________________
શ કર્તા શ્રી હંસરત્નજી મ. .
(આજ અષાઢો ઉમહયોજી-એ દેશી) સકળ ફળ્યા સહી માહરાજી, મનના મનોરથ આજ, વીર-જિનેસર! તું મળ્યોજી, હવે સીધાં હશે હવે સીધાં વંછિત કાજ પ્રભુજી ! અરજ સુણીજ માં હકી' અરજ સુણીજે ! માંહકો મુજરો લ્યો માહારાજ-પ્ર.(૧) દિન એતા ભલો ભમ્યોજી, તુજ દરિશણ વિણ દેવ હવે મનમંડી ટકશુંજી, તમે સેવા હો કિમ કરું નીત મેવ – પ્ર(૨) તુજ દીઠે આવે નહીંછ, દેવ અવર કોય દાય સુરતરૂ શાખા છોડીનેજી, કુંણ બેસે હો કુણ, બાઉલ છાંહ-પ્ર(૩) ગુણ અવગુણ જાણ્યા પખેજી, મન ન રહે એ કતાર પ્રગટ પટંતર દેખીનેંજી, કુણ સેવે હો કુણ વસ્તુ અસાર–પ્ર.(૪) તું ગતિ મતિ તું સાહિબોજી, તું મુજ જીવન પ્રાણ નિરવહીયે શિર ઉપરેજી, ભવોભવ હો ભવો. તુમચી આણ –ર૦(૫) જિતું તુમ સેવા બળે જી, કુમતિ કદાગ્રહ ફોજ નિત નિત નવલી તાહરીજી, મન-ઈચ્છિત હો મન પામું મોજ–પ્રો(૬) નાથ ! વસો મુજ ચિત્તમાંજી, આજ અધિક સુખપૂર હંસરત્ન કહે માહરાજી, હવે પ્રગટ્યો હો સ્નેહઠ પુણ્યપંડૂર–પ્ર(૭)
૧. મારી ૨. મારો ૩. આટલા ૪. ભલે ૫. સ્થિર ૬. નિર્મલ
(૨૫)