________________
શરીરવિકાસ પ્રત્યે આપણી ઉપેક્ષા
આવી જ રીતે રમત ગમતની તેમજ કસરત અને તાલીમની ઉપેક્ષાથી આપણું શરીર કમતાકાત બની ગયેલાં જોવામાં આવે છે; આપણું મરણપ્રમાણ બહુ મોટું આવે છે; આપણે માંદગીના હલા સામે કે કઠણુ જીવન સામે ટકી શક્તા નથી અને આપણી સ્ત્રીઓ તે અકાળે મરવાને જ સરજાય છે. આજે આપણે ત્યાં નથી વ્યાયામશાળાઓ કે નથી કીડાંગણે. આજ કાલની ક્રીકેટ, ફુટબોલ કે ટેનીસ જેવી જાણીતી રમતોમાં કેઈ જે યુવકે હજુ સુધી નામ કાઢયું સાંભળ્યું નથી. આનું કારણ તે એ છે કે જ્યારે નિશાળ અને કોલેજમાંથી સાંજના જેવા બીજા વિલાથી એ છુટે છે કે તેઓ ક્રીડાંગણ ભણી દોડે છે, અથવા તો કસરતશાળામાં પહોંચે છે, ત્યારે જે વિદ્યાર્થીઓ “નિશાળમાંથી નીસરી જવું પાંસરું ઘેર' એ નિયમને અનુસરે છે. આ સ્થિતિમાં એમનાં શરીર કેમ સારાં અને સ્નાયુબહ થાય ? અને એમનાં મોઢે ઉપર તન્દુરસ્તીની લાલી અને વ્યકિતનું ઓજસ કયાંથી આવે ? રાત્રીભોજન નિષેધને નિયમ ગમે તેટલી અગત્યનો હોય, પણ વિશાથી એને માટે આ નિયમમાં અપવાદ કરવો જ જોઈએ અને તેઓને કીટ, ફુટબોલ, મલ્લકુસ્તી મલખમ, છમ વિગેરે રમત અને કસરત તરફ ધિવા જ જોઇએ. આપણે સાધુસમાજ
હવે આપણા સાધુસમાજનો થોડો વિચાર કરીએ; કારણ કે આપણી યુવક પ્રવૃત્તિને તેની સાથે બહુ ગાઢ સંબંધ રહેલો છે. એક વખત મને એમ હતું કે આપણે પ્રયત્નથી સાધુસમાજને જરૂર નવા વિચારને અનુકુળ બનાવી શકીએ. આજના સાધુસમાજમાં કેટલીક વ્યકિતઓ ધર્મશાસ્ત્રોનો સારો પરિચય ધરાવે છે; કે
ઈમાં નવા જમાનાની કિ ઠીક સમજ જોવામાં આવે છે, કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com