________________
કરી. તેમાંથી આપણાથી બની શકે તેટલું જ કામ હાથ ધરીએ અને તેને બરાબર પાર પહોંચાડીએ અને તે રીતે સમાજની બનતી સેવા કરીએ. પણ મારી દષ્ટિએ આવી પરિષદ અને તેના તંત્ર સાથે જોડાયેલા યુવક સંઘનું ખરૂં કામ લોકોના વિચારો ફેરવવાનું અને કેટલાય કાળથી ઘર કરી બેઠેલા પૂર્વગ્રહ ઉખેડવાનું છે. વિચારક્રાતિ વિના સમાજાતિ અશકય છે. આ કાર્ય ભાષણે અને લેખોઠારા જ થઈ શકે છે. પ્રસંગે પ્રસંગે નવા વિચારોને રજુ કરતી ભાષણશ્રેણિઓ ઉભી થાય અને વ્યાખ્યાનપ્રવાસ ગોઠવાય તો પણ ઘણું કામ થઈ શકે. આપણને ખરી જરૂર તો એક નિડર છતાં વિચારગંભીર સારા સાપ્તાહિક પત્રની છે. સારા લેખકોના અને પ્રતિભાશાળી તંત્રીના અભાવે આવું પત્ર હજુ સુધી આપણે ઉભું કરી શકયા નથી. આ પરિષદ આવું એક સારું પત્ર ઊભું કરવામાં નિમિતભૂત બનશે તે મને ખરેખર બહુ આનંદ થશે. જેનેએ ભૂતકાળમાં કરેલી સેવાઓ અને ભવિષ્યની આશા
જૈનત્વવિશેષને ઉદેશીને મારે જે કાંઈ કહેવાનું હતું તે અહીં પુરું થાય છે. ભૂતકાળમાં આપણા દેશની સંસ્કૃતિ ઘડવામાં જેને એ ખુબ ફાળો આપ્યો છે. વ્યાપાર, સાહિત્ય વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, સ્થાપત્ય—એવી એક પણ મનુષ્યસંસ્કારક શાખા નથી કે જેની ખીલવણુમાં જેનોએ પુરવણું કરી ન હોય. વ્યાપાર તે જેનેને જ છે; આબુ, શત્રુંજય અને ગીરનાર ઉપર આવેલાં જેન મંદિર શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે; આપણું ગ્રંથસાહિત્યમાં ભરેલી અદ્ભુત ચિત્રકળાને ખ્યાલ હમણું જ પ્રગટ થયેલ શ્રી. સારાભાઈ નવાબના “ જેને ચિત્ર કલપક્રમ” ઉપરથી કોઈને પણ આવી શકે તેમ છે. સાહિત્યકારોમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય અનન્ય સ્થાન ધરાવે છે. દેશને સારા રાજ્યકર્તાઓ અને પ્રધાને પણું વખતોવખત જેનોએ પુરા પાડ્યા છે. નીતિશાસ્ત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com