસ્તુર Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાઈ જેવા મધ્યરથ હોય અને પ્રો. પી. એલ. વૈદ જેવા વિદ્વાન દ્વારા પ્રમાણિક નિર્ણય મેળવે, છતાં તિથિચર્ચાને પ્રશ્ન હલ ન થાય એ શ્રીસંઘની કેટલી મોટી કમનસીબી ! સં. ૨૦૦૪ની ઘટના વિ. સં. ૨૦૦૪માં ફરી ભાદરવા સુદી ૫ ને ક્ષય આવ્યા, ત્યારે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પૂર્વની જેમ ચંડાશુગંડુ પંચાંગની ઉદયાત ચતુર્થીએ સંવત્સરી કરવાના પક્ષમાં ઊભા રહ્યા હતા, પરંતુ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી વગેરે ડાકે આ વખતે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના મત પ્રમાણે તિથિનું આરાધન કર્યું હતું. આ રીતે ઉત્તરોત્તર જે ઘટનાઓ બની, તેણે તિથિ અંગે આપણે સમાજમાં ભારે મતભેદ ઊભા કર્યા અને તે આજ પર્યત ચાલુ છે. હવે આ મતભેદે અંગે દરેક પક્ષને શું કહેવાનું છે અને તેમાં કેટલું તથ્ય છે? તે વિચારીએ, જેથી સાચી પરિસ્થિતિ સમજવામાં આવે. શ્રી વિજયનેમિસૂરિજીને મત પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજવાળા માને છે કે સંવત્સરી જે મૂળ પાંચમની હતી, તે કાલિકાચા Page #16 -------------------------------------------------------------------------- ________________ એને અનંતર એટલે કે સંલગ્ન પૂર્વતિથિની કરી, માટે વૃદ્ધિમાં પહેલી પાંચમ લેવી અને ક્ષયમાં પાંચમથી ત્રીજ દર પડી જાય છે, માટે ત્રીજમાં સંવત્સરી ન કરતાં નજીકની ઔદયિક ચેાથે જ સંવત્સરી કરવી. પણ અહીં પ્રશ્ન એટલે ઊભું રહે કે પાંચમ કયાં કરવી? તેથી તેઓ છઠ્ઠના ક્ષયનું બીજું પંચાંગ મેળવી તેમાં જણાવેલી પાંચમને પાંચમ તરીકે લે છે. અહીં પ્રશ્ન થાય કે સં. ૧૯૫૨, ૬૧, ૮૯ તથા ૨૦૦૪ માં ભાદરવા સુદિ ૬ ના ક્ષયનું બીજું પંચાંગ લેવાનો આશય એ જ હતો કે પરાપૂર્વથી માન્ય એવા ચંડાંશુ પંચાંગમાં જે દિવસે ભાદરવા સુદિ ૪ ઉદયમાં બતાવેલી તે ઔદયિક ચોથને દિવસ સંવત્સરી આરાધના માટે લેપા જોઈએ નહિ; તે પછી સં. ૧૯૨ –૯૩ માં ચંડાંશુ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે સુદિ ચોથને ઔદયિક દિવસ જતો કેમ કરા ? આના જવાબમાં પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજને પક્ષ ઉપર સૂચવ્યું એમ કહે છે કે “સંવત્સરી પર્વ મૂળ પાંચમનું હતું, તે શ્રી કાલિકાચાર્યે સકારણ ફેરવીને એની લગોલગ પૂર્વની તિથિ ચોથને મહાપર્વ કર્યું. આમાં તિથિનું ચોથ તરીકે મહત્ત્વ હતું નહિ, પરંતુ પાંચમની લગોલગ પૂર્વતિથિ તરીકે મહત્ત્વ હતું, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૭ માટે બે પાંચમ આવે ત્યારે બીજી પાંચમની લગોલગ પૂર્વની પહેલી પાંચમને ચોથ ગણી મહાપર્વ કરવું જોઈએ.” અહીં નિશીથચૂર્ણિમાં “અણુ ય ચઉત્થીએ” અણાગય એટલે કે પૂર્વની એથે એ પાઠ છે, પણ “અનંતર ચોથે એ પાઠ નથી મળતું તેથી સંલગ્ન અર્થ કયાંથી લે? વળી આપણને શ્રી ધર્મસાગરજી મહારાજે કલ્પરિણાવલીમાં કહેલા નીચેના શબ્દો યાદ આવે છે 'मुञ्च मृतमातृसदृशीं पञ्चमी, स्वीकुरु च कल्पलता समां चतुर्थी। મરેલી માતા જેવી પાંચમને ત્યાગ કર અને કલ્પલતા સમી ચતુર્થીને સ્વીકાર કર.” વળી પં. શ્રી વીરવિજયજી મહારાજે પર્યુષણનાં ચૈત્યવંદનમાં કહેલા નીચેના શબ્દો પણ સ્મૃતિપટ પર તરી આવે છે - नहि ए पी पंचमी, सर्व समाणी चौथे। भवभीरु मुनि मानशे, भारव्यु अरिहा नाथे ॥ “તેમ જ શાસ્ત્રોમાં ઠામ ઠામ “ કોસાર” “ સ્થા પ્રવત્તિયા', એવા પાઠથી પર્યુષણા સંવત્સરી પર્વ તરીકે ચોથને લીધી છે, પરંતુ પાંચમની લગોલગ આવેલી પૂર્વ તિથિ તરીકે લીધેલી નથી. તેમજ વૃદ્ધિ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગમાં બે પાંચમ બેલાય છે, ત્યાં ખરી રીતે તે એક જ પાંચમ છે કે જે બે સૂર્યોદયને સ્પર્શે છે, એટલે પંચમીની લગોલગ પૂર્વની તિથિ ચંડાશુગંડુ પંચાંગે બનાવેલી ચેાથ જ છે. અહીં વિચારણીય એ છે કે જે પાંચમની લગભગ આગલે દિવસ એ જ સંવત્સરીની ચેથ ગણાતી હોય તે પંચમીના ક્ષયે એની પૂર્વની ત્રીજ એ પંચમીને આગલે દિવસ ગણાય અને ત્યાં જ ચોથ માનીને સંવત્સરી કરવી જોઈતી હતી તેમ તે કર્યું નથી, અને તેમ થઈ શકે પણ નહિ. કેમકે ત્રીજ એ પંચમી તિથિથી દૂર પડે છે, એમ કહે છે. તે પછી પ્રશ્ન એ થાય છે કે વૃદ્ધિમાં પણ પંચમી તે એક જ તિથિ છે, માત્ર તે બે દિવસને સ્પર્શેલી છે એટલું જ. એમાં પંચમી તિથિને લગોલગ પૂર્વ દિવસ પંચાંગે બતાવેલ ચોથને જ દિવસ છે, તે ત્યાં ૧૯૨૯૩ માં સંવત્સરી કેમ કરી નહિ? આમ વિચારતાં પહેલી પાંચમને લેશ પણ મહત્ત્વ કેમ અપાય ? અહીં બીજું મહત્ત્વનું વિચારવા જેવું એ છે કે પર્યુષણ અઠ્ઠાઈ કે જેને શાસ્ત્ર છ અઠ્ઠાઈમાં મહાન અઠ્ઠાઈ તરીકે મહત્ત્વ આપ્યું છે, તેની ગણના ભાદરવા સુદિ ૪ ને દિવસ પંચાંગમાંથી નિશ્ચિત કરી એની પૂર્વના સાત દિવસ લઈને કરવામાં આવે છે. એને પછીની પાંચમ સાથે કાંઈ નિસ્બત નથી. એટલે કદાચ પાંચમના ક્ષય Page #19 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ આવ્યા તે પણ તે થે સમાપ્ત થઈ જતી અઠ્ઠાઈમાં કાંઈ જ ફેરફાર કરી શકે નહિ. આ સંગમાં પહેલી પાંચમને શી રીતે મહત્વ અપાય ? અહીં બીજું પણ વિચારવા યોગ્ય એ છે કે શ્રાવણ વદિ ૧૨ થી ભાદરવા સુદિ ૪ સુધીમાં પંચાંગમાં જે કઈ વધઘટ ન દેખાય તે પર્યુષણ વદિ બારસથી શરૂ થઈ સુદિ ચોથે પૂર્ણ થાય એ મત આજસુધી ચાલ્યો આવે છે. સંવત્સરી મહાપર્વની તિથિ કરતાં પાંચમને મહત્ત્વ આપનાર અને તેથી જ પાંચમના ક્ષય વખતે ઔદયિક ચેથને પલટી નાખનારે પક્ષ પણ જ્યારે પાંચમને ક્ષય નથી હોતે ત્યારે એચ આરાધ્યા પછી પાંચમને ક્યાં મહત્ત્વ આપે છે? પાંચમની આરાધના તરીકે ઉપવાસ કયાં કરે છે? અર્થાત્ કરતું નથી. એટલું જ નહિ પણ પાંચમની આરાધના સંવત્સરીમાં આવી ગઈ એમ માની પાંચમે પારણાં કરે છે, એ સૂચવે છે કે સંવ-ત્સરી પર્વ મેટું છે, તેથી એની તિથિ પલટી શકાય નહિ. અહીં એટલું સ્પષ્ટ કરવું જરૂરી છે કે શ્રી કાલિકાચાર્યે પ્રતિષ્ઠાનપુરમાં ભાદરવા સુદિ ૪ના દિવસે પર્યુષણ પર્વ કર્યું અને ત્યારથી સંવત્સરી પર્વતિથિ તરીકે ભા. સુ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ચેથ પ્રવર્તાવી. તેમ ત્યારથી માંડી આજસુધી સર્વ શ્રમણસંઘે ચતુથી જ કાયમ રાખી છે અને ત્રણ માસી પર્વે જે પૂર્વે પુનમના દિવસે થતાં હતાં, તે ચિદશે કરવાનું નિશ્ચિત થયું કે જે આજ સુધી તે જ પ્રમાણે કરાય છે, કારણ કે એ રીતે ચામાસી પર્વ અને સંવત્સરી પર્વ વચ્ચે ૫૦ દિવસનું અંતર બરાબર જળવાઈ રહે છે. ચૌમાસથી સંવત્સરી કેટલા દિવસે થવી જોઈએ? એ વિષયમાં સ્પષ્ટ ખુલાસે આપણને શ્રી કલ્પસૂત્રનાં સમાચાર–પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે મળે છે – પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાકાલને એક માસ અને વીસ રાત્રિઓ વીત્યા પછી વર્ષાવાસની પર્યુષણ. કરતા હતા. મે ૧છે x x જેમ અમારા આચાર્ય, ઉપાધ્યાયે પર્યુષણ કરે છે તેમ અમે પણ એક માસ અને વિસ રાત્રિએ વીત્યા પછી પર્યુષણ કરીએ છીએ. હજી પહેલાં પર્યુષણા કરવી કલ્પ પણ તે રાત્રિ (ભાદરવા સુદિ પંચમીની રાત્રિ) ઉલ્લંઘન કરવી ન કપે. ૮ ઉપર્યુક્ત કલ્પસૂત્રના પાઠથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન શ્રી મહાવીર, તેમના ગણધર, ગણધરના શિ, તે પછીના વિરે આચાર્યો, શ્રી ભદ્રબાહુ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વામીના સમયમાં વિચરતા નિગ્રંથ સાધુઓ, શ્રી ભદ્રબાહુ સ્વામીના આચાર્યો, ઉપાધ્યાયે અને શ્રી ભદ્રબાહુ પિતે (આષાઢ સુદિ પૂનમ) થી એક માસ અને વિસ રાત્રિએ વીત્યા પછી તરત જ પર્યુષણા કરતા હતા. અહીં એટલું સમજવા જેવું છે કે રાત્રિ શબ્દથી તિથિ સમજીને ગણના કરવાની છે, અને તેમાં પણ અધિક માસ ગણતરીમાં લેવાનું નથી. એવી જ રીતે વૃધ્ધિ તિથિના દિવસ બે છતાં તિથિ તે એક જ ગણવાની છે અને ક્ષીણ તિથિના પ્રસંગમાં એક દિવસે બે તિથિ હેય છે, તેથી ત્યાં તિથિ બે ગણાય છે, પણ ગણતરી ૫૦ રાત્રિની લેવાની છે. (આ પરથી સ્પષ્ટ થાય છે કે તિથિને ક્ષય એટલે મુદ્દલ તિથિ ઉડી જાય એમ નહિ, તેમ વૃદ્ધિ એટલે બે તિથિ નહિ, પરંતુ ક્ષય તિથિ એટલે સૂર્યોદયને નહિ સ્પર્શતી તિથિ અને વિધિ તિથિ એટલે બે સૂર્યોદયને સ્પર્શતી એક તિથિ.) આ વસ્તુ ધ્યાનમાં લેતાં બે પાંચમ વખતે પહેલી પાંચમે સંવછરી કરનારે અષાડ ચોમાસી પર્વ ચૌદશનું નહિ પણ પુનમનું કરવું જોઈએ, પણ તેમ તે તેઓ કરતા નથી તે ૫૦ દિવસને સિધ્ધાંત ત્યાં શી રીતે સચવાય? એ પ્રશ્ન ઊભું રહે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ આમ બે પાંચમ વખતે પ્રથમ પાંચમને સંવત્સરી તરીકે સ્વીકાર કરતાં બીજી “ફલ્થ પાંચમે મહાપર્વ ” વગેરે અનેક દેશે ખડા થાય છે. વળી પાંચમ પણ ખરી રીતે બે સૂર્યોદયને સ્પર્શેલી એક જ પાંચમ તિથિ છે, એટલે સંલગ્ન પૂર્વતિથિ ચેાથ જ છે, નહિ કે પહેલી પાંચમ. અહીં એ પણ વિચારવા ગ્ય છે કે પંચમી ક્ષય પ્રસંગમાં ત્રીજ ગણ તે તિથિના હિસાબે, નહિ કે દિવસના હિસાબે. નહિતર ક્ષીણ પંચમીને દિવસ તે ચોથને જ હતું અને એને ત્રીજ સંલગ્ન છે, દર કયાં છે? પણ પંચમી તિથિ લઈ ત્રીજ દૂર માની, એમ વૃધિમાંય અખંડ પંચમી તિથિ જ લેવાય અને ચોથે સંલગ્ન છે, દૂર નહિ. વળી ચંડાશુના પાંચમના ક્ષય પ્રસંગે પંચમી માટે બીજા કેઈ પંચાંગને શેધી એનું આલંબન લેવું એ શું “સંલગ્નતા અને દુર” જેવું વિચિત્ર નથી લાગતું? આને સ્પષ્ટાર્થ એ છે કે આ માન્યતા સિધ્ધાંતનું સમાધાન કરવાની સ્થિતિમાં નથી. સંવત્સરી ચેથ ચંડાશુગંડુ પંચાંગ મુજબ અને પંચમી અન્ય પંચાંગ મુજબ, આવા વિસંવાદી માર્ગોનું આલંબન શ્રીસંઘને અનિશ્ચિત હાલતમાં મૂકી દે છે. શ્રી સંઘ શું સદાને માટે આવી અનિશ્ચિત હાલતમાં રહી શકે ખરો? પૂ. શ્રી સાગરાનંદ સૂરિજીને મત - શ્રી સાગરજી મહારાજવાળા પર્વતિથિ વધઘટે નહિ, એમ માનીને પુનમના ક્ષયે તેરશને ક્ષય, પંચમીના ક્ષયે Page #23 -------------------------------------------------------------------------- ________________ ર૩ ત્રીજને ક્ષય, બે પુનમ હોય તો બે તેરશ અને બે પાંચમ હોય તે બે ત્રીજ માનવાને મત ધરાવે છે. તેઓ કહે છે કે “ક્ષયે પૂર્વારનાં સૂત્રથી પૂર્વતિથિનો ક્ષય કરવાને પણ પુનમક્ષયે ચૌદશ પર્વ તિથિ હાઈને તેને પણ ક્ષય થાય નહિ, માટે અપર્વ એવી પૂર્વતર તિથિ તેરસને ક્ષય કરવાને. વૃદ્ધિમાં પણ એમ જ કરવાનું, એટલે પૂર્વતાર, તેરશની વૃદ્ધિ કરવાની. તેમ જ ભાદરવા સુદિ ૫ ની ક્ષય. વૃદ્ધિમાં પૂર્વતર ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાની, કેમકે ચૌદશ-. પુનમ અને ચોથપાંચમ એ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હેય જ નહિ. બાર પર્વતિથિ અખંડ રહેવી જોઈએ. પરંતુ આપણે ગયા લેખમાં જોઈ ગયા છીએ કે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હેય જ નહિ, એવી જે માન્યતા આપણા સમાજમાં ફેલાયેલી છે, તેને કોઈ શાસ્ત્રને આધાર નથી. એ તે શ્રી પૂજ્યના અંધાધુંધીના સમયમાં પ્રચલિત થયેલી એક ભ્રમણ માત્ર છે, એટલે તેના પર કોઈ મદાર બાંધી શકાય નહિ. આમ છતાં જેઓને તે સંબંધમાં વિશેષ જાણવું હોય તેમણે ખુદ સાગરજી મહારાજે લખેલા નીચેના શબ્દો તટસ્થ ભાવે વાંચવા–વિચારવા - સિદ્ધચક વર્ષ૪, અંક ૪, પૃ. ૯૪માં નીચે પ્રમાણે પ્રશ્નોત્તર છપાયેલે છે પ્રશ્ન ૭૭૬–સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે. કે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, અમાવાસ્યા. Page #24 -------------------------------------------------------------------------- ________________ અને પૂર્ણિમા જે પર્વતિથિ તરીકે ગણાય છે, તેને ક્ષય હેય નહિ એ હકીકત શું સત્ય છે ? સમાધાન—તિષ્કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લેકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારે મનુષ્ય એમ કહી શકે નહિ કે જેન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિને ક્ષય હાય નહિ, કેમકે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જે પર્વતિથિને ક્ષય ન થતું હોય તે થે પૂર્વ તિથિ જા એ શ્રી ઉમાસ્વાતિજીને પ્રોષ પણ હેત નહિ.” સિદ્ધચક વર્ષ ૪, અંક ૪. પૃ. ૮૭ માં તેઓ ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ, એ મથાળાં નીચે લખે છે કે “અને આજ કારણથી બીજ, પાંચમ વગેરે પર્વતિથિઓને ક્ષય હોય છે. ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમકે તે તે પર્વતિથિને ભગવટે તે તે આગલી સૂર્ય ઉદયાવલી તિથિની પહેલાં થઈ ગયો હોય છે. x x x પણ ત્રીજ, છઠ, નેમ વગેરે સૂર્યોદયવાળી તિથિઓમાં બીજ, પાંચમ, આઠમ માનવા જવું તે જૂઠ અને કલ્પના માત્ર જ છે.” (અર્થાત્ તિથિના ભગવટાનું મહત્ત્વ છે.) આ પછી સિદ્ધચક વર્ષ ૫, અંક ૧, પૃ. ૭ માં તેમને એક બીજે પ્રશ્નોત્તર છે, તે પણ ધ્યાનથી જુઓ. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રશ્ન. ૩૯ –બીજ, પાંચમ આદિને ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન શાસ્ત્ર પ્રમાણે છે કે નહિ ? સમાધાન-શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ. સૂત્રે અને જ્યોતિષકરંડક આદિ પ્રકરણને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓને. ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાને પ્રસંગ એક છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે નિયત છે. ” હવે આ જ મહાપુરુષ તિથિચર્ચામાં પડ્યા પછી એમ કહે કે “જેને મત પ્રમાણે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ મનાય જ નહિ” તે તટસ્થ વ્યક્તિઓએ શાને સ્વીકાર કરે ? એમના પૂર્વ પ્રશ્નોત્તરેન કે પાછળનાં લખાણને? જૈન ધર્મપ્રકાશ સં. ૧૯૨ના વૈશાખ માસના અંકમાં ૫૧ મે પાને આત્મારામજી મહારાજની જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણના અહેવાલમાં ચે. સુ. ૧-૨ તા. ૨૪-૩-૩૬ લખીને સૂચવે છે કે બે તિથિ ભેગી માની શકાય છે. વળી બાર પર્વ અખંડ રહેવા જોઈએ, એવી જે દલીલ મૂકાય છે, તેમાં પણ વિચારીએ તે શાસ્ત્રકારેએ પર્વતિથિ આરાધવાનું કહ્યું છે, નહિ કે બાર દિવસ અને પંચાંગમાં ૧૪૧૫ ભેળાં આવે, ત્યાં તિથિ તે બંને હાજર છે જ. છતાં કહેવું કે “ના એમાં તે એક પર્વ દિવસ ઓછો થઈ ગયા. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ. ” એ કથન તિથિ અને દિવસને શું શંભુ મેળે નથી કરતું? તાત્પર્ય એ છે કે આ મતને મૂળ પાયો જ છેટે છે, એટલે Page #26 -------------------------------------------------------------------------- ________________ તેના પર બાંધેલી ઈમારત પણ ખોટી જ હોય એ સ્વાભાવિક છે. પૂ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના ગુરુવર્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે ઉદેપુરના ચાતુર્માસમાં જે શબ્દો કહેલા તે પણ અહીં પુનઃ વિચારણીય છે? सुदकी तिथि बदमें ने बदकी तिथि सुदमें हानिवृद्धि करणी किं बहुना आत्माथीं ओंको तो हठ छोड कर शास्त्रोक्त धर्मकरणी करके आराधक होणा चाहिये।' । પરંતુ કાળની અજબ લીલા છે કે આજે તેમના જ શિષ્ય અને પ્રશિષ્ય પણ તેમની એ ગંભીર પવિત્ર વાણીને મહત્ત્વ આપતા નથી. પછી આ પરિસ્થિતિમાં શ્રી સંધમાં પર્વતિથિનાં આરાધન અંગે ભારે અવ્યવસ્થા ઉત્પન્ન થાય એમાં નવાઈ શી? વિચારક મનુષ્યને પૂછવાનું મન થાય છે કે મારા સાહેબ ! પુનમના ક્ષયે તેરશને ક્ષય, પંચમીના ક્ષચે ત્રીજને ક્ષય, બે પુનમ હેય તે બે તેરશ, બે પંચમી હેય તે બે ત્રીજ વગેરે કરતાં સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી” એ સિદ્ધાન્તનું પાલન થાય છે ખરું ? અને “ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક, પંચમી કે અષ્ટમીમાં તે જ તિથિ પ્રમાણુ ગણવી કે જેમાં સૂર્ય ઉગે છે, બીજી સૂર્યોદય વગરની નહિ” એ શાસ્ત્રવચનને આદર થાય છે ખરો ?” જેમાં સૂર્ય ઉગે તે જ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તિથિ પ્રમાણ છે, માટે વિવેકી મનુષ્યએ પ્રત્યાખ્યાન આદિ તે જ તિથિમાં કરવું” એ શાસ્ત્રનિયમને આમાં અપલાપ નથી થતે શું? આના સમાધાનમાં તેઓ એમ કહે છે કે ઉદયતિથિ લેવી એ ઉત્સર્ગ માગે છે અને “ક્ષયે પૂર્વા એ એને અપવાદ માર્ગ છે, એટલે જ્યાં અપવાદ માર્ગનો પ્રસંગ હોય ત્યાં ઉત્સર્ગને અર્થાત્ ઉદયતિથિ લેવાને આગ્રહ રખાય નહિ. માટે જ પુનમની ક્ષયવૃદિધ વખતે ચાદશતિથિ ઉદયતિથિ જ લેવી જોઈએ એ આગ્રહ ખૂટે છે. હવે આ સંબંધમાં જે વિચાર કરવામાં આવે તે સમજાય, કે પુનમની ક્ષયવૃધિએ “ક્ષયે પૂર્વા.....નું અપવાદસૂત્ર પુનમને લાગુ પડે ને ત્યાં પુનમની ઉદયતિથિને આગ્રહ રખાય નહિ, પરંતુ પંચાંગ ચિદશની ક્ષયધિ તે બતાવતું નથી, પણ ઉદયતિથિ બતાવે છે. એમાં ચાદશ માટે તો ઉત્સર્ગમાર્ગ ઉદયતિથિ લેવાને જ લાગુ પડે પણ અપવાદ નહિ. વાત પણ વ્યાજબી છે કે પુનમને જરૂરી અપવાદ પુનમના ઉત્સર્ગને ગૌણ કરે પણ ચિદશના ઉત્સર્ગને કેમ હશે ? વળી તિષ શાસ્ત્રના જાણનારાઓ “પુનમના ક્ષેત્રે તેરશને ક્ષય ” વગેરે આપણા સિદ્ધાંતે સાંભળીને આપણી મશ્કરી કરે છે અને ખુલ્લંખુલ્લા જણાવે છે કે તમારા કહેવા કે માનવા માત્રથી આકાશના ગ્રહોને યોગ છેડે Page #28 -------------------------------------------------------------------------- ________________ જ ફરી જવાને છે ? તાત્પર્ય કે આ બધું તિષ શાસ્ત્રના નિયમથી પણ સ્પષ્ટ રીતે વિરુધ જ છે અને તેથી માનવા એગ કેમ હેઈ શકે? વળી આ મતવાળાએ “થે પૂર્વ તિથિઃ જા, વૃદ્ધા જા તારા' એ શ્રી ઉમાસ્વાતિ વાચકના પ્રઘોષને જે એ અર્થ કરે છે કે “પતિથિના ક્ષચે અપર્વ તિથિને ક્ષય કર અને વૃધ્યિતિથિને બદલે તેની પહેલાંની અપર્વતિથિની વૃદ્ધિ કરવી” એ પણ એટલું જ વિચારણીય છે; કેમ કે આ સૂત્રમાં “પૂર્વ તિથિ કરવી” એમ કહ્યું છે પણ “અપર્વતિથિને ક્ષય કરો” એમ કહ્યું નથી. આ કપિત અર્થ કરનારાઓને સહેજે પૂછવાનું મન થાય છે કે આ પ્રઘષવાક્યમાં તે પૂર્વો શબ્દ છે, અપર્વ શબ્દ કયાં છે ? વળી તિથિઃ પ્રથમાં વિભકત્યન્ત છે, એમાં છઠ્ઠી વિભક્તિને અર્થ શી રીતે લાવ્યા ? જે પ્રઘાષકારને “ક્ષય હોય ત્યારે અપર્વતિથિને ક્ષય કરવ” એમ કહેવું ઇષ્ટ હેત તે તેઓ પૂર્વા શબ્દને બદલે અપર્વ શબ્દ વાપરત, તિથિઃ શબ્દને પ્રથમ વિભક્તિને બદલે ષષ્ઠી વિભક્તિમાં મૂકત અને ક્ષય શબ્દ પૂર્લિંગ હેવાથી કાર્યા એવું સ્ત્રીલિંગ કૃદન્ત ન મૂકતાં કાર્ય: એવું પુલ્લિંગ કૃદન્ત મૂકત. એટલે ઉપરને અર્થ કઈ રીતે સંગત થતો નથી. વળી પર્વતિથિને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિને ક્ષય કર એ અર્થ કરીએ તે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તર તિથિની વૃધ્ધિ કરવી એ અર્થ નિષ્પન્ન Page #29 -------------------------------------------------------------------------- ________________ થાય અને એ રીતે આઠમની વૃધિએ બે નામ કરવી. પડે, પણ એમ તે તેઓ કરતા નથી. ત્યાં તેઓ બે સાતમ કરે છે. વચન છે “વૃદ્ધો ', ને કરે છે પૂર્વની વૃદ્ધિ! તેઓ વધારામાં કહે છે કે “ ઉદય તિથિની ઘડીએ ક્ષણ પર્વ તિથિમાં નાખવી એટલે ક્ષીણપર્વતિથિવાળી પર્વ તિથિ સૂર્યોદયવાળી બનશે અને અપર્વ ઉદય તિથિ ક્ષીણ થઈ જશે. હવે જે પૂર્વની ક્ષીણ થતી તિથિ પણ પર્વતિથિ હોય તો તેની પહેલાંની અપર્વ તિથિની ઘડીઓ તેમાં નાખવી, એટલે એ અખંડ તિથિ બનશે અને પૂર્વતર તિથિ ક્ષીણ બની જશે. એ જ રીતે વૃદ્ધિ તિથિની ઘડીઓ પાછલી તિથિમાં નાખવી, તેમ કરવાથી પાછલી તિથિ વધશે, તે પણ જે પર્વતિથિ હોય તે તેની ઘડીઓ તેનાથી પણ પાછલી તિથિમાં નાખવી, એટલે તે વધશે. ” પરંતુ આ તે બુધિમાં ન ઉતરે એવી અજબ રીત છે. કોઈ એક તિથિની ઘડીએ બીજી તિથિમાં નાખી કે કાઢી શકાતી જ નથી, કેમ કે ગ્રહચારથી નિયત થયેલો તિષને કેમ કેઈથી ફેરવી શકાતું નથી. એથી પાઠક સમજી શકશે કે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હેય ત્યારે તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષયવૃદ્ધિ કરવા એ અર્થ આ પ્રઘોષને થતું નથી. અહીં ભા. સુ. ૫ ના ક્ષયે ભા. સુ. ૪ ઉદય તિથિમાં સંવત્સરીમાં માનનારા પૂજ્ય શ્રી સિધિસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્ય મહારાજે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એમ કહે છે કે શાએ ઉદયતિથિની આરાધનાનું વિધાન કર્યા પછી પર્વતિથિની હાનિ કે વૃધ્ધિ હોય ત્યારે તેનું આરાધન ક્યારે કરવું ? એ પ્રશ્ન ઉઠે છે, તેના નિરાકરણ માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજે આ સૂત્ર કહેલું છે, તેથી તેને અર્થ આ રીતે થવો ઘટે :– શ્ન પૂર્વ તિથિઃ વાર્તા – - જ્યારે પર્વતિથિને ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ કરવી અર્થાત્ તેનું આરાધન પૂર્વની તિથિમાં કરવું અને ન જા સત્તા - જ્યારે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિ કરવી અર્થાત્ તેનું આરાધન બીજી તિથિએ કરવું, એ વધારે યુક્તિયુક્ત અને સંગત લાગે છે. એટલા જ માટે શાસ્ત્રમાં કેટલેક ઠેકાણે “ક્ષયે પૂર્વી તિથિગ્રા વૃધ્ધો ગ્રાહ્યા તત્તર ” એવું સૂત્ર પણ મળી આવે છે. એમાં ગ્રાહ્ય શબ્દથી સ્પષ્ટ સૂચન છે કે આરાધના માટે પૂર્વની તિથિ ગ્રહણ કરવી. આથી ફલિત એ થાય છે કે શાસ્ત્રમાં કયાંય પૂર્વતિથિને ક્ષય કરવાની વાત જ નથી. આ વિષયમાં પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના ગુરુ પૂજ્ય શ્રી ઝવેર સાગરજી મહારાજના નિમ્ન શબ્દ વિચારવા એગ્ય છેઃ - 'जो तिथिनो क्षय होवे तो पूर्वतिथि में करणी, जो वृद्धि होवे तो उत्तरतिथि लेणी. यदुक्त-क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा.' Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વળી પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ પિતે જ એક વખત સિધ્ધચક્રમાં લખ્યું હતું કે પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પર સૂર્યોદયવાળી તિથિ બળવતી ગણવાથી જ આગલી તિથિએ અનુષ્ઠાન થાય છે, સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે. લાંબી મુદત વ્રત પાળનારે કંડરીક અંતે ખસવાથી દુર્ગતિમાં ગયે ને પુંડરીક છેવટે આરાધવાથી આરાધક થયા.” અહીં એ સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે કે ક્ષયે પૂર્વાનું સૂત્ર માત્ર પર્વ તિથિને માટે એટલે કે બાર૫વીને માટે જ નથી, પરંતુ કેઈ પણ તિથિને માટે છે. એટલે જ ચૈત્ર સુદ ૧૩, પોષ સુદી ૧૦, અન્ય કલ્યાણક, વૈશાખ સુદી ૩, ઉપધાન માળતિથિ, વ્રત ગ્રહણતિથિ, વગેરે તિથિના ક્ષય વખતે પૂર્વતિથિ ગ્રહણ કરાય છે. આ રીતે વૈશાખ સુદી ૩ના ક્ષયે સુદી ૨ ને દિવસ બીજ પર્વના માટે પણ છે, અને અક્ષય તૃતીયા માટે પણ છે. ત્યાં કેઈ વૈશાખ સુદી ૧ ને ક્ષય કરી એકમને બીજ અને બીજને ત્રીજ કરતું નથી, તેમ કરાય પણ નહીં, કેમકે પંચાંગ તે બીજને ઔદાયિક બતાવે છે, અને ત્રીજ એ જ દિવસમાં ભેગી બતાવે છે. હવે પૂ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે પુનમના ક્ષચે સુદ ૧૩ને ક્ષય કરવા જતાં કેવી આપત્તિ બતાવે છે, તે પણ જોઈએ. વૈશાખ સુદિ ૧૫ ના ક્ષયે સુદિ ૧૩ ને ક્ષય કરનાર સુદિ ૧૩ નું કલ્યાણક કયાં કરશે ? જે ત્યાં સુદિ ૧૨ ને ક્ષય કરવા જાય તે બારસે પણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩ર કલ્યાણક છે, તે કયાં કરશે ? એ માટે જે ૧૧ ની જગાએ ૧૨ લખે તે અગિયારસ પર્વ હેવાથી દશમમાં લખવી પડે. ત્યારે દસમે પણ કલ્યાણક છે. તેની પૂર્વે તેમ કલ્યાણક છે, તે પૂર્વે પાછી આઠમ પર્વતિથિ છે, આમ એમાં કેટલે સુધી પાછળ જશે? એટલે વાસ્તવિક રીતે પૂર્વતિથિનો ક્ષય કરી નાખવાની પધ્ધતિ જ બેટી છે. અહીં એક ધ્યાન એ પણ રાખવાનું છે કે બાર પર્વતિથિઓની જેમ કલ્યાણક તિથિઓ પણ આરાધ્યપર્વ છે. તેથી જ ધર્મ સંગ્રહ, શ્રાધ્ધવિધિ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે શ્રાવક રોજ સવારે એ યાદ કરે કે આજે બાર પર્વમાંની કઈ તિથિ છે? અગર કઈ કલ્યાણક તિથિ છે? પરંતુ એ કલ્યાણક તિથિએને ભૂલી જવાથી વર્તમાન ચાવીશીના ૨૪ અરિહંત તીર્થંકર પરમાત્માની ભક્તિ ભૂલાણી, તેમ જ તિથિઓની ઘાલમેલ કરવામાં ખરી કલ્યામુક તિથિઓને બદલે ભળતી જ તિથિઓ ઊભી કરાઈ એમાં અહંદુભક્તિની સ્પષ્ટ અવગણના થઈ અને તેથી સંઘને ઉદય થંભી ગયે, એમ કહીએ તે પણ કંઈ ખાટું નથી. શ્રી વિજ્ય સિદ્ધિસૂરીશ્વરજીને મત શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી વગેરે આચાર્ય મહારાજે એ સં. ૧૨ માં પહેલી જ વાર ભાદરવા સુદિ પ ની વૃદ્ધિને પ્રસંગ આવ્યો ત્યારે જેમ આ ય સંઘ પંચમી ક્ષયના પ્રસંગમાં ચંડાશુના સુદિ ૪ ના ઔદયિક દિવસે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૩. સંવત્સરીની આરાધના કરતું હતું, તેમ ચંડાશુના સુદિ ૪ ના ઔદયિક દિવસે સંવત્સરી કરી. અલબત્ત, સં. ૧૫ર વગેરેમાં પંચમી ક્ષય વખતે ઉદય ચેાથ લેનારા બીજા કેટલાક સમુદાયે આ વખતે ઉદય ચોથ ન પકડવાથી સાથે ન હતા. એવું જ સં. ૧૯૩ માં પણ બન્યું. પરંતુ આ વૃધ્ધિને પ્રસંગ તે સે વર્ષે એકાદ વાર આવે ત્યારે જ ભેદ પડે, જ્યારે પુનમની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ ઊભી રાખીને ચંડાશુની બતાવેલી ઉદયવાળી ચાદસે જ પખી આરાધવાનું ચાલુ કર્યું, તેમાં તે વર્ષે બે વર્ષે પુનમને ક્ષય વૃદ્ધિને પ્રસંગ આવવાથી સંઘમાં વારંવાર ભેદ પડે તે તે કેમ ચાલુ કર્યું? અહીં પૂજ્ય શ્રી સિદ્ધિ સૂરીશ્વરજીના પક્ષવાળા કહે છે કે શ્રીપૂના સમયમાં પુનમની ક્ષયવૃધ્ધિએ. તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું અસત્ય સંઘમાં ઘુસી ગયું હતું અને તે પુનમ-અમાસની ક્ષય વૃધ્ધિએ તેરશની ક્ષયવૃધ્ધિ કરવાનું કાર્ય શાસ્ત્રવિરુધ લાગવાથી ઘણું જ ખટકતું હતું. વળી ભા. સુ. ૫ ના ક્ષયે પાંચમને ક્ષય માનવા છતાં બીજાઓના સંતેષ ખાતર છઠને ક્ષય જાહેર કરવાથી આવું પરિણામ આવ્યું, એમ પણ એમને લાગ્યું હતું. કલ્યાણક પર્વની તિથિઓ વગેરેમાં પણ એકને બદલે બીજી ભળતી તિથિ આરાધાવાની ગરબડ વારંવાર થતી હતી, કારણ કે ભીંતિયાં પંચાગમાં સરળતા ખાતર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બીજ વગેરેની ક્ષયવૃદ્ધિ નહિ લખતાં એકમ વગેરેની ક્ષય વૃદ્ધિ લખાતી હતી. આ બધું ઘણું અનિચ્છનીય લાગવા છતાં સંઘે સાથે ભેગા મળીને સુધારવા જેવું છે, એવું - આચાર્યોને ઘણા વખતથી લાગ્યા કરતું હતું અને તે માટે વિ. સં. ૧૯૦ના મુનિસંમેલનમાં એને વ્યવસ્થિત કરવા સૂચન પણ કર્યું હતું, કિન્તુ ત્યાં વિચારણે જ ન થઈ. પરંતુ હવે કઈ તિથિઓની ક્ષયવૃદ્ધિમાં બીજી તિથિઓની ક્ષયવૃદ્ધિ કરવાનું ઘૂસી ગયેલું અસત્ય દૂર કરી પંચાંગનિર્દિષ્ટ ઉદયવાળી ચૌદસે પકખી કરવાનું સત્ય એક વાર ચાલુ કર્યું, એટલે આખા સંઘમાં ચાલુ થઈ જશે. પરંતુ જ્યાં પહેલેથી જ સંઘમાં ભેદ પડે એવા આ એકપક્ષીય ધોરણે તેની શરૂઆત કેમ કરી શકાય? અલબત્ત પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ઉદય ચોથ સંઘને સાથે લીધા વિના ફેરવવાની પહેલ કરી હતી, છતાં એમણે અને આપણે પણ આચરણાના આ મહાન મુદ્દા પરત્વે સમસ્ત સંઘને પૂછવું જોઈતું હતું, તેના અંગે બીજાઓ સાથે પુખ્ત વિચારણા કરવી જોઈતી હતી, તે તિથિ અંગે જે તરખડાટ પૂજ્ય શ્રી સાગરજી મહારાજે શરૂ કર્યો અને ૧૯૯૨માં શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ઉદય ચોથ ફેરવી ને વધાર્યો તેમાં ઓર વધારે થાત નહિ અને શ્રીસંધમાં સંવત્સરી સિવાયની અન્ય તિથિઓમાં એકય જળવાઈ રહેત. એટલું જ નહિ પણ એમણે કરેલી ઉતા Page #35 -------------------------------------------------------------------------- ________________ વળનું ફળ જુઓ કે તેઓ આટલા વર્ષમાં ન તો કલ્યાણકનું સત્ય સર્વને માન્ય કરાવી શક્યા, ન પુનમ ક્ષયવૃદ્ધિનું સત્ય અન્યને સમજાવી શક્યા, કે ન ભાદરવા સુદી ૫ ના ક્ષય પ્રસંગે કેઈને પિતાના સંવત્સરી પક્ષમાં રાખી શક્યા. ઊલટું એમના સિવાય બધાં જ બુધવાર સંવત્સરીમાં એક થઈ ગયા. અલબત અમુક વર્ગમાં તિથિસિદ્ધાન્ત સમજાતે થયો. તિથિચર્ચા સંબંધમાં ઘણું સાહિત્ય બહાર પડ્યું છે અને તેમાં રીતસરની દલીલોને બદલે કેટલાંક સ્થળે અંતરનો રોષ ઠાલવવા ગાલિપ્રદાન જેવા શબ્દોને પ્રયોગ પણ થયું છે, જે વાંચીને આપણું હૃદય કંપે છે અને મતાગ્રહને કારણે આપણે ક્યાં જઈને ઊભા છીએ? તે સંબંધી અનેક વિચારોને જન્મ આપે છે. અમને તે લાગે છે કે પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદિધ સૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી. વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પ્રશિષ્યાદિ તથા અન્ય આચાર્યાદિ મુનિમંડળ મહાન વિભૂતિઓ છે, ભવભીરુ છે અને જાણે જઈને ભૂલ કરે તેવા નથી. વળી તેઓ જિનશાસનના પૂર્ણ રાગી હોવાથી તેના અભ્યદયને ચાહનારા છે, એટલે તેને બાધક કશું આચરે નહિ, તેથી તિથિના પ્રશ્નમાં આ જ સુધી તેમણે જે કંઈ કર્યું છે તે પિતાની સમજ પ્રમાણે ભવને ભય રાખીને તથા શાસ્ત્ર અને Page #36 -------------------------------------------------------------------------- ________________ શાસથી અવિરુધ્ધ પરંપરાને ખ્યાલ રાખીને કર્યું છે, એમ માનીએ; પરંતુ તેઓશ્રીના મંતવ્યભેદને લઈને શ્રી સંઘમાં આજે વિભાગ પડી ગયા છે, તથા શાસનમાં કેટલાયે હિતે જોખમાઈ ગયા છે, એ એક સિધ્ધ હકીકત છે, એટલે જ આ વિષયમાં અમારે આટલું વિવેચન કરવું પડયું છે. અમે માનીએ છીએ કે પાઠકે “હવે કરવું શું?? એ જાણવા ઈંતેજાર હશે, એટલે છેલ્લો લેખ એ નામને લખીશું, જેથી સમાધાનની દિશામાં પ્રયત્ન કરનારને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને એ રીતે તિથિચર્ચાના ઝઘડાને હમેશ માટે અંત આવતાં શ્રીસંઘમાં એજ્યની સ્થાપના થાય અને ભવિષ્યની પ્રગતિનાં દ્વાર ખુલી જાય. जैन जयति शासनम् // E , છે