________________
જ કર્તા શ્રી જિનવિજયજી મ.પી
(ઇમ ધન્નો ધણને પરચાવે–એ દેશી) વીર-જિણંદ જગત ઉપગારી, મિથ્યાધામ નિવારીજી, દેશના અમૃત-ધારા વરસી, પર-પરિણતિ સવિ વારીજી-(૧) પંચમ આરે જેહનું શાસન, દોય હજારને ચ્યારજી, યુગપ્રધાન સૂરીસર વહશે, સુવિહિત મુનિ આધારજી-વીર(૨) ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અછજી, લવણ -જલધિમાંહી મીઠું જલ, પીવે શૃંગી-મચ્છજી –વીર(૩) દશ અચ્છેરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાળજી, જિન-કેવળી-પૂરવધર વિરો, ફણીસમ પંચમ કાળજી–વીર(૪) તેહનું ઝેર નિવારણ મણિ સમ તુજ આગમ તુજ બિંબજી, નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂલેબજી–વીર(૫) જૈનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બોધજી, કળિકાળે પણ પ્રભુ ! તુચ્છ શાસન, વરતે છે અ-વિરોધજી–વીર(૬) મહારે તો સુષમાથી દુઃષમા, અવસર પુણ્ય-નિદાનજી ક્ષમાવિજય-જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ-નિદાનજી-વીર(૭)
૧. મિથ્યાત્વીઓના ધામ=તેજને, અથવા મિથ્યાત્વની ઘામ=ગરમી ૨. સાધ્વી ૩. સારા ૪. રોહિતનામે વિશિષ્ટ, માછલું ૫. આશ્ચર્યોથી ૬. ભયંકર ૭. તીર્થકર ૮. આપ ૯. વહાણ ૧૦. મારવાડમાં ૧૧. કલ્પવૃક્ષ ૧૨. ચોથો આરો ૧૩. પાંચમો આરો.
(૨૪)