________________
જ નથી. સામાજિક તેમજ ધાર્મિક બાબત વિષેના ઠરાવો પણ બહુ ઢીલા અને મધ્યમ વિચારસરણિ રજુ કરતા દેખાય છે. આપણે ક્રાન્તિ, વિપ્લવ, બળવો, સામને એવા શબ્દો ખુબ વાપરીએ છીએ; પણ આપણું માનસ હજુ ક્રાતિકારનું બન્યું નથી. આપણું દિલમાં ઉંડી ધગશ અને સાચે બળવો નથી; આપણે બહુ વિચારડાહ્યા અને લાંબી લાંબી ગણતરીઓ ગણવામાં કુશળ છીએ. આપણને કેઇ પણ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાની અને મૂળમાંથી સુધારે કરવાની વૃત્તિ કે સમજણ જ હોતી નથી. આગામી ઉજજવળ ભાવીનું આપણને દર્શન જ નથી અને કવિરાધની ભડક આપણને ડગલે ને પગલે પીડયા જ કરે છે. દેવદ્રવ્યને સદુપયોગ, વિધવાવિવાહનું વ્યાજબીપણું, ત્રણ સંપ્રદાયની વ્યવહારૂ એકતા આવી સાદી સમજથી સહજ સ્વીકારી શકાય તેવી બાબતે આજે પણ આપણા માટે વિવાદ અને મતભેદના વિષયો છે અને તે બાબતની જયારે ચર્ચા આવે છે ત્યારે આપણામાંના કેટલાક ભાઈએ સમતોલ પણ રહી શકતા નથી. હજુ આપણે આવી સ્થિતિ છે.
આપણા કેટલાક સુધારકે
આ૫ણ સુધારો કેટલાક એકદેશીય હોય છે; કેટલાક અધકચરા હોય છે. એકદેશીય સુધારક એ છે કે જે એકાદ વિષયમાં એકદમ આગળ જાય છે જયારે બીજી બધી બાબતમાં તેનું વલણ સુહ રૂઢિચુસ્તનું જ હોય છે. દાખલા તરીકે કોઈ બાળદીક્ષા પ્રતિબંધના પ્રશ્ન ઉપર જ સર્વ ઉદ્ધારની આશા બાંધી ચાલે છે તો વિધવાવિવાહને જ સર્વ દર્દીના નિવારણના ઉપાય તરીકે આગળ ધરે છે. કેઈ લગ્નક્ષેત્રવિસ્તાર પુરતું જ પિતાનું માનસ વિશાળ બનાવે છે તે પણ જ્યાં ત્યાં અસ્પૃશ્યતાનિવારણને જ આગળ ધરે છે. આવી એકદેશીયતાને લીધે તેઓના વિચારોમાં કદિ એકરૂપતા કે સમપ્રમાણ દેખાતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com