________________
૧૩
ત્રીજો પ્રકાર એવો પણ જોવામાં આવે છે કે જેને સમાજ ઉચે ચઢે કે નીચે પડે તેની બહુ પરવા જ હોતી નથી, પણ કાં તે મહત્તાકાંક્ષા ખાતર અથવા મોજ ખાતર અવારનવાર જાહેર જીવનમાં આગળ આવવું, ઉદ્દામ વિચારો રજુ કરવા, લોકેમાં ખળભળાટ મચાવવા અને પાછા પોતાના ખુણામાં સંતાઈ બેસવું; આવી તેમની જીવનલીલા હોય છે. આવા માણસો બે ઘડી લોકોને મુગ્ધ કરે છે પણ તેમને સમાજ ઉપર કદિ કાબુ જામી શકતો જ નથી. આપણું સુધારાના કાર્યને સૌથી પાછળ ધકેલનાર તો એ છે કે આપણામાંના કેટલાક વિચાર અને વર્તનનો મેળ જાળવી શકતા નથી; મોટી મોટી વાતો કરીને ખરે પ્રસંગે ખરી પડે છે; અને માતપિતા, વડિલો અને સમાજના દબાણ સામે પોતાના વિચારને વળગી રહેવાની તાકાત દાખવી શકતા નથી. આપણું સૈન્ય આવું વિવિધરંગી (ઈને આપણે બહુજ ઓછું આગળ વધી શકીએ છીએ.
આપણને ખરેખર આગળ વધવું હોય અને જે કાતિનું દર્શન આજે આપણને થઈ રહ્યું છે તેની સમીપ પહોંચવાની આપણને ખરેખર તમન્ના હોય તો કેટલીક બાબતે આપણે બરાબર સમજીને અારમાં ઉતારી લેવી જોઇએ. ત્રિકાળાબાધિત વ્યવસ્થા જેવું કાંઈ છે જ નહિ
પ્રથમ તે આપણે એ બુદ્ધિપૂર્વક પ્રહણ કરી લેવું જોઇએ કે એવી કઈ સામાજિક અથવા ધાર્મિક પ્રથા, રૂઢિ કે વ્યવહારપદ્ધતિ છે જ નહિ; કે જેનું ઔચિત્ય ત્રિકાળાબાધિત હોય અને જેમાં કોઇ પણ કાળે કશાયે ફેરફારને અવકાશ જ ન હેય. આપણામાં પુરાણપ્રિયતા એટલી બધી ઉડી છે અને શાસ્ત્રાધારને આંખો બંધ કરીને સ્વીકારી ચાલવાની આપણને એટલા લાંબા વખતથી ટેવ પડેલી છે કે અમુક પ્રણાલિકા બહુ પુરાણ છે અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com