________________
છે. સાધુસંન્યાસીના વેશ પાછળ આપણી પ્રજા માંડી છે. આ માહિનીમાંથી લોકોને મુકત કરવા જોઈએ. વેશ પલટવાથી માણસ પલટાતો નથી અને ઉંચી કક્ષાએ પહોંચવાના અભિલાષી મુમુક્ષુને ભાવ વેશ બદલવાની જરા પણ જરૂર નથી આ વાત જનતાના ચિત્ત ઉપર ઠસાવવી જોઇએ. વળી ત્યાગી સંન્યાસીના વેશ નીચે જે નાટકે ભજવતાં હોય અને જે અપકૃત્ય અને પાખડે ચાલતાં હોય તે પણ આપણે ખુલ્લા પાડતાં રહેવું જોઈએ. આમ કરવાથી પ્રજાની એક કાળે જરૂર આંખ ઉઘડશે અને વેશને છોડીને ગુણને શોધતી થશે.
સાધુજીવનની રૂઢ કલ્પનાઓનું સંશોધન
જગતભરનું કલ્યાણ સાચા સાધુઓ ઉપર નિર્ભર છે એમાં જરા પણ શંકા નથી. પણ આજે સાધુજીવનને લગતી જે કલ્પના કેટલાય કાળથી રૂઢ થયેલી છે તે નવા વિચાર અને દષ્ટિ સાથે બંધ બેસતી નથી. એક કાળ એ હતું કે કોઈ માણસ સંસાર છોડીને આત્મસાધના કરવા ચાલી નીકળતો તે સમાજ તેનું ભરણુ પિષણ રાજીખુશીથી કરતો. આ ભાવના આજે રહી નથી. કારણ કે અનુભવથી માલુમ પડ્યું છે કે આવી ખરી આત્મસાધના કરનાર હજારમાંથી કોઈ એક નીકળે છે, જ્યારે નવસે નવાણું તો કેવળ પ્રમાદી જીવન જ ગાળતા હોય છે. આજે સમાજ તેને જ પોષવાને તયાર છે કે જે સમાજને બદલામાં ખુબ સેવા આપવા માંગતો હેય. સાથજીવનની કલ્પના સાથે સમાજ સેવાનો ખ્યાલ ગાઢ રીતે જેuતો જાય છે, અને તેથી કેવળ ત્યાગી મુમુક્ષને પાળવા પોષવા આજની સમાજ તૈયાર નથી. વળી આપણું સાંપ્રદાયિક સાધુજીવન પણ કેટલાક વિચિત્ર ખ્યાલો ઉપર રચાયેલું છે-જૈન સા વીશ વણા કયા પાને; કેઈપણ પ્રકારના પરિગ્રહથી સદા દૂર રહે; કોઈ સાધનસમારંભમાં પડે નહિ; જે કે તેમની પાસે આવે તેને ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com