________________
તિથિ અંગે તરખડાટ કેમ થયો?
જૈન ધર્મમાં પર્વતિથિનું મહત્ત્વ શું છે? તેનું આરાધન શા માટે કરવામાં આવે છે? પર્વતિથિ જાણવાનું સાધન શું છે? ઔદયિક તિથિને સિદ્ધાંત કયા પ્રકારને છે? તથા તિથિની હાનિવૃદ્ધિ બાબતમાં શાસ્ત્રકારોએ કેવા સિદ્ધાંતે સ્થાપિત કરેલા છે? વગેરે બાબતે અમે ગયા લેખમાં જણાવી ગયા છીએ. હવે, આ લેખમાં તિથિ અંગે ઓગણીસમી સદીમાં શરૂ થયેલે તરખડાટ કેમ આગળ વધે ? અને તેનાં શું પરિણામે આવ્યાં ? તે દર્શાવવાને ઈચ્છીએ છીએ. આશા છે કે તે પરથી વાચકને તિથિ ચર્ચાની સમસ્ત ભૂમિકા સમજાઈ જશે અને તે સંબંધમાં લાગતાવળગતા પક્ષ તરફથી જે દલીલ કરવામાં આવે છે, તે સમજવાની ખૂબ સરળતા પડશે.
- વીસમી સદીનું પ્રથમ ચરણ પૂરું થયા પછી શ્રી પૂજેની સત્તા ઝડપથી તૂટતી ચાલી અને સંવેગ સાધુઓનું માન દિનપ્રતિદિન વધવા લાગ્યું, એટલે આખરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org