________________
અહિંસાના તત્વને વિકસાવનાર અને દર્શનશાસ્ત્રોમાં અનેકાન્તવાદનું નિરૂપણ કરનાર પણ જેને જ છે. આજે દેશમાં ઉભી થઈ રહેલી નવી સંસ્કૃતિની ઘટનામાં પણ જેને આ રીતે ખુબ ભાગ ભજવે અને જેવી રીતે નદીઓ વિપુલ બનતી સમુદ્રમાં સમાઈ જાય છે તેવી રીતે જૈન સમુદાય પણ શક્તિમાન, સામર્થ્યવાન બનતો બનતો હિંદી જનતાના મહાસાગરમાં સમાઈ જાય તે સાથે એક રૂ૫ થઈ જાય એવી ભાવના અને સક્રિછા તમે સર્વના હદયમાં સ્થિર થાઓ એવી મારી પ્રાર્થના છે.
આજની યુવકજનતા
અહીં એકત્ર થયેલા તમે સર્વ જૈન યુવકે છે, તેથી આ જની યુવજનતા કે જેમાં તમારે સમાવેશ થાય છે તેના વિષે હું અહીં કંઈ ન કહું તે આ નિવેદન અપૂર્ણ ગણાય. પચ્ચીસ વર્ષ પહેલાના યુવક સાથે આજના યુવાને સરખાવતાં એક બાબત એ તરી આવે છે કે આજનો યુવક વધારે તેજસ્વી, વધારે સાહસિક અને વિશેષ મહત્ત્વાકાંક્ષી છે. સક્ત, પ્રણાલિકા કે રૂઢિઓને તે તે હવે તડાતડ તોડતો જ ચાલે છે. આજના યુવાનો પોષાક જુઓ; ખાનપાન જુઓ; રીતભાત જુઓ. બધેય તે નવી ચાલે ચાલતો દેખાય છે. તેને થનગનાટ જ જુદો છે. તેનામાં કોઈ અનેરી ચંચળતા અને તરવરાટ ભય છે. ગમે તેવાં સામાજિક બંધને તેડીને પણ પોતાને માર્ગ કરવાની વૃતિ આજના યુવકમાં બળવાન પણે કામ કરી રહી છે. જુનું બધું જાય છે; નવું કાંઈક આવે છે એવી આગાહી આજના યુવક પિતાના પ્રમત્ત વર્તનથી આપી રહ્યો છે. આજના યુવામાં ઉંડાણ ઓછું ખાય છે, છીછરાપણું વધારે છે. તે ગર્જે છે બહુ વરસે છે એ. ઉડા અભ્યાસની તેનામાં ધીરજ નથી, શિસ્તપાલનની કીંમત હજુ તેને સમજાણી નથી. સરદાર થવું વધારે ગમે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com