________________
તે શાસ્ત્રવિહિત છે એટલા કારણે જ આપણે તેના ગુણદોષની વિવક્ષામાં ઉતરવાની ના પાડીએ છીએ. આજના વિજ્ઞાને આપણું એટલી બધી માન્યતાઓ ખોટી પાડી દીધી છે અને આજના સમાજશાએ, નીતિશાએ, માનસશાસે તેમજ જાતીયવિજ્ઞાને આપણું નૈતિક તેમજ સામાજિક ઘેરણે અને તોલમાપમાં એટલા બધા ફેરફાર કર્યા છે કે ભૂતકાળની કોઈપણ બાબતને આપણે એકાન્ત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકીએ તેમ છીએ જ નહિ. આપણું જૈનધર્મના અનેકાન્ત દર્શનને મનુષ્ય જીવન ઉપર લાગુ પાડતાં આજ વિચાર આપણને ફલિત થાય છે. પણ આપણે અનેકાનદર્શન આજે તત્ત્વની ચર્ચામાં અને વિતંડાવાદમાં આવીને ભરાયું છે. તેનાથી આપણામાં આવવી જોઈતી ઉદારતા અને ધર્મ તથા સમાજના વ્યવહારને કાળે કાળે બદલતા રહેવાની કુશળતા આજે કયાંય દેખાતી નથી એ ભારે શોચનીય છે. સવતોમુખી વિચારણાની જરૂર
આ રીતે પ્રચલિત એટલા કારણે જ આદરણુય એ ગાંઠ છેડયા બાદ આપણે દરેક પ્રશ્ન ઉપર સ્વતંત્ર રીતે વિચાર કરતાં શિખવું જોઈએ; અને બને તેટલા ઉંડા તેમ જ વિશાળ અભ્યાસ
અને અવલોકનની મદદ દ્વારા આપણા લાંબા કાળથી બંધાયેલા વિચારો અને અભિપ્રાયોનું બારીક પૃથક્કરણ કરતા રહેવું જોઈએ. અને દરેક બાબતના મૂળ સુધી પહોંચવાની ટેવ કેળવવી જોઇએ. આ રીતે પ્રાપ્ત થતા નિણાને બહારનું ગમે તેટલું દબાણ ન ફેરવી શકે એટલી દઢતા આપણામાં હેવી જોઈએ. ઉગ્ર કાર્યપદ્ધતિ વિના સુધારણા અશકય છે.
આપણી સુધારાને આગળ વધારવાની રીત બહુ ઋજુ હેય છે; આપણે બને ત્યાંસુધી સમજાવીને કામ લેવામાં માનીએ છીએ અને મતભેદ પડે ત્યાં ગમે તેવી પતાવટ કરી ઝગડાને હાલ તુરતને માટે નિકાલ લાવવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. પરિણામ એ
આવે છે કે આપણે વાતો અને પ્રયત્ન ઘણું ખરું વંધ્ય બને છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com