________________
૧૫
કારણ કે આપણા સમાજમાં લાંબા કાળની જડતાએ એટલું ઉંડું ઘર ઘાલ્યું છે, સ્થિતિ ચુસ્તતાએ આપણું સમાજને એટલો બધો પ્રમાદી બનાવ્યો છે કે તેને સખત આંચકા ન આપે અને જે જે ફેરફારે આવશ્યક છે તે નિપજાવવા માટે ઉગ્ર પ્રયત્નો હાથ ન ધરે ત્યાં સુધી આપણું જડતા અને પ્રમાદ કશું કરવા દે એમ છે જ નહિ. વિવાદાસ્પદ નહિ એવી આપણે કેટલીએ ત્રુટીઓ આટઆટલી વાત, વિચાર અને પ્રચાર કરવા છતાં પણ આપણે હજુ સુધી દૂર કરી શક્યા નથી. દાખલા તરીકે આજે પણ આપણે ત્યાં મરણ પાછળ રડવા કુટવાનો રિવાજ ચાલે છે, પ્રેતજન જમાય છે; બાલલગ્ન, વૃદ્ધવિવાહ અને કન્યાવિક્રયના બનાવો બને છે; અસ્પૃશ્યતા પ્રવર્તે છે; ગંદા જમણવારા ચાલ્યા જ કરે છે; કેટલાક ઠેકાણે સ્ત્રીઓને હજુ પણ પડદો ઢાંકી રહ્યો છે અને પડદે નથી ત્યાં લાજ છે. અને લાજ નથી ત્યાં પણ સ્ત્રીઓની દશામાં તો કશો સુધારે થયો જ નથી. આવું કેટલું યે એવું છે કે જે દુર કરવાના આપણે છેલ્લાં પચાસ વર્ષથી સર્વાનુમતિયે ઠરાવ કરતા આવ્યા છીએ, એમ છતાં તે દિશાએ બહુ ઓછી પ્રગતિ થઈ શકી છે. આનું કારણ એ છે કે આપણામાં સુધરવાની– આગળ વધવાની-જરા પણ અધિરાઈ નથી: આપણું મેલું દૂર કરવાની અને આન્તરબાહ્ય સ્વચ્છ બનાવવાની આપણને જરા પણ ધગશ નથી. દુનિયા ભલે તિરસ્કારે, બીજા દેશે ભલે આપણું અપમાન કરે, આપણે છીએ તેવાને તેવા જ રહેવા માંગતા હેઇએ એવી આપણુમાં મૂઢતા પ્રવર્તે છે. આ બધું દૂર કરવા માટે આપણામાં લડાયક વૃત્તિ જોઈએ, આપણે કાર્યક્રમ પણ લડાયક જોઈએ; પ્રથમ આપણું બળ એકત્ર અને સોજીત કરવાનું અને પછી હો જ લઈ જવાને. સામેના પક્ષની સત્તાના કિયા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું દાખલાતરીકે આજે આપણામાં એક વિચાર સુર્યો છે અને ચેતર સકારાવા પણ લાગે છે કે દેવમંદિરમાં થતી આવકન ઉપગ સમાજહિતના કાર્યોમાં જ થવો જોઈએ; મંદિરના સાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com