________________
આજે આપણી અનેક સમજણનું રૂપાન્તર કરવાની ખાસ જરૂર છે. તેમ થશે તે જ આપણામાં સાચું બળ પ્રગટ થશે.; નિરોગી માનસ ઉભું થશે અને આવતી ઉલ્કાતિને આપણે પુરુષાર્થ, સાહસ અને સેવા વડે અપનાવી શકીશું.
આહાર સંશોધન
આજે આપણે આરોગ્યપ્રાપ્તિ અને બળવૃદ્ધિને વિચાર કરીએ છીએ ત્યારે પ્રમાણમાં ગૌણ ગણાય એવા આહાર સંશોધનના વિષય ઉપર મને થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. આહાર એ જીવનધારણનું મેટામાં મેટું સાધન છે. આપણું આજના આહારમાં મિષ્ટાન્ન, ફરસાણ અને કઠેળ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને પોષણ તથા આરોગ્યની દૃષ્ટિએ આ ત્રણ ભારે નુકશાનકર્તા છે એમ • આજનું વિજ્ઞાન આપણને જણાવે છે. નિરામિષ આહારની કોટિમાં અનેક દ્રવ્યો છે જેની આરોગ્ય અને પિષણની દૃષ્ટિએ આપણે છુટથી પસંદગી કરી શકીએ; પણ આપણે કેટલાક ધાર્મિક ખ્યાલોથી આપણું પસંદગીનું ક્ષેત્ર બહુ જ મર્યાદિત બની ગયું છે. આ વિષયની લાંબી ચર્ચામાં ઉતરવું અહીં અસ્થાને છે; પણ મને લાગે છે કે ખાનપાનના વિષયમાં સામાન્ય જનતા માટે આટલી બધી ઝીણવટ પયોગી કે જરૂરી નથી. આપણે ખોરાક નિરામિષ હોય, બળવર્ધક હોય, આરોગ્ય રક્ષક હોય અને આપણાં ખાનપાન બને તેટલાં સાદાં, નિયમિત અને પરિમિત હોય–આટલી મર્યાદાઓ સામાન્ય જનતા માટે પુરતી છે એમ હું માનું છું, અને તેથી આપણે આહાર વિધાનમાંથી નિરૂપણી કે નુકશાનકારક ચીજો દૂર થાય અને બળવર્ધક, પ્રાણપોષક અને આરોગ્યપૂરક ચીજોની પુરવણી થાય એ રીતે આપણા આહારવિષયનું સંશોધન થવાની મને ખાસ જરૂર લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com