________________
વિજ્ઞાન તથા ઉદ્યોગમાં આગળ વધેલા દેશે આપણું પરાધીન દશાને લાભ લઇને દેશનું નિરંતર દ્રવ્યશોષણ કરી સ્યા છે. આમાંથી બચવાને પ્રયત્ન આપણે શરૂ કરીએ, નહિ તો પરિણામે દુર્દશાના ગર્તમાં આપણે ડુબી જઇએ. તેથી આપણું સર્વ પ્રવૃત્તિઓ અને પ્રયત્નોના અન્તિમ ધ્યેય તરીકે સ્વરાજ્યને આદર્શ રજુ કરવામાં આવ્યું છે. સ્વરાજ્ય એટલે આપણું દેશમાંથી પરદેશી સત્તા દૂર થવી અને આપણા દેશનું સર્વતંત્ર આપણને સ્વાધીન થવું. આ કલ્પેલું સ્વરાજ્ય કયા પ્રકારનું હશે તેની આજે ચક્કસ કલ્પના આવવી મુશ્કેલ છે; પણ પરદેશી પ્રજાઓના આક્રમણથી દેશનું રક્ષણ કરવું અને દેશમાં વ્યાપી રહેલા દારિદ્રયનું નિવારણ કરવું એ આગામી સ્વરાજ્યને મુખ્ય આશય રહેવાને. તે સ્વરાજ્યમાં આજના દલિતો નહી હૈય; વ્યની અસમ વહેચણ નહી હોય; નાના નાના વર્ગોમાં આપણને વહેચી નાંખતી અને સમૂહબળને છેદી નાંખતી જ્ઞાતિઓ નહી હેય; વ્યક્તિના વિકાસ અને સ્વાતંત્ર્યને ખોટી રીતે રૂંધતી રૂઢિઓ, કથાઓ અને પ્રતિબંધને નાશ થયો હશે; ખેડુત અને મજુરાને સદા કચડતી સ્થિતિને અન્ન આવ્યો હશે; સ્ત્રીવર્ગ પંગુ અને પરાધીન મટી સશક્ત અને સ્વતંત્ર બન્યો હશે અને પુરૂષ વર્ગની સમાનકક્ષાએ પહોંચી ગયો હશે; વંશપરંપરાના સત્તાધારીઓની સત્તા નાબુદ થઈ હશે. માત્ર જન્મના કારણે મળી જતી આર્થિક કે સામાજિક સર્વોપરીતાને નાશ થયે હરો; દેશભરમાં ઠેરઠેર જ્ઞાનપ્રદીપ પ્રગટયા હશે; દેશના ઉદ્યોગો ઉપર રાજ્યનું સીધું નિયામકતઆવવાથી આજની બેકારી અને અતિનિષ્પજત્વનો અને આવ્યો હશે. ભિન્ન ભિન્ન ધર્મોની આગામી કાળમાં શું સ્થિતિ હશે તે હજુ કલ્પી શકાતુ નથી; પણ આજની ધર્મસંસ્થાઓ આપણને સામાજીક બાબતોમાં બને તેટલા પછાત રાખવાનું અને પરસ્પર લડવાની જ પ્રેરણા આપવાનું કામ કરે છે. તે પરિસ્થિતિ ઉપર જબરદસ્ત અંકુશ મુકાવાના જ; અનેક ધાર્મિક બાબતો કાયદાના અનુશાસન હેઠળ આવવાની; મંદિરો અને મૂર્તિઓ પાછળ વેરાતા અનર્ગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com