________________
એને અનંતર એટલે કે સંલગ્ન પૂર્વતિથિની કરી, માટે વૃદ્ધિમાં પહેલી પાંચમ લેવી અને ક્ષયમાં પાંચમથી ત્રીજ દર પડી જાય છે, માટે ત્રીજમાં સંવત્સરી ન કરતાં નજીકની ઔદયિક ચેાથે જ સંવત્સરી કરવી. પણ અહીં પ્રશ્ન એટલે ઊભું રહે કે પાંચમ કયાં કરવી? તેથી તેઓ છઠ્ઠના ક્ષયનું બીજું પંચાંગ મેળવી તેમાં જણાવેલી પાંચમને પાંચમ તરીકે લે છે.
અહીં પ્રશ્ન થાય કે સં. ૧૯૫૨, ૬૧, ૮૯ તથા ૨૦૦૪ માં ભાદરવા સુદિ ૬ ના ક્ષયનું બીજું પંચાંગ લેવાનો આશય એ જ હતો કે પરાપૂર્વથી માન્ય એવા ચંડાંશુ પંચાંગમાં જે દિવસે ભાદરવા સુદિ ૪ ઉદયમાં બતાવેલી તે ઔદયિક ચોથને દિવસ સંવત્સરી આરાધના માટે લેપા જોઈએ નહિ; તે પછી સં. ૧૯૨ –૯૩ માં ચંડાંશુ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે સુદિ ચોથને ઔદયિક દિવસ જતો કેમ કરા ?
આના જવાબમાં પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજને પક્ષ ઉપર સૂચવ્યું એમ કહે છે કે “સંવત્સરી પર્વ મૂળ પાંચમનું હતું, તે શ્રી કાલિકાચાર્યે સકારણ ફેરવીને એની લગોલગ પૂર્વની તિથિ ચોથને મહાપર્વ કર્યું. આમાં તિથિનું ચોથ તરીકે મહત્ત્વ હતું નહિ, પરંતુ પાંચમની લગોલગ પૂર્વતિથિ તરીકે મહત્ત્વ હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org