________________
૨૫
પ્રશ્ન. ૩૯ –બીજ, પાંચમ આદિને ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન શાસ્ત્ર પ્રમાણે છે કે નહિ ?
સમાધાન-શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ. સૂત્રે અને જ્યોતિષકરંડક આદિ પ્રકરણને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓને. ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાને પ્રસંગ એક છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે નિયત છે. ”
હવે આ જ મહાપુરુષ તિથિચર્ચામાં પડ્યા પછી એમ કહે કે “જેને મત પ્રમાણે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ મનાય જ નહિ” તે તટસ્થ વ્યક્તિઓએ શાને સ્વીકાર કરે ? એમના પૂર્વ પ્રશ્નોત્તરેન કે પાછળનાં લખાણને? જૈન ધર્મપ્રકાશ સં. ૧૯૨ના વૈશાખ માસના અંકમાં ૫૧ મે પાને આત્મારામજી મહારાજની જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણના અહેવાલમાં ચે. સુ. ૧-૨ તા. ૨૪-૩-૩૬ લખીને સૂચવે છે કે બે તિથિ ભેગી માની શકાય છે. વળી બાર પર્વ અખંડ રહેવા જોઈએ, એવી જે દલીલ મૂકાય છે, તેમાં પણ વિચારીએ તે શાસ્ત્રકારેએ પર્વતિથિ આરાધવાનું કહ્યું છે, નહિ કે બાર દિવસ અને પંચાંગમાં ૧૪૧૫ ભેળાં આવે, ત્યાં તિથિ તે બંને હાજર છે જ. છતાં કહેવું કે “ના એમાં તે એક પર્વ દિવસ ઓછો થઈ ગયા. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ. ” એ કથન તિથિ અને દિવસને શું શંભુ મેળે નથી કરતું? તાત્પર્ય એ છે કે આ મતને મૂળ પાયો જ છેટે છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org