________________
ર૩ ત્રીજને ક્ષય, બે પુનમ હોય તો બે તેરશ અને બે પાંચમ હોય તે બે ત્રીજ માનવાને મત ધરાવે છે. તેઓ કહે છે કે “ક્ષયે પૂર્વારનાં સૂત્રથી પૂર્વતિથિનો ક્ષય કરવાને પણ પુનમક્ષયે ચૌદશ પર્વ તિથિ હાઈને તેને પણ ક્ષય થાય નહિ, માટે અપર્વ એવી પૂર્વતર તિથિ તેરસને ક્ષય કરવાને. વૃદ્ધિમાં પણ એમ જ કરવાનું, એટલે પૂર્વતાર, તેરશની વૃદ્ધિ કરવાની. તેમ જ ભાદરવા સુદિ ૫ ની ક્ષય. વૃદ્ધિમાં પૂર્વતર ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવાની, કેમકે ચૌદશ-. પુનમ અને ચોથપાંચમ એ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હેય જ નહિ. બાર પર્વતિથિ અખંડ રહેવી જોઈએ. પરંતુ આપણે ગયા લેખમાં જોઈ ગયા છીએ કે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હેય જ નહિ, એવી જે માન્યતા આપણા સમાજમાં ફેલાયેલી છે, તેને કોઈ શાસ્ત્રને આધાર નથી. એ તે શ્રી પૂજ્યના અંધાધુંધીના સમયમાં પ્રચલિત થયેલી એક ભ્રમણ માત્ર છે, એટલે તેના પર કોઈ મદાર બાંધી શકાય નહિ. આમ છતાં જેઓને તે સંબંધમાં વિશેષ જાણવું હોય તેમણે ખુદ સાગરજી મહારાજે લખેલા નીચેના શબ્દો તટસ્થ ભાવે વાંચવા–વિચારવા -
સિદ્ધચક વર્ષ૪, અંક ૪, પૃ. ૯૪માં નીચે પ્રમાણે પ્રશ્નોત્તર છપાયેલે છે
પ્રશ્ન ૭૭૬–સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે. કે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, અમાવાસ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org