________________
જી કર્તા શ્રી દાનવિમલજી મ. જી
(જિન! તુંદી અનૂપ છાજે!-એ દેશી) સમવસરણ શ્રી વીર બિરાજે, સરસ મધુર ધ્વનિ ગાજે રે પૂરી પરષદ બાર મનોહર, છત્ર રાય શિર છાજે રે-જિ.(૧) અષ્ટ મહાપ્રાતિહાર જ સુંદર, દીઠે દારિદ્ર ભાજે રે લૂણ ઉતારતી ભમરીય ફરતી, ઇંદ્રાણી નાટક છાજે રેજિ(૨) જયકારી દુઃખ પાર ઉતારણ, માલિમ ધર્મ જહાજે રે મુક્તિ તણું બંદર આપવા, સેવક ગરીબ નિવાજે રે-જિ(૩) ઇંદ્ર છડી લઈ દરબારે, ઊભા સેવા કાજે રે પ્રભુ મુખ પંકજ નિરખી નિરખી, હરખિત હોવે બાજે રે –જિ.(૪) વિમલ સ્વરૂપી વિલસતી જેની કીર્તિ મીઠી આજે રે દાન દીયો અક્ષય સુખ સઘળાં, દિનદિન અધિક દિવાજે રે –જિ.(૫)
૧. કૅપ્ટન-ખલાસી.
(૩૫)