________________
પડી ગયા. આ ડીલચાલમાં મુંબઇ ખાતે પ્રો. નગીનદાસ શાહે ખુબ અગ્રભાગ લીધો હતો. તેમનામાં ઉંડી ધગશ અને કાર્યશક્તિ હતી. તેમની ખોટ આજે પણ અણપુરાયલી દિસે છે. બાળદીક્ષા સામેના સમુહવિરોધ બાળદીક્ષાની પ્રવૃત્તિ ઉપર અંકુશ મુક્ય; કેટલાક સંઘોએ તેની વિરુદ્ધ ઠરાવ કર્યા; કેટલાક રાજ્યોએ પોલીસની સત્તા વાપરીને બાળદીક્ષા અપાતી અટકાવી. વડોદરા રાજ્ય બાળદીક્ષાના કાયદાથી પ્રતિબંધ કર્યો. આ રીતે આપણી યુવક પ્રવૃત્તિને આ વિષયમાં સારી સફળતા મળી. ઇ. સ. ૧૯૩૦ માં મળેલી જુનેર કેન્ફરન્સમાં પણ નવાજુનાની એક નોંધવાલાયક અથડામણી થઈ ગઈ. ઈ. સ. ૧૯૩૧ ના ડીસેમ્બર માસમાં શ્રી. મણિલાલ કોઠારીના પ્રમુખપણ નીચે સમસ્ત જૈન યુવકોની એક પરિષદ મુંબઈ ખાતે મળેલી. તેણે નક્કી કરેલા કાર્યની રૂપરેખા તરતમાં જ શરૂ થયેલા બીજા રાજકીય વિગ્રહની છાયામાં ગુમ થઈ ગઈ. ઈ. સ. ૧૯૩૪માં મુંબઈ ખાતે છે. અમીચંદ શાહના પ્રમુખપણ નીચે વેતાંબર વિભાગના જૈન યુવકોની આજના હિસાબે પહેલી પરિષદ મળી. આ પરિષદમાં વિધવાવિવાહ, દેવદ્રવ્ય, લગ્નક્ષેત્રવિસ્તાર, અસ્પૃશ્યતા વિગેરે બાબતિમાં કેટલાક આગળ પડતા ઠરાવો થઈ શક્યા. તે પરિષદના ઠરાવ અનુસાર મહાવીર જૈન સમાજ' નામની એક લગ્નક્ષેત્ર વિસ્તારને લગતી યોજના કેટલાક માસથી રેનસમાજ સમક્ષ રજુ કરવામાં આવી છે. આજે પાછા બે વર્ષના ગાળે આપણે હવે શું કરવું તે વિચારવા અને નક્કી કરવા આપણે ફરીને મળીએ છીએ. , અત્યાર સુધીની યુવક પ્રવૃત્તિ શું સુચવે છે? -
અત્યાર સુધીની આપણી યુવક પ્રવૃત્તિને આ ટૂંક સાર છે. આ ઉપરથી માલુમ પડશે કે આપણું પ્રવૃત્તિ હજુ સુધી બહુ સંકુચિત ક્ષેત્રને અને પ્રમાણમાં બહુ નાના પ્રશ્નને વળગીને ચાલી
છે. સામાજિક પ્રદેશને તો હજુ સુધી આપણી પ્રવૃત્તિ બહુ સ્પશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com