________________
જય-જય હુઓ ! મોહ જ મુઓ, હુઓ તું જગનાથ, લોકાલોક-પ્રકાશ થયો તવ, મોક્ષ ચલાવે સાથ –મહા૰(૮) જીત્યો તિમ ભગતને જીતાવે, મૂકાવે મૂકાવે, તરણ-તારણ સમરથ છે તું હી, માનવિજય નિતુ ધ્યાવે –મહા૰(૯)
૧. અનુપમ બળવાળા ૨. કર્મરૂપ દુશ્મનના સૈન્યને ૩. જોરદાર ૪. પગની વિશિષ્ટ બેડી ૫. છાવણી ૬. સેનાપતિ ૭. ગુલામ
કર્તા : પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ મ.
0:0
(આદર જીવ ખિમાગુણ આદર-એ દેશી) ધ્યાને,વર્ધમાન-સમ થાવેજી વર્ધમાન-સુખ પાવેજી-વ૦(૧)
વર્ધમાન-જિનવરને વર્ધમાન-વિદ્યા-સુપસાયે, તું ગતિ મતિ છછતી થિતિ છે, માહરો જીવન પ્રાણ આધારજી, જયવંતું જગમાં જસ શાસન, કરતું બહુ ઉપકારજી વ૦(૨) જે અજ્ઞાની તુમ મતે સરીખો પ૨મતને કરી જાણેજી કહો કુંણ અમૃતને વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી વ૰(૩)
જે તુમ આગમસ૨સ સુધા૨સે, સીંચ્યો શીતલ થાયજી; તાસ જનમ સુકૃતાથ જાણો, સુરનર તસ ગુણ ગાયજી (૪) સાહિબ તુમ પદ પંકજ સેવા, નિત નિત એહજ યાચુંજી; શ્રીજ્ઞાનવિમલસૂરીસર ભાખે, પ્રભુને ધ્યાને માચુંજી વ૰(૫)
૧. દેશી શબ્દ લાગેછે. અર્થાનુસંધાન શૈલીથી સુયોગ = શોભા અર્થ લાગેછે ૨. શાસન ૩. બીજા શાસનને ૪. ચરણકમળની સેવા.
૧૭