________________
૨૨
સાથે જ જ નથી તે ઘરના બધા જ
આપે; કશો આદેશ કરે નહિ. ભિક્ષા માગીને જ પોતાના જીવનને નિર્વાહ કરે. આમાંના કેટલાક નિયમો એટલા બધા અવ્યવહારૂ છે કે આજના સાધુઓ ગમે તેવો દાવો કરે એમ છતાં પણ તે નિયમ પાળી શકાતા જ નથી; કેટલાક નિયમો એવા છે કે જેનું પાલન સાધુ જીવનનું સ્વાતંત્ર્ય કરી લે છે અને તેની ઉપયોગિતા કમી કરી નાખે છે. ભિક્ષા પણ આજે પૂર્વકાળની માફક સન્માનિત પ્રવૃત્તિ રહી નથી અને શિક્ષકોને સમાજ આદરભાવથી જેતે નથી. આ બધું જોતાં આપણા સાંપ્રદાયિક સાધુજીવનની કલ્પનાઓ પણ આજે મૌલિક સંશોધન માંગે છે. ધાર્મિક પ્રવૃત્તિ અને કાયદાનું અનુશાસન.
જ્યારે વડોદરા રાજ્ય બાળદીક્ષા પ્રતિબંધક નિબંધ જાહેર ચર્ચા માટે રજુ કર્યો ત્યારે તરફથી એક એવી બૂમ ઉઠાવવામાં આવી હતી કે આપણે અંદર અંદર મળીને ગમે તેવા ફેરફાર કરીએ; પણ કોઈ રાજ્ય ધર્મની બાબતમાં હાથ નાખે તેને તો આપણે એક કોમ તરીકે બને તેટલો વિરોધ કરે જ જોઈએ. અને આને લીધે પણ કેટલાક બાળદીક્ષાના વિરોધી લોકોએ એ ઉપયોગી નિબંધ પ્રત્યે પ્રતિકુળતા દાખવી હતી; તેથી આ બાબત પણ વિચારની ચોખવટ માંગે છે. ધર્મની બાબતમાં વચ્ચે પડાય જ નહિ એવું અંગ્રેજ સરકારે આપણું મગજમાં ભૂત ઉભું કર્યું છે અને આપણી ભોળી પ્રજા તે ધોરણના વ્યાજબીપણાને સ્વીકારે છે; પણ આપણું આખું સામાજિક બંધારણ ધર્મના ખ્યાલો સાથે એટલું બધું જોડાયેલું છે અને આપણી કેટલીએ સામાજિક બદીઓ અને અમાનુષી રીતરીવાજો ધર્મના ઢાંકણ નીચે પ્રજાજીવનને એટલું બધું કોતરી રહ્યા છે કે જે રાજ્ય પદ્ધતિ પ્રજાના હિત અને વિકાસને ધ્યાનમાં રાખી ચલાવવામાં આવતી હોય તેને કહેવાતી ધાર્મિક બાબતોમાં હાથ નાખ્યા સિવાય છુટકે જ નથી. જે સરકાર આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com