________________
પણ કર્તા શ્રી વિનીતવિજયજી મ.જી
(જીરે મારે જાગ્યો કુંવર જામ-એ દેશી)
આજ મારે સુરતરૂ ફળિયો સાર, ઘર આંગણિ શોભા કરૂં–જીરેજી આજ ! મેં ત્રિશલા-નંદન દેવ, દીઠો દેવ દયા કરૂં–જી.... (૧)
જિનાજી ! તારા ગુણ અવદાત, ગંગતરંગ પરે નિરમળા–જી. જિનજી ! સંભારું દિન-રાત, મૂકી મનના આમળા–જી ... (૨) જિનજી ! ઉત્તમ-જનશું રંગ, ચોળ-મજીઠ તણી પરે-જી. જિનજી ! તુમશું અવિહડ નેહ, નિરવહનો રૂડી પરે–જી ... (૩)
જિનજી ! તાહરી ગુણ, મણિમાળ, કંઠે જે ભવિ ધારશે–જી. જિનજી ! ધન ધન તસ અવતાર, જે તાહરૂં નામ સંભારશે–જી ....(૪) જિનજી ! મેરૂવિજય ગુરુશિષ્ય વિનીતવિજયનાં વયણડાં–જી. જિનજી ! જે ચિત્ત ધરશે નિત્ય, તસ ઘર રંગ-વધામણાં–જી.... (૫)
(૩૬)
૩૬ )