________________
છીએ; કારણ કે ચાલુ જીવનના પ્રવાહ સાથે બંધબેસતું અને ઉન્નત બનાવતું જીવનવિજ્ઞાન આપણે જાણતા નથી. અહિંસાવિચાર
અહિંસાધર્મની બાબતમાં પણ આપણે બને ત્યાં સુધી કોઈ જીવની હિંસા નહિ કરવાની નિષ્ક્રિય બાજુને જ બધા વિચાર કરીએ છીએ. તેથી આપણી અહિંસાએ આપણને ડરપોક અને ભીરૂ બનાવી દીધા છે; આપણી અહિંસા એજસ વિનાની અને નિવાર્ય દેખાય છે. અહિંસાની સક્રિય બાજુ-જ્યાં જ્યાં હિંસા થતી હેઈ, અન્યાય કે અધર્મ આચરવામાં આવતે હેય, નિર્બળની ઉપર સબળની સ્વારી થતી હોય, ગરીબના હકકો ઉપર ત્રાપ મરાતી હોય, રૂઢિ કે સમાજવ્યવસ્થાના બહાના નીચે અમુક વર્ગને નિરન્તર બાયલો જ રાખવામાં આવતા હોય ત્યાં ત્યાં પોતાની શકિત મુજબ સામને કરવામાં, નિર્બળને બચાવવામાં અને દલિતને ઉદ્ધારવામાં જ રહેલી છે. આવી જ અહિંસા આપણને નીડર અને સમર્થ બનાવી શકે અને આવી જ અહિંસા જગની ઉદ્ધારક બની શકે. આ પ્રમાણે આપણા ધર્મ અને અહિંસાની સમજણમાં તાત્વિક ફેરફારો થવાની ખુબ જરૂર છે. આપણે સંસારથી ભાગવાનું નથી, પણ સંસારની વચ્ચે ઉભા રહીને લડવાનું છે. આપણાં શરીર અને મનને સુકવી નાખવાનાં નથી, પણ બળવાન, સંયમી અને સેવાપરાયણું બનાવવાનાં છે. વેરાય અને ત્યાગ, આસપાસનાં બંધનો અને જવાબદારીઓથી નાસી છુટવામાં રહેલ નથી, પણ જે ક્ષેત્ર ઉપર આપણે ઉભા હોઈએ ત્યાં કર્તવ્યધર્મ આચરતાં આચરતાં સુખ અને સફળતા મળે છલકાઈ ન જવું અને દુઃખ અને નિષ્ફળતા મળે નિરવલ ન બનવું એવા પ્રકારની સમતા અને અનાસક્તિ કેળવવામાં રહેલ છે. અહિંસા માત્ર પ્રાણહાનિથી ભડક્યા કરવામાં હેલી નથી, પણ સર્વવ્યાપી પ્રેમ અનુભવવામાં, દીન દલિતોની સેવા કરવામાં અને પીડિત જનની વહારે ધાવામાં રહેલી છે. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com