Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, દાદાસાહેબ, ભાવનગર.
eecheAe-2eo : કે
૩૦૦૪૮૪s.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
રાજનગરના આંગણે મળેલી – દ્વિતીય જેમ યુવક પરિષદ્ધા પ્રમુખસ્થાનેથી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાનું
ભાષણ.
-
"
:.
D
અમદાવાદ,
કિ:
૧-૨
તા. ૨–૬–૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ
જોતિ કયાલય, પાડાપોળ સામે, ગાંધીરોડ, ' ! ! ' અમદાવાદ.
આવૃત્તિ બીજી તા. ૮-૩૬
મુક: ધીરજલાલ કરશી શાહ
જ્યોતિ મુદ્રણાલય, ગાંધીરોડ, અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ક્રાન્તિપ્રિય યુવકબંધુઓ અને બહેને !
આજે આપ સર્વે મળીને મને જે સ્થાન ઉપર બેસાડે છે તે હું બહુ જ મુંઝવણ અને સકેચ સાથે સ્વીકારું છું, કારણ કે આજે કઈ પણ પરિષદના પ્રમુખ થવું તે કેવળ બે ત્રણ દિવસનાં માનપાન ભેગવવા માટે નથી; પણ ચક્કસ દિશાસૂચક નિર્ણ સાધીને બને તેટલું કામ કરવાની જવાબદારી પણ પ્રમુખના માથે આવે છે. મારા અંગત પ્રતિકુળ સગાને વિચાર કરતાં આ જવાબદારી હું ટિલા પ્રમાણમાં વહી શકીશ, તે વિષે મને ભારે શંકા છે. તેથી આ નવી જવાબદારીને પહોંચી વળવામાં આપ મને પુરેપુરો સહકાર આપશો અને મારી ત્રુટી દેખાય ત્યાં મને ઉદારભાવે નિભાવી લેશે એવી હું આશા રાખું છું. અમદાવાદ શહેર-સ્થિતિચુસ્તતાનું ધામ
અમદાવાદ શહેર એક મોટી નપુરી છે અને સ્થિતિચુસ્તતાનું મેટું ધામ છે. આ શહેરમાં આપણા એક જાણીતા સુરિસમ્રાટની ગાદી છે. અહીં ઉહામ વિચારોને રજુ કરનાર સુધારોને સંધબહાર કયીના દાખલાઓ નોંધાયેલા છે; આણંદજી કલ્યાણજીની અનેક મંદિર અને તીર્થોને વહીવટ કરનારી પેઢીનું આ શહેરમાં મુખ્ય મથક છે. આ શહેરની પળે પળે નવનવા આચાર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
સરજાય છે, અને સંખ્યાબંધ સાધુ સાધ્વીઓ અહીં પિવાય છે. અનેક બિનજરુરી મંદિર અને તીર્થોના પાયા અહીં નંખાય છે; અમદાવાદ જુનવાણીને મેટો દુર્ગ છે. આવા સ્થળે જૈન યુવક પરિષદ ભરાય અને તેમાં આટલાં બધાં ભાઈઓ અને બહેને ભાગ લે એ ભારે અસાધારણ બનાવ ગણાય. જે અમદાવાદના જૈન સમુદાયમાં જુના વિચાર અને રૂઢિઓ સામે બળવો જાગે તો આખી જેના કામમાં જરૂર એક નવ યુગ પ્રવર્તે. આ કારણે આ પરિષદના યજકોને મારું અંતઃકરણથી અભિનન્દન છે. ભૂતકાળની પરિષદ
એક કાળ એ હતો કે આવી પરિષદે જ્યારે જ્યારે મળતી ત્યારે ત્યારે પોતપોતાની કેમ, જ્ઞાતિ કે સંપ્રદાયના હિતને લગતા પ્રશ્નોને જ વિચાર કરતી અને પિતાના વિભાગને ઉત્કર્ષ એજ તેનું ધ્યેય રહેતું. આવા સંકુચિત દૃષ્ટિબિન્દુથી કેમ કામ અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે ભેદભાવ જ પિવાયા કરતો અને કોઈ કોઈ વખત તેમાંથી કોમી ઝગડાઓ પણ ઉભા થતા. આજે આપણામાં રાષ્ટ્રભાવનાને જન્મ થયો છે અને રાષ્ટ્રઐકયની કલ્પના ઉભી થવા લાગી છે; તેથી આપણા પ્રશ્નોને કેવળ માં દૃષ્ટિબિન્દુથી વિચાર કરી શકીએ તેમ છીએ જ નહીં. આજે આપણે ગમે તેવા નાના કે મેટા વિભાગમાં મળીએ, પણ આપણે આખે દેશ આજે કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે, આખા દેશને અનુલક્ષીને આપણું અનિતમ ધ્યેય શું છે, ભવિષ્યમાં આપણે કયા પ્રકારની સમાજરચના કરવા માંગીએ છીએ તેનું આપણને સ્પષ્ટ દર્શન હેવું જોઈએ અને તેના આધારે આપણે જે વર્તુળમાં બેઠા હેઇએ અને જે વર્તવ ઉપર આપણું સત્તા પ્રવર્તતી હોય ત્યાં ભાવદર્શનને સાનુકુળ ફેરફાર નિપજાવવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. આગામી સ્વરાજ્યની કપા.
આજે આપણે દેશ પરાધીન સ્થિતિથી જકડાયેલો છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાન તથા ઉદ્યોગમાં આગળ વધેલા દેશે આપણું પરાધીન દશાને લાભ લઇને દેશનું નિરંતર દ્રવ્યશોષણ કરી સ્યા છે. આમાંથી બચવાને પ્રયત્ન આપણે શરૂ કરીએ, નહિ તો પરિણામે દુર્દશાના ગર્તમાં આપણે ડુબી જઇએ. તેથી આપણું સર્વ પ્રવૃત્તિઓ અને પ્રયત્નોના અન્તિમ ધ્યેય તરીકે સ્વરાજ્યને આદર્શ રજુ કરવામાં આવ્યું છે. સ્વરાજ્ય એટલે આપણું દેશમાંથી પરદેશી સત્તા દૂર થવી અને આપણા દેશનું સર્વતંત્ર આપણને સ્વાધીન થવું. આ કલ્પેલું સ્વરાજ્ય કયા પ્રકારનું હશે તેની આજે ચક્કસ કલ્પના આવવી મુશ્કેલ છે; પણ પરદેશી પ્રજાઓના આક્રમણથી દેશનું રક્ષણ કરવું અને દેશમાં વ્યાપી રહેલા દારિદ્રયનું નિવારણ કરવું એ આગામી સ્વરાજ્યને મુખ્ય આશય રહેવાને. તે સ્વરાજ્યમાં આજના દલિતો નહી હૈય; વ્યની અસમ વહેચણ નહી હોય; નાના નાના વર્ગોમાં આપણને વહેચી નાંખતી અને સમૂહબળને છેદી નાંખતી જ્ઞાતિઓ નહી હેય; વ્યક્તિના વિકાસ અને સ્વાતંત્ર્યને ખોટી રીતે રૂંધતી રૂઢિઓ, કથાઓ અને પ્રતિબંધને નાશ થયો હશે; ખેડુત અને મજુરાને સદા કચડતી સ્થિતિને અન્ન આવ્યો હશે; સ્ત્રીવર્ગ પંગુ અને પરાધીન મટી સશક્ત અને સ્વતંત્ર બન્યો હશે અને પુરૂષ વર્ગની સમાનકક્ષાએ પહોંચી ગયો હશે; વંશપરંપરાના સત્તાધારીઓની સત્તા નાબુદ થઈ હશે. માત્ર જન્મના કારણે મળી જતી આર્થિક કે સામાજિક સર્વોપરીતાને નાશ થયે હરો; દેશભરમાં ઠેરઠેર જ્ઞાનપ્રદીપ પ્રગટયા હશે; દેશના ઉદ્યોગો ઉપર રાજ્યનું સીધું નિયામકતઆવવાથી આજની બેકારી અને અતિનિષ્પજત્વનો અને આવ્યો હશે. ભિન્ન ભિન્ન ધર્મોની આગામી કાળમાં શું સ્થિતિ હશે તે હજુ કલ્પી શકાતુ નથી; પણ આજની ધર્મસંસ્થાઓ આપણને સામાજીક બાબતોમાં બને તેટલા પછાત રાખવાનું અને પરસ્પર લડવાની જ પ્રેરણા આપવાનું કામ કરે છે. તે પરિસ્થિતિ ઉપર જબરદસ્ત અંકુશ મુકાવાના જ; અનેક ધાર્મિક બાબતો કાયદાના અનુશાસન હેઠળ આવવાની; મંદિરો અને મૂર્તિઓ પાછળ વેરાતા અનર્ગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય ઉપર તેમજ ધર્મગુરુઓ, શંકરાચાર્યો અને મૌલાનાનો અપરિમિત સત્તા ઉપર નિયંત્રણ પડવાનું જ; આજના નાના ભેદના અને સંપ્રદાય। ભુસાવાના જ. આમ ન બને તે આવેલું સ્વરાજ્ય હાથમાંથી સરી જાય અને આપણી દુર્દશાનું ચક્ર પાછું
શરૂ થાય.
આવી સ્વરાજ્યની કલ્પનાઓ કાઇને શેખસલ્લીના કિલ્લાઓ જેવી ભલે લાગે; પણ મને તે ચાક્કસ શ્રદ્દા છે કે આજે ઉઠેલી પ્રજા પાતાના ધ્યેયને પહોંચ્યા વિના કદિ નિરાંતવાળી ખેસવાની નથી અને આવી મહાન પ્રાના જ્યારે એકાન્ત અને એકાગ્ર નિશ્ચય થશે ત્યારે તેની સિદ્ધિ આડે કાઇ પણું બળ ટકી શકવાનું નથી. તેથી આપણે ત્યાં એક કાળે સ્વરાજ્ય આવવાનું છે તે ચેાસ છે. આ આવતું સ્વરાય જો મ વનું ખરેખર હિતકર્તા બનવાનું ઢાય, તે તેનુ સ્વરૂપ મેં વર્ણવ્યું તેવુ જ હાઇ શકે; કારણ કે આજની આખી પરિસ્થિતિના મૂળભૂત પરિવતન વિના સ્વરાજ્ય આવે નહિ અને આવેલુ સ્વરાજ્ય ટકે નહિ. સ્વરાજ્ય કેમ આવે?
આ સ્વરાજ્ય આપણે ત્યાં કેમ આવે અને દેશભરમાં પથરાયલી પરદેશી સત્તાનું નિયંત્રણ ક્રમ દૂર થાય ? તે માટે આપણે પ્રથમ તા રાષ્ટ્રવ્યાપી એકતા સાધવી જોઇએ. આવી એકતાનાં વિરાધી જે જે બળા હોય પછી તે જ્ઞાતિ હાય, ધર્મ સંપ્રદાય હાય, વર્ણ વ્યવસ્થા હોય કે પ્રાન્તીય અસ્મિતા હોય; તે સર્વને આપણે સામના કરવાના જ રહ્યો. દેશમાં વધતા જતા દારિદ્રય અને એકારીના નિવારણપ્રશ્ન ઉપર જ આપણું સર્વનું ધ્યાન એકાગ્ર બનવું જોઇએ અને નાના મોટા ઉદ્યોગોના વિકાસ અને વૃદ્ધિ તરક આપણું વળષુ ખુબ વધવુ જોઇએ. દલિત વå સમાન પદે સ્થાપવા જોઈએ અને સ્ત્રીજાતિના વિકાસને ખુત્ર જેશ આપવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
જોઈએ. શરીરવિકાસ અને બળવૃદ્ધિને પોષનારી ઠેર ઠેર પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઈએ અને આપણું પ્રગતિને રોધ કરતી અને આ પણી નિર્બળતાને પિવતી સામાજિક તથા ધાર્મિક રૂઢિઓને તેમજ માન્યતાઓને જેમ બને તેમ જલદીથી તિલાંજલિ આપવી જોઈએ. સ્વદેશી એ પરમ ધર્મ અને જોઈએ અને લોકસેવા એ આપણે ચાલુ વ્યવસાય થઈ પડવો જોઈએ. દેશભરમાં વ્યાપી રહેલી નિરક્ષરતા આપણે બનતી ત્વરાએ ટાળવી જોઈએ અને રાષ્ટ્રીય અસ્મિતાનું ભાન તરફ પુરા જેસથી ફેલાવવું જોઈએ. સ્વરાજ્ય અને કોમી પ્રવૃત્તિ
આ આપણું ભાવી છે અને તેને પહોંચી વળવાના આ કેટલાક માર્ગો છે. આ દિશાએ આપણું દેશમાં અનેક પ્રયત્ન ચાલી રહ્યા છે. જુદા જુદા પ્રશ્નોને ચિત્તવવા જુદી જુદી પરિષદો મળે છે અને તેમાં થતા નિર્ણય મુજબ અનેક સમુહપ્રવૃત્તિઓ ઉભી થાય છે. કેટલાંક વર્ષથી આપણા દેશમાં યુવકપ્રવૃત્તિ શરૂ થઇ છે. તેનું ક્ષેત્ર મુખ્યત્વે કરીને સામાજિક પ્રશ્નોને હાથ ધરવાનું હોય છે. ધાર્યા સુધારા અમલમાં મુકાવવા માટે તેમજ કોઈ અઘટિત સામાજિક બનાવ બનતા અટકાવવા માટે આજના યુવકો સત્યાગ્રહ, ચેકી, એકાએક આક્રમણ જેવા ઉગ્ર પ્રયત્નો પણ હાથ ધરવા લાગ્યા છે. જુદી જુદી કોમો, જ્ઞાતિઓ અને સંપ્રદાયના યુવક પણ એકત્ર થયા લાગ્યા છે અને પ્રજાવિકાસની રોધક રૂઢિઓ અને ધાર્મિક માન્યતાઓ સામે જેસબંધ પ્રહારો કરવા લાગ્યા છે. અહીં એકત્ર થયેલા જૈન યુવકની પરિષદ પણ આવા જ પ્રકારની છે. ભાવી ઘટનાના ઘેરણે જ આપણને લાગતા વળગતા પ્રશ્નો ૫રત્વે નિર્ણય થવા જોઈએ; તેથી હું આપણા દેશના ભાવીની કેવી કલ્પના ધરાવું છું તેનું ચિત્ર આપની સમક્ષ મેં રજુ કર્યું છે. ચિત્રના આધારે આપણે ચાલીએ તે આપણું કલ્પનાસ્થિત સ્વરાજ્ય નિપજાવવા આજે આપણે વિભાગમાં રહીને આપણે શું શું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
જોઈએ તેને આપણને સ્પષ્ટ ખ્યાલ રહે; આપણું અંગત પ્રશ્નાને પણ વિશાળ ભાવનાઓ અને કલ્પનાના ધોરણે વિચારી શકીએ અને આપણે કોઈપણ કાળે દેશહિતના ભોગે કોયને સ્વાર્થ સાધવાની સંકુચિત મનોદશાના બેગ બનવા પામીએ નહિ. આ ધારણ આપણે સ્વીકારીએ તો જ આવી કોમી પ્રવૃત્તિની કાંઈક ઉપગિતા છે. બીજા રણે ચાલતી કોમી પ્રવૃત્તિઓ ઘણી વખત દેશહિતની દ્રોહી બને છે એ આપણો ચાલુ અનુભવ છે. રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે વફાદારી
આપણે કઈ પણ કેમ, જ્ઞાતિ કે ધર્મના હેઇએ પણ એક બાબતમાં આપણે સર્વ મળતા છીએ.દેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય એ આપણું સર્વનું સમાન ધ્યેય છે એ બાબત ભારપૂર્વક જણાવવા ખાતર આવી દરેક કોમી પરિષદે સૌથી પ્રથમ આપણું દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે મથતી રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે વફાદારી અને તેના કાર્ય પ્રત્યે અનુમોદન જાહેર કરવાં જ જોઈએ. આવી પરિષદમાં એક કાળે આપણે અંગ્રેજી શહેનશાહ પ્રત્યે વફાદારીનું મંગળાચરણ કરીને આગળ વધતા. આજે આપણે શહેનશાહને તે ભુલાતા જઈએ છીએ પણ તેટલું બસ. નથી. કોમી ભેદ ઉ૫ર આપણે ત્યાં સરકારી સત્તા નિર્ભર થઇ બેઠી છે. અમે એક કેમના સભ્યો એકત્ર થયા છીએ છતાં અમારું દષ્ટિબિન્દુ કમી નથી એ આપણે મેરે દાવે છે. આ ઉંચું રણ જાળવી રાખવા ખાતર તેમજ રાષ્ટ્રીય મહાસભાને બને તેટલી સબળ બનાવવા ખાતર આપણે તે મહાન સંસ્થાને બનતે સહકાર આપવો એ આપણી ખાસ ફરજ બને છે. આપણે દરેક યુવકપરિષદ આ પ્રથાને અનુસરતી આવી છે અને ભવિષ્યમાં પણ આ પ્રથાને બરાબર વળગી રહેવામાં આવશે એમ હું આશા રાખું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અત્યાર સુધીની જૈન યુવક પ્રવૃત્તિ
આ દર્શન અને આ દિશાસૂચનને બરાબર ધ્યાનમાં રાખીને હવે આપણી પરિષદના પ્રસ્તુત કાર્યક્ષેત્રને વિચાર કરીએ. ખરી રીતે સૌથી પહેલી જૈન યુવક પરિષદ ભાવનગર મુકામે સદ્દગત પ્રો. નગીનદાસ જ. શાહના પ્રમુખપણ નીચે ઇ. સ. ૧૯૨૪માં મળી હતી. ત્યારથી આપણે ત્યાં યુવક પ્રવૃત્તિને ખરે પ્રારંભ થયો ગણાય. આ પહેલાં પણ કોઈ કોઈ સ્થળે યુવક ઉભા થયા હતા, પણ તેનું કાર્ય બહુ નજીવું હતું. તે પરિષદના ઠરાવો સાથે મુંબઈમાં ભરાયેલી છેલ્લી પરિષદના ઠરાવોની સરખામણી કરતાં આટલાં વર્ષોમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તેનું કીક માપ આપણા હાથમાં આવે છે. સામાજિક તેમજ ધાર્મિક એવી ઘણી બાબત છે કે જે સંબંધમાં તે વખતે આપણા વિચારે સંદિગ્ધ હતા અને આપણું ઠરાવો બહુજ મગમ અને નરમ હતા. કેવળ ધર્માધતાને ફેલાવતા વીરશાસન પત્રની સામે ત્યાર બાદ ખુબ હીલચાલ શરૂ થઈ; સ્થળે સ્થળે યુવક સ્થપાવા લાગ્યા; છાપાઓ અને પત્રિકાએ દ્વારા સાધુઓ સાથે એક પછી એક અથડામણે ઉભી થવા લાગી. મુનિરામવિજયજી (આધુનિક વિજયરામચંદ્રસૂરિ!) તે વખતથી જ ખુબ પ્રકાશમાં આવ્યા. ઉમ્મર નાની છતાં ઝનુન ઘણું, એટલે તેમની વાણું પણ જેરવાળી બનતી ગઈ અને જુના વિચારના વર્ગો ઉપર તેમનું સામ્રાજ્ય વધતું ગયું. તેઓ ઈ. સ. ૧૯૨૯માં મુંબઈ આવ્યા. બાળદીક્ષાના પ્રશ્ન ઉપર ચતરફ ભારે રસાકસી જામી. નાનાં છોકરાઓને માબાપથી છુપી રીતે ભગાડવાને તેમજ ભેળવીને દીક્ષા આપવાને જે સાધુઓને વ્યવસાય તો કેટલાંય વર્ષોથી ચાલ્યા કરતો હતો; પણ રામવિજયજીએ આ અનિષ્ટ પ્રવત્તિનું ખુબ જોસથી સમર્થન કરવા માંડયું. બીજી બાજુએ શહેર શહેરના યુવક સોએ તે સામે ચોતરફથી બળવાન હીલચાલ ઉપાડી. આ મતભેદ ઉપર ગામેગામ અને શહેર શહેર બે ભાગલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પડી ગયા. આ ડીલચાલમાં મુંબઇ ખાતે પ્રો. નગીનદાસ શાહે ખુબ અગ્રભાગ લીધો હતો. તેમનામાં ઉંડી ધગશ અને કાર્યશક્તિ હતી. તેમની ખોટ આજે પણ અણપુરાયલી દિસે છે. બાળદીક્ષા સામેના સમુહવિરોધ બાળદીક્ષાની પ્રવૃત્તિ ઉપર અંકુશ મુક્ય; કેટલાક સંઘોએ તેની વિરુદ્ધ ઠરાવ કર્યા; કેટલાક રાજ્યોએ પોલીસની સત્તા વાપરીને બાળદીક્ષા અપાતી અટકાવી. વડોદરા રાજ્ય બાળદીક્ષાના કાયદાથી પ્રતિબંધ કર્યો. આ રીતે આપણી યુવક પ્રવૃત્તિને આ વિષયમાં સારી સફળતા મળી. ઇ. સ. ૧૯૩૦ માં મળેલી જુનેર કેન્ફરન્સમાં પણ નવાજુનાની એક નોંધવાલાયક અથડામણી થઈ ગઈ. ઈ. સ. ૧૯૩૧ ના ડીસેમ્બર માસમાં શ્રી. મણિલાલ કોઠારીના પ્રમુખપણ નીચે સમસ્ત જૈન યુવકોની એક પરિષદ મુંબઈ ખાતે મળેલી. તેણે નક્કી કરેલા કાર્યની રૂપરેખા તરતમાં જ શરૂ થયેલા બીજા રાજકીય વિગ્રહની છાયામાં ગુમ થઈ ગઈ. ઈ. સ. ૧૯૩૪માં મુંબઈ ખાતે છે. અમીચંદ શાહના પ્રમુખપણ નીચે વેતાંબર વિભાગના જૈન યુવકોની આજના હિસાબે પહેલી પરિષદ મળી. આ પરિષદમાં વિધવાવિવાહ, દેવદ્રવ્ય, લગ્નક્ષેત્રવિસ્તાર, અસ્પૃશ્યતા વિગેરે બાબતિમાં કેટલાક આગળ પડતા ઠરાવો થઈ શક્યા. તે પરિષદના ઠરાવ અનુસાર મહાવીર જૈન સમાજ' નામની એક લગ્નક્ષેત્ર વિસ્તારને લગતી યોજના કેટલાક માસથી રેનસમાજ સમક્ષ રજુ કરવામાં આવી છે. આજે પાછા બે વર્ષના ગાળે આપણે હવે શું કરવું તે વિચારવા અને નક્કી કરવા આપણે ફરીને મળીએ છીએ. , અત્યાર સુધીની યુવક પ્રવૃત્તિ શું સુચવે છે? -
અત્યાર સુધીની આપણી યુવક પ્રવૃત્તિને આ ટૂંક સાર છે. આ ઉપરથી માલુમ પડશે કે આપણું પ્રવૃત્તિ હજુ સુધી બહુ સંકુચિત ક્ષેત્રને અને પ્રમાણમાં બહુ નાના પ્રશ્નને વળગીને ચાલી
છે. સામાજિક પ્રદેશને તો હજુ સુધી આપણી પ્રવૃત્તિ બહુ સ્પશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
જ નથી. સામાજિક તેમજ ધાર્મિક બાબત વિષેના ઠરાવો પણ બહુ ઢીલા અને મધ્યમ વિચારસરણિ રજુ કરતા દેખાય છે. આપણે ક્રાન્તિ, વિપ્લવ, બળવો, સામને એવા શબ્દો ખુબ વાપરીએ છીએ; પણ આપણું માનસ હજુ ક્રાતિકારનું બન્યું નથી. આપણું દિલમાં ઉંડી ધગશ અને સાચે બળવો નથી; આપણે બહુ વિચારડાહ્યા અને લાંબી લાંબી ગણતરીઓ ગણવામાં કુશળ છીએ. આપણને કેઇ પણ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાની અને મૂળમાંથી સુધારે કરવાની વૃત્તિ કે સમજણ જ હોતી નથી. આગામી ઉજજવળ ભાવીનું આપણને દર્શન જ નથી અને કવિરાધની ભડક આપણને ડગલે ને પગલે પીડયા જ કરે છે. દેવદ્રવ્યને સદુપયોગ, વિધવાવિવાહનું વ્યાજબીપણું, ત્રણ સંપ્રદાયની વ્યવહારૂ એકતા આવી સાદી સમજથી સહજ સ્વીકારી શકાય તેવી બાબતે આજે પણ આપણા માટે વિવાદ અને મતભેદના વિષયો છે અને તે બાબતની જયારે ચર્ચા આવે છે ત્યારે આપણામાંના કેટલાક ભાઈએ સમતોલ પણ રહી શકતા નથી. હજુ આપણે આવી સ્થિતિ છે.
આપણા કેટલાક સુધારકે
આ૫ણ સુધારો કેટલાક એકદેશીય હોય છે; કેટલાક અધકચરા હોય છે. એકદેશીય સુધારક એ છે કે જે એકાદ વિષયમાં એકદમ આગળ જાય છે જયારે બીજી બધી બાબતમાં તેનું વલણ સુહ રૂઢિચુસ્તનું જ હોય છે. દાખલા તરીકે કોઈ બાળદીક્ષા પ્રતિબંધના પ્રશ્ન ઉપર જ સર્વ ઉદ્ધારની આશા બાંધી ચાલે છે તો વિધવાવિવાહને જ સર્વ દર્દીના નિવારણના ઉપાય તરીકે આગળ ધરે છે. કેઈ લગ્નક્ષેત્રવિસ્તાર પુરતું જ પિતાનું માનસ વિશાળ બનાવે છે તે પણ જ્યાં ત્યાં અસ્પૃશ્યતાનિવારણને જ આગળ ધરે છે. આવી એકદેશીયતાને લીધે તેઓના વિચારોમાં કદિ એકરૂપતા કે સમપ્રમાણ દેખાતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
એક અભાવે થતી અને નાના અને
બીજા અધકચરા સુધારક એ છે કે જેમની દષ્ટિ દરેક વિષયને પહોંચવા પ્રયત્ન કરે છે અને જેમને દરેક બાબતમાં નાનું સરખું આગળ પડતું પગલું સુચવવાનું હોય છે; પણ પછી તેઓ ત્યાં જ ચીટકીને બેસે છે અને જરા પણ આગળ ખસવાની ના પાડે છે. દાખલા તરીકે તેઓ ભિન ભિન્ન વિષયોમાં આવું વલણ રજુ કરે છે – કોઈ બિચારી બાળવિધવા ન રહી શકતી હોય તો ભલે પરણે, પણ બાકીની વિધવાએને પરણવાને હક્ક આપવો ન જોઈએ. છેકરીઓને જરૂર ભણાવવી જોઈએ પણ તેમને ભણતરમાં બહુ દૂર લઈ જવી ન જોઈએ; બાળલગ્ન જરૂર બંધ કરો પણ બહુ મોટી ઉંમર સુધી છોકરા છોકરીઓને અપરિણિત રાખવાં ન જોઈએ; સ્ત્રીઓની પતિના અભાવે થતી અસહાય સ્થિતિ માટે કાંઈક જરૂર કરે પણ તેમને વારસાહક્ક આપવો ન જોઈએ; નાનાં તડ કે ઘોળ ભલે તેઓ પણ મટી જ્ઞાતિઓ બરોબર જળવાવી જ જોઈએ; અસ્પૃશ્યતા ભલે દૂર કરે પણ વર્ણવ્યવસ્થા તથા ખાનપાન અને કન્યાની લેવડદેવડની મર્યાદાઓ બરાબર સુરક્ષિત રહેવી જ જોઈએ. આવી જ રીતે ધાર્મિક બાબતોમાં તેઓનું વલણ પણ કેવળ અર્ધદગ્ધ હોય છે. સુપન કે બોલીને ઘીની આવક સાધારણ દ્રવ્ય તરીકે વાપરે પણ મંદિરના ભંડારની આવકને તે આપણુથી અડી શકાય નહિ. છોકરાઓને કેલેજમાં ભલે ભણાવો અને ઉંચા અભ્યાસ માટે પરદેશ પણ મેક પણ ખાનપાનના ધાર્મિક નિયમે તેમની પાસે ફરજીયાત પળાવે; ઉંચી કેળવણીમાં જરૂર દ્રવ્ય ખરો પણ મંદિર, મહત્સવ તેમજ ઉજભણાં એટલાં જ જરૂરી છે એ ન ભૂલો. ત્રણે વિભાગ વચ્ચે એકતા જરૂર વધારો પણ કોઈ પણ તીર્થને વગતો આપણે હક્ક જાળવવા ખાતર, અન્ય વિભાગ સાથે લડવામાં પાછા ન હઠા અને પ્રસંગ આવ્ય તીર્થની ખાતર પ્રાથનું પણ બલિદાન આપે. ગાંધીજી અને જવાહરલાલના આ યુગમાં આવા અધકચરા સુધારકે સૂર્ય પાસે પહોત જેવા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
ત્રીજો પ્રકાર એવો પણ જોવામાં આવે છે કે જેને સમાજ ઉચે ચઢે કે નીચે પડે તેની બહુ પરવા જ હોતી નથી, પણ કાં તે મહત્તાકાંક્ષા ખાતર અથવા મોજ ખાતર અવારનવાર જાહેર જીવનમાં આગળ આવવું, ઉદ્દામ વિચારો રજુ કરવા, લોકેમાં ખળભળાટ મચાવવા અને પાછા પોતાના ખુણામાં સંતાઈ બેસવું; આવી તેમની જીવનલીલા હોય છે. આવા માણસો બે ઘડી લોકોને મુગ્ધ કરે છે પણ તેમને સમાજ ઉપર કદિ કાબુ જામી શકતો જ નથી. આપણું સુધારાના કાર્યને સૌથી પાછળ ધકેલનાર તો એ છે કે આપણામાંના કેટલાક વિચાર અને વર્તનનો મેળ જાળવી શકતા નથી; મોટી મોટી વાતો કરીને ખરે પ્રસંગે ખરી પડે છે; અને માતપિતા, વડિલો અને સમાજના દબાણ સામે પોતાના વિચારને વળગી રહેવાની તાકાત દાખવી શકતા નથી. આપણું સૈન્ય આવું વિવિધરંગી (ઈને આપણે બહુજ ઓછું આગળ વધી શકીએ છીએ.
આપણને ખરેખર આગળ વધવું હોય અને જે કાતિનું દર્શન આજે આપણને થઈ રહ્યું છે તેની સમીપ પહોંચવાની આપણને ખરેખર તમન્ના હોય તો કેટલીક બાબતે આપણે બરાબર સમજીને અારમાં ઉતારી લેવી જોઇએ. ત્રિકાળાબાધિત વ્યવસ્થા જેવું કાંઈ છે જ નહિ
પ્રથમ તે આપણે એ બુદ્ધિપૂર્વક પ્રહણ કરી લેવું જોઇએ કે એવી કઈ સામાજિક અથવા ધાર્મિક પ્રથા, રૂઢિ કે વ્યવહારપદ્ધતિ છે જ નહિ; કે જેનું ઔચિત્ય ત્રિકાળાબાધિત હોય અને જેમાં કોઇ પણ કાળે કશાયે ફેરફારને અવકાશ જ ન હેય. આપણામાં પુરાણપ્રિયતા એટલી બધી ઉડી છે અને શાસ્ત્રાધારને આંખો બંધ કરીને સ્વીકારી ચાલવાની આપણને એટલા લાંબા વખતથી ટેવ પડેલી છે કે અમુક પ્રણાલિકા બહુ પુરાણ છે અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
તે શાસ્ત્રવિહિત છે એટલા કારણે જ આપણે તેના ગુણદોષની વિવક્ષામાં ઉતરવાની ના પાડીએ છીએ. આજના વિજ્ઞાને આપણું એટલી બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે અને આજના સમાજશાએ, નીતિશાએ, માનસશાસે તેમજ જાતીયવિજ્ઞાને આપણું નૈતિક તેમજ સામાજિક ઘેરણે અને તોલમાપમાં એટલા બધા ફેરફાર કર્યા છે કે ભૂતકાળની કોઈપણ બાબતને આપણે એકાન્ત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકીએ તેમ છીએ જ નહિ. આપણું જૈનધર્મના અનેકાન્ત દર્શનને મનુષ્ય જીવન ઉપર લાગુ પાડતાં આજ વિચાર આપણને ફલિત થાય છે. પણ આપણે અનેકાનદર્શન આજે તત્ત્વની ચર્ચામાં અને વિતંડાવાદમાં આવીને ભરાયું છે. તેનાથી આપણામાં આવવી જોઈતી ઉદારતા અને ધર્મ તથા સમાજના વ્યવહારને કાળે કાળે બદલતા રહેવાની કુશળતા આજે કયાંય દેખાતી નથી એ ભારે શોચનીય છે. સવતોમુખી વિચારણાની જરૂર
આ રીતે પ્રચલિત એટલા કારણે જ આદરણુય એ ગાંઠ છેડયા બાદ આપણે દરેક પ્રશ્ન ઉપર સ્વતંત્ર રીતે વિચાર કરતાં શિખવું જોઈએ; અને બને તેટલા ઉંડા તેમ જ વિશાળ અભ્યાસ
અને અવલોકનની મદદ દ્વારા આપણા લાંબા કાળથી બંધાયેલા વિચારો અને અભિપ્રાયોનું બારીક પૃથક્કરણ કરતા રહેવું જોઈએ. અને દરેક બાબતના મૂળ સુધી પહોંચવાની ટેવ કેળવવી જોઇએ. આ રીતે પ્રાપ્ત થતા નિણાને બહારનું ગમે તેટલું દબાણ ન ફેરવી શકે એટલી દઢતા આપણામાં હેવી જોઈએ. ઉગ્ર કાર્યપદ્ધતિ વિના સુધારણા અશકય છે.
આપણી સુધારાને આગળ વધારવાની રીત બહુ ઋજુ હેય છે; આપણે બને ત્યાંસુધી સમજાવીને કામ લેવામાં માનીએ છીએ અને મતભેદ પડે ત્યાં ગમે તેવી પતાવટ કરી ઝગડાને હાલ તુરતને માટે નિકાલ લાવવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. પરિણામ એ
આવે છે કે આપણે વાતો અને પ્રયત્ન ઘણું ખરું વંધ્ય બને છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
કારણ કે આપણા સમાજમાં લાંબા કાળની જડતાએ એટલું ઉંડું ઘર ઘાલ્યું છે, સ્થિતિ ચુસ્તતાએ આપણું સમાજને એટલો બધો પ્રમાદી બનાવ્યો છે કે તેને સખત આંચકા ન આપે અને જે જે ફેરફારે આવશ્યક છે તે નિપજાવવા માટે ઉગ્ર પ્રયત્નો હાથ ન ધરે ત્યાં સુધી આપણું જડતા અને પ્રમાદ કશું કરવા દે એમ છે જ નહિ. વિવાદાસ્પદ નહિ એવી આપણે કેટલીએ ત્રુટીઓ આટઆટલી વાત, વિચાર અને પ્રચાર કરવા છતાં પણ આપણે હજુ સુધી દૂર કરી શક્યા નથી. દાખલા તરીકે આજે પણ આપણે ત્યાં મરણ પાછળ રડવા કુટવાનો રિવાજ ચાલે છે, પ્રેતજન જમાય છે; બાલલગ્ન, વૃદ્ધવિવાહ અને કન્યાવિક્રયના બનાવો બને છે; અસ્પૃશ્યતા પ્રવર્તે છે; ગંદા જમણવારા ચાલ્યા જ કરે છે; કેટલાક ઠેકાણે સ્ત્રીઓને હજુ પણ પડદો ઢાંકી રહ્યો છે અને પડદે નથી ત્યાં લાજ છે. અને લાજ નથી ત્યાં પણ સ્ત્રીઓની દશામાં તો કશો સુધારે થયો જ નથી. આવું કેટલું યે એવું છે કે જે દુર કરવાના આપણે છેલ્લાં પચાસ વર્ષથી સર્વાનુમતિયે ઠરાવ કરતા આવ્યા છીએ, એમ છતાં તે દિશાએ બહુ ઓછી પ્રગતિ થઈ શકી છે. આનું કારણ એ છે કે આપણામાં સુધરવાની– આગળ વધવાની-જરા પણ અધિરાઈ નથી: આપણું મેલું દૂર કરવાની અને આન્તરબાહ્ય સ્વચ્છ બનાવવાની આપણને જરા પણ ધગશ નથી. દુનિયા ભલે તિરસ્કારે, બીજા દેશે ભલે આપણું અપમાન કરે, આપણે છીએ તેવાને તેવા જ રહેવા માંગતા હેઇએ એવી આપણુમાં મૂઢતા પ્રવર્તે છે. આ બધું દૂર કરવા માટે આપણામાં લડાયક વૃત્તિ જોઈએ, આપણે કાર્યક્રમ પણ લડાયક જોઈએ; પ્રથમ આપણું બળ એકત્ર અને સોજીત કરવાનું અને પછી હો જ લઈ જવાને. સામેના પક્ષની સત્તાના કિયા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું દાખલાતરીકે આજે આપણામાં એક વિચાર સુર્યો છે અને ચેતર સકારાવા પણ લાગે છે કે દેવમંદિરમાં થતી આવકન ઉપગ સમાજહિતના કાર્યોમાં જ થવો જોઈએ; મંદિરના સાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલયો, સસ્તા ભાડાની ચાલીઓ, આરોગ્યભુવને, દવાખાનાઓ વિગેરે પરોપકારી સંસ્થાઓ ઉભી થવી જોઈએ તેમજ અત્યારે સૌથી વધારે મુંઝવતી બેકારી દૂર કરવાની યોજનાઓ ગતિમાં મુકાવી જોઈએ. પણ આમ વાત અને ચર્ચા કર્યો બીજા પચ્ચાસ વર્ષ સુધી પણ કંઇ નિપજવાનું છે ખરું? આજે એવી કેટલીયે બાબત છે કે જ્યાં દલીલોને કે સમજાવટને અવકાશ જ નથી. ખુબ બળ એકઠું કરે અને તેના દબાણ વડે સત્તાધારીઓને તેમજ સ્થિતિચુસ્તોને પદભ્રષ્ટ કરે, તો જ ધારી દિશામાં આગળ વધી શકાશે. V
જૈનધર્મની આપણું સમજણ
અત્યારના જૈન ધર્મના શિક્ષણ અને સમજણમાં પણ મોટું રૂપાંતર થવાની જરૂર છે. જૈન ધર્મ અનેક ઉદાત્ત સિદ્ધાતોથી ભરેલું છે અને કાળકાળને યોગ્ય ઉપદેશ અને આદરણીય જીવનનિયમો તેમાંથી તારવી શકાય તેમ છે. પણ આજનું ધાર્મિક શિક્ષણ આ ખવાય અને આ ન ખવાય એની વિવક્ષામાં જ મોટે ભાગે જાણે કે પર્યાપ્ત થતું હોય એમ દેખાય છે. પૂજા કરે, તપ કરે, જપ કરે, સર્વ પ્રવૃત્તિથી બને તેટલા પાછા હઠે. સગાં કેનાં અને વહાલાં કોનાં? સમાજ શું અને દેશ શું? સંસાર માત્ર અસાર છે. જીવન ક્ષણભંગુર છે. ઉપવાસ કરો અને ઇન્દ્રિયનું દમન કરો.” આ પ્રકારને આપણા જીવનને નીરસ બનાવે, નિષ્ક્રાણુ બનાવે, મંત્સાહ બનાવે એવા ધર્મોપદેશ ચોતરફથો ધર્મગુરુઓ આપી રહ્યા છે. આપણું જીવન સમર્થ બને; ગૃહસ્થાશ્રમ ઉન્નત બને; સમાજ પ્રત્યેને આપણે ધર્મ અને ફરજ સમજાય; અસત્ય અને અધર્મ સામે લડવાની આપણામાં તાકાત કેળવાય-આવું કહેવાનું કે સમજાવવાનું કેઇ ધર્મગુરૂને સૂઝતું નથી. આપણા જીવનમાં પણ દ્વિધાભાવ આવી ગયું છે.
આપણે ધાર્મિક અને વ્યવહારિક એમ જીવનના બે ભાગ પાડીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
છીએ; કારણ કે ચાલુ જીવનના પ્રવાહ સાથે બંધબેસતું અને ઉન્નત બનાવતું જીવનવિજ્ઞાન આપણે જાણતા નથી. અહિંસાવિચાર
અહિંસાધર્મની બાબતમાં પણ આપણે બને ત્યાં સુધી કોઈ જીવની હિંસા નહિ કરવાની નિષ્ક્રિય બાજુને જ બધા વિચાર કરીએ છીએ. તેથી આપણી અહિંસાએ આપણને ડરપોક અને ભીરૂ બનાવી દીધા છે; આપણી અહિંસા એજસ વિનાની અને નિવાર્ય દેખાય છે. અહિંસાની સક્રિય બાજુ-જ્યાં જ્યાં હિંસા થતી હેઈ, અન્યાય કે અધર્મ આચરવામાં આવતે હેય, નિર્બળની ઉપર સબળની સ્વારી થતી હોય, ગરીબના હકકો ઉપર ત્રાપ મરાતી હોય, રૂઢિ કે સમાજવ્યવસ્થાના બહાના નીચે અમુક વર્ગને નિરન્તર બાયલો જ રાખવામાં આવતા હોય ત્યાં ત્યાં પોતાની શકિત મુજબ સામને કરવામાં, નિર્બળને બચાવવામાં અને દલિતને ઉદ્ધારવામાં જ રહેલી છે. આવી જ અહિંસા આપણને નીડર અને સમર્થ બનાવી શકે અને આવી જ અહિંસા જગની ઉદ્ધારક બની શકે. આ પ્રમાણે આપણા ધર્મ અને અહિંસાની સમજણમાં તાત્વિક ફેરફારો થવાની ખુબ જરૂર છે. આપણે સંસારથી ભાગવાનું નથી, પણ સંસારની વચ્ચે ઉભા રહીને લડવાનું છે. આપણાં શરીર અને મનને સુકવી નાખવાનાં નથી, પણ બળવાન, સંયમી અને સેવાપરાયણું બનાવવાનાં છે. વેરાય અને ત્યાગ, આસપાસનાં બંધનો અને જવાબદારીઓથી નાસી છુટવામાં રહેલ નથી, પણ જે ક્ષેત્ર ઉપર આપણે ઉભા હોઈએ ત્યાં કર્તવ્યધર્મ આચરતાં આચરતાં સુખ અને સફળતા મળે છલકાઈ ન જવું અને દુઃખ અને નિષ્ફળતા મળે નિરવલ ન બનવું એવા પ્રકારની સમતા અને અનાસક્તિ કેળવવામાં રહેલ છે. અહિંસા માત્ર પ્રાણહાનિથી ભડક્યા કરવામાં હેલી નથી, પણ સર્વવ્યાપી પ્રેમ અનુભવવામાં, દીન દલિતોની સેવા કરવામાં અને પીડિત જનની વહારે ધાવામાં રહેલી છે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આજે આપણી અનેક સમજણનું રૂપાન્તર કરવાની ખાસ જરૂર છે. તેમ થશે તે જ આપણામાં સાચું બળ પ્રગટ થશે.; નિરોગી માનસ ઉભું થશે અને આવતી ઉલ્કાતિને આપણે પુરુષાર્થ, સાહસ અને સેવા વડે અપનાવી શકીશું.
આહાર સંશોધન
આજે આપણે આરોગ્યપ્રાપ્તિ અને બળવૃદ્ધિને વિચાર કરીએ છીએ ત્યારે પ્રમાણમાં ગૌણ ગણાય એવા આહાર સંશોધનના વિષય ઉપર મને થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. આહાર એ જીવનધારણનું મેટામાં મેટું સાધન છે. આપણું આજના આહારમાં મિષ્ટાન્ન, ફરસાણ અને કઠેળ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને પોષણ તથા આરોગ્યની દૃષ્ટિએ આ ત્રણ ભારે નુકશાનકર્તા છે એમ • આજનું વિજ્ઞાન આપણને જણાવે છે. નિરામિષ આહારની કોટિમાં અનેક દ્રવ્યો છે જેની આરોગ્ય અને પિષણની દૃષ્ટિએ આપણે છુટથી પસંદગી કરી શકીએ; પણ આપણે કેટલાક ધાર્મિક ખ્યાલોથી આપણું પસંદગીનું ક્ષેત્ર બહુ જ મર્યાદિત બની ગયું છે. આ વિષયની લાંબી ચર્ચામાં ઉતરવું અહીં અસ્થાને છે; પણ મને લાગે છે કે ખાનપાનના વિષયમાં સામાન્ય જનતા માટે આટલી બધી ઝીણવટ પયોગી કે જરૂરી નથી. આપણે ખોરાક નિરામિષ હોય, બળવર્ધક હોય, આરોગ્ય રક્ષક હોય અને આપણાં ખાનપાન બને તેટલાં સાદાં, નિયમિત અને પરિમિત હોય–આટલી મર્યાદાઓ સામાન્ય જનતા માટે પુરતી છે એમ હું માનું છું, અને તેથી આપણે આહાર વિધાનમાંથી નિરૂપણી કે નુકશાનકારક ચીજો દૂર થાય અને બળવર્ધક, પ્રાણપોષક અને આરોગ્યપૂરક ચીજોની પુરવણી થાય એ રીતે આપણા આહારવિષયનું સંશોધન થવાની મને ખાસ જરૂર લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
શરીરવિકાસ પ્રત્યે આપણી ઉપેક્ષા
આવી જ રીતે રમત ગમતની તેમજ કસરત અને તાલીમની ઉપેક્ષાથી આપણું શરીર કમતાકાત બની ગયેલાં જોવામાં આવે છે; આપણું મરણપ્રમાણ બહુ મોટું આવે છે; આપણે માંદગીના હલા સામે કે કઠણુ જીવન સામે ટકી શક્તા નથી અને આપણી સ્ત્રીઓ તે અકાળે મરવાને જ સરજાય છે. આજે આપણે ત્યાં નથી વ્યાયામશાળાઓ કે નથી કીડાંગણે. આજ કાલની ક્રીકેટ, ફુટબોલ કે ટેનીસ જેવી જાણીતી રમતોમાં કેઈ જે યુવકે હજુ સુધી નામ કાઢયું સાંભળ્યું નથી. આનું કારણ તે એ છે કે જ્યારે નિશાળ અને કોલેજમાંથી સાંજના જેવા બીજા વિલાથી એ છુટે છે કે તેઓ ક્રીડાંગણ ભણી દોડે છે, અથવા તો કસરતશાળામાં પહોંચે છે, ત્યારે જે વિદ્યાર્થીઓ “નિશાળમાંથી નીસરી જવું પાંસરું ઘેર' એ નિયમને અનુસરે છે. આ સ્થિતિમાં એમનાં શરીર કેમ સારાં અને સ્નાયુબહ થાય ? અને એમનાં મોઢે ઉપર તન્દુરસ્તીની લાલી અને વ્યકિતનું ઓજસ કયાંથી આવે ? રાત્રીભોજન નિષેધને નિયમ ગમે તેટલી અગત્યનો હોય, પણ વિશાથી એને માટે આ નિયમમાં અપવાદ કરવો જ જોઈએ અને તેઓને કીટ, ફુટબોલ, મલ્લકુસ્તી મલખમ, છમ વિગેરે રમત અને કસરત તરફ ધિવા જ જોઇએ. આપણે સાધુસમાજ
હવે આપણા સાધુસમાજનો થોડો વિચાર કરીએ; કારણ કે આપણી યુવક પ્રવૃત્તિને તેની સાથે બહુ ગાઢ સંબંધ રહેલો છે. એક વખત મને એમ હતું કે આપણે પ્રયત્નથી સાધુસમાજને જરૂર નવા વિચારને અનુકુળ બનાવી શકીએ. આજના સાધુસમાજમાં કેટલીક વ્યકિતઓ ધર્મશાસ્ત્રોનો સારો પરિચય ધરાવે છે; કે
ઈમાં નવા જમાનાની કિ ઠીક સમજ જોવામાં આવે છે, કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
કે સન્ત પુરૂષની કેટીમાં મૂકી શકાય તેવા પણ હોય છે કે જેઓ સદા આત્મસાધનામાંજ નિમગ્ન રહે છે અને બીજી કોઈ પણ ખટપટમાં પડતા નથી. આ બધું હોવા છતાં સમગ્રપણે વિચારતાં મને એમ લાગ્યું છે કે આ આ વર્ગ કોઈ કાળે નવા વિચાર સાથે ગતિ કરી શકે તેમ છે જ નહિ. અત્યાર સુધી આપણે અનુભવ પણ આ જ અભિપ્રાયનું સમર્થન કરે છે. આપણું કોન્ફરન્સ જેવી સંસ્થા આગળ વધી શકતી નથી, કારણ કે જ્યારે કેટલાક સાધુઓ તે વિષે કેવળ ઉદાસીન છે, ત્યારે બીજા કેટલાક સાધુઓનો તે તે સંસ્થાને તોડી પાડવાનો જ ચાલુ વ્યવસાય હાય છે. સામાજિક વિષયમાં તેઓનું વળણ માટે ભાગે રૂઢિચુસ્ત જ માલુમ પડયું છે. આજે એક પણ સાધુએ અસ્પૃશ્યતાનિવારણ જેવી સર્વમાન્ય પ્રવૃત્તિમાં પણ પિતાથી બને તેટલે ફાળો આપ્યો હત તે આપણે કાંઈક સંતોષ માનત. ગાંધીજીનો આપણે કેટલાક સાધુઓએ કયાં
છે વિરોધ કર્યો છે? નવી કેળવણું ઉપર ગણ્યા ગાંઠયા અપવાદ સિવાય સર્વ સાધુઓને કટાક્ષ ચાલુ જ હોય છે. અમુક સાધુઓને નાના છોકરાંઓ મુંડવાનું ગાંડપણ લાગ્યું છે તે બીજા સાધુઓને જ્યાં ત્યાં બીન જરૂરી ગંજાવર દેવાલો ઉભા કરાવવામાં જ પિતાના સાધુપણાની સાર્થકતા સમજાણું છે. સાઘુઓમાં ઘણું ખરા સ્થિતિચુરત છે, કેટલાક નવા વિચારના વાઘા પહેરીને ફરે છે પણ અંદરનો રંગ તો એવોને એ જ હોય છે; કઇ ઈ એવા છે કે જેના ઉપર નવા પ્રકાશની છાયા પડી છે, તો તેમનામાં કેવળ ભીરતા જ ભરેલી હોય છે. આ રીતે જોતાં આ વર્ગ તરફથી કશી પણ આશા રાખવી એ વ્યર્થ છે. ઉલટું તેઓની સત્તાનો સમાજ પ્રગતિના પ્રતિરોધક બળ તરીકે જે ઉપયોગ થઈ રહ્યો છે તે ઉપયોગની બને તેટલી અટકાયત કરવાના ઉપાય
જવાની આજે જરૂર ઉભી થઈ છે. છે વેશપૂજા
આપણુ પ્રજાના માનસ ઉપર વેશપૂજાને ભારે મહિષા વતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
છે. સાધુસંન્યાસીના વેશ પાછળ આપણી પ્રજા માંડી છે. આ માહિનીમાંથી લોકોને મુકત કરવા જોઈએ. વેશ પલટવાથી માણસ પલટાતો નથી અને ઉંચી કક્ષાએ પહોંચવાના અભિલાષી મુમુક્ષુને ભાવ વેશ બદલવાની જરા પણ જરૂર નથી આ વાત જનતાના ચિત્ત ઉપર ઠસાવવી જોઇએ. વળી ત્યાગી સંન્યાસીના વેશ નીચે જે નાટકે ભજવતાં હોય અને જે અપકૃત્ય અને પાખડે ચાલતાં હોય તે પણ આપણે ખુલ્લા પાડતાં રહેવું જોઈએ. આમ કરવાથી પ્રજાની એક કાળે જરૂર આંખ ઉઘડશે અને વેશને છોડીને ગુણને શોધતી થશે.
સાધુજીવનની રૂઢ કલ્પનાઓનું સંશોધન
જગતભરનું કલ્યાણ સાચા સાધુઓ ઉપર નિર્ભર છે એમાં જરા પણ શંકા નથી. પણ આજે સાધુજીવનને લગતી જે કલ્પના કેટલાય કાળથી રૂઢ થયેલી છે તે નવા વિચાર અને દષ્ટિ સાથે બંધ બેસતી નથી. એક કાળ એ હતું કે કોઈ માણસ સંસાર છોડીને આત્મસાધના કરવા ચાલી નીકળતો તે સમાજ તેનું ભરણુ પિષણ રાજીખુશીથી કરતો. આ ભાવના આજે રહી નથી. કારણ કે અનુભવથી માલુમ પડ્યું છે કે આવી ખરી આત્મસાધના કરનાર હજારમાંથી કોઈ એક નીકળે છે, જ્યારે નવસે નવાણું તો કેવળ પ્રમાદી જીવન જ ગાળતા હોય છે. આજે સમાજ તેને જ પોષવાને તયાર છે કે જે સમાજને બદલામાં ખુબ સેવા આપવા માંગતો હેય. સાથજીવનની કલ્પના સાથે સમાજ સેવાનો ખ્યાલ ગાઢ રીતે જેuતો જાય છે, અને તેથી કેવળ ત્યાગી મુમુક્ષને પાળવા પોષવા આજની સમાજ તૈયાર નથી. વળી આપણું સાંપ્રદાયિક સાધુજીવન પણ કેટલાક વિચિત્ર ખ્યાલો ઉપર રચાયેલું છે-જૈન સા વીશ વણા કયા પાને; કેઈપણ પ્રકારના પરિગ્રહથી સદા દૂર રહે; કોઈ સાધનસમારંભમાં પડે નહિ; જે કે તેમની પાસે આવે તેને ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
સાથે જ જ નથી તે ઘરના બધા જ
આપે; કશો આદેશ કરે નહિ. ભિક્ષા માગીને જ પોતાના જીવનને નિર્વાહ કરે. આમાંના કેટલાક નિયમો એટલા બધા અવ્યવહારૂ છે કે આજના સાધુઓ ગમે તેવો દાવો કરે એમ છતાં પણ તે નિયમ પાળી શકાતા જ નથી; કેટલાક નિયમો એવા છે કે જેનું પાલન સાધુ જીવનનું સ્વાતંત્ર્ય કરી લે છે અને તેની ઉપયોગિતા કમી કરી નાખે છે. ભિક્ષા પણ આજે પૂર્વકાળની માફક સન્માનિત પ્રવૃત્તિ રહી નથી અને શિક્ષકોને સમાજ આદરભાવથી જેતે નથી. આ બધું જોતાં આપણા સાંપ્રદાયિક સાધુજીવનની કલ્પનાઓ પણ આજે મૌલિક સંશોધન માંગે છે. ધાર્મિક પ્રવૃત્તિ અને કાયદાનું અનુશાસન.
જ્યારે વડોદરા રાજ્ય બાળદીક્ષા પ્રતિબંધક નિબંધ જાહેર ચર્ચા માટે રજુ કર્યો ત્યારે તરફથી એક એવી બૂમ ઉઠાવવામાં આવી હતી કે આપણે અંદર અંદર મળીને ગમે તેવા ફેરફાર કરીએ; પણ કોઈ રાજ્ય ધર્મની બાબતમાં હાથ નાખે તેને તો આપણે એક કોમ તરીકે બને તેટલો વિરોધ કરે જ જોઈએ. અને આને લીધે પણ કેટલાક બાળદીક્ષાના વિરોધી લોકોએ એ ઉપયોગી નિબંધ પ્રત્યે પ્રતિકુળતા દાખવી હતી; તેથી આ બાબત પણ વિચારની ચોખવટ માંગે છે. ધર્મની બાબતમાં વચ્ચે પડાય જ નહિ એવું અંગ્રેજ સરકારે આપણું મગજમાં ભૂત ઉભું કર્યું છે અને આપણી ભોળી પ્રજા તે ધોરણના વ્યાજબીપણાને સ્વીકારે છે; પણ આપણું આખું સામાજિક બંધારણ ધર્મના ખ્યાલો સાથે એટલું બધું જોડાયેલું છે અને આપણી કેટલીએ સામાજિક બદીઓ અને અમાનુષી રીતરીવાજો ધર્મના ઢાંકણ નીચે પ્રજાજીવનને એટલું બધું કોતરી રહ્યા છે કે જે રાજ્ય પદ્ધતિ પ્રજાના હિત અને વિકાસને ધ્યાનમાં રાખી ચલાવવામાં આવતી હોય તેને કહેવાતી ધાર્મિક બાબતોમાં હાથ નાખ્યા સિવાય છુટકે જ નથી. જે સરકાર આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
નિતિ ઉઠા થક્ષિણ અધિકારીઓની
તટસ્થ જ રહ્યા કરે તો આપણા દેશમાંથી બાળલગ્ન જાય જ નહિ; જ્ઞાતિના બધે તુટે જ નહિ; અસ્પૃશ્યતા ખસે જ નહિ; સ્ત્રી જાતિને ઉદ્ધાર થાય જ નહિ. કાળીના મંદિર આગળ અનેક પશુએને વધ થાય છે; દક્ષિણના અનેક મંદિરમાં દેવદાસીઓની સંસ્થા ચાલે છે; દેશમાં મંદિર અને ધર્માધિકારીઓના નિભાવ પાછળ લાખો ખરચાયે જાય છે, અને આ બધું ધર્મના જ નામે ચાલે છે. શું એમ કોઈ કહેશે કે આવી બાબતો ઉપર કાયદાના કશા પણ નિયંત્રણની જરૂર નથી? આ તે અંગ્રેજી રાજ્ય છે. તેને આશય અહીં બને તેટલું લાંબુ રાજ્ય કરવાનું છે. આપણે પ્રજાને સામાજિક અને ધાર્મિક બંધનમાંથી મુકત કરીને બનતી ત્વરાએ આગળ વધારવાની તેને શું પડી હોય? પણ જ્યારે આપણા હાથમાં સત્તા આવશે ત્યારે જે જે ધાર્મિક કે સામાજિક પ્રથાઓ આપણું પ્રગતિને બાધક માલુમ પડશે તેને કાયદાથી દૂર કર્યા સિવાય આપણને ચાલશે જ નહિ. તેથી જ્યારે જ્યારે સમાજહિતનું પિષક કાયદાનું અનુશાસન યોજાતું હોય ત્યારે ત્યારે તેને બને તેટલે કે આપ તે આપણું સર્વની ખાસ ફરજ છે. ત્રણ વિભાગની એકતા.
જેને સમુદાયને એકત્ર કરવાને પ્રશ્ન પણ એટલો જ વિચારય છે. આપણે કેટલાક તીર્થોના ઝગડાઓએ દિગબર અને કહેતાંબર વિભાગ વચ્ચે ભારે વૈમનસ્ય ઉભું કર્યું છે. ધજાદંડ કર્યું ચઢાવે, પૂજન વિધિ કયા પ્રકારની હોય અને તીર્થની માલિકિ કે વહીવટ કોના હાથમાં રહે તેના ઉપર જ પોતાના વિભાગનું અસ્તિત્વ અવલંબી રહ્યું હોય તેવા ઝનુનથી આ ઝગડાઓ બન્ને પક્ષો ચલાવી રહા છે જ્યાં સુધી બન્ને પક્ષના આગેવાનોને કેવી મામુલી બાબતો ઉપર પિતે લડી રહ્યા છે, તેનું ગાંડપણ નહિ સમજાય અને ઉદારતાપૂર્વક બાંધછોડ કરીને કજીયાઓ પતાવવાની અને પક્ષમાં
જ્યાંસુધી તીવ્ર આતુરતા નહિ જજો ત્યાં સુધી આ કયાઓનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
નિકાલ મને તે દેખાતું નથી. આપણા માટે તે આવા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા ધારણ કરવી એજ યોગ્ય માર્ગ દિસે છે. ઇટ કે પત્થરના, દંડ કે ધજાના, ચક્ષુ ટીલાં કે આંગીના, કોઈ એક મંદિરની માબેન કીના કે વહીવટના પ્રશ્ર ઉપર અનર્ગળ દ્રવ્ય ખરચવાનું અને પરિ ણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે ગેરવેર વધારવાનું આપણાથી કદી બને જ નહિ. આપણે તે એક વખત બધું જતું કરીને પણ એકતા સાધવા પ્રયત્નશીલ રહીએ. લગ્નક્ષેત્રવિસ્તાર
ત્રણ વિભાગની વચ્ચે સાચી એક્તા કેળવવાનું બીજું સાધન અત્યારની જ્ઞાતિઓ તેડી આખા જેન સમુદાયમાં પરસ્પર કન્યા લઇ દઈ શકાય એવી સામાજિક સરળતા ઉભી કરવી તે છે. આ ઉદ્દેશથી “મહાવીર જૈન સમાજ' નામની એક યોજના તૈયાર કરવામાં આવી છે. પણ આપણું કમનસીબે તેને હજુ બહુ જ ઓછે સાથ મળ્યો છે. અનેક બંધુએ આ પેજના પાછળ રહેલા વિચારને સંમતિ આપે છે; પણ પ્રસ્તુત સમાજના સભ્ય બની આ એકતા સાધક પ્રવૃત્તિને આગળ વધારવાની કોઈનામાં આતુરતા દેખાતી નથી. આ દિશાએ વિશેષ પ્રયત્ન થવાની ખાસ જરૂર છે. જૈન કોન્ફરન્સ
જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આજે લગબગ નિષ્ણાણ સ્થિતિમાં આવી પડી છે. શુભ ઉદ્દેશથી ઉભી થયેલી આ સંસ્થા ન સમાજમાં કેટલાંક કારણને લીધે ઊંડા મૂળ ઘાલી શકી નથી. કોન્ફરન્સને આખી સમાજ ઉપર પ્રતિભા પડે તેવા બહુ જ ઓછા કાર્યકર્તાઓ મળ્યા; કોન્ફરન્સના કાર્યકર્તાઓએ જાતે સ્થળે સ્થળે ફરીને ખુબ પ્રચાર કર જોઈતા હતા તે પ્રચારકાર્ય ભાડતી કાર્ય કર્તાઓને ઘણું ખરું પાડ્યું. અમુક સાધુઓએ અને શેઠીઆઓએ તે કોન્ફરન્સ પ્રત્યે પ્રારંભથી જ વિરોધ આદરેલ. આણંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૫
કલ્યાણજીના સુત્રધારેની કોન્ફરન્સ પ્રત્યે જોઈએ તેવી મીઠાશ નહિ.
આ અનેક વિપરીત સંગાએ કેનફરન્સના કાર્યને આગળ વધવા દીધું જ નહિ. આવી સંસ્થા જીવતી જાગતી અને લોકસન્માનિત હોય તો લોકવ્યાપી કેટલીએ સુધારક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય. તેથી આ સંસ્થાને બને તેટલો ટેકે આપી પ્રાણવાન બનાવવા યુવક જનતાને મારી આગ્રહભરી વિનંતિ છે. બેકારીને પ્રરન
હવે બીજી એક અગત્યની બાબતને પણ અહીં શેડો વિચાર કરી લઇએ. આજે આપણને બેકારીને પ્રશ્ન સૌથી વધારે મુંઝવત છે. આ બેકારી માત્ર આપણા પુરતી નથી પણ લગભગ સર્વવ્યાપી છે એમ કહીએ તે ચાલે. જ્યાં સુધી આપણે પરાધીન છીએ ત્યાં સુધી
આ બેકારીનું સાર્વત્રિક નિવારણ મને અશક્ય લાગે છે. પણ અત્યારના સંયોગોમાં મને બે ત્રણ વ્યવહારૂ સુચના સુઝે છે તે હું અહિં રજુ કરું છું. આપણું છોકરાએ પિતાની શક્તિને વિચાર કર્યા વિના ઉંચી કેળવણી પાછળ દડે છે તે પ્રવાહને અટકાવવો જોઈએ; અસાધારણ શક્તિવાળાને જરૂર આગળ જવા દેવા; પણ સામાન્ય શક્તિવાળા મેટ્રીક સમીપ પહોંચીને અટકી જાય અને કોઇ પણ ધંધા કે ઉદ્યોગ પાછળ પડે તે આજે આપણા અનેક ભણેલાની જે દશા થાય છે તે ન થાય. બીજું આપણા સમાજનું વલણ મોટે ભાગે વ્યાપાર અને સટ્ટા તરફ છે તે દિશા હવે બદલાવી જોઈએ; નાના મોટા હુન્નર ઉદ્યોગ તરફ આપણું ધ્યાન દોરાવું જોઈએ. કોઈ પણ કામ, ઉદ્યોગ કે હાથમજુરીની આપણને શરમ હેવી ન જોઈએ. શીખે એક વખત લડતા અને રાજ્ય ચલાવતા. આજે તેઓ મોટર હાંકે છે; સુતારી કામ કરે છે અને બીજા ઉધોગામાં પડતા જાય છે. વખતના વધવાની સાથે મધ્યમ વર્ગ કે જે વળ સદ્દો, વ્યાપાર, દલાલી અને મહેતાગીરી ઉપર નભી રહ્યો છે તેની મુંઝવણ વધતી ચાલી છે અને તેનું સ્થાન ખેડુતો, મજુરા
અને કારીગરો, અને હુનરવિશારદે લઈ રહ્યા છે. આપણે નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
નાના ઉદ્યોગનાં કારખાનાંઓ કાઢીએ તે તેમાં આપણા અનેક ભાઈઓને રોકી શકીએ. આપણું પ્રવૃત્તિની આવી રીતે દિશા બદલ્યા સિવાય આપણે છુટકે જ નથી. રચનાત્મક કાર્યક્રમની ભૂમિકા
આટલા લાંબા વિવેચન બાદ આપણા સમાજને સ્પર્શતા ભિન્ન ભિન્ન વિષયની ચર્ચામાં ઉતરવાની હું જરૂર જોતો નથી. કારણ કે તે તે વિષય પરત્વે મારા વિચારોનું ઘણું ખરું સુચન ઉપરના વિવેચનમાં આવી જાય છે. આ બધું ધ્યાનમાં લઈને આપણુથી બની શકે તેટલો નાને સરખે રચનાત્મક કાર્યક્રમ શોધવા આજે આપણે એકત્ર થયા છીએ એમ હું સમજું છું. કોઈ પણ રચનાત્મક કાર્યક્રમ પાર પાડવા માટે ગામે ગામ અને શહેરે શહેર એક સરખા ઉદ્દેશ અને ધ્યેયને સ્વીકારનાર યુવક સંઘો ઉભા થવા જોઈએ. આપણે ત્યાં કેટલાક યુવકસંઘો ઉભા થયા છે. અને તેને સોજિત કરનાર યુવકમહામંડળ પણ ઉભું કરવામાં આવ્યું છે, પણ આ ભિન્ન ભિન્ન યુવકસંઘોમાં આવશ્યક એકરૂપતા દેખાતી નથી અને પ્રસ્તુત યુવક મહામંડળને આ પરિષદ સાથે કશો સીધો બંધારણીય સંબંધ નથી. વળી આપણે ત્યાં કાર્ય કર્તાઓની ભારે ખામી છે. સ્થળે સ્થળે એકસરખી ભાવના અને આદર્શવાળા સારી સંખ્યામાં કાર્યકર્તાઓ ગોઠવાયા હોય તો આપણે ધાર્યો કાર્યક્રમ સહેલાઈથી પાર પાડી શકીએ અને આપણું કાર્ય ખુબ આગળ વધારી શકીએ.
આમ વિચારતાં આપણે સ્થળ સ્થળના કાર્યકર્તાઓને મળીને પ્રથમ તે પરિષદના તંત્ર સાથે અત્યાર સુધીમાં અસ્તિત્વમાં આવેલા યુવક સંઘને જોડી દેવા જોઈએ અને નવા યુવકસલો બને તેટલા ઉભા કરવા જોઈએ. આવા યુવકસંહો મારફત અહીં , આપણે નક્કી કરીએ તેવા રચનાત્મક કાર્યક્રમનો અમલ શરૂ કરવો જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
હવે આપણે શું કરવું જોઈએ અથવા તો અત્યારના સાગમાં આપણા માટે શું શું કરવા યોગ્ય છે તેને વિચાર કરીએ. રચનાત્મક કાર્યક્રમની દિશામાં
પ્રથમ તો રાષ્ટ્રીય મહાસભાના કાર્યક્રમને આપણું કેમ પુર આપણે ઉપાડી લઈ શકીએ. દાખલા તરીકે મહાસભાના સભ્યો વધારવા; સ્વદેશી અને ખાદીનો પ્રચાર કરવો; અસ્પૃશ્યતાને નિર્મૂળ કરવી; નાના નાના ગ્રામોદ્યોગ હાથ ધરવા; નિરક્ષરતા દૂર કરવી; દારૂની બદીને નાશ કરવો. આ બધામાંથી ઠીક લાગે તે કામ આપણે હાથ ધરી શકીએ અને આપણા વિભાગ પુરતું પાર પાડી શકીએ.
આવી જ રીતે સામાજિક ક્ષેત્રમાં આપણે ત્યાંથી બાળલગ્ન, કન્યાવિક્રય તેમજ વૃદ્ધવિવાહ અટકાવી શકીએ, પ્રેતભોજન સર્વત્ર બંધ કરાવી શકીએ; મરણ પાછળ રડવા કુટવા સામે પ્રતિબંધ મુકાવી શકીએ. લગ્ન ક્ષેત્રને બને તેટલું વિસ્તૃત કરવાની પ્રવૃત્તિ હાથ ધરી શકીએ; પરણવા ઇછતી વિધવાને લગ્નની સરળતા થાય એવી સગવડ ઉભી કરી શકીએ; બેકારીનું કાંઈક નિવારણ થાય એવી કઈ યોજના હાથ ધરી શકીએ.
ધાર્મિક ક્ષેત્રમાં મંદિરના વહીવટે ચોખ્ખા કરાવી શકીએ. બીનજરૂરી મંદિરે ઉભા થતા અટકાવી શકીએ, બાળદીક્ષા અને પાતી બંધ કરી શકીએ; ધર્મગુરુઓના ગોટાળા બહાર પાડી શકીએ; ધાર્મિક જમણવારોના ગંદવાડને બને તેટલો ઓછો કરીએ, આપણી સત્તા ચાલે ત્યાં દેવદ્રવ્યના ઉપગની દિશા બદલીએ; બને તેટલાં ધાર્મિક ખાતાઓને હાથમાં લઇએ અને નવી દષ્ટિથી કુશળતાપૂર્વક ચલાવી દેખાડીએ. સારા સાપ્તાહિક પત્રની આવશ્યકતા
આ તે રચનાત્મક દિશામાં કામ કરવાની વિવિધ સૂચનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
કરી. તેમાંથી આપણાથી બની શકે તેટલું જ કામ હાથ ધરીએ અને તેને બરાબર પાર પહોંચાડીએ અને તે રીતે સમાજની બનતી સેવા કરીએ. પણ મારી દષ્ટિએ આવી પરિષદ અને તેના તંત્ર સાથે જોડાયેલા યુવક સંઘનું ખરૂં કામ લોકોના વિચારો ફેરવવાનું અને કેટલાય કાળથી ઘર કરી બેઠેલા પૂર્વગ્રહ ઉખેડવાનું છે. વિચારક્રાતિ વિના સમાજાતિ અશકય છે. આ કાર્ય ભાષણે અને લેખોઠારા જ થઈ શકે છે. પ્રસંગે પ્રસંગે નવા વિચારોને રજુ કરતી ભાષણશ્રેણિઓ ઉભી થાય અને વ્યાખ્યાનપ્રવાસ ગોઠવાય તો પણ ઘણું કામ થઈ શકે. આપણને ખરી જરૂર તો એક નિડર છતાં વિચારગંભીર સારા સાપ્તાહિક પત્રની છે. સારા લેખકોના અને પ્રતિભાશાળી તંત્રીના અભાવે આવું પત્ર હજુ સુધી આપણે ઉભું કરી શકયા નથી. આ પરિષદ આવું એક સારું પત્ર ઊભું કરવામાં નિમિતભૂત બનશે તે મને ખરેખર બહુ આનંદ થશે. જેનેએ ભૂતકાળમાં કરેલી સેવાઓ અને ભવિષ્યની આશા
જૈનત્વવિશેષને ઉદેશીને મારે જે કાંઈ કહેવાનું હતું તે અહીં પુરું થાય છે. ભૂતકાળમાં આપણા દેશની સંસ્કૃતિ ઘડવામાં જેને એ ખુબ ફાળો આપ્યો છે. વ્યાપાર, સાહિત્ય વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, સ્થાપત્ય—એવી એક પણ મનુષ્યસંસ્કારક શાખા નથી કે જેની ખીલવણુમાં જેનોએ પુરવણું કરી ન હોય. વ્યાપાર તે જેનેને જ છે; આબુ, શત્રુંજય અને ગીરનાર ઉપર આવેલાં જેન મંદિર શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે; આપણું ગ્રંથસાહિત્યમાં ભરેલી અદ્ભુત ચિત્રકળાને ખ્યાલ હમણું જ પ્રગટ થયેલ શ્રી. સારાભાઈ નવાબના “ જેને ચિત્ર કલપક્રમ” ઉપરથી કોઈને પણ આવી શકે તેમ છે. સાહિત્યકારોમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય અનન્ય સ્થાન ધરાવે છે. દેશને સારા રાજ્યકર્તાઓ અને પ્રધાને પણું વખતોવખત જેનોએ પુરા પાડ્યા છે. નીતિશાસ્ત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
અહિંસાના તત્વને વિકસાવનાર અને દર્શનશાસ્ત્રોમાં અનેકાન્તવાદનું નિરૂપણ કરનાર પણ જેને જ છે. આજે દેશમાં ઉભી થઈ રહેલી નવી સંસ્કૃતિની ઘટનામાં પણ જેને આ રીતે ખુબ ભાગ ભજવે અને જેવી રીતે નદીઓ વિપુલ બનતી સમુદ્રમાં સમાઈ જાય છે તેવી રીતે જૈન સમુદાય પણ શક્તિમાન, સામર્થ્યવાન બનતો બનતો હિંદી જનતાના મહાસાગરમાં સમાઈ જાય તે સાથે એક રૂ૫ થઈ જાય એવી ભાવના અને સક્રિછા તમે સર્વના હદયમાં સ્થિર થાઓ એવી મારી પ્રાર્થના છે.
આજની યુવકજનતા
અહીં એકત્ર થયેલા તમે સર્વ જૈન યુવકે છે, તેથી આ જની યુવજનતા કે જેમાં તમારે સમાવેશ થાય છે તેના વિષે હું અહીં કંઈ ન કહું તે આ નિવેદન અપૂર્ણ ગણાય. પચ્ચીસ વર્ષ પહેલાના યુવક સાથે આજના યુવાને સરખાવતાં એક બાબત એ તરી આવે છે કે આજનો યુવક વધારે તેજસ્વી, વધારે સાહસિક અને વિશેષ મહત્ત્વાકાંક્ષી છે. સક્ત, પ્રણાલિકા કે રૂઢિઓને તે તે હવે તડાતડ તોડતો જ ચાલે છે. આજના યુવાનો પોષાક જુઓ; ખાનપાન જુઓ; રીતભાત જુઓ. બધેય તે નવી ચાલે ચાલતો દેખાય છે. તેને થનગનાટ જ જુદો છે. તેનામાં કોઈ અનેરી ચંચળતા અને તરવરાટ ભય છે. ગમે તેવાં સામાજિક બંધને તેડીને પણ પોતાને માર્ગ કરવાની વૃતિ આજના યુવકમાં બળવાન પણે કામ કરી રહી છે. જુનું બધું જાય છે; નવું કાંઈક આવે છે એવી આગાહી આજના યુવક પિતાના પ્રમત્ત વર્તનથી આપી રહ્યો છે. આજના યુવામાં ઉંડાણ ઓછું ખાય છે, છીછરાપણું વધારે છે. તે ગર્જે છે બહુ વરસે છે એ. ઉડા અભ્યાસની તેનામાં ધીરજ નથી, શિસ્તપાલનની કીંમત હજુ તેને સમજાણી નથી. સરદાર થવું વધારે ગમે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સૈનિક ધર્મની મહત્તા હજુ તેને સમજાણી નથી; તોડું છે અને આગળ વધું–આવી કોઈ ઉગ્ર વૃત્તિ તેને આગળ ધકેલી રહી છે; પણ આમ દેડી દોડીને કયાં જવું છે તેનું તેને સ્પષ્ટ દર્શન નથી. ગાંધીજીએ આપણને શિખવેલી સાદાઈ અને સેવાની ભાવના આજના યુવકો બે ઘડી ભૂલી જતા હોય અને મનસ્વીતા, વિલાસ અને સ્વછન્દના માર્ગે ઘસડાઇ જતા હોય એવી ભીતિ આજકાલ બનતા કેટલાક અનિચ્છનીય બનાવો ઉભી કરે છે. પણ આવા બનાવો યૌવનના ઉગતા આવેગને પ્રારંભથી જ જકડી લેતી આપણું જુની સમાજવ્યવસ્થા સામેના પ્રત્યાઘાત છે, એ આપણે ભુલવું ન જોઈએ. વળી આવતા વર્ષનાં પાણી ડહેલાં જ હેય. કેળવણું નવી; સ્ત્રીપુરુષનું એકત્ર છુટથી મળવાનું નવું; મોટી ઉમ્મરે થતાં છોકરાં છોકરીઓનાં લગ્ન નવાં; જીવનનું ઉંચું બનતું જતું ધોરણ નવું. આવી નવીન જ પરિસ્થિતિમાં કાંઈક સારું બને, કાંઈક ખરાબ બને, એથી મલકાઇ કે મુંઝાઈ જવા જેવું કે ઉપર જણાવેલી ભીતિ રાખવા જેવું કશું છે જ નહિ. આજના યુવકની ત્રુટિઓ આવતી કાલને યુવક જરૂર પુરવાને છે; કારણ કે એ વાત ચોક્કસ છે કે આજની નવી પરિસ્થિતિ સાથે જુની સમાજરચના કોઈ પણ રીતે બંધબેસતી નથી, એનું સચેટ ભાન આજની યુવકજનતાને થયું છે અને તે તેડીને નવી રચના રચવાનો મારથ મહત્વાકાંક્ષા યુવકમાનસને સુબ્ધ બનાવી રહી છે. આવતી કાલના ભાવીના તેઓ જ સુત્રધાર છે. આજે દેખાતો ચમકાર આવતી કાલ માટે કોઈ જુદી જ આશાઓ આપે છે. આવતી આઝાદી
ખરેખર આજે દેશમાં કોઇ મહાન યુગનો પ્રારંભ થઈ રહ્યો છે; આપણા દેશમાં આજે કેટકેટલી નવી પ્રવૃત્તિઓ સંચાર પામી રહી છે! આપણું ભાષાસાહિત્યમાં કોઈ જુદુ જ જેમ દેખાય છે. અનેક નાના મોટાં પુસ્તક, નવલકથાઓ, માસિક અને પત્રો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
આજે સર્વત્ર ઉભરાઈ રહી છે, ચિત્રકળા ન જ વિકાસ દર્શાવી રહી છે; ભુલાઈ ગયેલી નૃત્યકળા આજે શાળાઓમાં અને સીનેમાંઆમાં સજીવને થઈ રહી છે; કેળવણીના ક્ષેત્રમાં પણ અજબ પરિવતન થઇ રહ્યું છે; ઔલીગિક વિકાસ તરફ પણ આપણે ખુબ ધ્યાન ખેંચાવા લાગ્યું છે; ત્રીજાતિ પણ નવું જ ચૈતન્ય દાખવી રહી છે. ચતન્યની ચીણગારી સમી કુમારિકાઓ કોલેજમાં જતી હોય, ગ્રેજ્યુએટ થતી હોય અને વિશિષ્ટ અભ્યાસ માટે વિદેશ જઈ એકલી વસલે હેય-આ દશ્ય, આ ઘટના આપણે ત્યાં આજે વહેલવહેલી જ નજર ઉપર આવે છે. મજુર–સ ઉભા થવા લાગ્યા છે, ખેડુત
જ્યાં ત્યાં બારડોલી ઉભી કરી રહ્યા છે, હરીજને પણું માથું ઉંચકી રહ્યા છે. આ રીતે દલિતો પિતા પોતાના ઉદ્ધારની યોજનાઓ યોજી રહ્યા છે. અસ્પૃશ્યતા અને બાળલગ્ન જેવી જંગલી ફરિઓ આજે દેશમાંથી નાબુદ થવા લાગી છે; નાતજાત તુટવા માંડી છે; . વ વર્ણ વચ્ચે લગ્નસંબંધ થવા લાગ્યા ; ખાનપાનની ખેતી મયદાઓ જતી જાય છે; ધાર્મિક સંપ્રદાય પ્રત્યે ઉદાસીનતા - આવવા લાગી છે; જનસેવાના અનેક નવા માર્ગે આજે વેજાઈ રહ્યા છે, સેવાનું છવનવ્રત ધરાવનાર અનેક યુવાને આજે સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે; સ્વદેશી તરફ પ્રજાનું માનસ વધારે ને વધારે ઢળતું જાય છે; દેશની આઝાદીની ભાવના ચેતરફ ફેલાતી જાય છે. સમાજવાદના માવ્યો પણ આજે આપણી ઉપર ધસી આવવા લાગ્યા છે અને મીકતને અડાય નહિ, મંદિર કે મસજીદને અડાય નહિ, રાજાને અડાય નહિ, ધનવાન ભોગ ભોગવવા સરજાયેલ છે, અને મજુર મજુરી કરવા નિર્માયેલ છે; આમાં કંઇ ફેરફાર થાય નહિ આવા આપણા કંઇ કંઇ પ્રકારના પૂર્વગ્રહ ઉપરતે માવ્યો જેબંધ હથેડા મારી રહેલ છે. આજે આપણે ત્યાં કાતિ બેઠી છે; સર્વ કાંઈ પરિવર્તન પામી રહ્યું છે; દીર્ધ કાળની રાત્રી અવસાન પામી રહી છે; આકાશમાં તેજ અને ચિંતન્યનાં કિરણે ફુટવાં લાગ્યાં છે; નવયુગના પ્રવર્તક દિવ્યજ્યોતિધર મહાત્મા ગાંધીજી આજે આપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ણને કર્તવ્યધર્મના નવા પાઠો શિખવી રહ્યા છે, રાષ્ટ્રપતિ પંડિત જવાહરલાલ આપણામાં કોઈ જુદું જ ચિંતન્ય ઝેરી રહેલ છે.
પ્રિય ભાઈઓ અને બહેન ! તમારી દૃષ્ટિ વિશાળ કરે! જાતિ, જ્ઞાતિ, અને સંપ્રદાયના કેશેટામાંથી બહાર નીકળે ! દેશભરમાં શું બની રહ્યું છે તે નિહાળ! તમારું પણ ત્યાં સ્થાન છે, તમારા ભાગે પણ ત્યાં કામ છે; એ સમજો અને સ્વીકારે! વાયુમાં ફરકતાં નવા આદોલને ઝીલે ! દેશની ભાવી રચનાનાં અવનવાં સ્વપ્ન સરજે! અને એવા કોઈ એકાદ સ્વપ્નની સાધનામાં તમારી આખી જાતનું સમર્પણ કરી છવનને સફળ કરે! ધન્ય કરે! આ જ મારી તમારા વિષે આશા અને આ જે મારી તમારા માટે પ્રાર્થના !!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________ (યશોવુિં. % ભાવનગ૨ Rhe 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com