________________
સૈનિક ધર્મની મહત્તા હજુ તેને સમજાણી નથી; તોડું છે અને આગળ વધું–આવી કોઈ ઉગ્ર વૃત્તિ તેને આગળ ધકેલી રહી છે; પણ આમ દેડી દોડીને કયાં જવું છે તેનું તેને સ્પષ્ટ દર્શન નથી. ગાંધીજીએ આપણને શિખવેલી સાદાઈ અને સેવાની ભાવના આજના યુવકો બે ઘડી ભૂલી જતા હોય અને મનસ્વીતા, વિલાસ અને સ્વછન્દના માર્ગે ઘસડાઇ જતા હોય એવી ભીતિ આજકાલ બનતા કેટલાક અનિચ્છનીય બનાવો ઉભી કરે છે. પણ આવા બનાવો યૌવનના ઉગતા આવેગને પ્રારંભથી જ જકડી લેતી આપણું જુની સમાજવ્યવસ્થા સામેના પ્રત્યાઘાત છે, એ આપણે ભુલવું ન જોઈએ. વળી આવતા વર્ષનાં પાણી ડહેલાં જ હેય. કેળવણું નવી; સ્ત્રીપુરુષનું એકત્ર છુટથી મળવાનું નવું; મોટી ઉમ્મરે થતાં છોકરાં છોકરીઓનાં લગ્ન નવાં; જીવનનું ઉંચું બનતું જતું ધોરણ નવું. આવી નવીન જ પરિસ્થિતિમાં કાંઈક સારું બને, કાંઈક ખરાબ બને, એથી મલકાઇ કે મુંઝાઈ જવા જેવું કે ઉપર જણાવેલી ભીતિ રાખવા જેવું કશું છે જ નહિ. આજના યુવકની ત્રુટિઓ આવતી કાલને યુવક જરૂર પુરવાને છે; કારણ કે એ વાત ચોક્કસ છે કે આજની નવી પરિસ્થિતિ સાથે જુની સમાજરચના કોઈ પણ રીતે બંધબેસતી નથી, એનું સચેટ ભાન આજની યુવકજનતાને થયું છે અને તે તેડીને નવી રચના રચવાનો મારથ મહત્વાકાંક્ષા યુવકમાનસને સુબ્ધ બનાવી રહી છે. આવતી કાલના ભાવીના તેઓ જ સુત્રધાર છે. આજે દેખાતો ચમકાર આવતી કાલ માટે કોઈ જુદી જ આશાઓ આપે છે. આવતી આઝાદી
ખરેખર આજે દેશમાં કોઇ મહાન યુગનો પ્રારંભ થઈ રહ્યો છે; આપણા દેશમાં આજે કેટકેટલી નવી પ્રવૃત્તિઓ સંચાર પામી રહી છે! આપણું ભાષાસાહિત્યમાં કોઈ જુદુ જ જેમ દેખાય છે. અનેક નાના મોટાં પુસ્તક, નવલકથાઓ, માસિક અને પત્રો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com