________________
કર્તા : શ્રી કીર્તિવિમલજી મ.
વી૨ જિણેસ૨ વંદીએ, જેણે કીધો તપ ઉદારો રે એક છ-માસી પૂરો કર્યો, બીજો પાંચે દાડે ઉણો કરો રે –વીર(૧) નવ ચો-માસી આદરી, વળી ત્રણ-માસી બે વા૨ો રે બે-માસી તપ છ કર્યા, અઢી-માસી બે તસ સારો રે–વી૨(૨) બાર બે-માસખમણ કર્યા, વળી દોઢ-માસી બે વા૨ો રે બહોતેર માસખમણ કર્યા, અક્રમ બાર વિચારો રે –વીર(૩) બન્નેં ને એગુણત્રીશ છઠ્ઠ કર્યા ઘણું સારો
ભદ્ર ને મહાભદ્રાદિક, પ્રતિમા ત્રણ પ્રધાનો રે–વી૨૦(૪) બાર વરસ છદ્મસ્થપણે, ઉપરે સાડા છ માસો રે ત્રણસે ને ઉગણપચાસ પારણાં, બાકી ઉપવાસો રે–વી૨(૫) વૈશાખ સુદી દશમી દિને, પામ્યા કેવળજ્ઞાનો રે ભવિક જીવ પ્રતિબુઝવ્યા, જેણે લીધા મુગતિના રાજો રે –વી૨(૬)
વીર તણા ગુણ ગાવતાં, ઘરે હુઈ મંગલ માલો રે ઋદ્ધિ કીર્દિ તે નિત લહે, જસ નામ જપ્યાં જે સારો રે –વી૨ (૭)
૩૪