________________
જોઈએ તેને આપણને સ્પષ્ટ ખ્યાલ રહે; આપણું અંગત પ્રશ્નાને પણ વિશાળ ભાવનાઓ અને કલ્પનાના ધોરણે વિચારી શકીએ અને આપણે કોઈપણ કાળે દેશહિતના ભોગે કોયને સ્વાર્થ સાધવાની સંકુચિત મનોદશાના બેગ બનવા પામીએ નહિ. આ ધારણ આપણે સ્વીકારીએ તો જ આવી કોમી પ્રવૃત્તિની કાંઈક ઉપગિતા છે. બીજા રણે ચાલતી કોમી પ્રવૃત્તિઓ ઘણી વખત દેશહિતની દ્રોહી બને છે એ આપણો ચાલુ અનુભવ છે. રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે વફાદારી
આપણે કઈ પણ કેમ, જ્ઞાતિ કે ધર્મના હેઇએ પણ એક બાબતમાં આપણે સર્વ મળતા છીએ.દેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય એ આપણું સર્વનું સમાન ધ્યેય છે એ બાબત ભારપૂર્વક જણાવવા ખાતર આવી દરેક કોમી પરિષદે સૌથી પ્રથમ આપણું દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે મથતી રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે વફાદારી અને તેના કાર્ય પ્રત્યે અનુમોદન જાહેર કરવાં જ જોઈએ. આવી પરિષદમાં એક કાળે આપણે અંગ્રેજી શહેનશાહ પ્રત્યે વફાદારીનું મંગળાચરણ કરીને આગળ વધતા. આજે આપણે શહેનશાહને તે ભુલાતા જઈએ છીએ પણ તેટલું બસ. નથી. કોમી ભેદ ઉ૫ર આપણે ત્યાં સરકારી સત્તા નિર્ભર થઇ બેઠી છે. અમે એક કેમના સભ્યો એકત્ર થયા છીએ છતાં અમારું દષ્ટિબિન્દુ કમી નથી એ આપણે મેરે દાવે છે. આ ઉંચું રણ જાળવી રાખવા ખાતર તેમજ રાષ્ટ્રીય મહાસભાને બને તેટલી સબળ બનાવવા ખાતર આપણે તે મહાન સંસ્થાને બનતે સહકાર આપવો એ આપણી ખાસ ફરજ બને છે. આપણે દરેક યુવકપરિષદ આ પ્રથાને અનુસરતી આવી છે અને ભવિષ્યમાં પણ આ પ્રથાને બરાબર વળગી રહેવામાં આવશે એમ હું આશા રાખું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com