________________
નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલયો, સસ્તા ભાડાની ચાલીઓ, આરોગ્યભુવને, દવાખાનાઓ વિગેરે પરોપકારી સંસ્થાઓ ઉભી થવી જોઈએ તેમજ અત્યારે સૌથી વધારે મુંઝવતી બેકારી દૂર કરવાની યોજનાઓ ગતિમાં મુકાવી જોઈએ. પણ આમ વાત અને ચર્ચા કર્યો બીજા પચ્ચાસ વર્ષ સુધી પણ કંઇ નિપજવાનું છે ખરું? આજે એવી કેટલીયે બાબત છે કે જ્યાં દલીલોને કે સમજાવટને અવકાશ જ નથી. ખુબ બળ એકઠું કરે અને તેના દબાણ વડે સત્તાધારીઓને તેમજ સ્થિતિચુસ્તોને પદભ્રષ્ટ કરે, તો જ ધારી દિશામાં આગળ વધી શકાશે. V
જૈનધર્મની આપણું સમજણ
અત્યારના જૈન ધર્મના શિક્ષણ અને સમજણમાં પણ મોટું રૂપાંતર થવાની જરૂર છે. જૈન ધર્મ અનેક ઉદાત્ત સિદ્ધાતોથી ભરેલું છે અને કાળકાળને યોગ્ય ઉપદેશ અને આદરણીય જીવનનિયમો તેમાંથી તારવી શકાય તેમ છે. પણ આજનું ધાર્મિક શિક્ષણ આ ખવાય અને આ ન ખવાય એની વિવક્ષામાં જ મોટે ભાગે જાણે કે પર્યાપ્ત થતું હોય એમ દેખાય છે. પૂજા કરે, તપ કરે, જપ કરે, સર્વ પ્રવૃત્તિથી બને તેટલા પાછા હઠે. સગાં કેનાં અને વહાલાં કોનાં? સમાજ શું અને દેશ શું? સંસાર માત્ર અસાર છે. જીવન ક્ષણભંગુર છે. ઉપવાસ કરો અને ઇન્દ્રિયનું દમન કરો.” આ પ્રકારને આપણા જીવનને નીરસ બનાવે, નિષ્ક્રાણુ બનાવે, મંત્સાહ બનાવે એવા ધર્મોપદેશ ચોતરફથો ધર્મગુરુઓ આપી રહ્યા છે. આપણું જીવન સમર્થ બને; ગૃહસ્થાશ્રમ ઉન્નત બને; સમાજ પ્રત્યેને આપણે ધર્મ અને ફરજ સમજાય; અસત્ય અને અધર્મ સામે લડવાની આપણામાં તાકાત કેળવાય-આવું કહેવાનું કે સમજાવવાનું કેઇ ધર્મગુરૂને સૂઝતું નથી. આપણા જીવનમાં પણ દ્વિધાભાવ આવી ગયું છે.
આપણે ધાર્મિક અને વ્યવહારિક એમ જીવનના બે ભાગ પાડીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com