________________
૨૭
હવે આપણે શું કરવું જોઈએ અથવા તો અત્યારના સાગમાં આપણા માટે શું શું કરવા યોગ્ય છે તેને વિચાર કરીએ. રચનાત્મક કાર્યક્રમની દિશામાં
પ્રથમ તો રાષ્ટ્રીય મહાસભાના કાર્યક્રમને આપણું કેમ પુર આપણે ઉપાડી લઈ શકીએ. દાખલા તરીકે મહાસભાના સભ્યો વધારવા; સ્વદેશી અને ખાદીનો પ્રચાર કરવો; અસ્પૃશ્યતાને નિર્મૂળ કરવી; નાના નાના ગ્રામોદ્યોગ હાથ ધરવા; નિરક્ષરતા દૂર કરવી; દારૂની બદીને નાશ કરવો. આ બધામાંથી ઠીક લાગે તે કામ આપણે હાથ ધરી શકીએ અને આપણા વિભાગ પુરતું પાર પાડી શકીએ.
આવી જ રીતે સામાજિક ક્ષેત્રમાં આપણે ત્યાંથી બાળલગ્ન, કન્યાવિક્રય તેમજ વૃદ્ધવિવાહ અટકાવી શકીએ, પ્રેતભોજન સર્વત્ર બંધ કરાવી શકીએ; મરણ પાછળ રડવા કુટવા સામે પ્રતિબંધ મુકાવી શકીએ. લગ્ન ક્ષેત્રને બને તેટલું વિસ્તૃત કરવાની પ્રવૃત્તિ હાથ ધરી શકીએ; પરણવા ઇછતી વિધવાને લગ્નની સરળતા થાય એવી સગવડ ઉભી કરી શકીએ; બેકારીનું કાંઈક નિવારણ થાય એવી કઈ યોજના હાથ ધરી શકીએ.
ધાર્મિક ક્ષેત્રમાં મંદિરના વહીવટે ચોખ્ખા કરાવી શકીએ. બીનજરૂરી મંદિરે ઉભા થતા અટકાવી શકીએ, બાળદીક્ષા અને પાતી બંધ કરી શકીએ; ધર્મગુરુઓના ગોટાળા બહાર પાડી શકીએ; ધાર્મિક જમણવારોના ગંદવાડને બને તેટલો ઓછો કરીએ, આપણી સત્તા ચાલે ત્યાં દેવદ્રવ્યના ઉપગની દિશા બદલીએ; બને તેટલાં ધાર્મિક ખાતાઓને હાથમાં લઇએ અને નવી દષ્ટિથી કુશળતાપૂર્વક ચલાવી દેખાડીએ. સારા સાપ્તાહિક પત્રની આવશ્યકતા
આ તે રચનાત્મક દિશામાં કામ કરવાની વિવિધ સૂચનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com