________________
૫
કલ્યાણજીના સુત્રધારેની કોન્ફરન્સ પ્રત્યે જોઈએ તેવી મીઠાશ નહિ.
આ અનેક વિપરીત સંગાએ કેનફરન્સના કાર્યને આગળ વધવા દીધું જ નહિ. આવી સંસ્થા જીવતી જાગતી અને લોકસન્માનિત હોય તો લોકવ્યાપી કેટલીએ સુધારક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય. તેથી આ સંસ્થાને બને તેટલો ટેકે આપી પ્રાણવાન બનાવવા યુવક જનતાને મારી આગ્રહભરી વિનંતિ છે. બેકારીને પ્રરન
હવે બીજી એક અગત્યની બાબતને પણ અહીં શેડો વિચાર કરી લઇએ. આજે આપણને બેકારીને પ્રશ્ન સૌથી વધારે મુંઝવત છે. આ બેકારી માત્ર આપણા પુરતી નથી પણ લગભગ સર્વવ્યાપી છે એમ કહીએ તે ચાલે. જ્યાં સુધી આપણે પરાધીન છીએ ત્યાં સુધી
આ બેકારીનું સાર્વત્રિક નિવારણ મને અશક્ય લાગે છે. પણ અત્યારના સંયોગોમાં મને બે ત્રણ વ્યવહારૂ સુચના સુઝે છે તે હું અહિં રજુ કરું છું. આપણું છોકરાએ પિતાની શક્તિને વિચાર કર્યા વિના ઉંચી કેળવણી પાછળ દડે છે તે પ્રવાહને અટકાવવો જોઈએ; અસાધારણ શક્તિવાળાને જરૂર આગળ જવા દેવા; પણ સામાન્ય શક્તિવાળા મેટ્રીક સમીપ પહોંચીને અટકી જાય અને કોઇ પણ ધંધા કે ઉદ્યોગ પાછળ પડે તે આજે આપણા અનેક ભણેલાની જે દશા થાય છે તે ન થાય. બીજું આપણા સમાજનું વલણ મોટે ભાગે વ્યાપાર અને સટ્ટા તરફ છે તે દિશા હવે બદલાવી જોઈએ; નાના મોટા હુન્નર ઉદ્યોગ તરફ આપણું ધ્યાન દોરાવું જોઈએ. કોઈ પણ કામ, ઉદ્યોગ કે હાથમજુરીની આપણને શરમ હેવી ન જોઈએ. શીખે એક વખત લડતા અને રાજ્ય ચલાવતા. આજે તેઓ મોટર હાંકે છે; સુતારી કામ કરે છે અને બીજા ઉધોગામાં પડતા જાય છે. વખતના વધવાની સાથે મધ્યમ વર્ગ કે જે વળ સદ્દો, વ્યાપાર, દલાલી અને મહેતાગીરી ઉપર નભી રહ્યો છે તેની મુંઝવણ વધતી ચાલી છે અને તેનું સ્થાન ખેડુતો, મજુરા
અને કારીગરો, અને હુનરવિશારદે લઈ રહ્યા છે. આપણે નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com