________________ શાસથી અવિરુધ્ધ પરંપરાને ખ્યાલ રાખીને કર્યું છે, એમ માનીએ; પરંતુ તેઓશ્રીના મંતવ્યભેદને લઈને શ્રી સંઘમાં આજે વિભાગ પડી ગયા છે, તથા શાસનમાં કેટલાયે હિતે જોખમાઈ ગયા છે, એ એક સિધ્ધ હકીકત છે, એટલે જ આ વિષયમાં અમારે આટલું વિવેચન કરવું પડયું છે. અમે માનીએ છીએ કે પાઠકે “હવે કરવું શું?? એ જાણવા ઈંતેજાર હશે, એટલે છેલ્લો લેખ એ નામને લખીશું, જેથી સમાધાનની દિશામાં પ્રયત્ન કરનારને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને એ રીતે તિથિચર્ચાના ઝઘડાને હમેશ માટે અંત આવતાં શ્રીસંઘમાં એજ્યની સ્થાપના થાય અને ભવિષ્યની પ્રગતિનાં દ્વાર ખુલી જાય. जैन जयति शासनम् // E , છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org