________________
ક્રાન્તિપ્રિય યુવકબંધુઓ અને બહેને !
આજે આપ સર્વે મળીને મને જે સ્થાન ઉપર બેસાડે છે તે હું બહુ જ મુંઝવણ અને સકેચ સાથે સ્વીકારું છું, કારણ કે આજે કઈ પણ પરિષદના પ્રમુખ થવું તે કેવળ બે ત્રણ દિવસનાં માનપાન ભેગવવા માટે નથી; પણ ચક્કસ દિશાસૂચક નિર્ણ સાધીને બને તેટલું કામ કરવાની જવાબદારી પણ પ્રમુખના માથે આવે છે. મારા અંગત પ્રતિકુળ સગાને વિચાર કરતાં આ જવાબદારી હું ટિલા પ્રમાણમાં વહી શકીશ, તે વિષે મને ભારે શંકા છે. તેથી આ નવી જવાબદારીને પહોંચી વળવામાં આપ મને પુરેપુરો સહકાર આપશો અને મારી ત્રુટી દેખાય ત્યાં મને ઉદારભાવે નિભાવી લેશે એવી હું આશા રાખું છું. અમદાવાદ શહેર-સ્થિતિચુસ્તતાનું ધામ
અમદાવાદ શહેર એક મોટી નપુરી છે અને સ્થિતિચુસ્તતાનું મેટું ધામ છે. આ શહેરમાં આપણા એક જાણીતા સુરિસમ્રાટની ગાદી છે. અહીં ઉહામ વિચારોને રજુ કરનાર સુધારોને સંધબહાર કયીના દાખલાઓ નોંધાયેલા છે; આણંદજી કલ્યાણજીની અનેક મંદિર અને તીર્થોને વહીવટ કરનારી પેઢીનું આ શહેરમાં મુખ્ય મથક છે. આ શહેરની પળે પળે નવનવા આચાર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com