________________
થાય અને એ રીતે આઠમની વૃધિએ બે નામ કરવી. પડે, પણ એમ તે તેઓ કરતા નથી. ત્યાં તેઓ બે સાતમ કરે છે. વચન છે “વૃદ્ધો ', ને કરે છે પૂર્વની વૃદ્ધિ!
તેઓ વધારામાં કહે છે કે “ ઉદય તિથિની ઘડીએ ક્ષણ પર્વ તિથિમાં નાખવી એટલે ક્ષીણપર્વતિથિવાળી પર્વ તિથિ સૂર્યોદયવાળી બનશે અને અપર્વ ઉદય તિથિ ક્ષીણ થઈ જશે. હવે જે પૂર્વની ક્ષીણ થતી તિથિ પણ પર્વતિથિ હોય તો તેની પહેલાંની અપર્વ તિથિની ઘડીઓ તેમાં નાખવી, એટલે એ અખંડ તિથિ બનશે અને પૂર્વતર તિથિ ક્ષીણ બની જશે. એ જ રીતે વૃદ્ધિ તિથિની ઘડીઓ પાછલી તિથિમાં નાખવી, તેમ કરવાથી પાછલી તિથિ વધશે, તે પણ જે પર્વતિથિ હોય તે તેની ઘડીઓ તેનાથી પણ પાછલી તિથિમાં નાખવી, એટલે તે વધશે. ” પરંતુ આ તે બુધિમાં ન ઉતરે એવી અજબ રીત છે. કોઈ એક તિથિની ઘડીએ બીજી તિથિમાં નાખી કે કાઢી શકાતી જ નથી, કેમ કે ગ્રહચારથી નિયત થયેલો
તિષને કેમ કેઈથી ફેરવી શકાતું નથી. એથી પાઠક સમજી શકશે કે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હેય ત્યારે તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષયવૃદ્ધિ કરવા એ અર્થ આ પ્રઘોષને થતું નથી. અહીં ભા. સુ. ૫ ના ક્ષયે ભા. સુ. ૪ ઉદય તિથિમાં સંવત્સરીમાં માનનારા પૂજ્ય શ્રી સિધિસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્ય મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org