________________
૧૨
એક અભાવે થતી અને નાના અને
બીજા અધકચરા સુધારક એ છે કે જેમની દષ્ટિ દરેક વિષયને પહોંચવા પ્રયત્ન કરે છે અને જેમને દરેક બાબતમાં નાનું સરખું આગળ પડતું પગલું સુચવવાનું હોય છે; પણ પછી તેઓ ત્યાં જ ચીટકીને બેસે છે અને જરા પણ આગળ ખસવાની ના પાડે છે. દાખલા તરીકે તેઓ ભિન ભિન્ન વિષયોમાં આવું વલણ રજુ કરે છે – કોઈ બિચારી બાળવિધવા ન રહી શકતી હોય તો ભલે પરણે, પણ બાકીની વિધવાએને પરણવાને હક્ક આપવો ન જોઈએ. છેકરીઓને જરૂર ભણાવવી જોઈએ પણ તેમને ભણતરમાં બહુ દૂર લઈ જવી ન જોઈએ; બાળલગ્ન જરૂર બંધ કરો પણ બહુ મોટી ઉંમર સુધી છોકરા છોકરીઓને અપરિણિત રાખવાં ન જોઈએ; સ્ત્રીઓની પતિના અભાવે થતી અસહાય સ્થિતિ માટે કાંઈક જરૂર કરે પણ તેમને વારસાહક્ક આપવો ન જોઈએ; નાનાં તડ કે ઘોળ ભલે તેઓ પણ મટી જ્ઞાતિઓ બરોબર જળવાવી જ જોઈએ; અસ્પૃશ્યતા ભલે દૂર કરે પણ વર્ણવ્યવસ્થા તથા ખાનપાન અને કન્યાની લેવડદેવડની મર્યાદાઓ બરાબર સુરક્ષિત રહેવી જ જોઈએ. આવી જ રીતે ધાર્મિક બાબતોમાં તેઓનું વલણ પણ કેવળ અર્ધદગ્ધ હોય છે. સુપન કે બોલીને ઘીની આવક સાધારણ દ્રવ્ય તરીકે વાપરે પણ મંદિરના ભંડારની આવકને તે આપણુથી અડી શકાય નહિ. છોકરાઓને કેલેજમાં ભલે ભણાવો અને ઉંચા અભ્યાસ માટે પરદેશ પણ મેક પણ ખાનપાનના ધાર્મિક નિયમે તેમની પાસે ફરજીયાત પળાવે; ઉંચી કેળવણીમાં જરૂર દ્રવ્ય ખરો પણ મંદિર, મહત્સવ તેમજ ઉજભણાં એટલાં જ જરૂરી છે એ ન ભૂલો. ત્રણે વિભાગ વચ્ચે એકતા જરૂર વધારો પણ કોઈ પણ તીર્થને વગતો આપણે હક્ક જાળવવા ખાતર, અન્ય વિભાગ સાથે લડવામાં પાછા ન હઠા અને પ્રસંગ આવ્ય તીર્થની ખાતર પ્રાથનું પણ બલિદાન આપે. ગાંધીજી અને જવાહરલાલના આ યુગમાં આવા અધકચરા સુધારકે સૂર્ય પાસે પહોત જેવા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com