________________
૩૪ બીજ વગેરેની ક્ષયવૃદ્ધિ નહિ લખતાં એકમ વગેરેની ક્ષય વૃદ્ધિ લખાતી હતી. આ બધું ઘણું અનિચ્છનીય લાગવા છતાં સંઘે સાથે ભેગા મળીને સુધારવા જેવું છે, એવું - આચાર્યોને ઘણા વખતથી લાગ્યા કરતું હતું અને તે માટે વિ. સં. ૧૯૦ના મુનિસંમેલનમાં એને વ્યવસ્થિત કરવા સૂચન પણ કર્યું હતું, કિન્તુ ત્યાં વિચારણે જ ન થઈ.
પરંતુ હવે કઈ તિથિઓની ક્ષયવૃદ્ધિમાં બીજી તિથિઓની ક્ષયવૃદ્ધિ કરવાનું ઘૂસી ગયેલું અસત્ય દૂર કરી પંચાંગનિર્દિષ્ટ ઉદયવાળી ચૌદસે પકખી કરવાનું સત્ય એક વાર ચાલુ કર્યું, એટલે આખા સંઘમાં ચાલુ થઈ જશે. પરંતુ જ્યાં પહેલેથી જ સંઘમાં ભેદ પડે એવા આ એકપક્ષીય ધોરણે તેની શરૂઆત કેમ કરી શકાય?
અલબત્ત પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ઉદય ચોથ સંઘને સાથે લીધા વિના ફેરવવાની પહેલ કરી હતી, છતાં એમણે અને આપણે પણ આચરણાના આ મહાન મુદ્દા પરત્વે સમસ્ત સંઘને પૂછવું જોઈતું હતું, તેના અંગે બીજાઓ સાથે પુખ્ત વિચારણા કરવી જોઈતી હતી, તે તિથિ અંગે જે તરખડાટ પૂજ્ય શ્રી સાગરજી મહારાજે શરૂ કર્યો અને ૧૯૯૨માં શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ઉદય ચોથ ફેરવી ને વધાર્યો તેમાં ઓર વધારે થાત નહિ અને શ્રીસંધમાં સંવત્સરી સિવાયની અન્ય તિથિઓમાં એકય જળવાઈ રહેત. એટલું જ નહિ પણ એમણે કરેલી ઉતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org