Page #1
--------------------------------------------------------------------------
________________
૨૪)
થી આહાવીર સ્વામી
Page #2
--------------------------------------------------------------------------
________________
S
નમસ્કાર મહામંત્ર મહિમા - સમરો મંરા ભલો નવકાર,
- એ છે ચૌદ પૂર્વનો સાર; એના મહિમાનો નહિ પાર,
એનો અર્થ અનંત અપાર. ૧ સુખમાં સમરો, દુઃખમાં સમરો,
ન સમરો દિન ને રાત; જીવતા. સમરો, મરતાં સમરો,
- સમરો સૌ સંગાથ. ૨ જોગી સમરે ભોગી સમરે,
સમરે
રાજા : દેવો સમરે, દાનવ સમરે,
સમરે સો નિશ ક. ૩ અડસઠ અક્ષર એના જાણો,
અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ
દાતાર. ૪ નવ પદ એના નવનિધિ આપે,
ભવોભવનાં દુઃખ કાપે; "ચંદ્ર" વચનથી હૃદયે વ્યાપે,
પરમાતમ પદ આપે.૫
Page #3
--------------------------------------------------------------------------
________________
પાણીના રતqનાવલી
૨૪
(શ્રી મહાવીર સ્વામી ભગવાન)
: પ્રાપ્તિ સ્થાન : શ્રી હસમુખભાઈ ચુડગર ૨૦૨-૨૦૩, ચીનુભાઈ સેન્ટર,
અમદાવાદ-૩૮૦૦૦૯
પ્રત : ૧૦૦૦ મુલ્ય : શ્રદ્ધા ભક્તિ
Page #4
--------------------------------------------------------------------------
________________
કિંચિદ કથના પરમાત્મભક્તિ એ આત્માને પરમાત્મા સાથે એકાકાર થવાનું અમોધ સાધન છે... માણસ એકલો એકલો બોલે તો કોઈક ગાંડો ગણે પણ જો એકલો એકલો ગાતો હોય તો મસ્તીમાં મસ્ત કહેવાય... શાસ્ત્રીય રાગ અને પ્રાચીન કૃતિઓ બે વસ્તુનો મેળાપ ભક્તને પરમાત્મભક્તિમાં રસતરબોળ કરી દે છે... "ભક્તિરસઝરણા” પુસ્તકમાંથી જુદા જુદા પૂર્વ પૂજયોના સ્તવનોનો સંગ્રહ શ્રી સંઘના સદુપયોગ અર્થે, પરમાત્મભક્તિ માટે પ્રકાશિત કરતાં અનેરો આનંદ અનુભવું છું આ નિમિત્તે પરમાત્મા મારા હૃદયમાં વસે અને પરભવમાં મને વહેલા મળે...
પં.નંદીભૂષણવિજયજી મ.
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
છે
જ
દ
m
ચૈત્યવંદન
ક્ત
પાના નં. ઉર્દૂ લોક દશમા થકી
શ્રી વીરવિજયજી સિધ્ધારથ સુત વંદીએ
શ્રી પદવિજયજી સુદિ આષાઢિ છઠ દિવસે
શ્રી જ્ઞાનવિમલજી સ્તવન
ક્ત
પાના ન. દીન દુઃખીયાનો તું છે બેલી શ્રી જ્ઞાનવિમલજી વીર વહેલા આવો રે
શ્રી વીરવિજયજી સિધ્ધારનારે નંદન વિનવું શ્રી વિનયવિજયજી ગિરૂઆરે ગુણ તુમ-તણા
શ્રી યશોવિજયજી મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો શ્રી ઉદયરત્નવિજયજી વીરજી સુણો એક વિનંતી મોરી શ્રી જ્ઞાનવિજયજી “ , ચઉમાસી પારણું આવે
શ્રી શુભવીરવિજયજી . વીરજીને ચરણે લાગું
શ્રી આનંદઘનજી દુઃખ ટળિયાં મુખ દીઠે
શ્રી યશોવિજયજી આજ જિનરાજ મુજ કાજ સીધાં શ્રી યશોવિજયજી
૧૨ પરમેશ્વર પદ જેહને છાજે શ્રી ભાણવિજયજી
૧૩ તું મન માન્યો રે વીરજી
શ્રી આણંદવર્ધનજી
૧૪ ત્રિશલાનંદન ચંદન શીતલ શ્રી લક્ષ્મીવિમલજી
૧૫ શાસન-નાયક સાહિબ સાચો શ્રી માનવિજયજી
૧૬ વર્ધમાન-જિનવરને ધ્યાને શ્રી જ્ઞાનવિમલસૂરિ
૧૭ વર્ધમાન પ્રભુ વંદીયે
શ્રી ભાવવિજયજી
૧૧
૧
?
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્તવન
પાના નં.
૧૯
૧૯
૨૧
2
૨૫
૨૬
ર
૭
મન માન્યો મહાવીર સુગુણ ! સ-સનેહા ! વીરજી સિદ્ધિ શિરોમણિ સુરતિ સુંદર આવ ! આવ રે ! માહરા મનડા વંદો વીરજિનેશ્વર-રાયા વીર-જિણંદ જગત ઉપગારી સકળ ફળ્યા સહી માહરાજી દુર્લભ ભવ લહી દોહલો રે આજ સફળ દિન માતરોએ ચરણ નમી જિનરાજના રે વીરજી ઉભો મદ મોડી નિરખી નિરખી સાહિબકી વંદું વીર જિનેસરરાયા ચરમ નિણંદ ચોવીશમો વીર-જિસેસર પ્રણમું પાયા આજ મ્હારા પ્રભુજી ! સાહમું વીર જિર્ણોસર વંદીએ સમવસરણ શ્રી વીર બિરાજે આજ મારે સુરતરૂ ફળિયો સાર શાસનનાયકસો અબ મેરી મુજરો લ્યોજી સિદ્ધારથ દારક
શ્રી હરખચંદજી શ્રી નવિજયજી શ્રી ઋષભસાગરજી શ્રી ઉદયરત્નજી શ્રી જિનવિજયજી શ્રી જિનવિજયજી શ્રી હંસરત્નજી શ્રી મોહનવિજયજી શ્રી રામવિજયજી શ્રી રામવિજયજી શ્રી કાંતિવિજયજી શ્રી ન્યાયસાગરજી શ્રી ન્યાયસાગરજી શ્રી પદ્મવિજયજી શ્રી પદ્મવિજયજી શ્રી વિજયલક્ષ્મી સૂરિ શ્રી કીર્તિવિમલજી શ્રી દાનવિમલજી શ્રી વિનીતવિજયજી શ્રી અમૃતવિજયજી શ્રી પ્રમોદસાગરજી
૩૧
૩૧
૩૨
33
३४
૩૫
૩૬
'
૩૮
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્તવન
પાના નં.
૩૯
४०
૪૧
૪૨
૪૩
४४
૪૫
૪૬
४७
४८
શ્રી વીરજિન કેવળ નાણી શ્રી ભાણચંદ્રજી જિન માહરા રે ! શ્રી મહાવીરજી રે શ્રી ખુશાલમુનિજી શાસનપતિને વંદના, હોજયો શ્રી ચતુરવિજયજી તાર હો તાર પ્રભુ! મુજ સેવક શ્રી દેવચંદ્રજી વધતી વેલી મહાવીરથી
શ્રી જીવણવિજયજી ગાયા ગાયા રે
શ્રી જીવણવિજયજી શાસન-નાયક સુંદરે
શ્રી દાનવિજયજી કોડી-ગમે ગુન્હો કર્યાજી
શ્રી મેઘવિજયજી વીર-જિનેસર ! સુણ મુજ સ્વામી શ્રી કેશરવિમલજી ગોયમ કહઈ સુણો વીરજી રે શ્રી કનકવિજયજી સિદ્ધારથ-કુલ કમલ-દિણયર શ્રી રૂચિરવિમલજી મહાવીર જિનરાજજી ! પ્રભુ શ્રી ભાવપ્રભસૂરિ * ગાયો ગાયો રે મેં ત્રિશલા-નંદન શ્રી કીર્તિવિમલજી ચોવીશમો શ્રી મહાવીર સાહિબ શ્રી રતનવિજયજી ચોવીસ–જિનેસર ભુવન-દિનેસર પ્રભુ મારા પરમ-કૃપાલ
શ્રી માણેકમુનિ ત્રિશલા-નંદન વંદિયે રે
શ્રી દિપવિજયજી મહાવીરુ જિણવર ચઉવીસમલજી શ્રી ધર્મકીર્તિગણિ ઇમ સુખકારી વિઘન વારી હું તુમ પૂછું રે પરમગુરૂ
શ્રી સ્વરૂપચંદજી વીર વડ-ધીર મહાવીર મોટો પ્રભુ શ્રી જશવિજયજી
૪૯
૫૦
૫૧
૫૨.
૫૩
૫૫.
૫૬
૫૭
પ
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્તવન
જિન ભગતિ જાણી ગુણખાણી વંદો વી૨-જિનેસ૨-રાયા મનમેં નિરમલ ભાવ ગહી હાં રે વાલો ! વીર-જિજ્ઞેસર
મેં જાણ્યું નહિ ભવ-દુઃખ સાહિબ ધ્યાયા મનમોહના ના રે પ્રભુ ! નહીં માનું જગપતિ ! તું તો દેવાધિદેવ
સિદ્ધારથ રાયકુંલ તિલોએ વી૨ જિનેસ૨ સુણ મુજ સ્વામી રૂડી ને રઢિયાલી રે ચરમ-જિણેસર વિગત કરુણા-કલ્પલતા શ્રી મહાવીરની રે શ્રી વર્ધમાન જિનરાજીઆ રે સમરીય સરસતી વરસતી સુણ સુગુણ સનેહી રે સાહિબા
થોય
જય જય ભવિ હિતકર
વીરં દેવં નિત્યં વંદે
મહાવીર જિણંદા, રાય વીર જગતપતિ જન્મજ થાવે
ર્તા
શ્રી જ્ઞાનવિમલસૂરિજી
શ્રી ગુણવિલાસજી
શ્રી જગજીવનજી
શ્રી જિનહર્ષજી
શ્રી યશોવિજયજી
શ્રી રામવિજયજી
શ્રી ઉદયમુનિ
શ્રી વિનયવિજયજી
શ્રી કેસરવિજયજી
શ્રી પદ્મવિજયજી
શ્રી આનંદઘનજી
શ્રી જ્ઞાનવિમલજી
શ્રી યશોવિજયજી
શ્રી યશોવિજયજી
શ્રી યશોવિજયજી
ર્ડા
શ્રી પદ્મવિજયજી
શ્રી વીરવિજયજી
પાના નં.
૬૧
૬૨
૬૩
૬૩
૬૪
૬૫
૬૬
૬૭
૬૮ ૬૯
૭૦
૭૧
૭૨
૭૪
૭૬
૭૯
પાના નં.
૮૧
૮૧
૮૨
૮૩
Page #9
--------------------------------------------------------------------------
________________
પણ ચેત્યવંદન વિધિ (નીચે મુજબ પ્રથમ ઈરિયાવહિ કરવી)
• ઈચ્છામિ ખમાસમણ સૂત્ર ૦ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મત્યએણ વંદામિ. ભાવાર્થ: આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદન થાય છે.
ઈરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ ૨. ગમણાગમણે ૩. પાણક્કમણે બીય%મણે હરિયર્કમાણે, ઓસાઉસિંગપણગ દગ, મઠ્ઠી મક્કડા સંતાણા સંકમણે ૪. જે મે જવા વિરાહિયા, ૫. એચિંદિયા, બે ઈંદિયા, તે ઈંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાઓઠાણું, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ ૭. ભાવાર્થ: આ સૂત્રથી હાલતા-ચાલતા જીવોની અજાણતા વિરાધના થઈ હોય કે પાપ લાગ્યા હોય તે દૂર થાય છે.
૦ તસ્સ ઉત્તરી સૂત્ર ૦ તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહિકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણે નિશ્થાયણઢાએ, ઠામિ કાઉસ્સગં. ભાવાર્થ: આ સૂત્ર દ્વારા ઈરિયાવહિયં સૂત્રથી બાકી રહેલા પાપોની વિશેષ
શુદ્ધિ થાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૦ અન્નત્થ સૂત્ર ૦ અન્નત્ય ઊસિએણે, નિસસિએણં, ખાસિએણે, છીએણ, જંભાઈએણ, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહમેહિ ખેલસંચાલેહિં, સુહુમેહિ દિઢિસંચાલેહિ ર. એવંમાઈએ હિ આગારેહિ અભગો, અવિવાહિઓ, હુજન મે કાઉસ્સગો ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણ, નમુક્કારેણ ન પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ ૫. ભાવાર્થઃ આ સૂટમાં કાઉસગ્નના સોળ આગારનું વર્ણન
તથા કેમ ઉભા રહેવું તે બતાવેલ છે. (પછી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો અને ન આવડે તો ચારે નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી પ્રગટ લોગસ્સ કહેવો)
૦ લોગસ્સ સૂત્ર ૦ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉ વિસંપિ કેવલી ૧. ઉસભામજિઆંચ વંદે, સંભવમભિસંદણ ચ સુઈ ચ; પઉમષ્પહં સુપાસ, જિર્ણચચંદપ્પણં વંદે ૨. સુવિહિ ચ પુષ્કત, સીઅલ સિજર્જસ વાસુપુજજે ચ; વિમલમણતં ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ ૩. કુંથું અરે ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઢનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ૪. એવું મએ અભિથુઆ, વિહુય રયમલા પછીણ જરમરણા; ચઉવિસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ ૫. કિત્તિય-વંદિય મહિયા, જેએ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂગબોરિલાભ, સમાણિવરમુત્તમ દિનુ. ૬. ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિય પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. ભાવાર્થ: આ સૂત્રમાં ચોવીસ તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
(પછી ત્રણ ખમાસમણ દઈ, ડાબો
પગ જમીન ઉપર સ્થાપીને હાથ જોડી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છે
કહી સકલકુશલ કહી ચૈત્યવંદન કરવું. સકલ કુશલ વલ્લિ - પુષ્પરાવર્ત મેઘો, દુરિત તિમિર ભાનું : કલ્પવૃક્ષોપમાન : ભવજલનિધિ પોત : સર્વ સંપત્તિ હેતું , સ ભવતુ સતત વ શ્રેયસે શાન્તિનાથ : શ્રેયસે પાર્શ્વનાથ :
(આ પછી પુસ્તકમાંથી ચૈત્યવંદન બોલવું)
જંકિંચિ સૂત્ર અંકિંચિ નામતિ€, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવાઈ . વંદામિ. ભાવાર્થ: આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં વિદ્યમાન નામ રૂપી તીર્થો અને જિન પ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવેલ છે.
૦ નમુત્થણં સૂત્ર ૦ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણ, ૨. પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગત્માણ, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણ, લોગપજ્જો અગરાણ. ૪. અભયદયાણ, ચકખુદયાણ, મગદયાણ, સરણદયાણ, બોદિયાણ, ૫. ધમ્મદયાણં,
Page #12
--------------------------------------------------------------------------
________________
ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણ, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટી. ૬. અપ્પડિહયવરનાણ - દંસણઘરાણ, વિયટ્ટછઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ; બુદ્ધાણં બોહાણે, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ પરૂઅ - મહંત મખય મખ્વાબાહ - પુણારાવિત્તિ - સિદ્ધિ ગઈનામધેય, ઠાણં સંપત્તાણું, નમો જિણાણે, જિઅભયાણ. ૯. જે અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. ભાવાર્થ: આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને ઈન્દ્ર
મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર બોલે છે. . • જાવંતિ ચેઈઆઈ સૂત્ર ૦
(ફક્ત પુરૂષોએ બે હાથ ઉંચા કરીને બોલવું) જાવંતિ ચેં ઈઆઈ. ઉડૂઢે આ અહે આ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ભાવાર્થઃ આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન
પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિરિઆએ મયૂએણ વંદામિ.
• જાવંત કેવિ સાહૂ સૂત્ર ૦ જાવંત કવિ 'સાહૂ, ભરોરવયમહાવિદેહે અ; સલ્વેસિ તેસિં, પણઓ, તિવિહેણ તિદંડવિયાણ .
Page #13
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ: આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણેય ક્ષેત્રમાં
| વિચરતાં સર્વે સાધુ સાધ્વી ભગવંતોને નમસ્કાર કરવામાં આવે
છે.
(નીચેનું સૂત્ર ફકત પુરૂષોએ બોલવું)
૦ નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ૦ ભાવાર્થ: આ સૂત્રમાં પંચપરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. (આ પછી આ પુસ્તકમાંથી સુંદર અને ભાવવાહી સ્તવનોના
સંગ્રહમાંથી કોઈપણ એક સ્તવન ગાવું.) (બે હાથ ઉંચા કરીને બોલવુંબહેનોએ હાથ ઉંચા કરવા નહીં)
૦ જય વીયરાય સૂત્ર ૦ જય વયરાય ! જગગુરૂ ! હોઉં મમં તુહ પભાવ ભય ! ભવનિબેઓ મગા-સુસારિઆ ઈફલસિદ્ધી.. લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઆ, પરWકરણ ચ; સુહુગુરૂનો ગો તÖયણ-સેવણા આભવમખંડા......
(બે હાથ નીચે કરીને) વારિજઈ જઈવિ નિથાણ-બંધણું વિયરાય ! તુહ સમયે ; તકવિ મમ હુજજ સેવા, ભવે ભવે તુમહ ચલણાંણ... દુફખફખઓ કમ્મક્તઓ, સમાધિમરણં ચ બહિલાભો અ; સંપજજલ મહ એ અં, તુહ નાહ ! પણામકરણેણં......૪ સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણકારણમ્;
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રધાન સર્વ-ધર્માણાં, જૈન જયતિ શાસનમ્.......૫ ભાવાર્થ આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે.
(પછી ઉભા થઈને)
• અરિહંતચેઈઆણું સૂત્ર ૦ અરિહંતચેઈઆણં, કરેમિ કાઉસગ્ગ ૧. વંદણવત્તિઓએ, પૂઅણવત્તિઓએ, સક્કારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બોહિલાભવત્તિઓએ, નિરૂવસગ્ગવત્તિઓએ ! ર સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ.૩ ભાવાર્થઃ આ સૂત્રમાં જ્યાં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.
૦ અન્નત્થ સૂત્ર ૦ અન્નત્ય ઊસિએણે, નિસસિએણે, ખાસિએણે, છીએણે, જભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિં સુહુમહિ દિસિંચાલેહિં. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુક્કમે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ ૪
(કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને) નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ (આ પછી પુસ્તકમાંથી થોય કહેવી)
Page #15
--------------------------------------------------------------------------
________________
[ શી બાવીશી બાવાદના જૂતળા
પણ શ્રી વીરવિજયજી કૃત ચૈત્યવંદન પણ ઉર્ધ્વલોક દશમા થકી, કુડપુરે મંડાણ; વૃષભયોનિ ચોવીસમાં, વર્ધમાન જિનભાણ |૧|| ઉત્તરા ફાલ્ગની ઉપન્યા, માનવગણ સુખદાય | કન્યા રાશિ પ્રસ્થમાં, બાર વરસ વહિ જાય |રા સાલ વિશાલ તરૂ તળેએ, કેવલનિધિ પ્રગટાય | વિર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય ૩
િશ્રી પદ્મવિજયજી કૃત ચૈત્યવંદન સિધ્ધારથ સુત વંદિયે, ત્રિશલાનો જાયો છે. ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો |૧| મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા . બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા //રા ખિમાવિજય જિનરાયનાએ, ઉત્તમ ગુણ અવદાત | સાત બોલથી વર્ણવ્યા, પાવિજય વિખ્યાત /all. ૧. સિંહ
૧)
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનવિમલજી કૃત ચૈત્યવંદન વિષ્ણુ
સુદિ આષાઢિ છઠ દિવસે, પ્રાણતથી ચવિયા || તેરશ ચૈત્રહ શુદિ દિને, ત્રિશલાએ જણિયા | માગશર વદિ દશમી દિને, આપ સંયમ આરાધે | સુદિ દશમી વૈશાખની, વર કેવલ સાધુ //રા કાર્તીકીસણ અમાવશીએ, શિવ ગતિ કરે ઉદ્યોત | જ્ઞાનવિમલ ગૌતમ લહે, પર્વ દીપોત્સવ હોત રૂા.
૨)
Page #17
--------------------------------------------------------------------------
________________
જી કર્તા શ્રી જ્ઞાનવિમલજી મ. પણ
(દીન દુઃખીયાનો તું છે બેલી) દીન દુઃખીયાનો તું છે બેલી, તું છે તારણહાર
.તારા મહિમાનો નહીં પાર (૨) રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર,
...તારા મહિમાનો નહીં પાર (૨) : ....૧ ચંડકોશીયો ડસીયો જયારે, દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તેં તારી, કીધો ઘણો ઉપકાર,
...તારા મહિમાનો નહીં પાર (૨) કાનમાં ખીલા ઠોક્યા જયારે, થઈ વેદના પ્રભુને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહીં વાંક લગારે, ક્ષમા આપીને તે જીવોને, તારી દીધો સંસાર,
..તારા મહિમાનો નહીં પાર. (૨) ...૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધાર વહાવે,
ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાતાપ કરતાં કરતાં, ઉપનું કેવલજ્ઞાન,
...તારા મહિમાનો નહીં પાર (૨)
૩ )
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવા કાજે, થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર તરાવે, અરજ અમારી દિલમાં ધારી, કરીએ વંદન વારંવાર
...તારા મહિમાનો નહીં પાર (૨) ....૫ Tણી કર્તા શ્રી વીરવિજયજી મ.
(વીર વહેલા આવો રે) વીર વહેલાં આવો રે, ગૌતમ કહી બોલાવો રે, દરિશન વહેલાં દીજીએ હો જી, પ્રભુ તું નિઃસ્નેહી, હું સસ્નેહી અજાણ વીર..૧ ગૌતમ ભણે ભો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો, પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો, હે પ્રભુજી તારા, ગુપ્ત ભેદોથી અજાણ વીર..૨ શિવનગર થયું શું સાંકડું કે, હતી નહિ મુજ યોગ્યતા, જો કહ્યું હોત જો મુજને, તો કોણ કોને રોકતાં, હે પ્રભુજી ! હું શું, માં ગત ભાગ સુજાણ વીર..૩ મામ પ્રશ્નનો ઉત્તર દઈ, ગૌતમ કહી કોણ બોલાવશે, કોણ સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે, હે પુન્યકથા કહી, પાવન કરો મમ કાન વીર..૪ જિનભાણ અસ્ત થતાં, તિમિર સઘળે વ્યાપશે, કુમતિ કુશિલ જાગશે વળી ને, ચોરી ચુંગલ વધી જશે, હે ત્રિગડે બેસી, દેશના દીયો જગભાણ વીર..૫
Page #19
--------------------------------------------------------------------------
________________
મુનિ ચૌદ સહસ છે તાહરે, માહરે વીર તું એક છે, ટળવળતો મને મૂકી ગયા, પ્રભુ ક્યાં તમારી ટેક છે, હે સ્વપ્નાંતરમાં ! અંતર ન ધર્યો સુજાણ.વીર. પણ હું અજ્ઞાનવાટ ચાલ્યો, ના મળે કોઈ અવસરે, હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે, હું વીર-વીર કહું, વીર ન ધરે કાંઈ કાન.વીર..૭ કોણ વીર ને કોણ ગૌતમ, ના કોઈ કોઈનું કદા, એ રાગગ્રંથી છૂટતાં, વરજ્ઞાન ગૌતમને થતાં, હે સુરતરૂસુરમણિસમ્, ગૌતમ નામે નિધાન.વીર..૮ કાર્તિક વદિ અમાસ રારો, અષ્ટદ્રવ્ય દીપક મલે, ભાવ દિપક જયોત પ્રગટે, લોક દીવાલી ભણે, હે વીરવીજયના, નરનારી કરે ગુણગાન.વીર.૯
કર્તા પૂ. શ્રી વિનયવિજયજી પણ
(ભોલુડા રે હંસા – એ દેશી) સિધ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર ભવ-મંડપમાં રે નાટક નાચીઓ, હવે મુજ દાન દેવરાવ સિધ્ધા
હવે મુજ પાર ઉતાર. –સિધ્ધા(૧) ત્રણ રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ દાન દિયતા રે પ્રભુ કોસર કિસી,આપો પદવી રે આપ –સિધ્ધા (૨) ચરણ-અંગુઠે રે મેરૂ કંપાવીયો, મોડયાં સુરનાં રે માન અષ્ટકર્મના રે ઝઘડા જીતવા, દીધા વરસી રે દાન––સિધ્ધા (૩).
( ૫ )
Page #20
--------------------------------------------------------------------------
________________
શાસનનાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન સિદ્ધારથનો રે વંશ દીપાવીયો, પ્રભુજી તમે ધન્ય ધન્ય–સિધ્ધા(૪ વાચક શેખર કીર્ત્તિવિજય ગુરૂ, પામી તાસ પસાય ધર્મતણા એહ જિન ચોવીસમાં, વિનયવિજય ગુણ ગાય —સિધ્ધા૰(૫
૧. અપાવ, ૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર ૩. કૌશલ=હોંશિયારી ૪. દૂર કરવું. કર્તા : ઉપા. શ્રી યશોવિજયજી
ગિરૂઆ રેગુણ તુમ-તણાં, શ્રી વર્ધમાન-જિનરાયા રે સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાએ કાયા રે-ગિરૂઆ૰(૧ તુમ ગુણ-ગણ ગંગા-જળે, હું ઝીલી નિર્મળ થાઉં રે અવર નબંધો આદરૂં, નિશદિન તો૨ા ગુણ ગાઉં રે-ગિરૂઆ૰(૨
ઝીલ્યા જે ગંગા-જળે, તે છીલ૨ જળ નવિ પેસે રે
જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે-ગિરૂઆ૰(૩ એમ અમે તુમ ગુણ૪ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે
તે કેમ પ૨સુર આદરે જે, ૫૨ના૨ી-વશ રાચ્યા રે -ગિરૂઆ૰(૪
તું ગતિ તું મતિ આશરો તું, આલંબન મુજ પ્યારો રે વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે-ગિરૂઆ૰(૫ ૧. શ્રેષ્ઠ ૨. ન્હાઈને ૩. છીછરા પાણીમાં ૪. ગુણની ચર્ચાથી
Page #21
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી ઉદયરત્નવિજયજી મ.
(મહાવીર સ્વામી રે) મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુઃખીયો અપાર; ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચઉગતિ માં બહુવાર
મહાવીર. ૧ જન્મમરણનું રે દુઃખ નિવારવા, આવ્યો આપ હજૂર; સમ્યદર્શન જો મુજને દિયો, તો લહુ સુખ ભરપુર.
મહાવીર. ૨ રખડી રઝડી રે પ્રભુજી હું આવીયો, સાચો જાણી તું એક; મુજ પાપી ને રે પ્રભુ તમે તારજો, તાર્યા જેમ અનેક
મહાવીર.૩ ના નહીં કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક; આપ કૃપાળુ રે ખાસ દયા કરી; માફ કરો મુજ વાંક.
મહાવીર.૪ ભૂલ અંનતી રે વાર આવી હશે, માફ કરો મહારાજ; શ્રી ઉદયરત્ન લળી લળી વિનવે, બાહ્ય ગ્રહો રાખી લાજ.
મહાવીર. ૫
Page #22
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી જ્ઞાનવિજયજી મ.
(વીરજી સુણો એક વિનંતી મોરી) વીરજી સુણો એક વિનંતી મોરી, વાત વિચારો તમે ઘણી રે; વીર મને તારો મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારો ને. પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજુએ ન આવ્યો છેડલો રે; તુમે તો થયા પ્રભુ સિધ્ધ નિરંજન, અમે તો અનંતા ભવ પામ્યા રે, વીર...૧ તમે અમે વાર અનંતી વેળા, રમીઆ સંસારીપણે રે; તેહ પ્રીત જો પૂરણ પાળો, તો હમને તુમ સમ કરો રે,વીર... ૨ તુમ સમ હમને યોગ્ય ન જાણો, તો કાંઈ થોડું દીજીએ રે; ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે, વીર...૩ ઈંદ્રજાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દીયો રે; અર્જુનમાળી જે ઘોર પાપી, તેહને જિન તમે ઉધ્ધર્યો રે, વીર...૪ ચંદનબાળાએ અડદના બાકુળા, પડિલાવ્યા તમને પ્રભુ રે; તેહને સાહૂણી સાચી રે કીધી, શિવ વધુ સાથે ભેળવી રે, વીર...૫ તરણે ચંડકૌશીયો ડસીયો, કલ્પ આઠમે તે ગયો રે; ગુણ તો તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સન્મુખ રહ્યો રે, વીર...૬ નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણો રે; ભેદભાવ પ્રભુ ! દૂર કરી, મુજશું રમો એ કમે કશું રે,વીર...૭ મોડા વહેલા તુમ હી જ તારક, હવે વિલંબ શા કારણે રે; જ્ઞાન તણાં ભવનાં પાપ મિટાવો, વારી જાઉ વીર તોરા વારણે રે, વીર...૮
Page #23
--------------------------------------------------------------------------
________________
કર્તા શ્રી શુભવીરવિજયજી મ.
(ચઉમાસી પારણું આવે રે) ચઉમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુલ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે.. ઉભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તોરણ બંધાવે, મેવા મિઠાઈ થાળ ભરાવે રે,
મહાવીર પ્રભુ .....૨ અરિહાને દાન જ દીજે, દેતાં જે દેખીને રીઝે; અમાસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે,
મહાવીર પ્રભુ........૩ જિનવરની સન્મુખ જાઉં, મુજ મંદિરીયે પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે,
મહાવીર પ્રભુ .......૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડીને સન્મુખ રહીશું; નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરશું રે,
મહાવીર પ્રભુ .......૫ દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજજનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે,
મહાવીર પ્રભુ ......૬ એમ જીરણ શેઠ વંદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમા ઠરતા, દેવદુંદુભિ નાદ સુર્ણતા રે,
મહાવીર પ્રભુ .............૭
Page #24
--------------------------------------------------------------------------
________________
કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાવેદનીય સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે;
મહાવીર પ્રભુ ....૮ T કર્તા: શ્રી આનંદઘનજી પી.
(રાગ-ધન્યાશ્રી) વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગું રે | મિથ્યા-મોહ-તિમિર-ભય ભાંજે, જીત નગારું વાજે રે-વીર/૧ છઉમલ્થ-વીર્ય લે શ્યા-સંગે, અભિસંધિજ-મતિ અંગે રે | સૂક્ષ્મ-ધૂલ-ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે-વીરની રા/ અસંખ્ય-પ્રદેશ વીર્ય-અસંખે, યોગ અ-સંખિત કંખે રે ! પુદ્ગલ-ગણ તિણે સુ-વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે-વીરોડા. ઉત્કૃષ્ટ-વીર્ય-નિવેશે, યોગ-ક્રિયા નવિ પેસે રે ! યોગણી ધ્રુવતાને લેશે, આતમ-શક્તિ ન બેસે રે-વીરની કામ-વીર્યવંશે; જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે ! શૂરપણે આતમ-ઉપયોગી, થાય તેહ અયો ગી રે-વીર/પા. વીરપણું તે આતમ-ઠાણે, જાણ્યું તમ-ચી વાણે રે | ધ્યાન-વિનાણે શક્તિ-પ્રમાણે, નિજ ધ્રુવ-પદ પહિચાણે રે-વીરદાદા. આલંબન–સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભોગે રે ! અક્ષય-દર્શન-જ્ઞાન-વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે-વીરll૭ના ૧. મિથ્યા મોહના અંધકારનો ભય ૨. જીતનું નગારું ૩. ઉપયોગ જન્ય ૪. ઉત્કૃષ્ટ વીર્યના સ્થાને ૫. ધ્યાનના વિજ્ઞાનથી, ૬. પોતાના ધ્રુવઃશાશ્વતઃપદ=સ્થાન મોક્ષને ૭ પર પરિણતિના ઘટાડાની સાથે આલંબન અને સાધનને જે છોડે અને અખૂટ જ્ઞાન-દર્શન વૈરાગ્યમાં લીન રહે તે આનંદથી ઘન-સંપૂર્ણ-આત્મરૂપ પ્રભુ જાગે-અનુભવતા ગમ્ય થાય (સાતમી ગાથાનો અર્થ)..
(૧૦)
Page #25
--------------------------------------------------------------------------
________________
T કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી દુઃખ ટળિયાં મુખ દીઠે, મુજ સુખ ઉપનાં રે, ભેટ્યા-ભેટ્યા વીર-જિગંદરે, હવે મુજ મન-મંદિરમાં પ્રભુ, આવી વસો રે, પામું પામું પરમાનંદરે
-દુ:ખ. (૧) પીઠબંધ' ઈહાં કીધો સમકિત વજનો રે, કાઢ્યો કાઢ્યો કચરો ને ભ્રાંતિરે, ઈમાં અતિ ઉંચા સોહે ચારિત્ર-ચંદરુઆરે, રૂડી રૂડી સંવરભાતિરે
–દુ:ખ(૨) કર્મ વિવર ગોષિક ઈહાં મોતી ઝુંબણા રે, ઝૂલઈ ઝૂલઈ ધી-ગુણ આઠરે, બાર ભાવના પંચાલી અચરય કરે રે, કોરિ કોરિ કોરણી કાઢરે
-દુઃખ(૩) ઈહાં આવી સમતા-રાણીયું પ્રભુ રમો રે–સારી સારી સ્થિરતા સેજરે, કિમ જઈ શકશ્યો એક વાર જો આવશો રે, રંજ્યા જ્યા હિયડાની હેજરે૦
–દુઃખ (૪) વયણ અરજ સુણી પ્રભુ મન-મંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભવન -ભાણરે, શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણેરે, તેણિ પામ્યા પામ્યા કોડિ-કલ્યાણરે
–દુઃખ (૫) ૧. પાયો ૨. ચંદરવા ૩. ભરતકામ ૪. ગોખલા ૫. લટકતા ઝુમખા ૬. બુદ્ધિના ગુણ ૭. પુતળી ૮. આશ્ચર્ય ૯ શય્યા ૧૦. પ્રેમ.
(૧૧)
Page #26
--------------------------------------------------------------------------
________________
કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી
(ધન્યાશ્રી) આજ જિનરાજ મુજ કાજ સીધાં સવે, તું કૃપાકુંભ જો મુજ તુઠો, કલ્પતરૂ કામઘટ કામધેનુ મળ્યો, અંગણે અમિય-રસ મેહ વૂઠો
– આજ (૧) વીર તું કુડપુર-નયર ભૂષણ દુઓ, રાય સિદ્ધાર્થ ત્રિશલા તનુજોગ, સિંહ લંછન કનક વર્ણ કર-સપ્ત-તનું', તુજ સમો જગતમાં કો ન દૂજો
- આજ (૨) સિંહ પર એકલો ધીર સંયમ રહે, આયુ બોહોત્તર વરસ પૂર્ણ પાળી, પુરી અપાપાયે નિઃપાપ શિવવહુવર્યો, તિહાંકી પર્વ પ્રગટી દિવાળી
– આજ(૩) સહસ તુજે ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણી સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે
– આજ (૪) તુજ વચન-રાગ-સુખ-સાગરે ઝીલતો, પોલતો મોહ-મિથ્યાત-વેલી; આવીઓ ભાવિઓ ધરમ-પથ હું હવેં, દીજીયે પરમ-પદ હોઈ બેલી
– આજ0 (૫) સિંહ નિશિ-દીવ જો હૃદય-ગિરિમુજ રમેં, તું સુગુણ—લીહ અવિચલ નિરી, તો કુમત-રંગ-માતંગના યુથથી મુજ નહીં કોઈ લવ-લેશે બીહો"
– આજ (૬)
(
૧ ૨
)
Page #27
--------------------------------------------------------------------------
________________
શરણ તુજ ચરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા,ભવ-તરણ-કરણ-દમ"શરમ દાખો; હાથ જોડી કહે જશવિજય બુધ ઈછ્યું, દેવ ! નિજ ભુવનમાં દાસ રાખો
– આજ (૭) ૧. અમૃતરસ ૨. ક્ષત્રિયકુંડ ૩. પુત્ર ૪. સાત હાથની કાયાવાળા ૫. પાવાપુરીમાં ૬. આજ્ઞા ઉપરનો પ્રેમ ૭. આધાર ૮. સારા ગુણવાળા-શ્રેષ્ઠ ૯. અન્ય મતોના ઉદ્ધત હાથીઓના ૧૦. જરાપણ ૧૧. ભય ૧૨. પગને ૧૩. ચારિત્રગુણના ભંડારરૂપ ૧૪. સંસારથી તારનાર ૧૫. ઇન્દ્રિયોને દમનાર
શું કર્તા શ્રી ભાણવિજયજી દm (આનંદમય નિરૂપમ ચોવીશમો, પરમેશ્વર પદ નિરખ્યો રે) પરમેશ્વર પદ જેહને છાજે, અંતર-ચિત્તથી મેં પરખ્યો રે –આનંદ (૧) ધારક છે દેવશબ્દ ઘણેરા, પણ દેવત્વ તે ન ધરે રે; જેમ કનક કહીએ ધતુરને, તેમની ગત તે ન સરે રે –આનંદ (૨) જે નર તુમ ગુણ-ગણથી રસિયા, તે કિમ અવરને સેવે રે? માલતી-કુસુમે લીના જે મધુકર, અવર સુરભિ ન લેવે રે આનંદ. (૩) ચિત્ત પ્રસન્ન જિનાજીની ભજન એ, સજ્જન કહો કિમ ચૂકે રે ? ઘર આંગણ ગંગા પામીને, કુણ ઉવેખીને મૂકે રે ? -આનંદ. (૪) ધ્યેય સ્વરૂપે ધ્યાયો તમને જે, મન વચ કાય આરાધે રે; પ્રેમ વિબુધ ભાણ પભણે તે નર, વર્ધમાન સુખ સાધે રે–આનંદ. (૫) ૧. દેવ શબ્દને ધારણ કરનારા ઘણા છે, પણ દેવત્વને ધારનારા તેઓ નથી; જેમ કોઈ નશામાં ધતૂરાને સોનું કહે, પણ હેમ=સાચા સોનાની ગતિ=રીત તેનાથી સરતી નથી. (બીજી ગાથાનો અર્થ) ૨. સુગંધ
૧૩)
Page #28
--------------------------------------------------------------------------
________________
3 કર્તા : શ્રી આણંદવર્ધનજી મ. Y (સીમંધર કરો મયા-એ દેશી)
તું મન માન્યો રે વીરજી, ત્રિશલાનંદન દેવ ભવ-ભવ સાહિબ ! તું હજયો, હું તુજ સારૂં'રે સેવ –તું૰(૧) વય સંભારૂં ૨ે તાહરાં, વાધે ધરમ-સ્નેહ, હૈડું કૂંપળ-પાલવે, પ્રફુલિત થાયે રે દેહ –તું(૨) જો તુજ વચને રે ચાલીયે, તો હુયે રૂડી રીત, સુખ અનંતા પામીયે, કીજે તુમ્હશું જો પ્રીત –તું.(૩)
આદિત કુલગિરિ॰-ચંદ્રમા` સંવત ખરતર વાણ; ચઉવીશે જિન વીનવ્યા, આતમ હિત મન આણ –તું૰(૪)
જિનવર્ધમાન- મયા કરો, ચઉવીશમા જિનરાય !
મહિમાસાગર
વિનતિ, આણંદવર્ધન ગુણ ગાય —તું.(૫)
૧. કરું ૨. ઉલ્લાસ ૩. પ્રગટે ૪. આદિ=૧૨ કુલગિરિ=સાત ચંદ્રમાં=એક અર્થાત્ વિ. સં.૧૭૧૨ વર્ષે,પ. દયા
૧૪
Page #29
--------------------------------------------------------------------------
________________
Tી કર્તા શ્રી લક્ષ્મીવિમલજી મ. પણ (યુણિઓ ગુણિઓ રે પ્રભુ! સુરપતિ જે યુણિઓ રે–એ દેશી) ત્રિશલાનંદન ચંદન શીતલ, સરીસ સોહે શરીર; ગુણ-મહિસાગર નાગર ગાવે, રાગ ધન્યાશ્રી ગંભીર રે; પ્રભુ વીર જિનેસર પામ્યો. (૧) શાસન-વાસિત-બોધે ભવિકને, તારે સયલ સંસાર, પાવન ભાવના ભાવતી કીજે, અમો પણ આતમ સાર રે-પ્ર(૨) નાયક લાયક તુમ વિણ બીજો, નવી મળિયો આ કાળ; તારક પારક'ભવ-ભય કેરો, તું જગ દીનદયાળ રે-પ્ર(૩) અકલ અમાય અમલ પ્રભુ ! તારો, રૂપાતીત વિલાસ; ધ્યાવત લાવત અનુભવ-મંદિર, યોગીસર શુભ ભાસ રે-પ્રભુ(૪) વીર ધીર શાસનપતિ સાધો, ગાતાં કોડિ કલ્યાણ, કિરતિવિમલ પ્રભુ પરમ સોભાગી, લક્ષ્મી વાણી પ્રમાણ રે, પ્રભુ વીર-જિનેસર પામ્યો-પ્રભુ (૫)
૧. ઉત્તમ લોકો ૨. શાસનથી સંસ્કારિત ૩. જ્ઞાનથી ૪. પવિત્ર ૫. પાર કરનાર=દૂર કરનાર
(૧૫
Page #30
--------------------------------------------------------------------------
________________
કર્તાઃ ઉપા. શ્રી માનવિજયજી મ.
(હેમરાજ જઝ જશ જીત્યો–રે દેશી) શાસન-નાયક સાહિબ સાચો, અતુલી બળ અરિહંત, કરમર-અરિ-બળ સબળ નિવારી, મારીય મોહ-મહંત,
મહાવીર જગમાં જીત્યોજી જીત્યો જીત્યો આપ સહાય, હાજી ! જીત્યો જીત્યો જ્ઞાન પસાય ! હાંજી જીત્યો જીત્યો ધ્યાન-દશાય, હાંજી ! જીત્યો જીત્યો જગ સુખદાય
મહાવીર (૧) અનંતાનુબંધી વડ યોધા, હણિયા પહિલી ચોટ, મંત્રી મિથ્યાત પછે તિગ રૂપી, તવ કરી આગળ દોટ – મહા (૨) ભાંજી હેડ, આયુષ તિગ કેરી, ઈક-વિગલેંદિઅ જાતિ, એહ મેવાસ" ભાંજયો ચિરકાળે, નરક-યુગલ સંઘાતિ –મહા (૩) થાવર-તિરિદુગ ઝાંસી કટાવી, સાહારણ હણી ઘાડી, સિદ્ધી-તિગ મદિરા વયરી, આતપ-ઉદ્યોત ઉખાડી –મહા (૪) અપચ્ચખાણા અને પચ્ચખાણા, હણીયા યોદ્ધા આઠ, વેદ નપુંસક-સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાઠ –મહા (૫) હાસ્ય-રતિ-અરતિ-શોક-દુગંછા, ભયે મોહ-ખવાસ, હણીયા પુરૂષવેદ ફોજધરા, પછે સંજલના-નાશ –મહા (૬) નિદ્રા દોય મોહ-પટરાણી ઘરમાંહિથી સંહારી, અંતરાય દરશણ ને જ્ઞાનાવરણીય લડતા મારી –મહા (૭)
(૧૬)
Page #31
--------------------------------------------------------------------------
________________
જય-જય હુઓ ! મોહ જ મુઓ, હુઓ તું જગનાથ, લોકાલોક-પ્રકાશ થયો તવ, મોક્ષ ચલાવે સાથ –મહા૰(૮) જીત્યો તિમ ભગતને જીતાવે, મૂકાવે મૂકાવે, તરણ-તારણ સમરથ છે તું હી, માનવિજય નિતુ ધ્યાવે –મહા૰(૯)
૧. અનુપમ બળવાળા ૨. કર્મરૂપ દુશ્મનના સૈન્યને ૩. જોરદાર ૪. પગની વિશિષ્ટ બેડી ૫. છાવણી ૬. સેનાપતિ ૭. ગુલામ
કર્તા : પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ મ.
0:0
(આદર જીવ ખિમાગુણ આદર-એ દેશી) ધ્યાને,વર્ધમાન-સમ થાવેજી વર્ધમાન-સુખ પાવેજી-વ૦(૧)
વર્ધમાન-જિનવરને વર્ધમાન-વિદ્યા-સુપસાયે, તું ગતિ મતિ છછતી થિતિ છે, માહરો જીવન પ્રાણ આધારજી, જયવંતું જગમાં જસ શાસન, કરતું બહુ ઉપકારજી વ૦(૨) જે અજ્ઞાની તુમ મતે સરીખો પ૨મતને કરી જાણેજી કહો કુંણ અમૃતને વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી વ૰(૩)
જે તુમ આગમસ૨સ સુધા૨સે, સીંચ્યો શીતલ થાયજી; તાસ જનમ સુકૃતાથ જાણો, સુરનર તસ ગુણ ગાયજી (૪) સાહિબ તુમ પદ પંકજ સેવા, નિત નિત એહજ યાચુંજી; શ્રીજ્ઞાનવિમલસૂરીસર ભાખે, પ્રભુને ધ્યાને માચુંજી વ૰(૫)
૧. દેશી શબ્દ લાગેછે. અર્થાનુસંધાન શૈલીથી સુયોગ = શોભા અર્થ લાગેછે ૨. શાસન ૩. બીજા શાસનને ૪. ચરણકમળની સેવા.
૧૭
Page #32
--------------------------------------------------------------------------
________________
3 કર્તા : પૂ. શ્રી ભાવવિજયજી મ.
(રાગ-ધનાશ્રી મેવાડા-આજ રહો રે જિનિ ચલેર—એ દેશી) વર્ધમાન પ્રભુ વંદીયે, ચોવીશમો જિનરાજ-ભવિજન ક્ષત્રિયકુંડે અવતર્યો, આપે ત્રિભવન-રાજ-ભવિ૰વર્ષ(૧) વંશઈક્ષાગ-સરોવ૨ે, જે પ્રભુ હંસ સમાન-ભવિ કનક-કમળને જીપતો, જેહ તણો તનુ-વાન-ભવિવર્ધ૰(૨)
૧
સુત સિદ્ધારથ રાયનો, ત્રિશલા જાત પ્રધાન-ભવિ વ૨સ બહોતેર આઉખું, સાત હાથ તનુ માન-ભવિવર્ષ૦(૩) વર્તમાન-શાસન તણો, નાયક અ-કળ અ-બીહ-ભવિ લંછન-મિસિ સેવે સદા, જસ સત્ત્વે જીત્યો સિંહ-ભવિ૰વર્ષ(૪) માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિત સેવે જસ પાય-વિ મહાવી૨-જિનરાયના, ભાવવિજય ગુણ ગાય-ભવિ૰વર્ષ૰(૫)
૧. જીતનાર ૨. શરીરનો રંગ ૩. પુત્ર
૧૮
Page #33
--------------------------------------------------------------------------
________________
પણ કર્તા શ્રી હરખચંદજી મ.
(રાગ–પરજચાલ) મન માન્યો મહાવીર મેરો–મન સિદ્ધારથ નૃપ કુલતિલો હો, પ્રભુ ત્રિશલાનંદન વિર–મેરો મન. (૧) ક્ષત્રિયકુંડ પ્રભુ જનમીયો હો, સુરગિરિવર સમ ધીર વરસ બહુતર' આઉખો હો, લંછન પગ સૌંડી –મેરો. (૨) સાત હાથ તનુ દીપતો હો, કંચન બરન શરીર કાશ્યપકુલ ઉજવાલ કે હો, પ્રભુ ૫હતા ભવજલ-તીર મેરો. (૩) શાસનનાયક સમરીયે હો, ભજે ભવભય ભીર હરખચંદકે સાહિબો હો; તુમ દૂર કરો દુઃખ પીર–મેરો(૪) ૧. બોતેર ૨. સિંહ ૩. અજવાળીને ૪. કિનારો
T કર્તા શ્રી નયવિજયજી મ. .
| (દેશી–પંથીડાની). સુગુણ ! સ-સનેહા ! વીરજી વિનતિ રે, અવધારો શ્રી જિનરાય રે દરિશણ દીઠે પ્રભુજી તુમતણે રે, અખ્ત મન હરખ ઘણેરો થાય રે
-સુગુણ (૧) નિરમળ તુજ ગુણ-ગંગાજળે રે, ઝીલે અહનિશિ મુજ મન હંસ રે; નિરમળ હોયે કલિ'-મલ નાશથી રે, પીલે કરમભરમ-ભર અંશ રે
–સુગુણ (૨)
૧૯)
Page #34
--------------------------------------------------------------------------
________________
કેવળ-કમળા કંત મનોહરૂ રે, ભેદી ભાવે તું ભગવંત રે માનું માનવ-ભવ સફળો સહી રે, પા... વંછિત સુખ અનંત રે
-સુગુણ, (૩) દેવ દયાકર! ઠાકુર જો મિળ્યો રે, તો ફળ્યો સકળ મનોરથ આજ રે સેવક-સેવા આણી ચિત્તમાં રે, પૂરો મુજ મન-વંછિત કાજ રે
-સુગુણા (૪) પ્રભુજી ! તુજ મનમાં સેવા થકી રે, હું વસું એ તો મોટી વાત રે પણ હું યાચું મુજ ચિત્તમાં રે, જિનજી ! વસજો દિન ને રાત રે
–સુગુણ, (પ) પ્રભુજી ! તુજે ચરણાંબુજ સેવના રે, સફળી વરજો ભવભવ દેવ રે હોજો મુજ તુજ-શાસન-વાસના રે, વળી તુજ ચરણ-કમળની સેવ રે
-સુગુણ. (૬) ચરમ-જિણેસર ભુવન-દિક્ષેસરૂ રે, પૂરજો સેવક વંછિત આશ રે જ્ઞાનવિજય બુધ-શિષ્ય ઈમ વીનવે, નયવિજય આણી મન ઉલ્લાસ રે
-સુગુણ. (૭)
૧. પાપ માળ ૨. કેવળ જ્ઞાનની લક્ષ્મીના ધણી
(૨૦)
Page #35
--------------------------------------------------------------------------
________________
-
T કર્તા: શ્રી ઋષભસાગરજી મ. સિદ્ધિ શિરોમણિ સુરતિ સુંદર, સેવઈ સુર સુરરાય ગુણ સમુદ્ર મહિમા અતિ મોટો, જયવંતો જગદીશ
– વસંત વધાવો વીરજી હો(૧) સમકિત તેલ ફુલેલ સરસ અતિ, ભાવ ગુલાબ અબીર વયરાગ રૂપે વિસતર્યો હો, ઉપસમ રસ તે નીર –વસંત (૨) મન પિચકારી ક્રિયા કુમકુમા, સુરતિ અખંડિત ધાર જ્ઞાન પોટલી ગાઈને હો, કીજૈ કીજૈ અશુભ કરમ વેમાર–વસંત (૩) અષ્ટપ્રકારી પૂજા રચાવો, આણી આણંદ પૂર સંસાર તણા સંતાપ મિટાવો, દેખિકે પ્રભુ મુખ નૂર–વસંત (૪) ડફ ઝાંઝ પખાવજ આવજ, વાવજ તાલ કંસાલ નૃત્ય કરી જૈ નવ નવા હો, તત્ત થૈ તત્ત થૈ તાન રસાલ –વસંત(૫) ત્રિશલાનંદન >િહું જગવંદન, આનંદકારી ન સાચો સિધારથ સેવજો હો, નિરખિત નિરખિત નિર્મલ નૈન–વસંત (૬) સકલ સામગ્રી લેઈ ઈણ પરિ, મિલજો સાચે ભાવ, ઋદ્ધિસાગર શિસ ઋષભ કહે, જો હુર્વ અવિચલ પદનો ચાવ–વસંત. (૭) ૧. ચહેરો ૨. વિશિષ્ટ ગીતો ૩. નાશ ૪. અતિશય=ઘણા ૫. ઉમંગ=ઉત્કંઠા
૨૧)
Page #36
--------------------------------------------------------------------------
________________
T કર્તા
શ્રી ઉદયરત્નજી મ.જી
આવ ! આવ રે ! માહરા મનડા માંહે, તું છે પ્યારો રે હરિ-હરાદિક દેવહૂતી, હું છું ન્યારો રે-આવ (૧) અહો મહાવીર ! ગંભીર તું તો, નાથ મારો રે હું નમું તેને ગમે મુંને, સાથ તાહરો રે-આવ (૨) સાહી સાહી રે મીઠડા હાથ માહરા, વૈરી વારો રે ઘે ઘેરે દર્શન દેવ ! મુને, ઘેને લારો રે–આવ(૩) તું વિના ત્રિલોક મેં કેહનો, નથી ચારો રે સંસાર-પારાવારનો સ્વામી, આપને આરો રે–આવ(૪). ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં તું છે તારો રે તાર તાર રે મુને તાર તું, સંસાર સારો રે-આવ (૫)
(૨૨)
Page #37
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી જિનવિજયજી મ.
(રાગ ધન્યાશ્રી; તે તરીયાની-દેશી) વંદો વીરજિનેશ્વર-રાયા, ત્રિશલાદેવી જાય રે હરિ લંછન કંચનવરન કાયા, અમરવધૂ ફુલરાયા રે-વંદો (૧) બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ-વૈતાલ હરાયા રે ઇંદ્ર-કહેણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે–વંદો (૨) ત્રીશ વરસ ઘરવાસ રહાયા, સંયમશ્ય લય લાયા રે બાર વરસ તપ કર્મ-ખપાયા કેવળનાણ ઉપાયા રે–વંદો. (૩) ખાયક-રિદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે સ્કાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુર ગુણ ગાયા રે–વંદો. (૪) તીન ભુવનમેં આણ મનાયા, દશ દોય છત્ર ધરાયા રે રૂપ-કનક મણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે–વંદો(૫) રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુહિ નાદ બજાયા રે દાનવ-માનવ વાસ વસાયા, ભક્ત શીશ નમાયા રે–વંદો. (૬) પ્રભુ ગુણ-ગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે પંડિત સમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે–વંદો. (૭)
૧. સિંહ ૨. મેરુપર્વત ૩. જૈનેન્દ્ર નામનું ૪. દશ અને બે બાર, એક બાજુ ત્રણ છત્ર, એ રીતે ચાર દિશાના ત્રણ ત્રણ મળીને બાર
(૨૩)
Page #38
--------------------------------------------------------------------------
________________
જ કર્તા શ્રી જિનવિજયજી મ.પી
(ઇમ ધન્નો ધણને પરચાવે–એ દેશી) વીર-જિણંદ જગત ઉપગારી, મિથ્યાધામ નિવારીજી, દેશના અમૃત-ધારા વરસી, પર-પરિણતિ સવિ વારીજી-(૧) પંચમ આરે જેહનું શાસન, દોય હજારને ચ્યારજી, યુગપ્રધાન સૂરીસર વહશે, સુવિહિત મુનિ આધારજી-વીર(૨) ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અછજી, લવણ -જલધિમાંહી મીઠું જલ, પીવે શૃંગી-મચ્છજી –વીર(૩) દશ અચ્છેરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાળજી, જિન-કેવળી-પૂરવધર વિરો, ફણીસમ પંચમ કાળજી–વીર(૪) તેહનું ઝેર નિવારણ મણિ સમ તુજ આગમ તુજ બિંબજી, નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂલેબજી–વીર(૫) જૈનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બોધજી, કળિકાળે પણ પ્રભુ ! તુચ્છ શાસન, વરતે છે અ-વિરોધજી–વીર(૬) મહારે તો સુષમાથી દુઃષમા, અવસર પુણ્ય-નિદાનજી ક્ષમાવિજય-જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ-નિદાનજી-વીર(૭)
૧. મિથ્યાત્વીઓના ધામ=તેજને, અથવા મિથ્યાત્વની ઘામ=ગરમી ૨. સાધ્વી ૩. સારા ૪. રોહિતનામે વિશિષ્ટ, માછલું ૫. આશ્ચર્યોથી ૬. ભયંકર ૭. તીર્થકર ૮. આપ ૯. વહાણ ૧૦. મારવાડમાં ૧૧. કલ્પવૃક્ષ ૧૨. ચોથો આરો ૧૩. પાંચમો આરો.
(૨૪)
Page #39
--------------------------------------------------------------------------
________________
શ કર્તા શ્રી હંસરત્નજી મ. .
(આજ અષાઢો ઉમહયોજી-એ દેશી) સકળ ફળ્યા સહી માહરાજી, મનના મનોરથ આજ, વીર-જિનેસર! તું મળ્યોજી, હવે સીધાં હશે હવે સીધાં વંછિત કાજ પ્રભુજી ! અરજ સુણીજ માં હકી' અરજ સુણીજે ! માંહકો મુજરો લ્યો માહારાજ-પ્ર.(૧) દિન એતા ભલો ભમ્યોજી, તુજ દરિશણ વિણ દેવ હવે મનમંડી ટકશુંજી, તમે સેવા હો કિમ કરું નીત મેવ – પ્ર(૨) તુજ દીઠે આવે નહીંછ, દેવ અવર કોય દાય સુરતરૂ શાખા છોડીનેજી, કુંણ બેસે હો કુણ, બાઉલ છાંહ-પ્ર(૩) ગુણ અવગુણ જાણ્યા પખેજી, મન ન રહે એ કતાર પ્રગટ પટંતર દેખીનેંજી, કુણ સેવે હો કુણ વસ્તુ અસાર–પ્ર.(૪) તું ગતિ મતિ તું સાહિબોજી, તું મુજ જીવન પ્રાણ નિરવહીયે શિર ઉપરેજી, ભવોભવ હો ભવો. તુમચી આણ –ર૦(૫) જિતું તુમ સેવા બળે જી, કુમતિ કદાગ્રહ ફોજ નિત નિત નવલી તાહરીજી, મન-ઈચ્છિત હો મન પામું મોજ–પ્રો(૬) નાથ ! વસો મુજ ચિત્તમાંજી, આજ અધિક સુખપૂર હંસરત્ન કહે માહરાજી, હવે પ્રગટ્યો હો સ્નેહઠ પુણ્યપંડૂર–પ્ર(૭)
૧. મારી ૨. મારો ૩. આટલા ૪. ભલે ૫. સ્થિર ૬. નિર્મલ
(૨૫)
Page #40
--------------------------------------------------------------------------
________________
Tી કર્તા શ્રી મોહનવિજયજી મ.
(પપેઢાની-દેશી) દુર્લભ ભવ લહી દોહલો રે, કહો તરીકે કેણ ઉપાય રે,
-પ્રભુજીને વિનવું રે. સમકિત સાચા સાચવું રે, તે કરણી કિમ થાય રે ?–પ્રભુ......(૧) અશુભ મોહ જો મેટીયે રે, કાંઈ શુભ પ્રભુને જાય રે-પ્રભુ, નિરાગે પ્રભુ ધ્યાઈયે રે, કાંઈ તો વિણ રાગ કહાય રે –પ્રભુ......(૨) નામ ધ્યાતા જો ધ્યાઈયે રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન, પ્રભુ મોહ-વિકાર જિહાં તિહાંરે, કાંઈ કીમ તરીયે? ગુણધામે રે–પ્રભુ.....(૩) મોહ-બંધ જ બંધિઓ રે, કાંઈ બંધ જિહાં નહીં સોય રે–પ્રભુ, કર્મબંધન કીજીયે રે, કર્મબંધન ગયે જોય રે–પ્રભુ.... (૪ તેહમાં શો પાડ ચઢાવીયે રે? કાંઈ તમે શ્રી મહારાજ રે-પ્રભુ, વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે–પ્રભુ......(૨) પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભાવ નાસ રે-પ્રભુ, ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉદ્દેશ્ય આતમ સાર રે-પ્રભુ..... (૬) પૂરણ ઘટા અત્યંતર ભરયો રે, કાંઈ અનુભવ અનુહારપરે-પ્રભુ, આતમ ધ્યાને ઓલખી રે, કાંઈ લહશ્ય ભવનો પાર રે –પ્રભુ.....(૭) વર્ધમાન મુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદીશ રે-પ્રભુ મોહન કહે મનમંદિર રે, કાંઈ વસીયો તું વિસવાવીશ રે –પ્રભુ0 (2) ૧. કયા ૨. સારી રીતે ૩. રાગ વગર ૪. અંદરથી સંપૂર્ણ છટાથી ૫. અનુસાર
૨૬)
Page #41
--------------------------------------------------------------------------
________________
Eણી કર્તા શ્રી રામવિજયજી મ. [ણ
(ભરતનૃપ ભાવશું એ-એ દેશી) આજ સફળ દિન માહરોએ, ભેટયો વીરજિસંદ છે,
-ત્રિભુવનનો ધણી એ ત્રિશલારાણીનો નંદકે; જગચિંતામણિએ દુઃખ દોહગ દૂરે ટળ્યાએ, પેખી પ્રભુ-મુખ ચંદકે-ત્રિભુ, રિદ્ધિ-વૃદ્ધિ સુખ-સંપદાએ, ઉલટ અંગે ન માયક-ત્રિભુ આવી મુજ આંગણે એ, સુરગવી હજ સવાયકે -ત્રિભુ, ચિંતામણિ મુજ કર ચઢવું એ, પાયો ત્રિભુવનરાજકે -ત્રિભુ મુંહ માગ્યા પાસા ઢળ્યાએ, સિધ્યાં વંછિતકાજક-ત્રિભુ ચિતલ ચાહા સાજન મળ્યાએ, દુરિજન ઉડ્યા વાયક-ત્રિભુ, સૌમ્ય નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરૂ છાંયકે–ત્રિભુ તેજ ઝલમલ દીપતોએ, ઊગ્યો સમકિતસૂરકેત્રિભુ વિમલવિજય ઉવઝાયનોએ, રામ લહે સુખ પૂરકેત્રિભુ,
૧. હરખ ૨. કામધેનુ ૩. અંતરનો પ્રેમ ૪. વધુ ૫. મનમાન્યા ૬. મનગમતા ૭. ઝળહળતો ૮. સમકિત રૂપ સૂર્ય
Page #42
--------------------------------------------------------------------------
________________
Eણી કર્તા શ્રી રામવિજયજી મ. શું
(ગરબી પૂછે રે મારા ગરબડા રે-એ દેશી) ચરણ નમી જિનરાજના રે, માગું એક પસાય, મારા લાખેણા સ્વામી રે તુને વિનવું રે, મહેર કરો મારા નાથજી રે, દાસ ધરો દિલ માંહે-મારા (૧) પતીત ઘણા તે ઉધર્યા રે, બિરૂદ ગરીબનિવાજ–મારા એક મુજને વિસારતાં રે, યે નાવે પ્રભુ ! લાજ ? –મારા...(૨) ઉત્તમ જન ઘન સારીખો રે, નવિ જોવે ઠામ-કુઠામ–મારા પ્રભુ સુ-નજર કરૂણાથકી રે, લહીંયે અવિચળ ધામ–મારા (૩) સુત સિદ્ધાંરથરાયનો રે, ત્રિશલાનંદના વીર–મારા વરસ બહુતેર આઉખું રે, કંચનવાન શરીર–મારા (૪) મુખ દેખી પ્રભુ ! તાહરૂં રે, પામ્યો પરમાણંદ-મારા હૃદયકમળનો હંસલો રે, મુનિજન કૈરવચંદ-મારા (૫) તું સમરથ શિર નાહલો રે, તો વાધે જશ પૂર–મારા જીત નિશાણના નાદથી રે, નાઠા દુશમન દૂર–મારા (૬) શ્રી સુમતિ સુગુરૂપદ સેવના રે, કલ્પતરુની છાંહ-મારા રામ પ્રભુ જિન વીરજી રે, છે અવલંબન બાંહ-મારા(૭)
૧. મેઘ ૨. મુનિરૂપી ચંદ્રવિકાશી કમળને ચંદ્ર જેવા
(૨૮)
Page #43
--------------------------------------------------------------------------
________________
કર્તા : શ્રી કાંતિવિજયજી મ.
(ઢાલ સાલુડાની-એ દેશી)
વીરજી ! ઉભો મદ મોડી, બે કર જોડી અરજ કરૂં રે લો પીઆરા
વીર
લો
માહારા
રે
વીરજી ! રાજેસર રાણા, આણા તાહરી શીર રે લો —માહરા(૧) વીરજી ! મીઠલડે વયણે નયણે, ઈણ રાચી રહુંરે લો—માહરા વીરજી ! વાતો મનરૂષની સુખની, તુજ આગે કહ્યુંરે લો—માહરા૰(૨) વીરજી ! પિતૃ પરલોકે ગયા, તિણ શોકે દીહા' ગયુંરે લો—માહરા વીરજી ! ચિંતાતુર નિત મો ચિત્તમાં, જિમ સૂનો ભયુંરે લો—માહરા૰(૩) વીરજી ! તુજ વિ૨હે મોટિકાં, વળી છેહ દેઈરે લો-માહરા વીરજી ! સંજમ જો લેશો દેશ્યો, ગુંબડ ખાર તેઈરે લો—માહરા૰(૪) વીરજી ! ભોજન વિ ભાવે થાવે, અતિ આસંગળોરે લો—માહરા વીરજી ! નિંદરડી નાવે ધ્યાવે, મન ઉધાંધલોરે લો—માહરા (૫) વીરજી ! છાતીમાં ઘાતી કાતી, જેણે સા૨નીરે લોમાહરા વીરજી ! પીડા વિણ વાગે લાગે, મોટી મા૨નીરે લો—માહરા૰(૬) વીરજી ! વેદન નવિ જાણે ટાણે, આણે કઠીન હિયોરે લો—માહરા વીરજી ! થાયો કરૂણાળા વાલ્કા, વ્રત ના મૂકી દિયોરે લો—માહરા (૭) વીરજી ! વિનવ્યા ઈમ આઈ ભાઈ, ભાઈ નંદીવરધને રે લો—માહરા વીરજી ! ભીના નહિ મનશું ધનશું, પોખે જગતને રે લો—માહરા૰(૮) વીરજી ! ચારિત્ર લેછ્યું મેં પામી, અવસર આપણો રે લો—માહરા વીરજી ! કેવળ લહી સીધો લીધો, શાશ્વત સુખ ઘણા રે લો—માહરા૰(૯)
૨૯
Page #44
--------------------------------------------------------------------------
________________
વિરજી ! પ્રેમેં જે ધ્યાવે ગાવે, જિનગુણ આદરી રે લો–માહરા, વીરજી ! કાંતિવિજય જયબાળા, માળાને વરી રે લો–માહરા. (૧૦)
૧. દિવસ ૨. નાંખી ૩. કટારા
પણ કર્તા શ્રી ન્યાયસાગરજી મ.પી (જર્જરી જરકસીરી દોરિ, હજ ટીકા ભલકા, હો રાજ!
પ્યારે લાગો-એ દેશી) નિરખી નિરખી સાહિબકી સૂરતિ, લોચન કેરે લટકે હો રાજ! પ્યારા લાગો, માને બાવાજીરી આણ – પ્યા, માને દાદાજીની આણ–પ્યારા (૧) તુમ બાની મોહ-અમીય સમાની, મન મોહ્યું મુખ મટકે હો રાજ
–પ્યારા.(૨) મુજમન ભમરી પરિમલ સમરી, ચરણકમલ જઈ અટકે હો રાજ!
–પ્યારા (૩) સૂરતિ દીઠી મુજમન મીઠી, પર સુર કિમ નવિ ખટકે હો રાજ !
–પ્યારા (૪) જૈન ઉવેખી ગુણીના દ્રષી, ત્યાંથી મુજ મન છટકે હો રાજ !
–પ્યારા (૫) ત્રિશલાનંદન તુમ પય વંદન, શીતલતા હુઈ ઘટકે હો રાજ !
–પ્યારા (૬) ઉત્તમ-શીશ ન્યાય જગમેં, ગુણ ગાયા રંગરટકે હો રાજ !
–પ્યારા (૭)
૧. સુગંધ ૨. અત્યંત ઉત્સાહથી
( 30 )
Page #45
--------------------------------------------------------------------------
________________
કર્તા શ્રી ન્યાયસાગરજી મ.
(રાગ-ધન્યાશ્રી) વંદું વીર જિનેસરાયા, વર્ધમાન સુખદાયાજી, શાસનનાયક જેહ કહાયા, જગ જશવાદ સવાયાજી-વંદુ હરિ લંછન કંચનવન કાયા, સિદ્ધારથ7૫ તાયાજી સિદ્ધારથ થયા કર્મ ખપાયા, શિલારાણી માયાજી–વંદું લઘુવયથી જેણે મેરૂ ચળાયા, વીર વેતાળ હરાયાજી દુર્ધર મોહ જો હ જિતને, જયોતિ મેં જયોતિ મિલાયાજી–વંદું જસ શાસનથી ખટ દ્રવ્ય પાયા, સ્યાદ્વાદ સમજાયાજી અભિનવ નંદનવનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયાજી–વંદુ જાસ વજીર છે ગૌતમરાયા, લબ્લિનિધાન મન ભાયાજી ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુબોધ સવાયાજી–વંદું
પણ કર્તા : શ્રી પદ્મવિજયજી મ.
(સંભવ-જિન અવધારીયે-એ દેશી) ચરમ જિણંદ ચોવીશમો, શાસન નાયક સ્વામી-સનેહી વરસ અઢીસે આંતરું અણમો નિજ હિતકામી–સચ. આષાઢ સુદી છઠે ચવ્યા, પ્રાણતસ્વર્ગેથી જે હ–સ. જનમ્યા ચૈતર સુદી તેરસેં, સાત હાથ પ્રભુ દેહ–સચ૦ સોવન વરણ સોહામણો, બોતેર વરસનું આય-સ
૩૧)
Page #46
--------------------------------------------------------------------------
________________
માગશિર વદી દશમી દિને, સંયમશું ચિત લાય–સચ૦ વૈશાખ સુદી દશમી પ્રભુ, પામ્યા કેવળનાણ-સ કાતી અમાવાસને દિહાડલે, લહિઆ પ્રભુ નિરવાણ-સચ૦ દિવાલી એ જિન થકી, ઉત્તમ દિવસ કહાયન્સ પદ્મવિજય કહે પ્રણમતાં, ભવ-ભવનાં દુઃખ જાય-સર્ચ
@ કર્તા શ્રી પદ્મવિજયજી મ. ીિ.
(ગિરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી) વીર-જિણે સર પ્રણમું પાયા, ત્રિશલાદેવી માયા રે, સિદ્ધારથરાજા તસ તાયા, નંદીવરદ્ધન ભાયા રે–વી૨૦ લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ-દમ સમણ તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિદ્રા અલપ કહાયા રે-વીર ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભય મનમાં નવિ લાયા રે, રાણ પ્રકારે વીર કહાયા, સુર-નર જસ ગુણ ગાયા રે–વી૨૦ જગતજીવ-હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે, માન ન લોભ ન વળી કસાયા, વિહાર કરે નિરમાયા રે–વીર કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુક્લ પ્રભુ ધ્યાયા રે, સમોસરણે બેસી જિનરાયા, ચઉવિક સંઘ થપાયા રે–વીર કનકકમલ ઉપર હવે પાયા, ચઉહિ દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચોત્રીશ અતિશય પાયા રે–વીર, શૈલેશીમાં કર્મ જલાયા, જીત નિસાણ વજાયા રે, પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા રે–વી૨૦
૩૨)
Page #47
--------------------------------------------------------------------------
________________
દશે કર્તા શ્રી વિજયલમસૂરિ મ.
(રાગ-ધન્યાશ્રી) આજ મ્હારા પ્રભુજી ! સાતમું રે જુવો, સેવક કહીને બોલાવો આજ હારા પ્રભુજી ! મહિર કરીને સેવક સાહસું નિહાળો કરૂણાસાયર મહિર કરીને, અતિશય સુખ ભૂપાળો-આજ (૧) ભગતવછલ શરણગતપંજર, ત્રિભુવનનાથ દયાળો મૈત્રીભાવ અનંત વહે અનિશ, જીવ સયલ પ્રતિપાળો–આજ(૨) ત્રિભુવન-દીપક જીપક અરિગણ, અવિઘટ જયોતિ-પ્રકાશી મહાગોપ નિર્ધામક કહીયે, અનુભવ રસ સુવિલાસી–આજ (૩) મહામાયણ મહાસારથી અવિતથ, અપનો બિરુદ સંભાળો બાહ્ય-અત્યંતર અરિગણ જોરો, વ્યસન વિઘન ભય ટાળો –આજ (૪) વાદી તમહર તરણિ સરિખા, અનેક બિરૂદના ધારી જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલાયક યશકારી –આજ (૫) થાકારક ચઉ વેદનાધારક, જીવાદિ સત્તા ન ધારે તે તુજ મુખ-દિનકર નિરખણથી, મિથ્યા-તિમિર પરજાલે –આજ(૬). ઈલિકા-ભમરી ન્યાયે જિને સર, આપ સમાન તેં કીધા ઈમ અનેક યશ ત્રિશલાનંદન,ત્રિભુવનમાં બે પ્રસિદ્ધ –આજ (૭) મુજ મન ગિરિકંદરમાં વસીયો, વીર પરમ જિન સિંહ હવે કુમત-માતંગના ગણથી, ત્રિવિધ યોગે મિટી બીહ –આજ (૮) અતિમન રાગે શુભ ઉપયો રે, ગાતાં જિન જગદીશ સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીસુરિ લહે, પ્રતિદિન સયલ જગીસ–આજ (૯) ૧. સૂર્ય ૨. હાથી
૩૩)
Page #48
--------------------------------------------------------------------------
________________
કર્તા : શ્રી કીર્તિવિમલજી મ.
વી૨ જિણેસ૨ વંદીએ, જેણે કીધો તપ ઉદારો રે એક છ-માસી પૂરો કર્યો, બીજો પાંચે દાડે ઉણો કરો રે –વીર(૧) નવ ચો-માસી આદરી, વળી ત્રણ-માસી બે વા૨ો રે બે-માસી તપ છ કર્યા, અઢી-માસી બે તસ સારો રે–વી૨(૨) બાર બે-માસખમણ કર્યા, વળી દોઢ-માસી બે વા૨ો રે બહોતેર માસખમણ કર્યા, અક્રમ બાર વિચારો રે –વીર(૩) બન્નેં ને એગુણત્રીશ છઠ્ઠ કર્યા ઘણું સારો
ભદ્ર ને મહાભદ્રાદિક, પ્રતિમા ત્રણ પ્રધાનો રે–વી૨૦(૪) બાર વરસ છદ્મસ્થપણે, ઉપરે સાડા છ માસો રે ત્રણસે ને ઉગણપચાસ પારણાં, બાકી ઉપવાસો રે–વી૨(૫) વૈશાખ સુદી દશમી દિને, પામ્યા કેવળજ્ઞાનો રે ભવિક જીવ પ્રતિબુઝવ્યા, જેણે લીધા મુગતિના રાજો રે –વી૨(૬)
વીર તણા ગુણ ગાવતાં, ઘરે હુઈ મંગલ માલો રે ઋદ્ધિ કીર્દિ તે નિત લહે, જસ નામ જપ્યાં જે સારો રે –વી૨ (૭)
૩૪
Page #49
--------------------------------------------------------------------------
________________
જી કર્તા શ્રી દાનવિમલજી મ. જી
(જિન! તુંદી અનૂપ છાજે!-એ દેશી) સમવસરણ શ્રી વીર બિરાજે, સરસ મધુર ધ્વનિ ગાજે રે પૂરી પરષદ બાર મનોહર, છત્ર રાય શિર છાજે રે-જિ.(૧) અષ્ટ મહાપ્રાતિહાર જ સુંદર, દીઠે દારિદ્ર ભાજે રે લૂણ ઉતારતી ભમરીય ફરતી, ઇંદ્રાણી નાટક છાજે રેજિ(૨) જયકારી દુઃખ પાર ઉતારણ, માલિમ ધર્મ જહાજે રે મુક્તિ તણું બંદર આપવા, સેવક ગરીબ નિવાજે રે-જિ(૩) ઇંદ્ર છડી લઈ દરબારે, ઊભા સેવા કાજે રે પ્રભુ મુખ પંકજ નિરખી નિરખી, હરખિત હોવે બાજે રે –જિ.(૪) વિમલ સ્વરૂપી વિલસતી જેની કીર્તિ મીઠી આજે રે દાન દીયો અક્ષય સુખ સઘળાં, દિનદિન અધિક દિવાજે રે –જિ.(૫)
૧. કૅપ્ટન-ખલાસી.
(૩૫)
Page #50
--------------------------------------------------------------------------
________________
પણ કર્તા શ્રી વિનીતવિજયજી મ.જી
(જીરે મારે જાગ્યો કુંવર જામ-એ દેશી)
આજ મારે સુરતરૂ ફળિયો સાર, ઘર આંગણિ શોભા કરૂં–જીરેજી આજ ! મેં ત્રિશલા-નંદન દેવ, દીઠો દેવ દયા કરૂં–જી.... (૧)
જિનાજી ! તારા ગુણ અવદાત, ગંગતરંગ પરે નિરમળા–જી. જિનજી ! સંભારું દિન-રાત, મૂકી મનના આમળા–જી ... (૨) જિનજી ! ઉત્તમ-જનશું રંગ, ચોળ-મજીઠ તણી પરે-જી. જિનજી ! તુમશું અવિહડ નેહ, નિરવહનો રૂડી પરે–જી ... (૩)
જિનજી ! તાહરી ગુણ, મણિમાળ, કંઠે જે ભવિ ધારશે–જી. જિનજી ! ધન ધન તસ અવતાર, જે તાહરૂં નામ સંભારશે–જી ....(૪) જિનજી ! મેરૂવિજય ગુરુશિષ્ય વિનીતવિજયનાં વયણડાં–જી. જિનજી ! જે ચિત્ત ધરશે નિત્ય, તસ ઘર રંગ-વધામણાં–જી.... (૫)
(૩૬)
૩૬ )
Page #51
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી અમૃતવિજયજી મ. પણ
(રાગ-જંગલો, નયન જમાકડો-એ દેશી) શાસનનાયકસો અબ મેરી, અરજ કરનનું આયો હોજી સાહેબા. અબ મુજ વાલાયો.... (૧). કાલ અનંતે પુદ્ગલ, આવર્તનસો વહાયો-હો.....(૨) ભમત ભમત સરિતોપલ ન્યાયે, તુમ શાસન હું પાયો-હો......(૩) અબે સેવકકું વંછિત દીજે, લીજે જરા હું સવાયો-હો...... (૪) જો તુમ તારે સોઈ હું જાણું, તિને કહી દીનો બતાઓ-હો.....() યો કરને સામીકો ન રહે, તારક બિરુદ ધરાયો-હો.....(૨) આગે પીછે કછુ ન બિચારો, પારસ અયસ જો મિલાયો-હો ....(૭) તુમ પદ સેવા અમૃતક્રિયા સો, દીજે હું નવનિધિ પાયો-હો...(2)
Page #52
--------------------------------------------------------------------------
________________
કર્તા શ્રી પ્રમોદસાગરજી મ. Dિ
(મુજરો છે જી રે-એ દેશી) મુજરોલ્યોજી "સિદ્ધારથ દારક!મુજરો લ્યોજી, સેવક સુખ કારક-મુજરો. ત્રિભોવન જનતારક-મુજરો. જિનશાસન ધારક-મુજરો. વંદો ભવિકા ! વીર જિનેશર, ચોવીશમો જિનત્રાતા, કેસરી લંછન કેસરી સરખો, શિલારાણી માતા-મુજરો ૧ પજીવિત વરસ બહોતર અનોપમ, સોવન કાંતિ ઉદાર,
ક્ષત્રિયકુંડ નગર અતિ શોભે, “એકાદશ ગણધાર-મુજરોવર “માતંગસુર - સિદ્ધાઈ દેવી, પૂજે જિનવર પાયા, "સાતહાથ તુજ દેહ પ્રમાણજ, ૨ ચઉદ સહસ મુનિરાયા–મુજરો ૩
સાધવી સહસ છાશ બિરાજે, ચરમજિનેશ્વર દેવા, તેર પદે મેં જિનવર ગાયા, સુરપતિ કરતા સેવા–મુજરો૦૪ ભણશે ગણશે જે જન સુણશે, તસ ઘર રિદ્ધિવિશાળ, પ્રમોદસાગર જપે પ્રભુજીને, હોજો મંગળમાળા-મુજરોપ
૩૮
Page #53
--------------------------------------------------------------------------
________________
3 કર્તા : શ્રી ભાણચંદ્રજી મ. (મનોહર મિત્ત ! એ પ્રભુ સેવો-એ દેશી)
શ્રી વીરજિન કેવળ નાણી, લોકોત્તર ગુણગણ ખાણી | જસુ પાંત્રીશ ગુણ યુત વાણી; ગણધર મતિજળધિ સમાણી સુહંકર દેવ ! એ જગદીવો, શાસન નાયક ચિરંજીવો—સુ ં ||૧|| ધન્ય સિદ્ધારથ નૃપવંશ, ત્રિશલા કૂખે રાજહંસ । જેહમાં નહીં પાપનો અંશ; જશ ત્રિભુવન કરે પ્રશંસ-સુ ં૰ II૨ા જસ મૂળ અતિશય ચ્યાર, ઉત્તર ચોત્રીસ પ્રકાર । ત્રિભુવન સુખકારી વિહાર, સવિ ભવ્યતણા આધાર-સુહૈં ॥૩॥ જસ નિર્મળ ભાસુર અંગ, ચામીકર સમ વડ રંગ । નિતુ તેજ પ્રતાપ અભંગ, જોતાં વાધે ઉછરંગ-સુ ં ||૪||
જય ચોવીશમા જગભાણ, શિર છત્ર ધરી પ્રભુ આણ । વાઘજી મુનિ સેવક ભાણ, લહે દિન દિન કોડી કલ્યાણ—સુ ં પ
૧. સોનું
૩૯
Page #54
--------------------------------------------------------------------------
________________
કર્તા: શ્રી ખુશાલમુનિજી મ. . (સહિયાં મોરી રે ચાંદલીયો ઉગ્યો મધરાતનો રે-એ દેશી) જિન માહરા રે ! શ્રી મહાવીરજી રે જિનપતિ ચોવીશમા રે ! જિ. શાસન નાયક દક્ષિણ-ભરતમાંરે, જિ. કરમ ખપાવી પહત્યા શિવમંદિરેરા જિ. સેવક-જનનારે ઉલટ ઈમ રહધારે, જિ. વીરજી વિના શાસન સંભાળ કુણ કરે રે જિની ના જિ. અતિશયધારીરે નહીં હમણાં ઈણે જગરે, જિ. વીરજી વિનારે દીઠાં ચિત્ત ઠરે રે જિ. દુર્લભ બોધિરે પ્રાણી ભૂલ્યા ભમે રે, જિ. વીરજી વિનારે સંશય કોણ હરે રે -જિનcl૨ા જિ. ઈણ પંચમ-આરે વિરહો જિનતણો રે, જિ. દુર્ગતિ માંહે રે પડતાં કુણ ઉદ્ધરેરી જિ. કુમતિ-કુતીરથનારે થાપક છે ઘણારે, જિ. વીરજી વિનારે તે બીજાથી નવિ ડરે રે -જિનcli૩ી જિ. મુગતિપુરીનો મારગ વિષમો થયોરે, જિ. વીરજી વિનારે કોણ તેહને સુખ કરેરી જિ. ધરમ તણોરે નાયક દૂર રહો રે, જિ. ભવિજન તેહનેરે નામે ભવજળ તરે રે -જિન ll૪ll જિતુ ત્રિશલાદેવીનોરે નંદન સાહિબોરે, જિ. મુજશુંરે હવે મહેર કર્યા વિણ નહીં રહે રે જિ. શ્રી અખયચંદ સૂરીશ સુગુરૂની સેવનારે, જિ. ખુશાલ મુનિ તેહને સુપસાયે સુખ લહેરે – જિન / પી.
૪૦)
Page #55
--------------------------------------------------------------------------
________________
3 કર્તા : શ્રી ચતુરવિજયજી મ. િ (શ્રી પદ્મપ્રભુજીના નામને-એ દેશી) શાસનપતિને વંદના, હોજયો વાર હજાર હો સાહેબ | ગંગાજલમાં જે રમ્યા, તે કિમ છીલર છાર હો સાહેબ—સા ॥૧॥ જાઈ જૂઈ જસ સેવતાં, માલતી મોગર માળ હો-સા૰ । ચંપક ગુલાબની વાસના, તે આઉબેર કરે કિમ આળ હો—સા ॥૨॥ સતીય અવર ઇચ્છે નહીં, નર ભોગી ભરતાર હો;-સા૰ I અવર કદાગ્રહી આતમા, તાર તાર મુજ તાર હો-સા IIII મૃગમદ ધન જિન વાસના, વાસિત બોધ અગાધ હો-સા૰ | મૃગપતિ જે જસ સેવના, દૂર ગયાં દુખદાઘ હો-સા૰ ||૪|| નિર્યામક સત્ય સાહેબા, આલંબન તુજ લીધ હો-સા૰ I ભવિ-જન-મન જિન ! તું વસ્યો, ત્રિશલાનંદન દ્ધિ હોમ્સા ॥૫॥ એ રીધ એ સીધ તાહરી, પામી પરમાણંદ હો-સા૦ | અજ્ઞાન-તિમિરતા ભયહરે, પ્રગટ્યો જ્ઞાનદિણંદ હો-સા૰ ।।૬।। સૂરિ પ્રતાપે રાજ્યમાં, ગુણિયલ જિન ગુણ ગાય હો-સા૰ I ચતુરવિજય જિન નામથી, દિન દિન દોલત થાય હો-સા૰ IIII
૧. નાનું તલાવડું ૨. આવળમાં ૩. બીજો
૪૧
Page #56
--------------------------------------------------------------------------
________________
કર્તા : શ્રી દેવચંદ્રજી મ.
(કડખાની દેશી)
તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી, જગતમેં એટલો સુયશ લીજે । અવગુણ-ભર્યો જાણી પોતા
દાસ
તણો, કીજે-તારા।૧।।
દયાનિધિ ! દીન પરિ દયા
રાગ-દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, લોકની રીતિમેં ઘણું રાતો ક્રોધ-વશ ધમધમ્યો, शुद्ध ગુણ નવિ રમ્યો, ભવ માંહી હું વિષય-માતો
ભમ્યો
તારબારી
આદર્યો આચરણ લોક-ઉપચારથી, શાસ્ર-અભ્યાસ પણ કાંઈ કીધો શુદ્ધ-સરધાન વળી આત્મ-અવલંબ વિષ્ણુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો-તાર૰||૩|| સ્વામી દરશણ સમો નિમિત્ત લહી નિરમળો, જો ઉપાદાન શુચિ ન થાસ્સે । દોષ કો વસ્તુનો ? અહવ ઉઘમ તણો 1 સ્વામી સેવા સહી નિકટ લાસ્ય-તારન।૪।।
1
સ્વામી-ગુણ ઓલખી સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે I જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ધામે-તાર પ જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ-ચરણને શરણ વાસ્યો । તારજ્યો બાપજી ! બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોયો–તારાદા વિનતિ માનયો શક્તિ એ આપજ્યો, ભાવ-સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે । સાધી સાધક-દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ-પ્રભુતા પ્રકાશેતારા
૪૨
Page #57
--------------------------------------------------------------------------
________________
કર્તા શ્રી જીવણવિજયજી મ.
(પરમાતમ પૂરણ કલા) 'વધતી વેલી મહાવીરથી, માહરે હવે થઈ મંગલમાલ કે | દિન-દિન દોલત દીપતી, “અળગી ટળી હો બહુ આળ-જંજાળ
વીર-જિણંદ જગ વાલો ના તારક ત્રિશલા-નંદનો, મુજ મળિયો હો મોટે સૌભાગ્ય કે ! કોડી ગમે વિધિ કેળવી, તુજ સેવીશ તો લાયક પાય લાગ્યું કે
–વીર //રા તાહરે જે તેહ માહરે, હેજે કરી હો વર-વાંછિત એહ કે ! દીજે દેવ ! દયા કરી, તુજ સંપત્તિ હો મુજ “વલ્લભ તેહ કે
–વીર. ૩|| સૂતાં સાહેબ સાંભરે, બેઠાં પણ હો દિન મેં બહુ વાર કે. I સેવકને ન વિસરજો, વિનતડી હો પ્રભુ ! એ અવધાર કે
–વીર૪ો. સિદ્ધારથ-સુત વિનવ્યો કર, જોડી હો મદ-મચ્છર છોડકે ! કહે જીવણ કવિ જીવનો, તુજ તૂટે તો સુખ-સંપત્તિ કોડ કે
વીર. /પા.
૧. ચઢતી કલાએ ૨. દૂર ૩. ઘણા ૪. શ્રેષ્ઠ ૫. ચરણો એ લાગીને ૬. પસંદ
૪૩)
Page #58
--------------------------------------------------------------------------
________________
કર્તા: શ્રી જીવણવિજયજી મ. શું
કળશ (રાગ ધન્યાશ્રી; ગાયો ગાયો રે– એ દેશી) ગાયા ગાયા રે, મેં તો જિન-ગુણ રંગે ગાયા | અવિનાશી પ્રભુ! ઓળગ કરતાં, આનંદ અંગ ઉપાયા –મેં ||૧|| ધ્યાન ધરીને જિન ચોવીશે, જેહ નરે નિત્ય ધ્યાયા ! પરગટ પંચમગતિના ઠાકુર, તે થયા તે જ સવાયા રે–મેં //રાઈ આ-ભવ પરભવ વળીય ભવોભવ, અનંત અનંત જિનરાયા અનંત લીલામેં જે જઈ વસિયા, તે મારે મન ભાયા રે–મેં રૂા. મુનિ શશિ-શંકર-લોચન-પર્વત વર્ષ સોહાયા | ભાદો માસની વદિ આદ્યા ગુરુ, પૂર્ણ મંગલ વરતાયા રેમેં //૪ll. રાણકપુર મેં રહીય ચોમાસું, જગ જસ પડહ વજાયા | દિન દિન ચડત કલા થઈ જાણો, હૃદય-કમલ જિન ધ્યાય –મે //પા ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક, શ્રી હીરવિજય-સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયા રે–મેં //દી શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા | જીવણવિજયે જિન ચોવીસે ગાતાં નવનિધિ પાયા રે – મેં //શા.
૧. સેવા ૨. સાક્ષાત
૪૪)
Page #59
--------------------------------------------------------------------------
________________
" કર્તા : શ્રી દાનવિજયજી મ. (જાત્રા નવાણું કરીયે-સલૂણા)
શાસન-નાયક સુંદરુ રે, વર્ધમાન જિનરાય-સકલ સુખ-સાયરૂ। જસ નામે નિત્ય નવનવા રે, મંદિર મંગલ થાય—સકલ૰ ||૧|| રંગ મજીઠના સારીખો રે, જેહશું ધર્મસનેહ-સકલ૦।
અહનિશ દિલમાંહી વસે રે, જિમ મો૨ા મન મેહ-સકલ૦ ॥૨॥ રાતી પ્રભુ ગુણ-રાગશું રે, માહરી સાતે ઘાત-સકલ૦I વિધ-વિધ ભાંતે વખાણીએ રે, જેહનો જશ અવદાત-સકલ૦ ॥૩॥ તે જિનવ૨ ચોવીસમો રે, ગુણગણ-રયણનિધાન-સકલo I મુજ ભવ-ભાવઠ ભંજિયે રે, ભગત-વચ્છલ ભગવાન !–સકલ ॥૪॥ સાહિબ ગુણ-રંગે કરી રે, જે રાતા નિર્દેશ-સકલ૰ I તસ ઘર રંગ-વધામણાં રે, દિન-દિન અધિક જગીશ—સર્કલ૰ પા શ્રી તપગચ્છ-શિરોમણિ રે, શ્રી વિજયરાજ સુરીંદ-સકલ૦ I તાસ શિષ્યે એમ વિનવ્યા રે, ચોવીસમા જિનચંદ–સકલ૦ ॥૬॥ વર્તમાન-શાસનધણી એ, સુખ-સંપત્તિ-દાતાર-સકલ૰ | સકલ મનો૨થ પૂ૨વો રે, દાનવિજય જયકાર–સકલ૦ ||||
૪૫
Page #60
--------------------------------------------------------------------------
________________
કર્તા : શ્રી મેઘવિજયજી મ.
(સુણ જિનવર શેત્રુંજા ધણીજી-એ દેશી) કોડી-ગમે ગુન્હા કર્યાજી, વિષય થયો લયલીન | તે બગસીસ હવે ક૨ોજી, અરિહંત વીર ! અમીનજિનેસ શાસનનો
!
શણગાર...।।૧||
ઓળગીયા ઓળંભડેજી, મત આણો મન રીશ । જે પુંઠે સરજ્યા સદાજી, જંપે ઈમ જગદીશ-જિને。...૨૫
લળી-લળી લટકે પાયે પડુંજી, વળી વળી વિનવું એહ । સમકિત ચિત્ત તુમ શું મળ્યોજી, મત મુકાવો તેહ-જિને...મા
કહો કેણી પ૨ે કીજીએજી ? વ્હાલો ! તું વીતરાગ | ભગતે કાંઈ ન રંજીયેજી, લાલચનો શો લાગ ?-જિને...||૪||
ધ્યાતા દાંતા મુજ તણોજી, ત્રાતા તું જિનરાય । કેવળ-લક્ષ્મી-૧૨ કરોજી
૧. ક્રોડો ૨. મોટા અમલદાર ૩. વિનવ્યા
મેઘવિજય-ઉવજઝાય-જિ...||૫||
૪૬
Page #61
--------------------------------------------------------------------------
________________
કર્તા શ્રી કેશરવિમલજી મ.
(સાંભળજો મુનિ સંજમ રાગે-એ દેશી) વીર-જિનેસર ! સુણ મુજ સ્વામી, વિનવીયે શિર નામી રે ! તું પ્રભુ ! પૂરણ મન-હિત-કામી, તું મુજ અંતરજામી રે–વીર. ૧૫. એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કોણ કહીજે રે ? ભગતિ કરતાં જો તું રીઝે, તો મનવાંછિત સીઝે રે–વીર મેરા તુજ હિતથી સુખ-સંપદ આવે, દાલિદ્ર દૂર ગમાવે રે ! જગ-બંધવ જિન તુંહી કહાવે, સુર-નર તુજ ગુણ ગાવે રે–વીરIII તું પ્રભુ ! પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે ગિરૂઆ-સેવા-ફલ નવિ જાવે, સેવીજે ઈણ ભાવે રે–વીર. ૪ ત્રિશલા-નંદન ! વીર-જિનેશ્વર ! વિનતડી અવધારી રે ! કેશર જંપે દરિસણ દીએ, દુરગતિ દૂર નિવારી રે–વીર //પા
(૪૭)
Page #62
--------------------------------------------------------------------------
________________
પણ કર્તા શ્રી કનકવિજયજી મ. પણ
(પૂર હુઈ અતિ ઉજલું રે એ-દેશી) ગોયમ કહઈ સુણો વીરજી રે, વાઘેંસર ! ગુણ-ગેહ ! વીસવાસી મુઝનઈ ઘણું રે, ઈમ કિંમ તોડ્યો નેહરેવીરજી ! ક્યું કીધું તઇએહા, છટકી દીધો છેહરે-વીરજી ll૧ી. કામ ભલાવી તઈ પ્રભુ રે, મૂક્યો મુઝનઈ દૂર ! અંત-સમયછે રાખ્યો નહીં રે, સેવક ચરણ-નૂરરે–વીરજી ll રા કેડિ લાગી શ્ય તહ કનઈ રે, માંગતો કેવલ ભાગ ! ઈમ ‘ટાલો દેઈમૂકી ગયા રે, તે ક્યું ન હતી મુગતિ મેં જાગ રે–વીરજીelal મોહ તોડી મૂકી જાસ્યૐ રે, પહિલા જો જાણત એહ / તો તુમ્હ સાથૐ એવડો રે, શ્યાનશું કરત સનેહ રે–વીરજી ll૪TI ગોયમાં ગોયમા ઈમ કહી રે, બોલાવતા કે ઈ વાર ! ઈણ વેલાઈ તે કિહાં ગયો રે, તખ્ત મન કેરો પ્યાર–વીરજીપા પતઈ પણિ છલ જે ઇમ કર્યું રે, તો શી અવરની વાત? | ઈમ છલ કરતાં તુઝનઇ રે, નાવી શરમ તિલ માત રે–વીરજી llll ઇમ ઓલંભા દેઈ કરી રે, જીતી મોહ-વિકાર | ગોયમ કેવલસિરિ વરઈ રે, કનકવિજય જયકાર–વીરજી નીશા
૧. વિશ્વાસમાં લઈ ૨. બહાનું ૩. જગ્યા ૪. શા માટે ૫. તમે
૪૮)
Page #63
--------------------------------------------------------------------------
________________
[ કર્તા શ્રી રૂચિરવિમલજી મ. આ
(રાગ-મલ્હાર; “હીડોરનાની દેશી”) સિદ્ધારથ-કુલ કમલ-'દિયર, સાયર પેરે ગંભીર, નમિત વર-સુર-અસુર-કિન્નર, વર વિદ્યાધર વીર ! કુમતિ-ગંજન ભવિક-રંજન, કંચન જેમ શરીર, કર્મ-રિપુદલ-બલ-વિનાશન, શાસન-ભાસન ધીર-અહો ! મેરે સાહિબ ! ઝૂલત શ્રીવર્ધમાન ! મેરેoll ૧ાા કંચન-ખંભ સુરભ દોનુ પાચ-પટલી ચંગ, હીંડોર જોર જરા વસ્જરી, હીરા લાલ સુરંગ ! કેલિહરે પ્રભુકો ઝૂલાવતી, ગાવતી ગીત સુરંભ, છપ્પન કુમરી દેત ભમરી, અમરી અતિ-ઉછરંગ-અહો ! મેરેoll રા. એક છત્ર ધારે ચમર ઢારે, કરે રાગ મલ્હાર, એક વીન “વાએ સુજશ ગાએ, વાએ વંશ ઉદાર / એક નાટક કરતી રંગ ધરતી, નેહ નિરખતી નાર, ચિરંજીવ સામી મુગતિગામી નામથી વિસ્તાર-અહો મેરેol૩ાા ઈમ ભાવ ભાવી માય મનાવી, સુરી ગઈ નિજધામ , ચોસઠ સુરવર મેરુ ગિરિવર, વીર જનમ વિધાન / વિધિ કરી શુભમતિ સુરપતિ, કરત જિન ગુણ ગાન, નિરખીઈ નિત નવલ-નેહે અમલ વાધે વાન-અહો મેરેoll૪.
(૪૯)
Page #64
--------------------------------------------------------------------------
________________
આદર કરી ધરી હેજ હીયરું, દીકઈ સન્માન, તારીએ સેવ સુધારીએ વારીએ દુરિત-નિદાન | તું હી તન-ધન-ધન જીવન મેરો, તું હી પરમ નિધાન, રૂચિરવિમલ પ્રભુજી ચરણશું, લાગો મો મન ધ્યાન–અહો મેરે //પા. ૧. સૂર્ય ૨. દૂર કરનાર ૩. કર્મ શત્રુના સૈન્યના બળને નાશ કરનાર ૪. પાયા ૫. ઉપરની પાટલી ૬. ક્રિડાઘરમાં ૭. વિણા ૮. વગાડે ૯. વગાડે ૧૦. વાંસલી
Tી કર્તા શ્રી ભાવપ્રભસૂરિ મ.
(રાજુલ કહે રે સુણો નેમિજી-એ દેશી) મહાવીર જિનરાજજી ! પ્રભુ! મેં છો જગરા તાત! -શાસન-રાયા ! હે !! સુર-નર થારા ગુણ ગાવઈ, દેખત નયણે સોહાત-શાસન
–આજ ભલઈ થાનાં ભેટીયા ! થારી મૂરતિ લગાવઈ મોહની, હેં તો મેલ્યાં ન પ્રભુરો સંગ-શાસન અનિશિ સેવાઇ રહાં, લાગો ચોલ-મજીઠો રંગ–શાસન આજ રા સાહિબા ! ધ્યાનરા નાયક થે અછો, પ્રભુ ! ચારિત્ર તપ શણગાર -શાસનમાં મનથી ઉતારાં મહેં નહીં, યે ગોરી હીયારો હાર-શાસનnl૩ી હાંરા અંતરયામી થે પ્રભુ !, મ્હારશું થે ખાસી મીરાતિ-શાસન સહજ-ચિદાનંદ મેં પ્રભુ, મેં તો ટાલી અ-વિદ્યાડરાતિ-શાસન આજ0I/૪ પહાં કઈ “મુહંગી મોહણ-વેલ મેં, સેવકરી મેં પૂરો આસ-શાસન | શ્રી ભાવપ્રભસૂરિ કર્થે થાર, નામઈ લીલા-વિલાસ-શાસન આજાપા ૧. છોડીએ. ૨.સેવામાં. ૩. સંપત્તિ-ઐશ્વર્ય. ૪. અજ્ઞાનાદિ દુશ્મનો. ૫. મારા માટે. ૬. મોંઘી. ૭.તારી.
Page #65
--------------------------------------------------------------------------
________________
. શ્રી કામિલજી મ. વિશે (દીઠો દીઠો રે મેં વામાનો નંદન દીઠો-એ દેશી) ગાયો ગાયો રે મેં ત્રિશલા-નંદન ગાયો | હરખ બહુમાન આણંદ પામી, એ સમકિતનો ઉપાયો રે–મેં // તું કૃપાનિધિ ! તું સમતાનિધિ ! તું મુઝ માત ને ભ્રાતા ! જ્ઞાતા ગાતા ગાતા કરતા, મુઝ ભવ-ભયનો હરતા રે–મેં //રા શૂલપાણીનઈ સમકિત દીધું, ચંડકૌશિકને તાર્યો | સેવક ને પ્રભુ ! કાંઈ વિચારો !, અબ પ્રભુ મુઝને તારો રે...મેં. ૩મા તુમ્હ-સરિખો શિર સાહિબ પામી, જે કરચ્ચે પ્રમાદીતે દુઃખિયો થાશઈ નહીં સંશય, ભવમાં પામશું વિખવાદો રે–મેં ૪. મુકી પ્રમાદને પ્રભુ પદ સેવો, એ નર-ભવનો મેવો ! ઋધિ-કીરતિ દેવે વીરદેવા, અમૃત પદ હરખિ લેવો રે–મેં /પા.
૫૧ )
Page #66
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી રતનવિજયજી મ. શું
(આવો આવો જશોદાના કંથ-એ દેશી) ચોવીશમો શ્રી મહાવીર સાહિબ સાચો રા રત્નત્રયીનું પાત્ર, હીરો જાચો રે / ૧al આઠ-કરમનો ભાર કીધો દૂર રો શિવ-વધૂ સુંદર નાર, થઈ હજૂરે રે //રા તમે સાયં આતમ-કાજ, દુઃખ નિવાર્યા રે પહોતા અ-વિચલ ઠામ, નહિ ભવ ફેરા રે વગા જિહાં નહિ જન્મ-મરણ, થયા અવિનાશી રો આતમ-સત્તા જેહ, તેહ પ્રકાશી રે ||૪|| થયા નિરંજન નાથ, મોહને ચૂરી રા. છોડી ભવ-ભય-કૂપ, ગતિ નિવારી રે પા અ-તુલ-બલ અરિહંત ક્રોધને છેદી રોગ ફરસી ગુણનાં ઠાણ થયા અવેદી રે //૬ll એહવા પ્રભુનું ધ્યાન, ભવિયણ કરીએ કરીએ આતમ-કાજ, સિદ્ધિ વરીએ રે ||૭ના સેવો થઈ સાવધાન, આળસ મોડી રા. નિદ્રા-વિકથા દૂર , માયા છોડી રે ||
૫૨)
Page #67
--------------------------------------------------------------------------
________________
મૃગપતિ-લંછન પાય, સોવન-કાયા રા સિદ્ધારથ-કુલ આય, ત્રિશલાયે જાયા રે I૯ો. બહોંતેર-વરસનું આય, પૂરણ પાળી રે ઉદ્ધરીયા જીવ અનેક, મિથ્યાત્વ ટાળી રે ||૧all જિન-ઉત્તમ-પદ સેવ, કરતાં સારી રા. રતન લહે ગુણ-માળ, અતિ-મનોહારી રે || ૧૧/
કલશ (આતમ-ભક્તિ મળ્યા કેઇ દેવા-એ દેશી) ચોવીસ–જિનેસર ભુવન-દિનેસર, નિરૂપમ-જગ ઉપગારીજીએ મહિમા-નિધિ મોટા તુમે મહીયલ, તુમચી જાઉં બલિહારીજી ||૧|| જન્મ કલ્યાણક વાસવ આવી, મેરૂશિખર નવરાવેજી, માનું અક્ષય-સુખ લેવા સુર, આવી જિન-ગુણ ગાયજી ||રા ગૃહ-વાસ ઠંડી શ્રમણપણું લઈ ઘાતી-કરમ ખપાયાજી ગુણ મણિ-આકર જ્ઞાન-દિવાકર, સમવસરણ સુહાયાજી ૩ી દુવિધ ધરમ દયા-નિધિ ભાખે, તારે ગ્રહીને હાથેજી | વાણી-સુધા-૨સ વરસી વસુધા, પાવન કીધી નાથજી | ચોટીશ અતિશય શોભાકારી, વાણી ગુણ પાંત્રીશજી ! અષ્ટ-કમ-મલ દૂર કરીને પામ્યા સિદ્ધિ જગીશજી /પી ચોવીશ-જિનનું ધ્યાન ધરતાં, લહીયે ગુણ-મણિ-ખાણજી | અનુક્રમે પરમ-મહોદય પદવી, પામે પદ નિરવાણજી / ૬ના
પ૩)
Page #68
--------------------------------------------------------------------------
________________
તપગચ્છ-અંબર ઉદયો, ભાનુ, તેજ-પ્રતાપી છાજેજી | વિજયદેવ સૂરીશ્વર-રાયા મહિમા મહીયલ ગાજે જી...// શા તાસ પાટ-પ્રભાવક સુંદર, વિજયસિંહ-સૂરીશજી | વડ-ભાગી વૈરાગી ત્યાગી સત્યવિજય-મુનીશજી... તસ પદ-પંકજ-મધુકરસરીખા, કપૂરવિજય-મુર્ણિદાજી | ખીમાવિજય તસ આસન-શોભિત, જિનવિજય-ગુણ ચંદાજી...IIો. ગીતારથ સાથ સોભાગી, લક્ષણ -લક્ષિત દેહાજી | ઉત્તમવિજય ગુરુ જયવંતા, જેહને પ્રવચન-નેહાજી ..// ૧all તે ગુરુની બહુ મહેર-નજરથી, પામી અતિ-સુપસાયાજી | રતનવિજય-શિષ્ય અતિ-ઉછરંગે, જિન ચોવીશ ગુણ ગાયાજી...૧૧ સુરત-મંડન પાસ-પસાયા ધર્મનાથ-સુખદાયાજી | વિજય ધર્મસૂરીશ્વર-રાજયે, શ્રદ્ધા-બોધ વધાયાજી../૧ ૨ા અઢારશે ચોવીશ વરસે, સુરત રહી ચોમાસજી | માધવ માસે કૃષ્ણ-પક્ષમાં, ત્રયોદશી-દિન ખાસ../૧૩
૧.સૂર્ય ૨.આકાશ ૩. સૂર્ય
૫૪ )
Page #69
--------------------------------------------------------------------------
________________
?િ કર્તા શ્રી માણેકમુનિ મ. (ગોરા મારા પાણીડા મજા તુ પાલિષે તો રાણો ઉતર્યા એ-દેશી) પ્રભુ મારા પરમ-કૃપાલ, મહિર કરી મુઝરો લીઓ, સમરથ દીન-દયાલ અરજ સુણી દરિસણ દીઓ..../૧// રાય સિદ્ધારથ નંદ, મુખ દેખી આણંદીઠ | ચરણ-કમલ સુખ-કંદ, પેખીઈ પાપ નિકંદીઇં... કેશરી-લંછન જાસ, કેશર વરણ વિરાજતો ! મંગલ-લચ્છી-નિવાસ, સેવકને નિવાજઓ..//૩ી ત્રિશલા-સુત વડવીર, ધીરગુણે સુરગિરિ જિસ્યો જલનિધિ જિમ ગંભીર, મુનિ-જનને મનમેં વસ્યો....૪ સાંપ્રત-શાસન-ઈશ, ચરમ જિને સર વાંદીઈ કે શ્રીખિમાવિજય બુધ શીસ, કહિ માણિક ચિર નંદીઇં...પા.
૫૫ )
Page #70
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી દીપવિજયજી મ.
(તોરણથી રથ વાલિયો રે-એ દેશી) ત્રિશલા-નંદન વંદિયે રે, સિદ્ધારથકુલ-ચંદ-સલુણે ! દશમા કલ્પ થકી ચવ્યો રે, નંદન નામે મુણિંદ-સલુણે ! ત્રિશલા III ઉત્તરા ફાલ્ગને જનમીયા રે, સેવે સુર-નર વૃંદ-સલુણેક | વૃષભ જોનિ સોહામણી રે, માનવ ગણ નિ-સપંદ-સલુણે ! ત્રિશલાદ //રા કન્યા રાશિ લંછન હરી રે, હેમ-વરણ સુખકંદ-સલુણેo / બાર વરસ મન સંવરી રે, વિરમી કર્મના દંદ-સલુણે ! ત્રિશલા //૩ી ઉદયો શાલિનત તલે રે, કેવલ જ્ઞાન દિણંદ-સલુણે / સુંદર-મુખ-વર-પદ્દમથી રે, પ્રસર્યો ગુણ-મકરંદ-સલુણે ! ત્રિશલા //૪ સાગર સમ ગંભીરતા રે, ધીરજે મેરૂ-ગિરિંદ-સલુણે / સેવકને પ્રતિ પાલવા રે, સાચો સુ-રમા-કંદસલુણે ! ત્રિશલા //પી. દીપવિજય કવિ કૃષ્ણનો રે, કહે ટાલો ભવ-ફંદ-સલુણે. I તુમ પદ-પદ્મની ચાકરી રે, આપજયો વીર-નિણંદ-સલુણે ! ત્રિશલાદીદી
૫૬)
Page #71
--------------------------------------------------------------------------
________________
0િ કર્તા શ્રી ધર્મકીર્તિગણિ મ. (રાગ-ધન્યાસિરિ;જીરાઉલિ પુર મંડણ સામી સલહિયાંરી એહની ઢાલ) મહાવીરુ જિણવર ચકવીસમઉજી, ત્રિશલા રાણી માત (૧) | જનમ્યઉજી જનમ્યઉજી સિદ્ધારથ કુલ, કલશ લિઉજી (૨) ારા કન્યા રાશિ (૩) સિંહ લંછન(૪) છઠ તપઇજી(૫) ખત્તિઅકુંડઇ ! જમ્મુ (૬) સંજમલીઈ (૭) સંજમલીઇ, કેવલસિરિ ઋજાવાલિજ નદીજી (૮) ૮૩ી. "ગણી ઈગ્યારહ (૯) બહુલઘરિ પારણ કરઇજી (૧૦), ચેઇઅ તરૂવર સાલ (૧૧) | ચવાહજી, ચવદહજી, સહસ સાધુ સુહામણાજી (૧૨) II૮૪|| પાણય દેવલોકિ (૧૩) ઉત્તર ફગુણઇજી (૧૪), સોવન (૧૫) અંગ કર સાત (૧૬) | સાહુણીજી, સાહુણીજી સહસ છતીસે ગુણનીલીજી. (૧૭) I૮પા. પાસ વીર સઢ દુગસય શિવ અંતરઉજી (૧૮), ગુણસઠિ સહસિગ
લખ્ખ સાવયજી (૧૯) સાવયજી, સાવિઅ દુગુણી, જાણીયઇજી (૨૦) II૮૬lી. સિદ્ધા દેવી (૨૧) જમુખ માતંગ મનોહરુ જી (૨૩),
(૫૭)
Page #72
--------------------------------------------------------------------------
________________
કહિયજી કહીયઇજી, ર દુઇ સત્તરિ સમ, આઉષઉજી (૨૪) ૫૮ના વેદ-મુનિ-૨સ-'રાજા
સંવત
(૧૬૭૪)
વચ્છરઇજી,
કૃષ્ણ પિક્ખ 1 થુણિયાજી થુણિયાજી કવિવારઇ પૂનિમ દિનઇજી. ૧૮૮૦ ચઉવીસ ઠાણઉ રંગઇ ઉધર્યું ઉજી ભવિઅણ નઈં હિતકાજી | રાજઇજી રાજઇજી શ્રી જિનસિંહ સૂરીશનઇંજી ।।૮૯।। જિનવર ચઉવીસે બોલે સફલ્યાજી, જેસલમેરૂ મઝારિ હરખઇજી સવદહ ઢાલે ગાઇયાજી
હરખઇજી
||૯ની
ભાદ્રવએ
૧. ગણ ૨. બે અને સિત્તરે મળી બોતેર ૩. વર્ષ ૪. શુક્રવાર ૫. સ્તુતિ કરે
કલશ
ઇમ સુખકારી વિઘન વારી બોલ ચઉવીસે કરી, સાફલ્ય જિણવર અધિક હરખઇ પાય પંકજ અણુસરી । ગણી ધરમ કીતિ કરઈ તવના થાઇજ્યો સિવ સંપદા, અનુક્રમઇ શિવ-સુક્ષ્મ પામઇ જે 'તવઇ ભવિઅણ મુદા ।।૯૧|| ઈઅ રિસહ જિનવર ૫મુહ સુખકર સંણ્યા તિહુઅણુ-ધણી, જુગ પ્રવર જિનચંદ્રસૂરિ સદગુરૂ ગચ્છ ખરતર દિનમણિ ઉવઝાય ધરમ નિધાન ગણિવર કુમત-વારણ-કેશરી, તસુ સીસ પભણઇ ધરમ કીતિ, એક-ચિત્તઇ ગુણ ધરી II૯૨૫ “ઇતિશ્રી ચવિશ-સ્થાન ગર્ભિત, ચતુર્વિંશતિ-જિન વૃદ્ઘ સ્તવન સમાપ્ત । ।।શ્રી ધર્મ કીર્તિ ગણિ શિષ્ય । શુભમસ્તુ કલ્યાણ અસ્તુ શ્રી શ્રી શ્રી શ્રી II’’ ૧. સ્તવે = સ્તુતિ કરે
૫૮
Page #73
--------------------------------------------------------------------------
________________
3 કર્તા : શ્રી સ્વરૂપચંદજી મ.
(રાજુલ પૂછે રે સખી પ્રતે, રાજુલ પૂછે રે વાત રે; સુણો સજની અમારી વાત)
હું તુમ પૂછું રે પરમગુરૂ ! હું તુમ પુછું વાચ રે, કહો પ્રસન્નો ઉત્તર સાચ । હું એક માંગું રે પરમગુરૂ ! હું એક માંગું વાચ રે, દીઓ નામ તુમારાનો સાચ ।। નામ તુમારો રે જગત ગુરૂ, નામ તમારો વીરજી રે, તેહનો અદ્ભુત ભાવ । મનશું વિચારી જોઇઈં, તવ ઉપજે વિવિધ બનાવ રે ||૧|| સણો સદ્ગુરૂ માહરી વાચ ૨. હું તુમ તુમ ।। નવ રસ માંહે રે જગત ગુરૂ ! નવ રસ માંહે પાંચમો રે, રસનો નામ છે વીર । તે વલી ત્રિવિધ વખાણિÛ, તેના નામ કહ્યા ત્રણ ધીર રે, સુણો સ ્॰ હું તુ॰ ॥૨॥ એ જી દાનમાં રે જગતગુરૂ ! એ જી દાન તિમ ધરમમાં રે સમરથ કહીઇ વીર 1 તન-ધન-મન શંકા નહીં, મન મોહ રોમાંચ હું તુ 11311
શરીર-સુણો
એ લક્ષણ રસ રેં જગતગુરૂ, એ લક્ષણ રસ વીરના રે, છે તુમને પરતક્ષ । ગુણ-સેનાની તે છતાં, બહિરંતર લક્ષણ લક્ષ રે-સુણો૰ હું તુમ૰ ॥૪॥
સત્ત્વ પરીક્ષક ૨ે જગતગુરૂ, સત્ત્વ પરીક્ષક સુ૨ દમ્યો રે, એ જી વી૨ તમે એમ, લોક ઉ૨ણ પૂરણ કર્યો, વી૨ સંવચ્છ૨ પ્રેમ
દાન
રે–સુણો
હું તુમ 11411
૫૯
Page #74
--------------------------------------------------------------------------
________________
2,
કરમને જીતી રે જગતગુરૂ, કરમને જીતી કેવલી રે, વાસ્યો ભવ ભય મર્મ સત્તા ધર્મ બતાવીયો, એહવો ધર્મ વીર શિવ શર્મરે
–સુણો, હું તુમ llી વીર ત્રિવિધ ગુણ રે જગતગુરૂ, વીર ત્રિવિધ ગુણ રાજતા રે,
સેવું ચરણ-જુગ તુચ્છI સૌભાગ્યચંદ્ર સ્વરૂપ તે, દીઓ વીરજી વીરતા મુઝ રે સુણો, હું તુમIlણા
Tી કર્તા શ્રી જશવિજયજી મ.
(તારો હો તાર પ્રભુ! મુજ સેવક ભણી-એ દેશી) વીર વડ-ધીર મહાવીર મોટો પ્રભુ, પેખતાં પાપ સંતાપ નાશે | જેહના નામ ગુણ-ધામ બહુમાનથી, અ-વિચલ . લીલ હૈયે ઉલ્લાસ-વી૨૦૧ કર્મ-અરિ જીપતો દીપતો વીર ! તું, ધીર પરિષહ સહે મેતોલે છે સુરે બલ પરખીયો રમત કરી નિરખીયો, હરખીયો નામ મહાવીર બોલે-વીર ll રા/ સાપ ચંડકોશીયો જે મહા-રોષીયો, પોષીયો તે સુધા-નયન-પૂરી એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તાહરા ચરણથી રાખે દૂર-વીર. ૩. શૂલપાણિ-સુરને પ્રતિબોધીયો, ચંદના ચિત્ત ચિંતા નિવારી | મહેર ધરી ઘેર પહોતા પ્રભુ જેહને તેહ પામ્યા ભવ-દુઃખ પારી-વીર l૪ ગૌતમાદિકને જઈ પ્રભુ તારવા વારવા યજ્ઞ મિથ્યાત્વ ખોટો . તેહ અગિયાર પરિવારશું બુઝવી, રૂઝવી રોગ-અજ્ઞાન મોટો-વીરnlીપી
૬૦)
Page #75
--------------------------------------------------------------------------
________________
હવે પ્રભુ ! મુજ ભણી તું ત્રિભુવન-ધણી, દાસ-અરદાસ સુણી સામું જોવા આપ-પદ આપતાં આપદા કાપતાં, તાહરે અંશ ઓછું ન હોવે-વીર૬ll ગુરૂ-ગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલમાંહે ! શ્રીખિમાવિજય-પય-સેવનિત્યમેવ લહી, પામીમેં શમરસ સુજશ ત્યાંહે-વીર.ll
કલશ જિન ભગતિ જાણી ગુણખાણી, હરખ આણી જે ગાવશે ! સિદ્ધિ-રિદ્ધિ-સુ-લદ્ધિ-લીલા, તેહ જગ જસ પાવશે...ll૧ાા. તપગચ્છ-તિલક સમાન સોહે, સત્યવિજય ગુરૂ ગુણ-નીલો ! તસ સીસ સોહે કપૂરવિજય, કપૂર પરે જગ જસ ભલો...૨ાા તસ ચરણ-સેવી નિત્યમેવી, ખિમાવિજય ગુરૂ-રાજીયો ! શ્રી નારંગ-પાસ-પસાય ગાતાં, જશ મહિમા જગ છાજીયો...૩ સંજય-ભેદે ૧૭ સંવતને જાણી, પ્રવચન આંકજ જાણીયે, ધરમભેદ જુગતે જોડી, વરસ(૧૭૮૪) સંખ્યા વખાણીયે...૪ અલ્પમતિ યથાશક્તિ, રહી પાટણ રચી જિન સ્તુતિ | ભાદ્રવા વદી પાંચમ દિને, ગુરૂવારે હુઇ પ્રાપ્તિ...પા.
( ૬૧ )
૬૧)
Page #76
--------------------------------------------------------------------------
________________
કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.
(આજ ગઈતી હું સમવસરણમાં-એ દેશી) વંદો વીર-જિનેસર-રાયા, ત્રિશલા-માતા-જાયાજી | હરિ લંછન કંચન-વન કાયા, મુઝ મન-મંદિર આયાજી-વંદો // ૧al દુષમ-સમયે શાસન જેહનું, શીતલ ચંદન-છાયાજી | જે સેવંતાં ભવિજન-મધુકર, દિન-દિન હોત સવાયાજી-વંદા / રા/ તે ધન પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આયાજી | ૨વંદન-પૂજન સેવા ન કીધી, તે કાં જનની જાયાજી ?–વંદો // Bll. કર્મ કટક-ભેદન બલવત્તર, વીર-બિરૂદ જેણે પાયાજી | એકલ-મલ્લ અતુલી-બળ અરિહા, દુશ્મન દૂર ગમાયાજી–વંદો | વાંછિત-પૂરણ સંકટ-ચૂરણ, તું માતા-પિતા સહાયાજી | સિંહ પરે ચારિત્ર આરાધી, સુજસ-નિશાન બનાયાજી–વંદો //પા ગુણ અનંત ભગવંત વિરાજે, વર્ધમાન-જિનરાયાજી | ધીરવિમલ-કવિ-સેવક નય કહે, શુદ્ધ સમકિત-ગુણ-દાયાજી-વંદો //દી
૧. ભમરાઓ ૨. જેમણે આવા પ્રભુજીનું વંદન, પૂજન કે સેવા ન કરી તેઓને તેમની માતાએ જન્મ શા માટે આપ્યો? અર્થાત્ તેમનું જીવન નકામું છે, (ત્રીજી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ) ૩.કર્મરૂપ સૈન્યને ભેદવામાં અત્યંત બળવાન
૬૨)
Page #77
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી ગુણવિલાસજી મ.
(રાગ-જૈતાસીરી) મનમેં નિરમલ ભાવ નહી . સુર-નર-કિન્નર કોટિ નિસેવિત, "સો જિન સેલું સહી.-મનgl/૧il અદ્ભુત કાંતિ શાંતિરસ રાજિત, વસુરસ સંગ નહીં ! નિરદૂષણ ભૂષણ બિનુ ભૂષિત, અરવિછબી લાજત સહી–મન //રા/ ભવિજન-તારક શાસન જાકો, જાને સકલ મહી | ગુણવિલાસ મહાવીરકી મહિમા, કિસર્ષે જાન કહી ?–મન //૩ી ૧. તે ૨. સેવું ૩. નક્કી ૪. ધનનો રાગ ૫. સૂર્યની કાંતિ
કર્તા: શ્રી જગજીવનજી મ.શિ
(ઢાળ-ગરબાની)
(હાં રે મુંને ધરમ જિર્ણોદશું – એ દેશી) હાં રે વાલો ! વીર-જિણેસર શિવસુખનો દાતાર જો, અનુભવ-રસનો સાગર ત્રિભુવનનો ધણી રે લો | હું તો કાલ અનંતો ભમતો ભવનિધિ માંહિ જો, પૂરણ સુકૃતે જાણી વાણી જિનતણી રે લો. ||૧|| હાં રે પ્રભુ ! જિન નિરખ્યાથી નાર્વે બીજા દાયજો, હરિહર બ્રહ્મ પુરંદર દેવા ઇણ મહી રે લો / પ્રભુ વીર-ગુણ રયણે રીઝવું મારું મનજો, દેવ અનેરા મન ભિતર રાચું નહીં રે લો. ||રા
Page #78
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ-ધરમ ન જાણે નય-ઠાંણે પરિમાણ જો, વાતલડી વિગતા લીયે જગ-જન ભોલાવ્યા રે લો | જિન પરમ-અહિંસક ભાર વિના નહિ સિદ્ધિ જો, બાહ્ય-નિમિત્તે રાચી આતિમ રોલર્વે રે લો. |all. પ્રભુ પંચમ-આરે દક્ષિણ ભારત મઝારિ જો, તે નરને સમકિતની સંપત્તિ દોહિલી રે લો | જે જિન ગુણ રાચું મન સાચે મહારાજ જો, તે જનને શિવ સંપત્તિ પ્રાપ્તિ સોહિલી રે લો. ૪ll સંધ સુખકરા શ્રાવક દીવતણા દાતાર જો, સદ્ગુરૂ સેવા સારે મન સુધે ભલી રે લો | અઢાર ચોવીસ કહે ગણી જગજીવન ગણ ધારજો, વીર નિણંદ વિનવતાં મન આસ્થા ફલી રે લો. પી
કર્તા શ્રી જિનહર્ષજી મ.
(રાગ-કેદારો-બિહાગડો) મેં જાણ્યું નહિ ભવ-દુઃખ એ સો રે હો ! મોહ-મગ્ન માયામેં ખૂતો, નિજ-ભવ હારે કોઈ–મેં૦ ||૧|| જન્મ-મરણ ગર્ભવાસ અશુચિમેં, રહેવો સહેવો સોઈ | ભૂખ-તૃષા પરવશ-બંધન ટાર શકે ન કોઈ–મેં૦ |રા છેદન-ભેદન કુંભીપાચન, ખ૨ વૈતરણી તો ઈ | કોઈ છુરાઈ શક્યો નહિ વે દુઃખ, "મેં સર ભરીયાં રોઈ–મેં /૩ સબહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથ કે સબ કોઈ | એક જિનહર્ષ ચરમ જિનવરકો, શરણ દિયામેં ઢોઈ–મેં Ill
'. રોઈને સર = તળાવો ભર્યા, એટલે તળાવ ભરાય એટલા આંસુથી હું રોયો. (ત્રીજી ગાથાની ચોથી લીટીનો અર્થ)
(૬૪)
Page #79
--------------------------------------------------------------------------
________________
T કર્તા: શ્રી યશોવિજયજી મ.
(રાગ-કાફી હુસેની) (રાગ કાનડો-યા ગતિ કૌન હે સખી! તોરી-એ દેશી) સાહિબ ધ્યાયા મન-મોહના
નમો હના
! જગ-સોહના, ભવિ બોહના-સાહિબ ધ્યાયા ૧|| આજથે સફલ મેરે, માનું ચિંતામણિ પાયા | ચોસઠ ઇન્દ્ર મિલીય પૂજયો, ઇંદ્રાણી ગુણ ગાયા-સાહિબ //રા જનમ મહોત્સવ કરે દેવ, મેરૂ-શિખર લે આયા ! 'હરિ કે મન સંદેહ જાની, ચરણે મેરૂ ચલાયા-સાહિબ૦ / ૩ અહિ-વેતાલરૂ૫ દાખી, દેવે ન વીર ખોભાયા | પ્રગટ ભયે પાય લાગી, વીર નામે બુલાયા-સાહિબ૦ //૪ ઇંદ્ર પૂછે વીર કહે, વ્યાકરણ નીપાયા | મોહર્થે નિશાલ-ઘરને યુંહી વીર પઢાયા-સાહિબo //પા. વરસી દાન દઈ ધીર, લેઈ વ્રત સહાયા | સાલ-તલું ધ્યાન ધ્યાતા ઘાતી ઘન ખપાયા–સાહિબ૦ ૬. લહી અનંતજ્ઞાન આપે, રૂપે ઝગમગાયા | જશ કહે હમ સોઈ વીર, જયોતિસું જ્યોતિ મિલાયા–સાહિબ IIછા.
૧. ઇંદ્રના
( ૬૫ )
Page #80
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી રામવિજયજી મ. જો ના રે પ્રભુ ! નહીં માનું ! નહીં માનું અવરની આણ , ના રે પ્રભુ ! નહીં માનું ! મહારે હારું વચન પ્રમાણ–ના રેડ III હરિ-હરાદિક દેવ અને રા, તે દીઠા જગમાંય રે | 'ભામિની-ભ્રમર-ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય–ના રે, રા. કેઈક રાગી ને કે ઈક બી, કેઈક લોભી દેવ રે | કેઈક મદ-માયાના ભરિયા, કિમ કરીએ તસ સેવ ? ના રે //૩ મુદ્રા પણ તેહમાં નવિ દીસે, પ્રભુ! તુજ મહિલી તિલ-માત્ર રે જે દેખી દિલડું નવિ રીઝે !, શી કરવી તસ વાત ?ના રેડ III તું ગતિ ! તું અતિ ! તું મુજ પ્રીતમ ! જીવ-જીવન આધાર રે ! રાત-દિવસ સુપનાંતર માંહી, તુંહી હારે નિરધાર-ના રે//પા અવગુણ સહુ ઉવેખીને પ્રભુ ! સેવક કરીને નિહાલ રે ! જગબંધવ એ વિનતી મ્હારી, મારાં સવિ દુઃખ દૂરે ટાળ–ના રેડ llll ચોવીશમાં પ્રભુ ત્રિભુવન-સ્વામી ! સિદ્ધારથના નંદ રે ! ત્રિશલાજીના નાનડીયા પ્રભુ ! તુમ દીઠ અતિથી આનંદના રેડ III સુમતિવિજય કવિરાયનો, રામવિજય કરજોડ રે | ઉપકારી અરિહંતજી ! માહરા, માહરા ભવોભવનાં બંધ છોડ–ના રેડ IIટા
૧. સ્ત્રીની ભમરા જેવી કાળી ભ્રકુટિથી
Page #81
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી ઉદયમુનિ મ. જગપતિ ! તું તો દેવાધિદેવ ! દાસનો દાસ છું તાહરો | જગપતિ ! તારક ! તું કીરતાર, મનરો મોહન પ્રભુ માહરો ના જગપતિ ! તાહરે ભક્ત અનેક, માહરે એક જ તું ધણી | જગપતિ ! વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી //રા જગપતિ ! ત્રિશલા રાણીનો તું સુત, ગંધાર-બંદરે ગાજીયો ! જગપતિ ! સિદ્ધારથ-કુલ શણગાર, રાજ-રાજેશ્વર રાજીઓ //all. જગપતિ ! ભક્તોની ભાંગે તું ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે ! જગપતિ ! તું હી ! પ્રભુ! અ-ગમ અપાર, સમજ્યો ન જાયે મુજ સારીખે જા જગપતિ ! ખંભાયત જબુસર સંઘ, ભગવંત ચોવીસમો ભેટિયો ! જગપતિ ! ઉદય નમે કર જોડ, સત્તર નેવું સંઘ સમેટિયો- //પા.
Page #82
--------------------------------------------------------------------------
________________
કર્તા : ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.
સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મલ્હાર તો । અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર -જો જિન વીરજી એ.
||૧||
તાર—જયો ||૨||
મેં અપ૨ાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર તો । તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહા૨ાજ તો । આવ્યાને ઉવેખશો એ, તો કિમ રહેશે લાજ–જયો |||| ક૨મ 'અલુંજણ આકરાં એ, જન્મ-મરણ જંજાલ તો । હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ દયાલ–જયો II૪॥ આજ મનોરથ મુજ ફલ્યા રે, નાઠાં દુ:ખ-દંદોલ તો । તૂછ્યો જિન ચોવીસમો રે, પ્રગટ્યા પુણ્ય કલ્લોલ–જયો III) ભવે ભવે વિનય તુમારડો એ, ભાવ-ભક્તિ તુમ પાય તો I દેવ દયા કરી દીજીયે એ, બોધિ-બીજ સુપસાય—જયો૦ ॥૬॥
૧. કઠોર
૬૮
Page #83
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી કેસરવિજયજી મ. જી
(રાગ-સાંભળજો મુનિ સંયમ રાગે) વીર જિનેસર સુણ મુજ સ્વામી, વિનવીયે શિરનામી રે ! તું પ્રભુ ! પૂરણ મન હિત-કામી, તું મુજ અંતરજામી રે–વીર. ૧ એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કોણ કહીએ રે ! ભગતિ કરતાં જો તું રીઝે, તો મન-વંછિત સીઝે રે–વીર //રા તુજ હિતથી સુખ-સંપદ આવે, દારિદ્ર દૂર ગમાવે રે ! જગ-બંધવ જિન ! તું હી કહાવે, સુર-નર તુજ ગુણ ગાવે રે–વીર. ૩ તું પ્રભુ ! પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે ગિરૂઆ-સેવા-ફલ નવિ જાયે, સેવીકે ઇણ ભાવે રે–વી૨૦ //૪ ત્રિશલા-નંદન વીર-જિનેશ્વર, વિનતડી અવધારી રે ! કેસર જંપે દરિશન દીએ, દુરગતિ દૂર નિવારી રે–વી૨૦ //પા.
( ૬૯ )
Page #84
--------------------------------------------------------------------------
________________
રજી કર્તા શ્રી પદ્યવિજયજી મ.
રૂડી ને રઢિયાળી રે, વીર ! તારી દેશના રે | એ તો વલી જોજનમાં સંભળાય, સમકિત-બીજ આરોપણ થાય–રૂડી II પટ મહિનાની રે ભૂખ તરસ શમે રે, સાકર દ્રાક્ષ તે હારી જાય, કુમતિ જનના મદ મોડાય-રૂડીellરા ચાર નિક્ષેપે રે સાત નર્ય કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત નિજ-નિજ ભાષાએ સહુ સમજાત-રૂડીell૩. પ્રભુજીને ધ્યાતાં રે શિવ પદવી લહે રે, આતમ-ઋદ્ધિનો ભોક્તા થાય, જ્ઞાનમાં લોકાલોક સમાય-રૂડીell૪ પ્રભુજી સરિખા હો ! દેશક કો નહિરે, એમ સહુ જિન-ઉત્તમ ગુણ ગાય; પ્રભુ-પદ-પને નિત્ય નિત્ય ધ્યાય-રૂડીull પા.
Page #85
--------------------------------------------------------------------------
________________
વિણે કર્તા: શ્રી આનંદઘનજી મ. Kિ
(પંથડો નિહાળું રે બીજા જિન તણોએ દેશી) ચરમ-જિણે સર વિગત સ્વરૂપનું ભાવું કેમ સ્વરૂપ ? / સાકારી વિણ-ધ્યાન ન સંભવે રે, એ અ-વિકાર અ-રૂપ-ચરમ૧| આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ / અસંખ ઉફકોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ-ચરમ આરા સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ ભેદ નહિ અંત નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અ-ભેદ અનંત–ચરમ૩| રૂપ નહિ કંઈયે બંધન ઘટયું રે, બંધન મોક્ષ ન કોય ! બંધ મોખ વિણ સાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય ચરમ જા. દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિણ શ્યો રૂપ?. રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે ? ભાવું અ-કલ સ-રૂપ-ચરમ //પા આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદાભેદ | તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધિ-પ્રતિષેધ–ચરમ, Ill અંતિમ ભવ-ગણહે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ છે તઇએ આનંદઘન પામશું રે, આતમરૂપ અનૂપ-ચરમ //કલા
(૭૧)
Page #86
--------------------------------------------------------------------------
________________
T કર્તા શ્રી જ્ઞાનવિમલજી મ. Dિ (રાગઃ મારુણી ધનશ્રી ગિરિમાં ગોરો ગિરૂઓ મેરુ ગિરિ ચઢોરે-એ દેશી) કરુણા-કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિભુવન મંડપમાંથી પસારી રે; -મીસરી રે પરે મીઠી અભયે કરી રે ||૧|| શ્રીજિન-આણા ગુણઠાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પાવને રે; અવને રે અતિથી અ-માય-સભાવ રે જરા સર્વ-સંવર-ફલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત-પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે ૩ ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન યુદ્ધ-તપ રૂપ અભિનવ રે; ભવોભવિ રે દ્રવ્ય-ભાવથી ભાગી રે //૪ હાટક કોડી દેઈ દારિદ્ર નસાડીઉં રે, ભાવે અભયનું દાન દઈ રે; કોઈ રે લઈને સુખીયા થયા રે /પા. રાગાદિક અરિ મૂલ થકી ઉખેડીયા રે, લહી સંયમ-રણરંગ રોપી રે ઓપી રે જિણે આ૫ કલા નિરાવરણની રે ||૬|| નિરાશંસ વળી શિવસુખ હતુ ક્ષમા ગુણે રે, તપતીએ જિણે એમ આપે રે, થાપે રે વરપંડિત વીર્યવિનોદથી રે પ્યા
(
૭ ૨
)
Page #87
--------------------------------------------------------------------------
________________
દર્શન જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વીરતા રે, મહાપદ શોભિત ભાવી ભાસે રે; વાસે રે ત્રિભુવન જનમન ભાયણા રેટા વીર-ધીર કોટિર કૃપારસનો નિધિ રે, પરમાનંદ પયોદ વ્યાપે રે, આપે રે નિજ સંપદ કુળ યોગ્યતા રે ૯. બંધ-ઉદય-સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે; આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે ! ૧૮ll ઠાણગ જાણગ ગુણઠાણક ત્રિસું વિધિ રે, કાઢ્યા જેણે ત્રિદોષ પોષો રે; શોષો રે રોષ-તોષ કીધા તેને રે ||૧૧|| સહજ-સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપનો નાશ હોવે રે; જોવે રે ત્રિભુવન ભાવ સ્વભાવથી રે ૧૨ા. જ્ઞાનવિમલ ગુણ-મણિ-રોહણ-ભૂધરા રે, જય જય તું ભગવાન ગાયા રે; દાયક રે અખય અનંત સુખનો સદા રે ૧૩
Page #88
--------------------------------------------------------------------------
________________
ન કર્તા : શ્રી યશોવિજયજી મ.
(કોઈ વિધિ જોતાં થકા રે-એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજીઆ રે ! રાજનગર-શણગાર રે-સુખ દરિયા । વાલેસર ! સુણો વિનતી રે, તું મુજ પ્રાણ-આધાર રે-ગુણ ભરિયા ॥૧॥
તુજ વિણ હું ન રહી શકું રે, જિમ બાલક વિણ માત રે-સુખol ગાઈ દિન અતિ વાહીએ રે, તાહરા ગુણ અવદાત રે—ગુણ/॥૨॥
હવે મુજ મંદિર આવીયે રે, મ કરો દેવ ! વિલંબ રે-સુખol ભાણા ખડખડ કુણ ખમે રે ? પૂરો આશા અવિલંબ રે—ગુણ।।૩।। મન મંદિર છે માહરૂં રે, પ્રભુ તુઝ વસવા લાગ રે-સુખ માયા-કંટક કાઢીયા રે, કીધો ક્રોધ-રજ-ત્યાગ રે-ગુણ।।૪||
પ્રગટી સુરૂચિ સુવાસનારે, મૃગમદ-મિશ્ર કપૂર રે-સુખ ધૂપ-ઘટી ઈહાં મહમહેરે, શાસન-શ્રદ્ધા પૂર રે-ગુણનાપા કિરિયા શુદ્ધ બિછાવણા રે, તકિયા પંચ આચાર રે-સુખ ચિહું દિશી દીવા ઝગમગે રે, જ્ઞાન-રત્ન વિસ્તાર રે—ગુણ।।૬।। અધ્યાતમ જ લહલહે રે, મતિ તોરણ સુ-વિવેક રે-સુખol ગમા પ્રમાણ ઇહાં ઓ૨ડા રે, મણિ પેટી નય ટેક−ગુણવાના
૭૪
Page #89
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કુસુમ ઈહાં પાથરી રે, સાચી સમતા સેજ રે-સુખol ઈમાં આવી પ્રભુ બેસીએ રે, કીજે નિજ ગુણ તેજ રે–ગુણll મન મંદિર જો આવશ્યો રે, એક વાર ધરી પ્રેમ રે-સુખol. ભગતિ-ભાવ દેખી ભલો રે, જઈ શકશ્યો તો કેમ રે ! ગુણ /લો અરજ સુણી મન આવીયા રે, વીર-જિણંદ મયાલ રે-સુખol ઓચ્છવ રંગ વધામણાં રે, પ્રગટ્યો પ્રેમ વિશાલ રે–ગુણol ૧૦ના અર્ધપાઘ કરૂણા ક્ષમા રે, સત્ય વચન તંબોલ રે-સુખol ધરશું તુહ સેવા ભણી રે, અંતરંગ રંગ રોલ રે–ગુણoll૧૧ાા હવે ભગતિ રસ રીઝિયો રે, મત છોડો મન ગેહ રે-સુખol નિરવહનો રૂડી પરે રે, સાહિબ સુગુણ સનેહ રે-ગુણoll૧૨ા ભમર સહજ ગુણ-કુસુમનો રે, અમર મહિત જગનાથ રે-સુખol જો તું મનવાસી થયો રે, તો હું હુઓ સ-નાથ રે–ગુણoll૧૩. શ્રી નયવિજય વિબુધ તણો રે, અરજ કરે ઈમ શીશ રે-સુખol રમજો મુજ મન મંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશ દિશ રે–ગુણoll૧૪ો.
(૭૫)
Page #90
--------------------------------------------------------------------------
________________
2 કર્તા : શ્રી યશોવિજયજી મ.
:
(શાંતિ જિણેસર કેસર અરચિત જગધણી રે-એ દેશી) સમરીય સરસતી વરસતી, વચન સુધા ઘણીરે કે-વચન વીર જિણેસર કેસર, અચિત જગધણીરે કે-અરચિતરાજનગર વ૨ ભૂષણ, દૂષણ ટાળતો૨ે કે-દૂષણ૰ થુણશ્યું નિજગુણ કરણે, જગ અજુઆલતો૨ે કે-જગ||૧|| સ્વામી ! મેં તુજ પામી, ધર્મ સોહામણો૨ે કે-ધર્મ માનું મન અવતાર, સકળ કરી આપણોરે કે-સફળ | મેંહી તુજ પામ્યો જિનજી !, નયણ મેળાવડોરે કે-નયણ૦ તો નિજ આંગણે રોપ્યો, સુરતરૂ પરગડોરે કે-સુ૨વા૨સી તુજ મનમાં મુજ, વસવું કિમ સંભવે૨ે ? કે-વસવું, સુપનમાંહી પણ વાત, ન એ હુઈ નવિ હોએરે કે-ન એ I મુજ મનમંદિર, સુંદર વસો જો તુમ્હરે કે-સુંદ૨૦, તો અધિકું નવિ માંગશું, રાગણ્યું ફરી અમ્હેરે કે-રાગત ૩|| ચમક-પાષાણ ખિંચસ્યું, સંચશે લોહને૨ે કે-સંચસે, તિમ તુજ ભગતિ મુગતિ ને, ખેંચશે મોહને કે-ખેંચશે ઈમ જાણી તુજ ભગત જાગતિ રહ્યો૨ે કે-ભગતિ તે જન શિવસુખ કરતલ, ઘરસિ ગહગહ્યોરે કે-ઘરસિવા૪ની
30
Page #91
--------------------------------------------------------------------------
________________
લાગી તુજ ગુણ ભરકી, ફરકી નાવ શકેરે કે-ફરકી અલગું એ મુજ મન, વલગું તુજ ગુણ શ્ય ટકે રે કે-તજ, છોડ્યો પણ નવિછૂટે મોહ, એ મોહનારે કે-મોહ, શિવસુખ દેશો તો છોડશું, કેડિ નતે વિનારે કે-કેડિollપા. બાઉલ સરિખા પર સુર, જાણી પરિહરીકે જાણી, સુરતરૂ જાણી નાણી, તુહે સાહિબ વરે જે-તહે. | કરો દેવ જો કરૂણા, કરમ તો નવિ ટકેરે કે-કરમ, ચોર જોર નવિ ચાલે, સાહિબ ! એક ધકેરે કે-સાહિબolls તુજ સરિખો મુજ સાહિબ, જગમાં નવિ મલેરે કે-જગમાં, મુજ સરખા તુજ સેવક, લાખ ગમે રૂલરે કે-લાખ૦ | તો આસંગો તુજગ્યું, કરવો નવિ ઘટે રે કે-કરવો, સહજ મોજ જો આવે, તો સેવક દુઃખ મટેરે કે-તોullણા. જિમ વિણ પંકજ પરિમલ મધુકર નવિ રહેશે કે-મધુકર, વિણ મધુમાસ વિલાસ ન, કોકિલ ગહગહેરે કે-કોકિલા / તિમ તુજ ગુણ રસ-પાન, વિના મુજ નવિ સરેરે કેનવિના, અંબશાખ જિણે ચાખી, તે આંબલીયૂ શું કરે રે ? કે-તેoll૮
(૭૭)
Page #92
--------------------------------------------------------------------------
________________
ત્યાં મહિકે તજ, પરિમલ કી રાત વેલડીરે કે-પરિમલ, મુજ મન તરૂઅર વિંટી, તે રહી પરગડીરે કે-તે રહી ! ભગતિ રાગ તસ પલ્લવ, જેહના સમકિત-ફૂલડાંરે કે-જેહનાં બાલા. તુજ વાણી મુજ મીઠી, લાગે જેહવીરે કે-લાગે, સાકર દ્રાખ સુધા પણ, ન રૂચે તેહવારે કે-ન રૂચેol કાન કરાવે એહનાં જે, ગુરૂ પારણારે કે-ગુરૂ, તે નિત લીજે તેહનાં, દેવ ! ઓવારણાંરે કે-દેવી/૧૦ સુખદાયક જગનાયક, વીર-જિને સરૂરે કે-વી૨૦, ઈમમેં સ્તવી(યો), વંછિત-પૂરણ સુરતરૂરે કે-વંછિત / એ સ્તવ ભણતાં, પ્રગટે નવનિધિ આંગણે રે કે-પ્રગટે, શ્રીનયવિજય વિબુધ પાય, સેવક ઈમ ભણેરે કે-સેવકoll૧૧
૭૮
Page #93
--------------------------------------------------------------------------
________________
Fી કર્તા શ્રી યશોવિજયજી મ.જી
(એક દિન એક પરદેશીઓ-એ દેશી) સુણ સુગુણ સનેહી રે સાહિબા, ત્રિશલા-નંદન અરદાસ રે ! તું તો રાજનગરનો રાજિઓ, ગુણ-ગાજિઓ લીલ વિલાસ રે-સુણoll૧ તુજ સરિખો સાહિબ શિર છતે જે, મોહ કરે મુઝ જોર રે ! તે ન ઘટે રવિ ઉગ્ય રહે, જિમ અંધકાર ઘનઘોર રે-સુણol રા. અલવેસર ! વેષ રચી ઘણું, હું નાચ્યો મોહને રાજ રે ! હવે ચરણ શરણ તુજ મેં રહ્યા, એ ભાવઠ ભવની ભાંજ રે-સુણollar ટાલો પ્રભુ! અવિનય મોહનો, મુજ ગાલો ભવની ભીતિ રે મુજ હૃદય પખાલો ઉપશમે, પાલો પ્રભુ અવિહડ પ્રીતિ રે-સુણoll૪ો. વિ-ગુણો પણ તુજ ગુણ-સંગતે, ગુણ પામું તે ઘટમાન રે ! હુએ ચંદન પરસંગથી, લિંબાદિક ચંદન માન રે-સુણol/પા નિગુણો પણ શરણે આવીયો, ન વિછડીજે ગુણ-ગેહ રે ! નવિ છંડે લંછન હરિણ, જાઓ ચંદ અમીમય દેહ રે-સુણollી
Page #94
--------------------------------------------------------------------------
________________
મનમાંહી વિમાસી શું રહ્યો, હવે મહિર કરો મહારાજ રે | સેવકનાં દુઃખ જો નવિ ટલે, લાગે કુણને ? લાજ રે-સુણll તુજ આણથી હું પતિત છું, પણ પતિત પાવન તુજ નામ રે ! નિજ નામ ભણી મુજ તારતાં, શું લાગે છે તુજ દામ રે-સુણoll૮ ચાખી તુજ સમકિત-સુખડી, નાઠી તેહથી ભૂખડી દૂર રે ! જો પામું સમતા-સુરલતા, તો એટલે મુજ મહિ મુર રે-સુણollો. તુજ અક્ષય સુખ જે રસવતી, તેહનો લવ દીજે મુજ રે ! ભૂખ્યાની ભાંજો ભૂખડી, શું અધિકું કહીએ તુજ રે ?-સુણol/૧૦ આરાધ્યો કામિત પૂર, ચિંતામણિ પણ પાષાણ રે ! ઈમ જાણી લેવક સુખ કરો, પ્રભુ તમે છો ચતુર સુજાણ રે-સુણll૧૧ યૂ વિનવીએ તુમ અતિ ઘણું, તું મોટો ત્રિભુવન-ભાણ રે ! શ્રીનયવિજય સુ-શિષ્યને, હવે દેજો કોડિ કલ્યાણ રેણoll૧રી
20)
ZO
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીરસ્વામી ભગવાનની ય
જય ભવિ હિતકર, વી૨ જિનેશ્વર દેવ, નાયક, જેહની સારે સેવ; વંદો આનંદ આણી, ગુણમણી કે૨ો ખાણી.
કંદો,
" શ્રી મહાવીર સ્વામીની થોય
વીર
દેવં
વંદે
જૈનાઃ
પાદા
પાન્ત
જૈન
વાકય
ભૂત્યે
સિધ્ધા દેવે
સૌખ્યમ્
જય
સુરનરના
કરૂણારસ
ત્રિશલા સુત સુંદર,
નિત્યં
યુષ્માન
ભૂયાદ્
ધ્યાત્
૮૧
૨
૩
.૪
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી પદ્મવિજયજી કૃત થાય પણ
મહાવીર જિર્ણોદા, રાય સિદ્ધાર્થ નંદા | લંછન મૃગ ઈંદા, જાસ પાયે સોહંદા | સુર નરવર ઇંદા, નિત્ય સેવા કરંદા | ટાલે ભવ ફંદા, સુખ આપે અમદા I...૧૫ અડ જિનવર માતા, મોક્ષમાં સુખશાતા | અડ જિનની ખ્યાતા, સ્વર્ગ કીજે આખ્યાતા | અડજિનપ' જનેતા, નાક માહેંદ્ર યાતા | સવિ જિનવર નેતા, શાશ્વતા સુખદાતા I...Jરા મલ્લિ નેમિ પાસ, આદિ અઠ્ઠમ ખાસ / કરી એક ઉપવાસ, વાસુપૂજય સુવાસ | શેષ છ8 સુવિલાસ, કેવલજ્ઞાન જાસ | કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ ....૩ જિનવર જગદીશ; જાસ મોટી જગીશ | નહિ રાગને રીસ, નામિયે તાસ શિશ | માતંગ સુર ઈશ, સેવતો રાત દીશ |
૮૨)
Page #97
--------------------------------------------------------------------------
________________
ગુરૂ
ઉત્તમ
અધીશ,
પદ્મ
ભાખે
સુશિશ.../૪માં
૧. આઠ જિનેશ્વરની ૨. દેવલોક
િશ્રી વીરવિજયજી કૃત થાયણ વીર જગતપતિ જન્મજ થાવે, નંદન નિશ્રિત શિખર રહાવે, આઠ કુમારી ગાવે; અડગજદેતા હેઠે વસાવે, રૂચક ગિરિથી છટકીશ જાવે, દીપ રૂચક ચઉ ભાવે | છપન્ન દિન્ કુમરી ફુલરાવે, સુતી કરમ કરી નિજ ઘર પાવે, શક્ર સુઘોષા વજાવે; સિંહનાદ કરી જયોતિષી આવે, ભવણ વ્યંતર શંખ પડદે મિલાવે, સુરગિરિ જનમ મલ્હાવે../૧ ઋષભ તેર શશિ સાત કહીએ, શાંતિનાથ ભવ બાર સુણીજે, મુનિસુવ્રત નવ કીજે; નવ નેમીશ્વર નમન કરીને, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે | અજિતાદિક જિન શેષ રહીએ, ત્રણ ત્રણ ભવ સઘળે ઠવીજે, ભવ સમકિતથી ગણીને; જિન નામ બંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતિ ધરીને, જિનપદ ઉદયે સીજે.રા.
(૮૩)
Page #98
--------------------------------------------------------------------------
________________
આચાર આરે અંગ ઇગ્યાર, ઉવવાઈ આરે ઉપાંગ તે બાર, દશ પયશા સાર; છ છેદસૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલસૂટા તે ચાર, નંદી અનુયોગદ્વાર | એ પિસ્તાલીશ આગમ સાર, સુણતાં લહે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષય ભુજંગીનિ ' વિષ અપહાર, એ સમો મંત્ર ન કો સંસાર, વીર શાસન જયકાર..૩ નકુલ બીજો દોય કર ઝાલી, માતંગ સુર શામ કાંતિ તેજાલી, વાહન ગજ શુંઢાલી, સિંહ ઉપર બેઠી રઢિયાળી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હરિતાભા ચ્યાર ભુજાલી | પુસ્તક અભયા જિમણે ઝાલી, માતલિંગ ને વીણા રસાલી, વામ ભુજા નહિ ખાલી; શુભ ગુરૂ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશું દેતી તાલી, વીર વચન ટંકશાલી.//૪ll
૧. વિષયરૂપી સર્પિણી
८४
Page #99
--------------------------------------------------------------------------
________________
eતા કહી જિન ભક્તિએ જે ન સીધું, તે બીજા કશાથી ન સીઝે. અરિહંત મળ્યા પછી અરિહંતની કદર કેટલી એમની પાછળ ઘેલા થઈ જઈએ ખરા ? ''નિગોદમાં થી અહીં સુધી ઉંચે આવ્યા એ છે અરિહંતની કૃપાથી" આ ભાવથી ભગવંત પરનો કૃતજ્ઞત્તા ભાવ જીવંત રાખો. જૈનધર્મનું ભવાંતરમાં રિઝર્વેશન કરાવવું હોય તો
અરિહંતની પાછળ પાગલ બની જાવ. હું છુ પરમાત્માની વંદનામાં એકાકારતા એ મહાયોગ છે. હું ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય
| શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
Page #100
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર સ્વામી ભગવાનની જીવન ઝલક પિતાનું નામ * સીધાર્થરાજા | માતાનું નામ | : ત્રીસલાદેવી જન્મ સ્થળ : ક્ષત્રીકુંડ જન્મ નક્ષત્ર | H ઉતરાફાલગુની જન્મ રાશી : કન્યા આયુનું પ્રમાણ : 02 વર્ષ શરીરનું માપ : સાત હાથ | | શરીરનું વર્ણ : સુવર્ણ વર્ણ પાણિ ગ્રહણ : વિવાહીતી કેટલા સાથે દીક્ષા : એકાકી દીક્ષા છદમસ્થ કાળ : સા. ...-. : શાલવૃક્ષ : કન્યા આયુનું પ્રમાણ ગણધર સંખ્યા : રૂજુવાલુકાનદી - : સાત હાથ | શરીરનું વર્ણ સાધુઓની સંખ્યા : 36000 ': વિવાહીત | કેટલા સાથે દીક્ષા શ્રાવકની સંખ્યા : 318000 : સાડા બાર વર્ષ | દીક્ષા વૃક્ષ અધિષ્ઠાયક ચક્ષ નું વર્ણ –ણી : સીધાયિકા પ્રથમ ગણધરનું જા સાથે દીક્ષા નામ : ચંદનબાળા | : 318000 મોક્ષ આસન. ભવ સંખ્યા | : 20 ભવ ચ્યવન કલ્યાણક : અશાડસુદ 6 | જન્મ કલ્યાણક : ચઈતરસુદ 13 દીક્ષા કલ્યાણક : કારતક વદ 10) કેવલજ્ઞાન કલ્યાણક : વૈશાખ સુદ 10 મોક્ષ કલ્યાણક : કારતક વદ અમાસ મોક્ષ સ્થાના : 3000. : શાસન : પાલન મુદ્રક: રોનક ઓફસેટ - અમદાવાદ. ફોન : 079-6603903