________________
અત્યાર સુધીની જૈન યુવક પ્રવૃત્તિ
આ દર્શન અને આ દિશાસૂચનને બરાબર ધ્યાનમાં રાખીને હવે આપણી પરિષદના પ્રસ્તુત કાર્યક્ષેત્રને વિચાર કરીએ. ખરી રીતે સૌથી પહેલી જૈન યુવક પરિષદ ભાવનગર મુકામે સદ્દગત પ્રો. નગીનદાસ જ. શાહના પ્રમુખપણ નીચે ઇ. સ. ૧૯૨૪માં મળી હતી. ત્યારથી આપણે ત્યાં યુવક પ્રવૃત્તિને ખરે પ્રારંભ થયો ગણાય. આ પહેલાં પણ કોઈ કોઈ સ્થળે યુવક ઉભા થયા હતા, પણ તેનું કાર્ય બહુ નજીવું હતું. તે પરિષદના ઠરાવો સાથે મુંબઈમાં ભરાયેલી છેલ્લી પરિષદના ઠરાવોની સરખામણી કરતાં આટલાં વર્ષોમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તેનું કીક માપ આપણા હાથમાં આવે છે. સામાજિક તેમજ ધાર્મિક એવી ઘણી બાબત છે કે જે સંબંધમાં તે વખતે આપણા વિચારે સંદિગ્ધ હતા અને આપણું ઠરાવો બહુજ મગમ અને નરમ હતા. કેવળ ધર્માધતાને ફેલાવતા વીરશાસન પત્રની સામે ત્યાર બાદ ખુબ હીલચાલ શરૂ થઈ; સ્થળે સ્થળે યુવક સ્થપાવા લાગ્યા; છાપાઓ અને પત્રિકાએ દ્વારા સાધુઓ સાથે એક પછી એક અથડામણે ઉભી થવા લાગી. મુનિરામવિજયજી (આધુનિક વિજયરામચંદ્રસૂરિ!) તે વખતથી જ ખુબ પ્રકાશમાં આવ્યા. ઉમ્મર નાની છતાં ઝનુન ઘણું, એટલે તેમની વાણું પણ જેરવાળી બનતી ગઈ અને જુના વિચારના વર્ગો ઉપર તેમનું સામ્રાજ્ય વધતું ગયું. તેઓ ઈ. સ. ૧૯૨૯માં મુંબઈ આવ્યા. બાળદીક્ષાના પ્રશ્ન ઉપર ચતરફ ભારે રસાકસી જામી. નાનાં છોકરાઓને માબાપથી છુપી રીતે ભગાડવાને તેમજ ભેળવીને દીક્ષા આપવાને જે સાધુઓને વ્યવસાય તો કેટલાંય વર્ષોથી ચાલ્યા કરતો હતો; પણ રામવિજયજીએ આ અનિષ્ટ પ્રવત્તિનું ખુબ જોસથી સમર્થન કરવા માંડયું. બીજી બાજુએ શહેર શહેરના યુવક સોએ તે સામે ચોતરફથી બળવાન હીલચાલ ઉપાડી. આ મતભેદ ઉપર ગામેગામ અને શહેર શહેર બે ભાગલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com