________________
નિકાલ મને તે દેખાતું નથી. આપણા માટે તે આવા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા ધારણ કરવી એજ યોગ્ય માર્ગ દિસે છે. ઇટ કે પત્થરના, દંડ કે ધજાના, ચક્ષુ ટીલાં કે આંગીના, કોઈ એક મંદિરની માબેન કીના કે વહીવટના પ્રશ્ર ઉપર અનર્ગળ દ્રવ્ય ખરચવાનું અને પરિ ણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે ગેરવેર વધારવાનું આપણાથી કદી બને જ નહિ. આપણે તે એક વખત બધું જતું કરીને પણ એકતા સાધવા પ્રયત્નશીલ રહીએ. લગ્નક્ષેત્રવિસ્તાર
ત્રણ વિભાગની વચ્ચે સાચી એક્તા કેળવવાનું બીજું સાધન અત્યારની જ્ઞાતિઓ તેડી આખા જેન સમુદાયમાં પરસ્પર કન્યા લઇ દઈ શકાય એવી સામાજિક સરળતા ઉભી કરવી તે છે. આ ઉદ્દેશથી “મહાવીર જૈન સમાજ' નામની એક યોજના તૈયાર કરવામાં આવી છે. પણ આપણું કમનસીબે તેને હજુ બહુ જ ઓછે સાથ મળ્યો છે. અનેક બંધુએ આ પેજના પાછળ રહેલા વિચારને સંમતિ આપે છે; પણ પ્રસ્તુત સમાજના સભ્ય બની આ એકતા સાધક પ્રવૃત્તિને આગળ વધારવાની કોઈનામાં આતુરતા દેખાતી નથી. આ દિશાએ વિશેષ પ્રયત્ન થવાની ખાસ જરૂર છે. જૈન કોન્ફરન્સ
જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આજે લગબગ નિષ્ણાણ સ્થિતિમાં આવી પડી છે. શુભ ઉદ્દેશથી ઉભી થયેલી આ સંસ્થા ન સમાજમાં કેટલાંક કારણને લીધે ઊંડા મૂળ ઘાલી શકી નથી. કોન્ફરન્સને આખી સમાજ ઉપર પ્રતિભા પડે તેવા બહુ જ ઓછા કાર્યકર્તાઓ મળ્યા; કોન્ફરન્સના કાર્યકર્તાઓએ જાતે સ્થળે સ્થળે ફરીને ખુબ પ્રચાર કર જોઈતા હતા તે પ્રચારકાર્ય ભાડતી કાર્ય કર્તાઓને ઘણું ખરું પાડ્યું. અમુક સાધુઓએ અને શેઠીઆઓએ તે કોન્ફરન્સ પ્રત્યે પ્રારંભથી જ વિરોધ આદરેલ. આણંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com