________________
જોઈએ. શરીરવિકાસ અને બળવૃદ્ધિને પોષનારી ઠેર ઠેર પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઈએ અને આપણું પ્રગતિને રોધ કરતી અને આ પણી નિર્બળતાને પિવતી સામાજિક તથા ધાર્મિક રૂઢિઓને તેમજ માન્યતાઓને જેમ બને તેમ જલદીથી તિલાંજલિ આપવી જોઈએ. સ્વદેશી એ પરમ ધર્મ અને જોઈએ અને લોકસેવા એ આપણે ચાલુ વ્યવસાય થઈ પડવો જોઈએ. દેશભરમાં વ્યાપી રહેલી નિરક્ષરતા આપણે બનતી ત્વરાએ ટાળવી જોઈએ અને રાષ્ટ્રીય અસ્મિતાનું ભાન તરફ પુરા જેસથી ફેલાવવું જોઈએ. સ્વરાજ્ય અને કોમી પ્રવૃત્તિ
આ આપણું ભાવી છે અને તેને પહોંચી વળવાના આ કેટલાક માર્ગો છે. આ દિશાએ આપણું દેશમાં અનેક પ્રયત્ન ચાલી રહ્યા છે. જુદા જુદા પ્રશ્નોને ચિત્તવવા જુદી જુદી પરિષદો મળે છે અને તેમાં થતા નિર્ણય મુજબ અનેક સમુહપ્રવૃત્તિઓ ઉભી થાય છે. કેટલાંક વર્ષથી આપણા દેશમાં યુવકપ્રવૃત્તિ શરૂ થઇ છે. તેનું ક્ષેત્ર મુખ્યત્વે કરીને સામાજિક પ્રશ્નોને હાથ ધરવાનું હોય છે. ધાર્યા સુધારા અમલમાં મુકાવવા માટે તેમજ કોઈ અઘટિત સામાજિક બનાવ બનતા અટકાવવા માટે આજના યુવકો સત્યાગ્રહ, ચેકી, એકાએક આક્રમણ જેવા ઉગ્ર પ્રયત્નો પણ હાથ ધરવા લાગ્યા છે. જુદી જુદી કોમો, જ્ઞાતિઓ અને સંપ્રદાયના યુવક પણ એકત્ર થયા લાગ્યા છે અને પ્રજાવિકાસની રોધક રૂઢિઓ અને ધાર્મિક માન્યતાઓ સામે જેસબંધ પ્રહારો કરવા લાગ્યા છે. અહીં એકત્ર થયેલા જૈન યુવકની પરિષદ પણ આવા જ પ્રકારની છે. ભાવી ઘટનાના ઘેરણે જ આપણને લાગતા વળગતા પ્રશ્નો ૫રત્વે નિર્ણય થવા જોઈએ; તેથી હું આપણા દેશના ભાવીની કેવી કલ્પના ધરાવું છું તેનું ચિત્ર આપની સમક્ષ મેં રજુ કર્યું છે. ચિત્રના આધારે આપણે ચાલીએ તે આપણું કલ્પનાસ્થિત સ્વરાજ્ય નિપજાવવા આજે આપણે વિભાગમાં રહીને આપણે શું શું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com