________________
૨૬
નાના ઉદ્યોગનાં કારખાનાંઓ કાઢીએ તે તેમાં આપણા અનેક ભાઈઓને રોકી શકીએ. આપણું પ્રવૃત્તિની આવી રીતે દિશા બદલ્યા સિવાય આપણે છુટકે જ નથી. રચનાત્મક કાર્યક્રમની ભૂમિકા
આટલા લાંબા વિવેચન બાદ આપણા સમાજને સ્પર્શતા ભિન્ન ભિન્ન વિષયની ચર્ચામાં ઉતરવાની હું જરૂર જોતો નથી. કારણ કે તે તે વિષય પરત્વે મારા વિચારોનું ઘણું ખરું સુચન ઉપરના વિવેચનમાં આવી જાય છે. આ બધું ધ્યાનમાં લઈને આપણુથી બની શકે તેટલો નાને સરખે રચનાત્મક કાર્યક્રમ શોધવા આજે આપણે એકત્ર થયા છીએ એમ હું સમજું છું. કોઈ પણ રચનાત્મક કાર્યક્રમ પાર પાડવા માટે ગામે ગામ અને શહેરે શહેર એક સરખા ઉદ્દેશ અને ધ્યેયને સ્વીકારનાર યુવક સંઘો ઉભા થવા જોઈએ. આપણે ત્યાં કેટલાક યુવકસંઘો ઉભા થયા છે. અને તેને સોજિત કરનાર યુવકમહામંડળ પણ ઉભું કરવામાં આવ્યું છે, પણ આ ભિન્ન ભિન્ન યુવકસંઘોમાં આવશ્યક એકરૂપતા દેખાતી નથી અને પ્રસ્તુત યુવક મહામંડળને આ પરિષદ સાથે કશો સીધો બંધારણીય સંબંધ નથી. વળી આપણે ત્યાં કાર્ય કર્તાઓની ભારે ખામી છે. સ્થળે સ્થળે એકસરખી ભાવના અને આદર્શવાળા સારી સંખ્યામાં કાર્યકર્તાઓ ગોઠવાયા હોય તો આપણે ધાર્યો કાર્યક્રમ સહેલાઈથી પાર પાડી શકીએ અને આપણું કાર્ય ખુબ આગળ વધારી શકીએ.
આમ વિચારતાં આપણે સ્થળ સ્થળના કાર્યકર્તાઓને મળીને પ્રથમ તે પરિષદના તંત્ર સાથે અત્યાર સુધીમાં અસ્તિત્વમાં આવેલા યુવક સંઘને જોડી દેવા જોઈએ અને નવા યુવકસલો બને તેટલા ઉભા કરવા જોઈએ. આવા યુવકસંહો મારફત અહીં , આપણે નક્કી કરીએ તેવા રચનાત્મક કાર્યક્રમનો અમલ શરૂ કરવો જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com